મુકેશ અંબાણીના ઘરે કામ કરતા પ્લમ્બરનેે મળે છે આટલો પગાર,જાણીને નહીં થાય વિશ્વાસ..

0
323

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીની જીવનશૈલી હંમેશા સમાચારોમાં રહે છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર આવે છે. આ જ કારણ છે કે તેનું અંગત જીવન હંમેશા ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીની દર મિનિટે કમાણી કરોડોમાં છે.

કોરોનાના સમયગાળા દરમિયાન પણ મુકેશ અંબાણીએ દર કલાકે કરોડો રૂપિયાની કમાણી કરી છે. તેમની પ્રતિ કલાકની કમાણી વિશે વાત કરીએ તો આ આંકડો 1.5 કરોડ છે. આવો જાણીએ દેશના મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ અંબાણીના ઘરના નોકરોનો પગાર કેટલો છે.

મુકેશ અંબાણીની એન્ટિલિયાની અંદરની કિંમત 11,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે એન્ટિલિયામાં સિક્યોરિટી ગાર્ડ્સથી લઈને માળીઓ, ઈલેક્ટ્રીશિયન્સ, પ્લમ્બર સુધીનો લગભગ 600 લોકોનો સ્ટાફ છે અને તમે ક્યારેય અનુમાન નહીં કર્યું હોય કે અંબાણી પરિવાર પ્લમ્બરને માસિક તગડો પગાર પણ ચૂકવે છે.

એક વેબસાઈટ livemirror.com ના અહેવાલ મુજબ, એન્ટિલામાં કામ કરતા સ્ટાફનો પગાર લગભગ બે લાખ રૂપિયા મહિને છે અને પ્લમ્બરને મેડિકલ ભથ્થાની સાથે મહિને લગભગ બે લાખ રૂપિયા મળે છે અને બાળકોની ફી અને શિક્ષણ મફત છે.

27 માળના આ બંગલાની અંદર આધુનિક રીતે પાણીની પાઈપલાઈન નાખવામાં આવી છે અને બાથરૂમમાં આધુનિક સ્ટાઈલ ફીટીંગ કરવામાં આવી છે અને આ તમામ બાબતોની કાળજી લેવી જરૂરી છે.

એન્ટિલામાં કેટલા પ્લમ્બર કામ કરે છે તે જાણી શકાયું નથી, પરંતુ એ વાત જાણીતી છે કે જો તમારે જોબ મેળવવી હોય તો તમારે ખુબજ મુશ્કિલ પરીક્ષા પાસ કરવી પડશે. ખાસ વાત એ છે કે મુકેશ અંબાણી અને તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ મોંઘી પણ છે.

મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે. આ 27 માળના ઘરની કિંમત 11 હજાર કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. લક્ઝરી લિવિંગ અને બેડરૂમ ઉપરાંત, એન્ટિલિયામાં 6 માળનું પાર્કિંગ અને 3 હેલિપેડ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુકેશ અંબાણીની પાસે 150 થી વધુ કાર છે, તેથી તેમના ઘરમાં આટલી મોટી પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવી છે.

અંબાણીનું આ ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. ખાસ વાત એ છે કે આ ઘરની જાળવણી માટે 600 લોકોની સ્ટાફ ટીમ કામ કરે છે, જેમાં ડ્રાઈવરથી લઈને શેફનો સમાવેશ થાય છે.

આ સિવાય માલી, ગાર્ડ વગેરે જેવા ઘણા એવા સ્ટાફ છે, જેઓ માત્ર ઘરને સુરક્ષિત રાખવા માટે જ કામ કરતા નથી પરંતુ તેની જાળવણી અને સજાવટનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે.