આ વ્યક્તિનાં ગળા માં હતી 75 ટાકણીઓ,પોતાને ન હતી આ વાતની ખબર…

0
109

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ વ્યક્તિના શરીરમાં એક કે બે નહીં પરંતુ 75 પિન ફસાઈ ગઈ હતી અને આ વ્યક્તિને આટલા દિવસો સુધી આનો ખ્યાલ પણ ન હતો. આ વાત શરીરની તપાસમાં બહાર આવી હતી. આ વ્યક્તિને એ પણ ખબર નથી હોતી કે તેના શરીરમાં કેટલી બધી પિન આવી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે રાજસ્થાનમાં રહેતા 56 વર્ષીય બદ્રીલાલ મીનાનો મૃતદેહ એક્સ-રે કરાયો હતો, ત્યારે ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થયા હતા. આ એક્સ-રેમાં બદલીલાલના શરીરમાં લગભગ 75 પાઉન્ડ જોવા મળ્યા હતા. જેમાં તેની ગળામાં 40 પિન, જમણા પગમાં 25 અને બાકીના બંને હાથ મળી આવ્યા હતા. બદરીલાલને પણ ખબર નથી હોતી કે તેમના શરીરમાં આ પિન ક્યાંથી આવી. જ્યારે પગમાં દુખાવોની ફરિયાદ કર્યા પછી તેનું ઓપરેશન કરવામાં આવ્યું, ત્યારબાદ બધાને ખબર પડી કે તેના શરીરના જુદા જુદા ભાગોમાં 75 પિન છે. ડોક્ટરોએ તેને વિદેશ મુંબઇ રિફર કર્યો હતો. મુંબઈમાં એક્સ-રે કરાયા હતા, જે બાદ હવે તેની સર્જરી કરાવવી પડશે.

બદ્રીલાલની બૉડીમાં વિંડ પાઇપથી લઇને ફૂડ પાઇપ, આર્ટરી, સ્કીન, પેટ, ઘૂંટણ, અને ખભા સુધીમાંથી કેટલીય જગ્યાએ પીન ઘૂસી ગઇ હતી. આટલી બધી પીન જોઇને ડૉકટર પણ રેહાન થઇ ગયા હતા. તેના લીધે તેને શ્વાસ લેવા સુદ્ધાં તકલીફ પડી રહી હતી. બદ્રીલાલની સ્થિતિ જોઇને અડધો ડઝનથી વધુ હોસ્પિટલોએ સારવાર માટે ઘસીને ના પાડી દીધી હતી. શરીરમાંથી પીન કાઢવા દરમ્યાન તેમના જીવને જોખમ હતું. પરંતુ એક ડૉક્ટર્સની ટીમે 7 કલાકની સર્જરી બાદ 92 પીન કાઢીને બદ્રીલાલના જીવને બચાવી લીધો છે.

એનેસ્થેસિયા આપવો એક પડકાર હતો.બદ્રીલાલની સર્જરી ફરીદાબાદના એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કરાઇ. કાર્ડિયોવેસ્ક્યૂલર સર્જન ડૉકટર આદિલ રિઝવીએ કહ્યું કે ગળાનો ભાગ ખૂબ જ જટિલ હોય છે. તેની કેટલીય નસો આખી બૉડીનું કનેક્શન મગજા સાથે કરાવે છે. આ નસોમાં કોઇપણ રૂકાવટથી મોતને ખતરો બની શકે છે. સૌથી મોટી મુશ્કેલી દર્દીને સર્જરી કરવા માટે બેહોશ કરવાની હતી. વિંડ પાઇપમાં કેટલીય પિન એક-બીજાને ક્રોસ કરી રહી હતી. એનેસ્થેસિયા નળીને વિંડ પાઇપમાં નાંખી શકાય તેમ નહોતી. તેના માટે બે પ્રકારના એનેસ્થેસિયા આપ્યા. પહેલાં લોકલ એનેસ્થેસિયા આપીને વિંડ પાઇપમાંથી કેટલીય પીનો નીકાળી લીધી. ત્યારબાદ ફરી એનેસ્થેસિયા આપીને દર્દીના ગળાની ઓપન સર્જરી કરીને બાકી પીનો કાઢવામાં આવી.

ઇએનટી એક્સપર્ટ ડૉક્ટર એલએમ પરાશરે કહ્યું કે સીટી સ્કેન અને અંડૉસ્કપીથી ખબર પડી કે શરીરની અંદર 150થી વધુ પીન હતી. મોટાભાગની પીન ગળામાં હતી. વિંડ પાઇપ બ્લોક થઇ રહી હતી. છેલ્લાં કેટલાંક દિવસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેઓ જમી પણ નહોતા શકતા. વજન પણ 30 કિલો ઘટી ગયું હતું. 24મી જૂનના રોજ તેમને સારવાર માટે દાખલ કરાયા હતા. 29મી જૂનના રોજ પહેલી અને 2 જૂલાઈના રોજ બીજી સર્જરી કરાઇ. ડૉક્ટર્સે કહ્યું કે બાકીની પીનો જીવ માટે ખતરનાક નથી. આથી અત્યારે તેને છોડી દેવામાં આવી છે.

