જાણો દેશી અને જર્સી ગાય વચ્ચે શુ તફાવત છે,એક વાર જરૂર જાણી લો આ માહિતી….

0
733

ગાય એ ભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક ચોપગું, શીંગડાવાળું, પાલતુ સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે. જ્યારે નર જાતિમાં લગામ વાળા નરને બળદ અને લગામ વગરનાં નર ને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે કે બળદનો ઉછેર ખેતીવાડી મજૂરી માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર ગાયનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી થતું આવ્યું છે. કારણકે તેની દરેક ઉપજ થી કંઇના કંઇ મળે જ છે. ગાય ને ભારતમાં માતાનો દરજ્જો અપાય છે.

પશુપાલનમાં લોકો ઘણા દુધાળા પ્રાણીઓનું પાલન કરે છે, પરંતુ મોટાભાગે લોકો ગાયોનું પાલન કરે છે ગાયને પશુપાલનમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. પૈસા કમાવવાનો આ એક સારો રસ્તો છે. આપણા દેશમાં ગાયની ઘણી જાતિઓ જોવા મળે છે, તેથી પશુપાલન ઘણી જાતિઓનું પાલન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે જે ગાય જોઇ ​​રહ્યા છો, તે કઈ જાતિની છે? આજે આપણે આ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અમે તમને આ લેખમાં જણાવીશું કે, દેસી અને જર્સી ગાય વચ્ચે શું તફાવત છે.

એક તરફ ગુજરાતના પશુપાલકોએ બ્રાઝિલમાંથી આખલાના સીમન (વીર્ય) આયાત કરવા ગાય ભક્ત પક્ષ ભાજપ અને સંઘની કેન્દ્રની નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગીરના આખલાના સીમન(વીર્ય) અમેરિકા મોકલવામાં આવશે. જેનાથી અમેરીકા ગીર ગાય પેદા કરીને તેનું શુદ્ધ દૂધ પીશે. ચાર વેતર પછી, જર્સી ગાયો કે જે એ-વન દૂધ આપે છે. તે સંપૂર્ણ રીતે ભારતીય દેશી ગાયોમાં ફેરવાઈ જશે. જે A-2 દૂધ આપે છે. પહેલી જેનરેશનમાં 50 ટકાનું પરિવર્તન આવશે, બીજી વિયાણમાં 87 ટકા સુધી જશે અને ત્રીજી વેતરમાં 90 ટકા ભારતીય ગીર ગાય બની જશે. અમેરીકાની 95 મીલીયન ગાયો ભારતીય બની જશે. એક મીલીયન બરાબર 10 લાખ. 9 કરોડ ગાયો અમિરીકામાં જર્શી પ્રકારની છે.

ગુજરાતમાં બધી મળીને કુલ 24 લાખ ગાયની વસતી છે. ગુજરાતમાં દર વર્ષે લાખો ગાયોને જર્સી જાયો કે વર્ણ શંકર ગાય પેદા કરવામાં આવી રહી છે. 9,73,000 ગાય ક્રોસ બ્રિડની છે. ગુજરાતની મૂળ ગાયોની વસતી 13,55,000 છે. પહેલા ગુજરાતની કુલ વસતીમાં જર્સી ગાય વધું હતી હવે તે ઘટી રહી છે.

ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલવામાં આવશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે, જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરવામાં આવશે. અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના અધિકારીઓ અને પશુપાલકોને ગીર આખલાના સીમન ખરીદવામાં રસ છે.

કામધેનુ આયોગની ટીમ અમેરિકા ગઈ તો, ત્યાંના સંશોધનકર્તાઓએ ગીર ગાય પ્રત્યે ભારે રસ દૃાખવ્યો હતો. અમેરીકાને એવી ગાયો જોઈએ છે જે લાંબા સમય સુધી દૂધ ઉત્પાદૃક બની શકે. ત્રણથી ચાર મહિનાની અંદર વિર્ય આપવાનું શરૂ થઈ જશે.

ભારતીય ગાયોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે હોવાથી તેનો નિભાવ ખર્ચ પણ ઓછો હોય છે. જો અમેરિકાએ તેમની ગાયોને ભારતીય આખલાના સીમનથી ગર્ભાધાન કરાવવાનું શરૂ કરશે તો તે ગાય આધારિત અર્થતંત્ર માટે બજારો પણ ખોલવામાં આવશે. સીમનના એક ડોઝની કિંમત ૧ હજારથી ૧૫૦૦ રૂપિયા સુધીની હશે. જો તેમના વાછરડાં મજબૂત થાય છે તો સીમનના એક ડોઝની કિંમત ૫ હજાર રૂપિયા સુધી પહોંચશે.

