ખુદ સ્ત્રીઓએ જણાવ્યું શા માટે નાની ઉંમરનાં યુવકો સાથે સબંધ બાંધવામાં આવે છે આનંદ, જાણીલો આ કારણ.

0
504

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હંમેશા જોયું હશે કે, લગ્ન માટે યુવકો હંમેશા પોતાનાથી નાની ઉંમરની છોકરીઓને જ પસંદ કરે છે. બહુ જ ઓછા કપલ્સ એવા હોય છે, જેમાં છોકરીની ઉંમર વધુ હોય છે અને છોકરાની ઊંમર ઓછી હોય છે.

કેટલીક યુવતીઓ એવી હોય છે, જેમને એવો પાર્ટનર પસંદ આવે છે, જે ઉંમરમાં તેમના કરતા નાનો હોય.બોલિવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા તેમાંથી એક છે. નેહા ધૂપિયાએ પોતાનાથી બે વર્ષ નાના યુવકને પોતાના લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો છે.

નેહાએ એક્ટર તેમજ તેના બાળપણનો મિત્ર અંગદ બેદી સાથે પંજાબી રીત-રિવાજોથી આજે લગ્ન કર્યાં છે. નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નના ફોટો શેર કરીને તેની માહિતી આપી હતી.

જરૂરી નથી કે, યુવતીઓ હંમેશા પોતાનાથી ઉંમરમાં મોટા હોય તેવા યુવકો સાથે લગ્ન કરે. તેમના કરતા નાની ઉંમરના યુવકો સાથે પણ તેઓ પરણી શકે છે, જેના અનેક ફાયદા છે. ઉંમર વિશે ખબર પડતી નથી ઓછી ઉંમરના યુવકો વધુ એક્ટિવ અને સ્પોર્ટી હોય છે.

તેમને નવી નવી ચીજો કરવાનો શોખ હોય છે. ઓછી ઉંમરના યુવકો સાથે જ્યારે તમે જોડાવો છો, તો તમને તમારી ઉંમર ક્યારે આગળ વધે છે તે ખબર પડતી નથી અને તમે ખુદને પણ જુવાન અનુભવશો.

એક્સપીરિયન્સ શેર કરી શકશો જો કોઈ યુવતી પોતાનાથી ઓછી ઉંમરના યુવકને લાઈફ પાર્ટનર બનાવે છે, તો યુવતીને દરેક બાબતનો વધુ અનુભવ રહે છે. સાથે જ તે પોતાની કરિયર લાઈફમાં સેટલ્ડ રહેશે. તેનાથી તે પોતાના પાર્ટનરને પોતાના એક્સપીરિયન્સ બતાવીને તેના કરિયરને સારી રીતે મોલ્ડ કરી શકે છે.

એનર્જેટિક હોય છે યુવકો યંગ એજમાં યુવકો વધુ એનર્જેટિક હોય છે. તેમનામાં કંઈ પણ કરી શકવાની હિંમત હોય છે. આવામાં તમે તમારા પાર્ટનરની એનર્જિ સાચી દિશામાં લગાવીને સફળતા મેળવી શકો છો.

શારીરિક સંબંધ ઓછી ઉંમરના યુવકોની સાથે શારીરિક સંબંધ બનાવવાથી કોઈ નુકશાન થતા નથી. એક રિસર્ચ અનુસાર, યુવકોમાં ખુદની ઉંમરની મોટી મહિલાઓને જોઈને તેમનામાં ટેસ્ટેસ્ટેરોન (એક પ્રકારનું હોર્મોન)નું લેવલ વધી જાય છે, અને આ જ કારણે તેઓ પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ વધુ આકર્ષિત થાય છે અને તેમની સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે.

આ ઉપરાંત જ્યારે પણ પ્રેમ થાય છે તો તે સામેવાળાની ઉંમર, રંગ-રૂપ, જાત અને ધર્મ જોતો નથી, તે બસ થઈ જાય છે. કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે, તે બિલકુલ સાચી વાત છે. પ્રેમ થયા બાદ સામે વાળાની અંદર આપણને કોઈ ખામી દેખાતી નથી.

સમાજનાં કાયદા પણ એક બાજુ પર મૂકી દેવામાં આવે છે. જ્યારે પણ ભારતમાં લગ્ન થાય છે તો ૯૭% મામલામાં યુવકની ઉંમર વધારે હોય છે અને યુવતીની ઉંમર ઓછી હોય છે.