પીન કેવી રીતે ઘૂસી, ખબર નહીં.રાજસ્થાનમાં બુંદીના રહેવાસી બદ્રીલાલને 4 મહિના પહેલાં જ પગમાં ઇજા થઇ હતી, ઘા વધતો ગયો. એક્સ-રેમાં તેમના પગમાં લોખંડની પીનો દેખાઇ. ડૉક્ટરે જ્યારે આખા શરીરનો એક્સ-રે લીધો તો લગભગ દરેક ભાગમાં પીન જોવા મળી. રેલવેમાં કામ કરતાં બદ્રીલાલની બૉડીની અંદર મળેલી પીન અંગે કોઇ માહિતી જ નથી. તેમના ડૉકટરનું કહેવું છે કે તેઓ માનસિક રોગી છે અને જાતે જ પોતાના શરીરમાં પીન નાંખતા હતા.

આ અંગે વાત કરતા કાર્ડિયોવેસ્ક્યુલર સર્જન ડો. આદિલ રિજવી કહે છે કે ‘એનેસ્થેસિયા દેવો પણ એક ચેલેન્જ હતી. ગળાના ભાગમાં પિનની સંખ્યા જોતા આ ઓપરેશન એક મેડિકલ ચેલેન્જ સમાન હતું. ગળાનો ભાગ ખૂબ જટિલ હોય છે કેટલીય નસ તમારા પૂરા બોડીનું કનેક્શન બ્રેન સાથે કરે છે. આ નસોની કામગીરીમાં જરાક પણ બાધા પડેતો વ્યક્તિનું મોત થઈ શકે છે.’ઇએનટી એક્સપર્ટ ડો. એલ.એમ. પરાશરે કહ્યું કે, ‘સિટિ સ્કેન અને એન્ડોસ્કોપીથી ખબર પડે છે કે દર્દીના બોડીની અંદર 150 જેટલી પિન હતી. જેમાંથી મોટાભાગની ગળાના ભાગમાં હતી. જેના કારણે બદ્રિલાલની શ્વાસ નળી બ્લોક થતી હતી અને તેથી તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.’

રાજસ્થાનના બુંદીના રહેવાસી બદ્રીલાલને 4 મહિના પહેલા પગમાં ઘા લાગ્યો તો જેનો જખમ વધતા ડોક્ટરે એક્સ રે કર્યો હતો પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે ડોક્ટર્સને એક્સ રેમાં લોખંડની પીન તેમના પગમાં જોવા મળી. જે બાદ ડોક્ટરે આખા શરીરનો એક્સરે કર્યો હતો જેમાં તેમના શરીરમાં આટલી મોટી માત્રામાં પિન હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર્સને હજુ આ પિન કઇ રીતે આવી તે અંગે સવાલ છે. પરંતુ હાલ તેઓ એવું માની રહ્યા છે કે બદ્રિલાલ એક માનસિક રોગના કારણે પોતાની જાતે જ આ પિન પોતાના શરીરમાં નાખી રહ્યો છે.આ પિનના કારણે તેમની સારવાર કરવાની અનેક હોસ્પિટલ્સે ના પાડી દીધી હતી કેમ કે પિન કાઢતા સમયે તેમના જીવન સામે ખતરો હતો. જોકે ફરીદાબાદની ઇશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડોક્ટર્સની ટીમે 7 કલાકની સર્જરી બાદ 92 જેટલી પિન સફળતાપૂર્વક કાઢી લીધી હતી.

આવોજ એક બીજો કિસ્સો,અમદાવાદના એક શખ્સે મોંમાં સ્ક્રુ, સળિયા, નેઈલ કટર અને નટબોલ્ટ જેવા લોખંડના ભાંગારને નાખ્યા કર્યું. ઓપરશન કરતાં તેના પેટમાંથી સાડા ત્રણ કિલોનો લોખંડની વસ્તુઓ નીકળી. આ વાંચીને જરૂર નવાઈ લાગશે પણ આ ખરેખર આપણાં અમદાવાદનો જ કિસ્સો છે.આ ચોંકાવનારી ઘટના વિશે અમદાવદની સિવિલ હોસ્પીટલમાં સર્જરી કરાવ્યા બાદ બહાર આવી. ૨૮ વર્ષના એક યુવકને એવી ટેવ હતી કે તે જાત જાતના લોખંડનો ભંગારને ગળી જતો. આપણને મોંમાં સહેજ ફાંસ કે દ્રાક્ષનું સાંઠકડું વાગે તો પણ ગળું છોલાઈ જાય કે ચાંદું પડી આવે પરંતુ આ માણસને લાંબા સમય સુધી અનેક વસ્તુઓ પેટમાં પધરાવ્યા બાદ પણ કંઈ જ ન થયું. નવાઈની વાત તો એ છે કે ઓપરેશન સમયે પેટમાંથી આખું નેઈલ કટર પણ નીકળ્યું.

