મોરબી ઝૂલતા પુલ ની ટિકિટ પર લખ્યું હતું કઈ આવું,સૂચના માં જે લખ્યું એ જાણીને વિશ્વાસ નહીં થાય…

0
604

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ શનિવારે સાંજે અચાનક તૂટી પડતાં મૃત્યુઆંક 141 પર પહોંચ્યો હતો ઘાયલોની સંખ્યા 70 જણાવવામાં આવી રહી છે સાત મહિનાના નવીનીકરણ બાદ પાંચ દિવસ પહેલા આ પુલને ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

જેના કારણે વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હોવાનો આરોપ છે બ્રિજ પર ક્ષમતા કરતા વધુ લોકોનું આવવું બ્રિજ તૂટવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.

એવી આશંકા છે કે ટિકિટની કમાણીના કારણે મર્યાદિત સંખ્યામાં લોકોને પુલ પર જવા દેવામાં આવ્યા હતા બ્રિટિશ યુગમાં બનેલા આ 233 મીટર લાંબા અને 1.25 મીટર પહોળા પુલને ઝુલા-પુલ પણ કહેવામાં આવે છે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ ઘટના શનિવારે સાંજે 6.30 વાગ્યે બની હતી.

જ્યારે બ્રિજ પર મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર હતા પુલ તૂટતાની સાથે જ લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર ક્ષમતા કરતા વધુ લોકોની હાજરીને કારણે આ બ્રિજ તૂટી ગયો હતો.

રિનોવેશનના ચાર-પાંચ દિવસમાં જ પુલને ફરીથી ખુલ્લો મુકાયા બાદ વહીવટીતંત્ર આ ભયાનક અકસ્માતની તપાસમાં છે એક અધિકારીનું કહેવું છે કે એક ખાનગી પેઢીને પુલના સમારકામની જવાબદારી સોંપવામાં આવી હતી.

સાત મહિનાના રિનોવેશનની કામગીરી બાદ પુલને સામાન્ય જનતા માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ મહાનગરપાલિકા દ્વારા બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું.

મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં 60 થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમાં બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં ભોગ બન્યા છે અને મૃત્યુ અને ઘાયલોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

તેવામાં વિરોધ પક્ષના નેતાઓએ પણ વર્તમાન સરકારને આડે હાથ લીધી છે અને ભ્રષ્ટાચાર સહિતના અનેક મુઇદ્દાઓને લઈને ઘેરી છે ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે.

શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાતા ઘણા લોકોના મૃત્યુ થયા છે જોકે આ અંગે હજી કોઈ ચોક્કસ આંકડ સામે આવ્યો નથી જોકે સ્થાનિક ડોક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 40-45 બાળકોના મોત થયા છે.

દુર્ઘટનાના પગલે હાલ મોરબીમાં જ્યાં જૂઓ ત્યાં મોતના જ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મોરબી પહોંચી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

હવે તેઓ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની સાથે મુલાકાત કરશે ઉલ્લેખનીય છે કે તેમની પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ ટ્વિટર પર ટ્વીટ કરી જાહેરાત કરી છે કે આગામી તમામ કાર્યક્રમો રદ્દ કર્યા છે.

આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ઘટનાસ્થળે પહોંચ્યા છે રિપોર્ટ અનુસાર આ બ્રિજની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ રવિવારે 400 ટિકિટ વેચાઈ હતી હવે સવાલ એ ઊભો થયો છે.

કે બ્રિજની ક્ષમતા જાણીને આટલા લોકોને ટિકિટ કેમ વેચવામાં આવી?મોરબીના આ પુલ પર જવા માટે ટિકિટ લેવી પડતી હતી પુખ્ત વયના લોકો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયાની ટિકિટ ખરીદવી ફરજિયાત હતી.

રવિવારની રજા અને છઠના તહેવારને કારણે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર પહોંચ્યા હતા તમને જણાવી દઈએ કે બ્રિજ રિનોવેશનની જવાબદારી એક પ્રાઈવેટ ફર્મે લીધી હતી.

જેમાં લગભગ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે વહીવટીતંત્રની બેદરકારીને લઈને ઉઠતા સવાલો વચ્ચે ગુજરાત સરકારે તપાસ માટે SITની રચના કરી છે.