સમાજ દ્વારા અમુક પ્રકારની ધારણા બનાવી રાખવામાં આવી છે કે જ્યારે કોઈ યુવક પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે લગ્ન કરે છે, તો આ વાત તેમને પચતી નથી. મોટી ઉંમરની મહિલા સાથે લગ્ન કરવામાં થોડી પરેશાની જરૂર આવે છે,

પરંતુ તેના અમુક ફાયદા પણ છે. જો તમે એક ખાસ રણનીતિ અપનાવો તો આ લગ્ન તમારા માટે ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે.

સૌથી પહેલી પરેશાની આવે છે કે ઘરમાં કેવી રીતે વાત જણાવવી અને આ લગ્ન માટે તેમને કેવી રીતે બનાવવા. તે વાતનાં ચાન્સ વધારે હોય છે કે ઘરવાળા તમારા લગ્ન માટે માનશે નહીં.

તેમનો બસ ઘસાયેલો ડાયલોગ હશે કે લોકો શું કહેશે? સમાજમાં આપણી ઈજ્જત ઓછી થઈ જશે. પરંતુ તમારે તેમને સમજાવવાના રહેશે કે તમે લગ્ન પોતાની ખુશી માટે કરી રહ્યા છો, સમાજ માટે નહીં.

ઘણી વખત ઓછી ઉંમરના યુવક સાથે લગ્ન કરવાથી યુવતી થોડું અસુરક્ષિત મહેસૂસ કરવા લાગે છે. તેની યુવાની જલ્દી ઘટવા લાગે છે, તેવામાં તેને એ વાતનો ડર રહે છે કે તેનો પતિ કોઈ ઓછી ઉંમરની સુંદર યુવતી માટે તેને છોડી દેશે. આવા વિચાર થી પોતાને પરેશાન ના કરો અને બંને આ વાતને પહેલા ક્લિયર કરી લે.

ઉંમરમાં અંતર વધારે હોવાને કારણે બંનેના વિચારો પણ અલગ હોઈ શકે છે. પ્રેમ થવો એ અલગ વાત છે, પરંતુ લગ્ન બાદ એક જ ઘરમાં રહેવાથી ઘણી બધી પરેશાનીઓ આવી શકે છે. પછી બંનેનું ફ્રેન્ડ સર્કલ પણ અલગ ગ્રુપનું હશે. તેવામાં તમારે ફક્ત બસ સામે વાળી વ્યક્તિની ભાવનાઓની રિસ્પેક્ટ કરવાની રહેશે, જેનાથી બધું જ યોગ્ય રીતે ચાલશે.

ઉંમરમાં અંતર હોવાને કારણે ઘણી વખત સામેવાળા વ્યક્તિ પાસેથી જે આશા રાખીએ છીએ તેના પર તે ખરા ઉતરી શકતા નથી. આવી સ્થિતિમાં તમે સામાવાળા વ્યક્તિમાં તેની ખામીઓ શોધવાને બદલે ભગવાનનો આભાર માનો કે તેઓ તમારા જીવનમાં પ્રેમ લાવ્યા. પોતાના પાર્ટનરની ખામીઓથી વધારે તેની ખૂબીઓ પર ફોકસ કરો.

લાભ.મોટી ઉંમરની મહિલાઓ ખૂબ જ મેચ્યોર હોય છે. તે તમારાથી નાની-મોટી વાત પર નારાજ થતી નથી.
મોટી ઉંમરની મહિલાઓ પોતાના સાસરિયામાં સાસુ-સસરા અને અન્ય લોકો સાથે ખૂબ જ સારી રીતે હળી મળી જાય છે. ઓછી ઉંમરના પતિ તમારી દરેક વાત માને છે. તેમને લાગે છે કે તમે વધારે સમજદાર છો અને સાચા છો.

ઉંમરમાં અંતર વધારે હોવાને કારણે લડાઈ-ઝઘડાનાં ચાન્સ પણ ખૂબ જ ઓછા રહે છે. પતિ ઉંમરમાં નાનો હોવાને કારણે તમારી ખૂબ જ રિસ્પેક્ટ કરે છે.

જ્યારે પત્ની મોટી હોવાને કારણે પત્નીની ઘણી બધી ભૂલોને સરળતાથી માફ કરી દે છે. મોટી ઉંમરની મહિલાઓ અનુભવી અને સમજદાર હોય છે.

