કેટલીકવાર આ યુગલો એટલા વિચિત્ર હોય છે કે જોયા પછી કોઈ હસવું રોકી શકતું નથી

0
554

એવું કહેવામાં આવે છે કે જોડી ઉપરથી આવે છે. પરંતુ કેટલીકવાર આ યુગલો એટલા વિચિત્ર હોય છે કે જોયા પછી કોઈ હસવું રોકી શકતું નથી.દુનિયામાં આવા કેટલાક યુગલો છે જેમની જોડી મેળ ખાતી નથી.

આજે અમે તમને આવા જ કેટલાક કપલ્સના ફોટા બતાવવા જઈ રહ્યા છીએ.તમે તેમને જોઈને હસશો.જાણો કેમ આ યુવકે 81 વર્ષની દાદી સાથે કર્યા લગ્ન, કારણ જાણી તમે પણ થઇ જશો ચકિત.

એવું કહેવાય છે કે, જયારે કોઈની સાથે પ્રેમ થાય છે તો સામે વાળાની ઉંમર નથી જોવામાં આવતી. હવે બ્રિટનની રહેવાસી 81 વર્ષની આઈરીસ જોન્સને જ લઇ લો.

તેમને પોતાનાથી 46 વર્ષ નાના મોહમ્મદ અહમદ સાથે પ્રેમ થઇ ગયો. મોહમ્મદ અહમદ ઈજીપ્તમાં રહે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. આ અનોખા કપલની મુલાકાત સોશિયલ મીડિયા ઉપર થઇ હતી. પહેલા બંને વચ્ચે વાતચીત થઇ અને પછી એકબીજા સાથે ગાઢ પ્રેમ પણ થઇ ગયો.

જોન્સ તેના પ્રેમીને મળવા ઈજીપ્ત પણ ગઈ હતી. બંનેએ એક બીજા સાથે ઘણો સમય પસાર કર્યો. જયારે તેમનો વધવા લાગ્યો તો બંનેએ ગયા વર્ષે નવેમ્બરમાં લગ્ન પણ કરી લીધા.

આમ તો લગ્ન પછી પણ બંને એક બીજા સાથે નથી રહી શકતા. કારણ કે મોહમ્મદને બ્રિટનના વિઝા નથી મળી રહ્યા. તેમજ જોન્સ પોતાની ઉંમરને કારણે ત્યાં રહેવા નથી જઈ શકતી કારણ કે ઈજીપ્તની આબોહવા તેમને અનુકૂળ નથી.

પોતાની આ સમસ્યાને આ દંપત્તિએ હાલમાં જ એક ટીવી શો ઉપર પણ જણાવી હતી. જોન્સનું કહેવું છે કે, તે ઉંમરના એવા ચરણ ઉપર છે કે, ક્યારેય પણ દુનિયામાંથી વિદાય લઇ શકે છે.

એટલા માટે તે દરરોજ દરેક ક્ષણ તેના પતિ સાથે પસાર કરવા માંગે છે. જોન્સના ઘરવાળા આ લગ્નથી રાજી ન હતા. તેમને લાગે છે કે, મોહમ્મદ પ્રેમનું નાટક કરી રહ્યો છે. તેની નજર જોન્સની સંપત્તિ પર છે. હકીકતમાં જોન્સ સંપત્તિની બાબતમાં મોહમ્મદથી ઘણી વધારે સદ્ધર છે.

ઘણા લોકોએ જોન્સને સમજાવ્યા કે મોહમ્મદ સાથે લગ્ન ન કરે, પરંતુ તેમણે કોઈની વાત ન સાંભળી અને લગ્ન કરી લીધા. હવે તેમના સંબંધીઓએ પણ તેમની સાથે સંપર્ક કરવાનું છોડી દીધું છે. તેથી 81 વર્ષની જોન્સ એકલી જ રહે છે.

તેમને એકલા રહેવામાં ઘણી તકલીફ પડે છે. અને આ કારણ છે કે, તે વહેલામાં વહેલી તકે ઈજીપ્તમાં રહેતા તેના પતિને બ્રિટન બોલાવવા માંગે છે.જોન્સે યુકેના પીએમ બોરીસ જોન્સનને પણ વિનંતી કરી છે કે, તે તેના પતિને વિઝા અપાવવામાં મદદ કરે.

તેણે એ પણ જણાવ્યું કે, પતિ વગર તે એક એક રાત રડી રડીને પસાર કરે છે. લગ્ન પછી પતિને મળવા તે ત્રણ વખત ઈજીપ્ત જઈ ચુકી છે.

હવે તેની એ ઈચ્છા છે કે, તેના પતિ વહેલામાં વહેલી તકે વિઝા લઈને બ્રિટન આવી જાય અને તેની સાથે જ રહેવા લાગે.ઉંમરમાં વધુ અંતરવાળું આ કપલ સોશિયલ મીડિયા ઉપર પણ ઘણું છવાયેલું રહે છે.

આમ તો આ આખી ઘટના ઉપર તમારે શું કહેવું છે તે જરૂર જણાવજો.શું મોહમ્મદનો પ્રેમ સાચો છે કે તેની નજર જોન્સના પૈસા ઉપર છે આ બાબતમાં તમારું શું મંતવ્ય છે તે જણાવી શકો છો.