આપણે ગળામાં સિક્કો ગળી જઈને પણ અટકી જાય છે, ત્યારે આ યુવકના પેટમાં આખે આખી લોખંડની પીન અને અનેક બીજી વસ્તુઓ પહોંચી ગઈ હતી. સિવિલ સર્જનના જણાવ્યા મુજબ આ દર્દીને એક્યુફેઝિયા નામની તકલીફ છે. જે એક પ્રકારે માનસિક અસ્વસ્થતા જણાવે છે. આમાં દર્દી કોઈપણ ખાસ પ્રકારની ચીજવસ્તુઓ ગળી જતા હોય છે. તેને ખોરાક સાથે આ રીતે બીજી અખાદ્ય વસ્તુઓ પણ ખાઈ જવાનું મન થતું હોય છે.એક અહેવાઅલ મુજબ દર્દીને ૮મી ઓગસ્ટે અમદાવાદની સિવિલ હોસ્પીટમાં ઇ.એન.ટી વિભાગમાં દાખલ કરાયો હતો. જેમાં તેનું બ્રોંકોસ્કોપી કરાયું હતું. આ દરમિયાન આ દર્દી અગાઉ મેન્ટલ હોપ્સીટલમાં દાખલ કરાયો હતો પરંતુ પેટમાં દર્દની ફરિયાદને કારણે સિવિલમાં લઈ જવાયો. તેના ફેફસાં અને શ્વાસ નળીમાં દૂરબિન દાખલ કરીને ચેકઅપ કરતાં સૌથી પહેલાં એક પીન દેખાઈ હતી. જેને કાઢવા માટેનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

દર્દીનું પેટનું ઓપરેશન કરીને તેના શરીરમાંથી પીન કાઢી લેવી જેથી તેનું દર્દ ઓછું થાય એવું નક્કી કરાયું. સિવિલ સર્જનની આખી ટીમ આ ઓપરેશનમાં સામેલ થઈ કારણ કે ઓપરેશન કરવા જતાં તેમને એક એક એવી વસ્તુઓ મળી જે જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.ઓપરેશન કરવા જતાં આ માનસિક અસ્વસ્થ વ્યક્તિના પેટમાંથી બાઈકનું પલ્ગ, પીન, નટબોલ્ટ, સ્કૂ અને નેઈલ કટર જેવા કુલ ૪૫૨ ભંગારના સામના મળ્યા. સૌ પ્રથમ તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ તેથી જનરલ વોર્ડમાં એડમિટ કરીને એક્સ – રે લેવડાવ્યા હતા.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ વ્યક્તિ રહે છે એવા સૂત્રોના મળેલા અહેવાલ પરથી જાણવા મળ્યું છે. તેને ચમચી, ખીલ્લી, સેઈફટી પીન, સ્પાર્ક પ્લગ, હેર પીન, સિક્કા, નટ બોલ્ટ અન સ્ક્રુ જેવી લોખંડની કે ધાતુની વસ્તુઓ ખાવાની ટેવ પડી હતી.અમદાવાદ તો શું ગુજરાતમાં જ આ પ્રકારનો ચોંકાવનાર કેસ જોવા મળ્યો છે જેમાં વ્યક્તિ આખે આખી ધાતુની વસ્તુઓને ગળી જાય છે. આપણું શરીર ફોરેન પાર્ટિક્લસ એટલે કે બહારના પદાર્થોને ગ્રહણ નથી કરતું. એ સીધું મળ વાટે કે ઉલ્ટી દ્વારા કોઈને કોઈ રિએક્શન આપીને બહાર આવી જવા મથે છે ત્યારે આ શખ્સના શરીરમાં ૩.૫ કિલોના વજનનું લોખંડ લાંબા સમય સુધી પડ્યું રહ્યું એ ખરેખર નવાઈની વાત છે.

હાલમાં, એ વ્યક્તિનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે પેટમાંથી વસ્તુઓ બહાર કાઢી લેવાઈ છે એવા અહેવાલ મળ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં આઈ.સી.યુ.માં દાખલ છે અને તેની તબીયતની પરિસ્થિતિ કાબૂમાં છે.આ દર્દીના શરીરમાંથી મળેલી વસ્તુઓનું લીસ્ટ જાણીને જ આપણને નવાઈ લાગે તેવું છે, તેની હોજરીમાંથી ૪૫૨ વસ્તુઓમાં ૪૨ જાત જાતના સિક્કાઓ, ૭૮ સ્કુ, ૧૭ બોલપેનના ઢાંકણ, ૧૯ કટરની બ્લેડ, ૮ સેફટી પીન, ૬ હેર પીન, ૨૬ નટબોલ્ટ અને બાઈકનું સ્પર્ક પલ્ગ મળેલ છે. તેમજ ૩૬ જેટલી લોખંડની નાની મોટી પીન અને સોય પણ નીકળી છે. આ સિવાય બટન ક્લિપ, હેર ક્લિપ અને ઇયરિંગ્સ જેવી ઝીણી ઝીણ વસ્તુઓ મળીને ૪૫૨ વસ્તુઓ છે.