વધારે ઉંમર વાળી મહિલાઓ પહેલાથી જોબ કરી રહી હોય છે. તે પોતાની કારકિર્દીમાં સેટલ થઈ ગયેલી હોય છે. તે તમારી સાથે પૈસા માટે લગ્ન નથી કરતી. તેનાથી તમારા ઘર ખર્ચમાં પણ મદદ મળી જાય છે.

આચાર્ય ચાણક્યના મતે પતિથી ઉંમરમાં મોટી છોકરી પોતાના આત્મસુઝથી ઉંમરમાં નાની છોકરીઓ કરતા જવાબદારી વધુ સારી રીતે નિભાવી શકે છે કેમકે તે વધુ પરીપક્વ હોય છે.

જો ઉંમરમાં નાની છોકરી હોય તો હજુ પણ તે પતિને યોગ્ય માર્ગદર્શન ના આપી શકે. પણ ઉંમરમાં મોટી છોકરી પતિની સાથે ખભેખભા મિલાવીને જવાબદારીનો સામનો કરી શકે છે.

એક અભ્યાસ મુજબ, જો ઉંમરમાં મોટી છોકરી હોય તો તે સબંધો પ્રત્યે વધુ ઈમાનદાર હોય છે. તેની પાછળ એ કારણ રહેલું હોય છે કે તે પોતાના પતિની સેવા કરવાની સાથે કાળજી પણ વધુ લેતી હોય છે. તે પોતાની સબંધોની ઈમાનદારીથી પતિને હંમેશા પોતાનો બનાવીને રાખી શકે છે.

કદાચ જો તમે ઉંમરમાં નાની છોકરી સાથે લગ્ન કરો અને તે પોતે શારીરિક અને માનસિક રીતે જો પરિપક્વ ના હોય તો તે અજ્ઞાનને કારણે તમારા બંનેના જીવનમાં ક્યારેક સ્વાસ્થ્ય સબંધી તકલીફો થઇ શકે છે. પણ જો તમારા લગ્ન ઉંમરમાં મોટી છોકરી સાથે થાય તો આવી બીમારીનો સામનો કરવાનું લગભગ થતું જ નથી.

જો આપ આવી ઉંમરમાં મોટી છોકરી સાથે લગ્ન કરો તો તે પોતાની રીતે નિર્ભર થવાનું વધુ પસંદ કરે છે. તે પરિવારને પણ જરૂરીયાત અનુસાર મદદ કરે છે.

તેનાથી પતિને પણ થોડો જવાબદારીમાંથી આરામ મળી શકે છે અને તે પોતાના બિઝનેસમાં વધુ ધ્યાન આપી શકે છે. આજની સ્ત્રી જો પોતાની રીતે નિર્ભર રહે તો તે પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે.

આચાર્ય ચાણક્યના માટે જો ઉંમરમાં મોટી છોકરી સાથે જો લગ્ન કરવામાં આવે તો પતિની કિસ્મત પણ બદલાઈ શકે છે. એવું કહેવાય છે કે, આવનારી નવી વહુ ના ગૃહ પ્રવેશથી પતિની તેમજ ઘરની સ્થિતિમાં બદલાવ જરૂરથી આવે છે. તેમાં પણ જો મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો હકારાત્મક પરિણામ વહેલું મળી શકે છે.

જો ઉંમરમાં મોટી પત્ની હોય તો તે પ્રેમ કરવામાં પણ વધુ કુશળતા ધરાવે છે. તે પોતાના પતિ તેમજ પરિવારજનોને પ્રેમથી બાંધી રાખવામાં માહિર હોય છે.

પુરુષની માનસિક સ્થિતિને સમજીને તેને કેવી રીતે ખુશ રાખવા તે પતિ કરતા ઉંમરમાં નાની છોકરીઓ કરતા ખુબ સારી રીતે સમજી શકે છે. ઉંમરમાં મોટી છોકરીઓ પ્રેમ કરતા પણ પતિની જરૂરિયાતો વધુ સારી રીતે સમજી શકે છે.

આજના કટ્ટર હરીફાઈના જમાનામાં જીવવું ખરેખરજ બહુ મુશ્કેલ છે અને આર્થિક રીતે ખુશ રહેવું એ એનાથી પણ મુશ્કેલ છે.

જો ઉંમરમાં મોટી સ્ત્રી હોય અને તે પોતાના પર નિર્ભર રહી પતિને આર્થિક રીતે મદદ કરે અને સબંધોને સર્વોપરી માને તો તેનાથી લાંબા સમયે પતિનું પણ મનોબળ વધી જાય છે. પતિ પણ આવી પત્નીને પામી પોતાને ધન્ય માને છે.