જે લોકો કરે છે આ કામ તે જીવનમાં ક્યારેય નથી બનતા ધનવાન હંમેશા રહે છે ગરીબ…

0
839

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.

તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ પૈસા કમાવવા માંગે છે અને કરોડપતિ બનવા માંગે છે. તે ઇચ્છે છે કે તેની પાસે અને તેના પરિવારની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે પૂરતા પૈસા હોય પરંતુ કંઇપણ મેળવવા માટે હાર્ડ વર્ક જરૂરી છે. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે.

આવા લોકો તેમની સાથે નસીબ પણ હોય છે. પરંતુ આવુ દરેક સાથે થતું નથી સમાજમાં એક સમૃદ્ધ અને સફળ વ્યક્તિ બનવા માટે, હાર્ડ વર્કની જરૂર છે. તમે સફળ બનવા માટે રૂપિયા વાપરતા લોકો ને ક્યારેય જોયા છે? કદાચ નહી, કારણ કે તે ન થાય. વડીલો કહે છે કે સખત મહેનત વગર ફળ મળતું નથી.

તેઓ માને છે કે જો કોઈ વ્યક્તિનું કાર્ય સારું હોય તો, તે આપમેળે સફળતા પ્રાપ્ત કરશે. પરંતુ હાર્ડવર્ક હોવા છતાં ઘણી વખત લોકો સફળ નથી.

તે જે કંઇપણ કરી શકે છે તે હંમેશા નિરાશાજનક જ થાય છે. કેટલીકવાર, અજાણતાં પણ વ્યક્તિ કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેમને નાણાકીય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે આપણે તમને એવી 5 વસ્તુઓ કહીશું જેનાથી જો તમે અજાણ હો તો એ ભૂલો તમને ગરીબ બનાવે છે.

રાત્રે વાળવું.શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ રાત્રે સફાઈ ન કરવી જોઈએ.રાત્રે વાળવા થી માતા લક્ષ્મી નું અપમાન થાય છે.આવા ઘર માં રહેવું માતા લક્ષ્મી ને પસંદ નથી અને આપણ ને હંમેશા પૈસાની અછત સર્જાય છે.એટલા માટે જો તમે પણ રાત્રે ઘર માં વાળો છો તો તેને બંધ કરો.

તમારા ઘરમાં પૈસાની તંગી નું કારણ આપણ હોઈ શકે છે.ખરાબ હાથે તુલસી ને અડકવું.લગભગ બધાજ ઘર માં તુલસી નો છોડ હોય છે.હિંદુ ધર્મ માં તેની બહુ જ માન્યતા છે.

એટલા માટે ક્યારેય પણ તુલસી ના છોડ ને ખરાબ હાથ થી ન અડકવા જોઈએ.આ સિવાય ક્યારેય પણ તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમને હંમેશા પૈસાની તંગી રહેશે.

ગુરુવારે નખ કાપવા.શાસ્ત્રો અનુસાર ગુરુવારે નખ કાપવા એ અશુભ માનવામાં આવ્યા છે.એટલા માટે ભૂલથી લન પોતાના હાથ અથવા પગ ના નખ પણ ગુરુવાર ના દિવસે ના કાપો.આમ કરવાથી માતા લક્ષ્મી તમારા થી હંમેશા માટે નારાજ થઈ શકે છે અને તમારું આખું જીવન ગરીબી માં વ્યતીત થઈ શકે છે.

રાત્રે દાઢી કરવી.રાત ના સમયે પુરુષો એ ક્યારેય દાઢી ના કરવી જોઈએ.આ સિવાય ગુરુવાર અને શનિવાર ના દિવસે પણ દાઢી ના કરવી જોઈએ.આનાથી અપશુકન થાય છે.જો તમે આમ કરશો તો તમારે હમેશા પૈસા ની તંગી વેઠવી પડશે.આવા લોકો ના ઘર માં લક્ષ્મીજી નો વાસ નથી થતો.

સ્ત્રી નું અપમાન.સ્ત્રી નું અપમાન એ સ્વયં માતા લક્ષ્મી નું અપમાન બરાબર માનવામાં આવે છે.જે વ્યક્તિ તેના ઘર ની સ્ત્રી સાથે મારપીટ,ગાળાગાળી અને તેને અપમાનિત કરે છે તે ઘર માં માતા લક્ષ્મી ક્યારેય રહેતા નથી.ઘરની સુખ સમૃદ્ધિ અને શાંતિ હંમેશા માટે ગાયબ થઈ જાય છે.

આ ઉપરાંત જો કે આપણા શાસ્ત્ર અનુસાર કેટલાક નીતિ નિયમો વર્ણવવામાં આવ્યા છે જે માણસ કેટલીક નાની ભૂલો કરી બેસે છે તેનાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરો છો તો સંભાળી લેજો કેમકે આવી ભૂલથી થઈ જશો કંગાળ.

