પતિ સાથે એવું તો શું કર્યું સાથી ગ્રુપના જલ્પા બેનએ કે પતિ ફીનાઈલ ગટગટાવ્યું…..

0
169

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક પુરૂષે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં આવેલા એક પુરૂષે ફેસબુક લાઇવ કરીને ફિનાઇલ પી લીધુ હતું. ફિનાઇલ પીનાર કેતન પટેલે પોતાની પત્નીના ત્રાસથી આત્મહત્યા કરવા મજબૂર બન્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યા કરતા ત્યાં દોડદામ મચી ગઇ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે સમાજમાં એવી ઘટનાઓ સામે આવે છે કે પતિના ત્રાસથી કંટાળી પત્ની આત્મહત્યા કરે છે પરંતુ રાજકોટ કમિશનર કચેરીમાં બનેલી આજની ઘટના તદ્દન અલગ છે. કારણ કે પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કરતા આ મામલો ચર્ચામાં છે. આપઘાતનો પ્રયાસ કરનાર કેતન પટેલના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે તેની પત્ની નથી મારી નાંખવાની ધમકી આપતી હતી અને આ ધમકીના પગલે જ કેતન પટેલે આપઘાતનો પ્રયાસ કર્યો છે.રાજકોટમાં જાણીતા સમાજસેવિકાના પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો છે મળતી માહિતી મુજબ સાથી ગ્રુપના ટ્રસ્ટી જલ્પા પટેલના પતિ કેતન પટેલે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કેતન પટેલે સોશિયલ મીડિયા મારફતે પત્ની જલ્પા પટેલના ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું.

રાજકોટની જાણીતી મહિલાના પતિનો આપઘાતનો પ્રયાસ,રાજકોટ પોલીસ કમિશ્નર ઓફિસમાં કર્યો સૂસાયડનો પ્રયાસ,પત્ની જલ્પા પટેલના ત્રાસથી કર્યો આત્મહત્યા નો પ્રયાસ,પત્ની જલ્પા પટેલ સાથી સેવા ટ્રસ્ટ ની ટ્રસ્ટી હોવાથી રોફ અને ખોફ જમાવી જાનથી મારી નાખવાની ધમકી નો પતિનો આક્ષેપ ફેસબુક લાઈવ કરી કમિશ્નર ઓફિસમાં ફિનાઇલ પી આપઘાત કરવાનો કર્યો પ્રયાસ સારવાર દરમ્યાન કેતન પટેલ ના ખીસામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી સુસાઇડ નોટ માં સાથી ગ્રુપ ની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે

આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે.કેતન પટેલે આક્ષેપ કર્યો કે મારી પત્ની જલ્પા અને સાથી ગ્રુપના અન્ય સભ્યો દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે જેનાથી કંટાળીને હું આપઘાત કરી રહ્યો છું કેતન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર દરમ્યાન તેમના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી છે.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કેતન પટેલના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી છે જેમા સાથી ગ્રુપની ટ્રસ્ટી મારી પત્ની જલ્પા પટેલ અને તેને સાથી મિત્રો દ્વારા મને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેવો ઉલ્લેખ છે. આત્મહત્યાનું કારણ મારી પત્ની જલ્પા પટેલ છે તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં લખી કેતન પટેલે રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી લીધુ હતું.