હવસખોર યુવકે 6 મહિના સુધી વારંવાર સમા-ગમ કરી યુવતીને કરી દીધી ગર્ભવતી,અને પછી આવી હાલત માં.

0
428

રાજકોટમાં એક મુસ્લિમ યુવકે હિંદુ સગીરાને અનેક વખત દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પીડિતાના પરિજનોની ફરિયાદના આધારે રાજકોટ શહેર પોલીસે આરોપી સદ્દામ કુરેશી સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

ઘટનાની વધુ વિગતો એવી છે કે, રાજકોટ શહેરમાં જામનગર રોડ પર રહેતી એક હિંદુ પરિવારની 17 વર્ષીય સગીરાને ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ છેલ્લા છ મહિનામાં અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.

ફરિયાદ અનુસાર, આરોપીએ સગીરા સાથે છેલ્લા 6 મહિનામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અને જેના કારણે પીડિતાને 21 અઠવાડિયાનો ગર્ભ પણ રહી ગયો હતો. આ બાબતની જાણ પરિવારને થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ મથકે લખાવેલ ફરિયાદમાં પીડિતાના પિતાએ સદ્દામ કુરેશી સામે તેમની પુત્રી સાથે છેલ્લા છ મહિનામાં અવારનવાર શારીરિક સબંધ બાંધી 21 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો હોવાનો આરોપ મૂક્યો હતો.

જેના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. સદ્દામ યાસીન કુરેશી સામે આઇપીસીની કલમ 376 (દુષ્કર્મ) અને પોક્સો એક્ટ 2012ની કલમ 2 હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.

ગુજરાતમાં અગાઉ પણ હિંદુ સગીરાને ફસાવીને દુષ્કર્મ આચરવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તાજેતરમાં જ વડોદરા શહેરમાં યુવતીના ધર્મ પરિવર્તનની સાથે દુષ્કર્મ આચરી છેતરપિંડીનો શર્મસાર કિસ્સો સામે આવ્યો છે.

શહેરની એક યુવતીએ વડોદરા તાલુકા મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં મારું કોઈ ઘર નથી અને હું રોડ પર આવી ગઈ છું. ફરિયાદી યુવતીને પોતાના સાથી કર્મચારી અભિષેક સાથે પ્રેમ થયો હતો.

જેથી યુવતીએ પોતાનું દાંપત્યજીવન તરછોડી અભિષેક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ બન્ને ગોવા ફરવા ગયા હતા, જ્યાં શારીરિક સંબંધ બાબતે અભિષેકે યુવતીને જણાવ્યું હતું કે આપણે લગ્ન બાદ જ શારીરિક સંબંધ રાખીશું.

આરોપી અભિષેકે લગ્નની લાલચ આપી યુવતીનું નામ પણ બદલી નાખ્યું હતું. ત્યારબાદ અભિષેકે પોતાના પરિવાર સાથે યુવતીની મુલાકાત કરાવી હતી અને પછી યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

જે બાદ બન્ને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ યુવતીને સામાનની સાથે ઘરની બહાર ફેંકી દીધી હતી અને ફરિયાદ કરવા પર અનિરુદ્ધ ડોડીયા જાનથી મારી નાખશેની ઘમકી આપી હતી, પરંતુ યુવતીએ હિંમત રાખીને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ કરવાના બદલે યુવતીની હેરાનગતી શરૂ કરી હતી. જેથી ફરિયાદી યુવતીએ સોમવારે જિલ્લા પોલીસ વડાને આ અંગે રજૂઆત કરી હતી અને પોતાને ન્યાય અપાવવાની માગ કરી હતી.