કહેવાય છે કે જે ઘરમાં સરખી ચોખ્ખાઈ રાખવામાં નથી આવતી સાફ સફાઈ જળવાતી નથી માતા લક્ષ્મી ત્યાં ક્યારેય નિવાસ નથી કરતી. આથી ઘરને હંમેશા સ્વચ્છ રાખવુ જોઈએ.

જે ઘરમાં સતત ખટરાગ થયા કરતો હોય પતિ-પત્ની એક બીજાનું અપમાન કર્યા કરતા હોય ત્યાં માતા લક્ષ્મી નથી ટકતા. અને આવા ઘરને છોડીને માતા લક્ષ્મી દૂર ચાલ્યા જાય છે. કેટલાક લોકોની આદત હોય છે કે તે દરેક નાની મોટી વાતોમાં ખોટુ બોલ્યા જ કરે છે.

આવા લોકોથી પણ લક્ષ્મીજી નારાજ રહે છે. આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં મહેમાન ભગવાન સમાન હોય છે. જે ઘરોમાં મહેમાનનું સ્વાગત સરખી રીતે કરવામાં નથી આવતુ આ ઘરમાં લક્ષ્મી ક્યારેય ટકતી જ નથી.

જે ઘરમાં ભોજનને પડતું મુકવામાં આવે છે ત્યાં લક્ષ્મી દેવીની સાથે સાથે અન્નપૂર્ણા દેવી પણ નારાજ થાય છે. અનાજનું અપમાન માતા લક્ષ્મીનું અપમાન પણ કરે છે.જે ઘરમાં માતા પિતાનું અપમાન થાય છે ઘરના વડિલોનો અનાદર થાય છે માતા લક્ષ્મી તાત્કાલીક આ જગ્યા છોડીને ચાલ્યા જાય છે.

આ ઘરમાં સમસ્યા કાયમી રહી જાય છે.પરંતુ અમુક એવા કાર્યો હોય છે જે કરવાથી તમારી તમારા પર લક્ષ્મી દેવી નારાજ થઈ શકે છે.તો મિત્રો તમે જો આ કામ કરશો તો દેવી મા તમારાથી નારાજ થઈ જશે.તો ચાલો જાણીએ કે કયા છે આ કામ.

વાળ ઓળતી વખતે.વિષ્ણુ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં કહેવાયું છે કે રાતના સમયે વાળમાં કાંસકો ન ફેરવવો જોઈએ. આ સિવાય વાળને ઓળવા માટે તૂટેલા કાંસકાનો ઉપયોગ પણ યોગ્ય નથી. વિષ્ણુ પુરાણમાં એવું પણ કહેવાયું છે

કે વાળમાં હાથ ફેરવવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.ગંદા કપડાં.જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે અને પોતાના ઘરમાં ગંદકી રાખે છે તેના ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતી નથી. તેથી આપણું ઘર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ.

દિવસે ન કરો સેક્સ.પુરાણોમાં જણાવાયું છે કે દિવસના સમયે સ્ત્રી અને પુરુષોએ સંયમ રાખવું જોઈએ. તેમજ સેક્સ કરવાથી દૂર રહેવું જોઈએ. દિવસે સેક્સ કરવાથી અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સાંજનો સમય અશુભ કાળ માનવામાં આવે છે.

તેનાથી ધન સંબંધિત પરેશાની થાય છે. જો સવારે સેક્સ કરવાથી ગર્ભધારણ થાય તો આવી સંતાન કુળની મર્યાદા માટે નુકસાનકારક સાબિત થાય છે. રાવણ તેનો ઉદાહરણ છે.ક્રોધ.જે વ્યક્તિ હંમેશા ઘરમાં અથવા તેના પોતાના પર ગુસ્સે કરે છે અને ઝઘડો કરે છે, તે વ્યક્તિથી અને તેના ઘરથી સંપત્તિની દેવી લક્ષ્મી હંમેશા દૂર રહે છે. એમ કહેવામાં આવે છે કે, ક્રોધ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે.

દીવો.જે લોકો પોતાના ઘરોના મંદિરમાં સવાર-સાંજ દીવો અને આરતી કરતા નથી. તેના ઘરમાં દેવી લક્ષ્મી આવતી નથી છે. તેથી દરરોજ સવારે અને સાંજે દીવો કરવો જોઈએ.અપમાન.જે લોકો ગુરુ, ઋષિ, સાધુ, વડીલો અને શાસ્ત્રનું અપમાન કરે છે. તેના ઘરે ધનની દેવી લક્ષ્મી ક્યારેય નિવાસ કરતી નથી. તેથી આપણાથી મોટા વ્યક્તિઓનો આદર કરવો જોઈએ.

સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવું.શાસ્ત્રોમાં, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત સમયે સૂવું નિષિદ્ધ માનવામાં આવે છે. આ સમયે, સૂવાથી માતા લક્ષ્મી સૂવાથી ક્રોધિત થાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી નથી.પૂજામાં પ્રગટાવેલા દિવાનો રાખો ધ્યાન.