દેશી ગાય આ એક ભારતીય છે, જે બોશ ઈન્ડિકસ કેટેગરીથી સંબંધિત છે. આ ગાય લાંબી શિંગડા અને મોટી કોઢથી ઓળખાય છે. તેમનો વિકાસ પ્રકૃતિ પર આધારીત છે. આ જાતિ ઉત્તર ભારતમાં જોવા મળે છે છે. ખાસ વાત એ છે કે, તે ગરમ તાપમાન સહન કરી શકે છે.જર્સી ગાય  તેઓ બોશ ટોરસની શ્રેણીમાં આવે છે. આ ગાયમાં લાંબા શિંગડા અને મોટી કોઢ નથી. તેમની નિકાસ ભારતમાં સૌથી વધુ છે. તે ઠંડા વાતાવરણમાં સરળતાથી જીવી શકે છે.દેશી અને જર્સી ગાય વચ્ચેનો તફાવત: ભારતમાં દેશી ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, જ્યારે જર્સી ગાયને બ્રિટનમાં અગ્રણી સ્થાને રાખવામાં આવે છે.

દેશી ગાય બોશ ઈન્ડિકસ કેટેગરી હેઠળ આવે છે, પરંતુ જર્સી ગાય બોશ ટોરસની શ્રેણી હેઠળ આવે છે.દેશી ગાયનો વિકાસ પ્રકૃતિ, આબોહવાની પરિસ્થિતિઓ, ઘાસચારોની ઉપલબ્ધતા અને કામ કરવાની રીત પર આધારિત છે. પરંતુ જર્સી ગાયની વૃદ્ધિ ઠંડા તાપમાન પર આધારીત છે.દેશી ગાયમાં લાંબી અને મોટી કોઢ હોય છે, પરંતુ જર્સી ગાયમાં આવું થતું નથી.દેશી ગાયની ઊંચાઈ જર્સી ગાય કરતા ઓછી છે.દેશી ગાય લગભગ 3 થી 4 લિટર દૂધ આપે છે અને જર્સી ગાય લગભગ 12 થી 14 લિટર દૂધ આપે છે.

સામાન્ય રીતે દેશી ગાય બાળક ઉત્પન્ન કરવામાં 30 થી 36 મહિનાનો સમય લે છે, પરંતુ જર્સી ગાયને 18 થી 24 મહિનાનો સમય લાગે છે.દેશી ગાય તેમના જીવનકાળમાં 10 થી 12 વાછરડાઓને જન્મ આપી શકે છે. જર્સી ગાય વધુ વાછરડાઓને જન્મ આપી શકતી નથી, તેથી દેશી ગાયના દૂધનું પ્રમાણ વધુ છે.

વેદ કાળમાં ગાય એ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવતી હતી. જેની પાસે જેટલી વધુ ગાયો હોય તેને શ્રાીમંત ગણવામાં આવતા ગતા. ગાય દૂધ, ધીથી આરોગ્ય પ્રદાન કરતી તો સાથે સાથે કૃષિ માટે બળદ આપતી હતી. તેનું છાણ ઉતમ ઉર્વરક બની ખેતીને સમૃદ્ધ કરતું હતું. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જો કે, વર્તમાન યુગમાં હાલ ગાયની આવી કોઈ કિંમત રહી નથી ત્યારે યોગ્ય નસ્લની ગાયોની જાતિ જાળવવી પણ મુશ્કેલ બની રહી છે ત્યારે રાજકોટ નજીક ખિરસરા ખાતે આવેલી સિદ્ધેશ્વર ગૌશાળા ગૌવંશના જતન માટે પ્રયાસો કરી રહી છે.

આ ગૌશાળા દ્વારા દેશી ગાય, ગિર ગાય અને કાકરેજી ગાયનું સંવર્ધન થઈ રહ્યું છે સાથે સાથે ઘણખુંટનો ઉછેર કરી અન્ય ગૌશાળા અને ગામોને આપીને ત્યાં પણ ગાયની યોગ્ય નસ્લ જળવાઈ રહે તે માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. રાજર્ષિ સેવાશ્રામ સંચાલિત આ ગૌશાળામાં તાજેતરમાં મંત્રીઓ અને ધારાસભ્યોએ મુલાકાત લઈને બિરદાવી હતી. આ તકે સરકારની નંદીઘર યોજનાની પણ ચર્ચાઓ થઈ હતી.

પશુપાલકોમાં એવી માન્યતા છે કે, દેશી ગાય કરતાં ક્રોસબ્રિડ ગાયની દૂધ ઉત્પાદક્તા વધુ છે, પરંતુ પશુપાલન સંશોધન વિજ્ઞાનીના કહેવા પ્રમાણે, પંજાબ સંકર ગાય રોજનું 5.57 લિટર અને સંકર ગાયની દેશની દૈનિક સરેરાશ 4.35 લિટર દૂધની છે જ્યારે દેશી-કાંકરેજી દૂધાળી ગાયોનું સંવર્ધન કરવામાં આવે તો દૈનિક સરેરાશ 8.64 લિટર દૂધ આપે છે. જે ઉનાળામાં 9.33 લિટર સુધી પણ પહોંચે છે. જો ભેંસની સાથે સરખામણી કરીએ તો મહેસાણી ભેંસ કાંકરેજી ગાયના 8.64 લિટર સામે દૂધાળી ભેંસ 8.05 લિટર દૂધ આપે છે. કાંકરેજી ગાયની ધણની દૂધ ઉત્પાદક્તા સરેરાશ 5.75 લિટર છે, જ્યારે મહેસાણી ભેંસની ધણની ઉત્પાદક્તા 4.61 લિટર છે.