સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય પીડાથી તે ચીસો ન પાડે તો,તેનો અર્થ એ છે કે……

0
57846

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છુ અને હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય અને અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે તો શું એને ચારિત્ર્યહીન સમજવું.પહેલા તો પ્રથમ તમે તમારા મન માથી એવી ખોટી ધારણા ઓ બાહર કાઢી નાખો અને સમાગમ

વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી ન શકે અને ચીસો પાડે અને એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી અને તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો અને તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો કારણ કે વહેમ દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખે છે.

હું ૩૬ વર્ષનો યુવક છું અને મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે અને એ પણ પરણેલી છે અને અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે તેમજ અમે બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ અને

આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી કર્યું જેથી અમને પસ્તાવો થાય અને આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરના લોકો ને ના થઈ જાય તો શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય.

જો તમારે અત્યારે પણ એક બીજા સાથે પાત્રો ની આપ લે થાય છે તો પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ તેમજ ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો તે પછી ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તો તેનાં લગ્ન થઈ ગયાં છે અને લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો અને મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી તો મેં નક્કી કર્યું કે છોકરીનાં મા બાપને આ બધું જણાવી દઉં પરંતુ પહેલા હું પેલા છોકરાને મળવા માગું છું તો શું મારો નિર્ણય બરાબર છે.

તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય અને તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બની શકે છે અને જો તે ન માને, તો તેનાં મા બાપ અથવા પેલા છોકરાને મળવું યોેગ્ય રહેશે.

હું ૨૩ વર્ષનો છું અને મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે અને હું એ છોડવા માગું છું તો શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે.સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકુદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે અને જો તમે તેને છોડવા માંગો છો યો દ્રઢ સંકલ્પ કરી લો,

તો તમે એનાથી છૂટી શકશો અને આ માટે કોઈ સેક્લોસોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી પરંતુ જ્યારે તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.

હું ૨૪ વર્ષની એમ એ પાસ યુવતી છું અને શોર્ટહેન્ડ અને ટાઈપમાં પ્રવીણ છું અને એક પગે વિકલાંગ છું અને મારી બહેન તેના દિયર સાથે મારાં લગ્ન કરવા માટે દબાણ કરે છે અને તે એવી ધમકી પણ આપે છે કે બીજી જગ્યાએ પણ કોઈ સારા યુવક સાથે મારાં લગ્ન કરીશ અને તેનાથી વધારે દહેજ માંગશે તો તે પણ એટલો જ દહેજ લેશે હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. પહેલાં હું પગભર થવા માગું છું. શું મારો આ નિર્ણય યોગ્ય છે.

તમારો નિર્ણય બિલકુલ યોગ્ય છે અને પોતે આત્મ નિર્ભર બન્યા પછી જ લગ્નનો નિર્ણય કરો અને જો તમે કોશિશ કરશો તો તમને નોકરી મળવામાં વધારે મુશ્કેલી નહીં પડે તેમજ વિકલાંગો માટે અનામત સીટો હોય છે અને એક બીજી વાત, બહેનના દિયર સાથે લગ્ન તો ના જ કરશો.

મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે. તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો.

સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું. મારી આ કુટેવ કેવી રીતે છૂટે, તે સમજાતું નથી.

યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે. તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી. એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.

હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી અને હું એની સાથે લગ્ન કરવા માગું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.

તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.