જે ઘરોમાં ફૂંક મારીને દિવા ઓલવવામાં આવે છે તેવા ઘરોમાં ધનની દેવી લક્ષ્મી માતા કદી વાસ નથી કરતા.સૂતા સમયે રાખો ધ્યાનરાત્રે જો તમે પગ ધોયા વગર જ સૂઈ જતા હોવ તો જાણી લો આવું કરવું એ અપશુકન મનાય છે. પુરાણોમાં કહેવાયું છે કે આવુ કરવાથી લક્ષ્મી દેવી નારાજ થાય છે અને ઘરમાં બરકત થતી નથી.

એઠાં વાસણો.ઘણા લોકો ભૂલ કરે છે કે રાત્રે વાસણ વૉશ બેસિનમાં જ રહેવા દે છે. ધોતા નથી. જ્યારે પુરાણોમાં આ વાત જણાવવામાં આવી છે કે આવું ન કરવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી દેવી રિસાઈ જાય છે.આટલું ન કરો.જો તમને પણ નખ ચાવવાની આદત હોય તો જાણી લો તે અશુભ છે.

આવી આદતથી તમારું શરીર સતત એઠું થતું રહે છે જેનાથી લક્ષ્મી દેવી નારાજ થઈ જાય છે.ન કરો અપમાન.શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે ઘરોમાં ઘરડા માણસોને સન્માન નથી મળતું ત્યા લક્ષ્મીનો વાસ નથી થતો. તેનો કારણ એ છે કે ઘરડા વ્યક્તિઓને ગુરુ-સ્વરુપ માનવામાં આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

પત્ની સાતે ન કરો આવું.ગૃહલક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓનો અપમાન દેવી લક્ષ્મીને પસંદ નથી હોતો. જે ઘરોમાં મહિલાઓનો અપમાન થાય છે તેમની સાથે માર-ઝૂડ કરવામાં આવે છે

તેવા ઘરોમાં લક્ષ્મીજી ક્યારેય નથી રહેતા.સાંજે ન કરો સફાઈ.જો તમે સૂર્યોદય અને સૂર્યાસ્ત બાદ ઘરમાં સાફ-સફાઈ કરો છો તો એવું ન કરશો. કારણકે આ દુર્ભાગ્યની નિશાની માનવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મી રહેવાનું પસંદ કરતા નથી.

એવું કહેવામાં આવે છે કે સાંજનો સમય એ દેવી-દેવતાઓના દર્શનનો સમય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સાંજે ઘરની અંદર કેટલીક વિશેષ બાબતોથી બચાવ કરવો જોઈએ.

જો તમે આ નહીં કરો તો દેવી-દેવતાઓને ગુસ્સો આવી શકે છે. જોકે આપણા ઘરના વડીલો પણ આપણને સાંજે કેટલાક ખાસ કામ કરવા માટે ના પાડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સંધ્યા સમયે કયા કામ ન કરવા જોઈએ, તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ઘરની સફાઈ.સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ ન કરવી જોઈએ. તમે વૃદ્ધ લોકો પાસેથી આ વાત ઘણી વાર સાંભળી હશે. આનું કારણ એ છે કે સાંજે ઝાડુ લગાવવાથી સંપત્તિની દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ગરીબી ઘરમાં પ્રવેશ કરે છે.વૃદ્ધોનું અપમાન ન કરો.

તમારે હંમેશાં ઘરના વડીલોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ, પરંતુ સાંજે પણ આવી ભૂલ ન કરો. આ સાથે સાંજે મહિલાઓ અને બાળકોને દુઃખ આપવું પણ પાપ સમાન છે. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. કમનસીબી તમારા ઘરે આવે છે અને તમે ધીમે ધીમે તમે કંગાળ બનવા લાગો છો.

સાંજે સૂવાનું ટાળો.જો આપણે સાંજે સૂઈએ છીએ ત્યારે વૃદ્ધ લોકો આપણને જગાવી દે છે. તેમને આ વસ્તુ બિલકુલ પસંદ નથી. ખરેખર સાંજે માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે.

આ સમયે સૂવાથી, ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. નકારાત્મક ઊર્જા હોય ત્યાં મા લક્ષ્મી લાંબા સમય સુધી રહેતી નથી. તેથી કોઈએ સાંજના સમયે સૂવું જોઈએ નહીં.

તુલસીમાં પાણી ના ચઢાવો.સાંજના સમયે તુલસીને જળ ચઢાવવું કે સાંજે તેના પાન તોડવા જોઈએ નહીં. સૂર્યાસ્ત થયા પછી આ બંને વસ્તુઓ ઘરની પ્રગતિ બંધ કરે છે.નખ કાપશો નહીં.ઘરના વડીલો પણ સાંજે નખ ના કાપવાનું કહે છે. એવું કહેવામાં આવે છે કે આવુ કરવાથી દેવી દેવતાઓને ગુસ્સે થઈ જાય છે. તેથી, સાંજે નખ કાપવાનું ટાળવું જોઈએ.