હેવાય છે કે જોડીઓ ઉપરવાળા બનાવે છે.પણ ઘણી વખત આપણને વિચિત્ર જોડીઓ વિશે સાંભળવા મળે છે. આ જોઈને એમ જ લાગે કે આ જોડીને બનાવવામાં ભગવાન પણ કન્ફ્યૂઝ થઈ ગયા હશે.આવો જ એક મામલો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

જેમાં એક મહિલાએ પોતાના પતિને ડિવોર્સ આપીને સસરા સાથે લગ્ન કરી લીધા હતા.આ મામલો વાંચીને તમારું મગજ ચક્કરાવે ચડી જશે. અમેરિકાના કેન્ટકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગલ નામની મહિલાએ 10 વર્ષા લગ્નજીવન બાદ પતિ જસ્ટીનને ડિવોર્સ આપી દીઘા હતા. સંતાનેમાં તેમને એક પુત્ર પણ છે.

બાદમાં એરિકાએ પતિ જસ્ટીનના 60 વર્ષના સાવકા પિતા જેફ સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્ન પહેલા જ એરિકા સસરાથી પ્રેગ્નેટ થઈ ચૂકી હતી. હાલ બંનેને એક દીકરી છે.

એરિકા જ્યારે 16 વર્ષની હતી ત્યારે જેફની સાવકી દીકરી સાથે તેની મિત્રતા હતી. બાદમાં જેફના સાવકા દીકરા જસ્ટીન સાથે તેની મિત્રતા બંધાઈ હતી.

બાદમાં બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા. આથી જેફ એરિકાના સસરા બની ગયા હતા. જસ્ટીન અને એરિકાના લગ્ન બાદ બંને વચ્ચે પ્રેમ ઓછો થવા લાગ્યો.

બંનેને વર્ષ 2012માં એક પુત્ર પણ થયો હતો. આમ છતાં બન્ને વચ્ચે અંતર વધવા લાગ્યું હતું.દરમિયાન એરિકા તેના સસરા જેફ સાથે નજીક આવી હતી. બંને ઘણો સમય સાથે વિતાવવા લાગ્યા. જોત જોતામાં બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે વર્ષ 2017માં એરિકા અને જસ્ટીનના ડિવોર્સ થયા ત્યારે એરિકા અને સસુર જેફે પોતાના સંબંધ વિશે બધાને જાણ કરી હતી.

એરિકાએ જણાવ્યું હતું કે આ વાતની ખબર પડતાં જસ્ટીનને કોઈ વાંધો નહોતો. તે ખૂબ સપોર્ટિવ હતો. બાદમાં તેણે પતિના સાવકા પિતા એટલે કે સસરા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ લગ્ન પહેલાં જ એરિકાને ખબર પડી ગઈ હતી કે તે 60 વર્ષના સસરાની માતા બનવાની છે.

બંનેએ લગ્ન બાદ બ્રેક્સલી નામની બાળકીને જન્મ આપ્યો હતો.હાલ જસ્ટીન પાસે એરિકાના પહેલા બાળકની કસ્ટડી છે. બધા આ સંબંધથી ખુશ છે. કોઈને એક બીજા સામે વાંધો નથી.જ્યારે આપણને કોઈની સાથે સાચો પ્રેમ થઇ જાય છે, તો પછી તેનો રંગ દેખાવ, ઉંચાઈ, જાતિ, ધર્મ વગેરેથી બહુ ફરક પડતો નથી.

જો કે જોડી થોડીક પણ ઉપર નીચે થાય તો આ સમાજ તેમની મજાક ઉડાવે છે અથવા ટીકા કરે છે. આવું જ કંઈક બન્યું છે પશ્ચિમ આફ્રિકાના આઇવરી કોસ્ટમાં રહેતા આ દંપતી સાથે. અહીં, યુડોકસી યાઓ નામની એક મજબૂત મહિલા તેના અડધા કદના ગિનીના સંગીતકાર ગ્રાન્ડ પેઈ સાથેના સંબંધો માટે હેડલાઇન્સ બનાવી રહી છે.

યુડોસિ અને ગ્રાન્ડ પી ઇન્સ્ટાગ્રામ પર એકદમ લોકપ્રિય છે. યુડોકસી સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમના ફોટા મૂકીને પ્રેમ વ્યક્ત કરે છે. જોકે લોકો તેમની જોડીની મજાક ઉડાવે છે. આમ તો આ કપલ ક્યૂટ પણ લાગે છે.

પ્રથમ નજરમાં એવું લાગે છે કે જાણે તે માતા અને પુત્ર છે. પરંતુ ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાનું વિચારી રહ્યા છે. આ બંનેએ એકબીજા સાથે સગાઈ કરી છે. જ્યારે પણ યુડોકસીને પૂછવામાં આવે છે

કે તમે તમારા કરતા ઓછા કદના વ્યક્તિ સાથે કેમ પ્રેમ કરો છો, તો જવાબ આપે છે કે ઊંચાઈ થી કોઈ જ ફરક પડતો નથી. તે કહે છે કે આ દિવસોમાં અમારા સંબંધો સારા થઈ રહ્યા છે.

યુડોકસી અને ગ્રાન્ડ પી બંને તેમના સંબંધોથી ખૂબ જ ખુશ છે. કેટલાક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ કહે છે. યુડોકસીને એવો ડર પણ છે કે તેના માતાપિતા આ લગ્ન માટે સંમત ન થાય.

તેમજ ગ્રાન્ડ પી પણ લોકોને ટીકા કરીને કોઈ ફરક પાડતો નથી. તેને પોતાનું જીવન પોતાનાં પ્રમાણે જીવવું ગમે છે. ગ્રાન્ડ પીનું અસલી નામ મૌસા સેન્ડિના કબા છે. તેને જન્મથી પ્રોજેરિયા નામનો આનુવંશિક રોગ છે. આ રોગને કારણે તેની વૃદ્ધિ અટકી છે.