ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો હતો આ ઘટના દરમિયાન પુલ ઉપર ઉભેલા અનેક લોકો નદીમાં પડી ગયા હતા.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે મૃત્યુઆંક મહિલાઓ અને બાળકોમાં વધુ હોવાનું કહેવાય છે મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરીને સ્થળ પર પહોંચી ગયા છે.
તે જ સમયે આ ઘટનાની નોંધ લેતા સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે ગુજરાત પોલીસના મહાનિર્દેશક આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે 70 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે હજુ વધુ નદીમાં હોઈ શકે છે.
હાલ આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા છે તે કહેવું મુશ્કેલ છે ત્યારે જામનગરના વિજયભાઈ ગોસ્વામીના પરિવારે બપોરે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ઝૂલતા પર તેની ક્ષમતા કરતા વધુ માણસો હોવા અંગે જાણ કરી હતી.
પરિવારે પુલનું મેનેજમેન્ટ કરતી ઓરેવા કંપનીને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે પુલ પર કેટલાક યંગ સ્ટર્સ મસ્તી કરી રહ્યાં છે અને તેના કારણે પુલને ડેમેજ થઈ રહ્યું છે આ સિવાય પુલની ક્ષમતા કરતા પણ વધુ લોકો અહીં હાજર હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
જોકે આ રજૂઆત બાબતે પુલનું મેનેજમેન્ટ સંભાળતી કંપનીએ આંખ આડા કાન કર્યા હતા અને વિજયભાઈના પરિવારે કરેલી ફરિયાદને હળવાશથી લીધી હતી જો નિયત ક્ષમતા બાબતે તકેદારી અને લોકોને કૂદતા અટકાવવામાં આવ્યા હોત.
તો કદાચ આ ઘટના ટળી હોત બચાવ કામગીરી સતત ચાલી રહી છે પરંતુ અંધારાના કારણે બચાવકાર્યમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પોલીસ અને વહીવટીતંત્રની મદદ માટે NDRFની ત્રણ ટીમો પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી રહી છે.
NDRFના DIG મોહસેન શાહીદીએ જણાવ્યું કે NDRFની વધુ બે ટીમોને વડોદરા એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પર મોકલવામાં આવી રહી છે મોરબી કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના સ્થળે હાજર રહેલા ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે 60 થી વધુ લોકોના મોત થયા છે.
અને આ સંખ્યા વધુ હોઈ શકે છે હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘણા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે બ્રિજ પર સેંકડો લોકો હાજર હતા.
તે જ સમયે વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા પરિસ્થિતિ પર નજીકથી અને સતત દેખરેખ રાખવા.
અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ આપવા જણાવ્યું હતું આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી રૂ.2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી છે.