ભાડું માગ્યુંતો છોકરીએ કપડાં ઉતારી નાખ્યા કહ્યું,છે કરવું હોય તે ફટાફટ કરીલે…..

0
383

મળતી માહિતી મુજબ બુધવારે સવારે ચંડીગઢ જવા એક યુવતીએ anટો રિક્ષા ભાડે લીધી હતી. એવું કહેવામાં આવે છે કે લેડી ગર્લ ઓટો ડ્રાઇવર સાથે ત્રણ કલાક ફરતી હતી. ત્યારબાદ તેણે ઓટો ચાલકને પીજીઆઈ ચોકમાં જવા કહ્યું. ડ્રાઈવર યુવતીને લઈને પીજીઆઈ ચોક પહોંચ્યો હતોઓટો ડ્રાઈવરે કહ્યું કે યુવતીએ ચંદીગઢ આવવાના નામે પોતાનો ઓટો ભાડે લીધો. ચંદીગઢમાં જુદા જુદા સ્થળોએ લગભગ ત્રણ કલાક ભટક્યા બાદ, યુવતીએ તેને પીજીઆઈ સામે મૂકવાનું કહ્યું. પીજીઆઈ ચોકમાં ઉતર્યા બાદ તેણે યુવતી પાસેથી ભાડુ માંગ્યું હતું, ત્યારબાદ તેણે ભાડુ આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે હવે પાછા જાવ.

આ અંગે વિવાદ સર્જાયો હતો. ઓટો ચાલક અને મહિલા વચ્ચે માર્ગ વિવાદ થયો હતો. કહેવામાં આવે છે કે મહિલાએ ભાડુ બદલામાં ઓટો ડ્રાઈવરને પોતાનો મોબાઈલ ફોન આપ્યો હતો, પરંતુ તેણે ફોન લેવાની ના પાડી હતી. દરમિયાન, ભીડ વધતી જ રહી અને મામલો જોર પકડવા માંડ્યો.મહિલાએ રસ્તાની વચ્ચે પોતાનો ટી-શર્ટ ઉતારીને ઉતાવળમાં ધમાલ મચાવી દીધી. આને કારણે ત્યાં હાજર લોકો ચોંકી ગયા, પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ કોઈ પોલીસ કર્મચારીનું સાંભળ્યું નહીં અને જોરજોરથી બૂમો પાડતા રહ્યા. ખૂબ સમજાવટ પછી, છોકરીએ શાંતિથી ટી-શર્ટ લગાવી. તે પછી મામલો સમાપ્ત થયો.

રાજકોટ જિલ્લામાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ભેંસની ખરીદી કરવા માટે ગયેલા પુરુષને વાડીના એક મકાનમાં લઈ જઈને નગ્ન કરી વીડિયો ઉતારી લીધો હતો અને માર મારી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ કેસ ન કરવા માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, આ પુરુષે હા કહેતા સ્ટેમ્પ પેપર પર તેના અંગુઠાના નિશાન લઈ લીધા હતા. આ અંગે પુરુષે પોલીસ ફરિયાદ કરતાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મગનભાઈ ધનાભાઈ રાંક (ઉં.વ.55) વતન સેમડા(ગોંડલ)માં રહી ખેતીકામ કરે છે. જ્યારે તેમના બે પુત્રો રાજકોટ રહે છે અને બાંધકામનો વ્યવસાય કરે છે. મગનભાઈને ભેંસ ખરીદવાની હોવાથી તેમણે ગામના રાજુ ભરવાડને વાત કરી હતી. જોકે, તેમની પાસે ભેંસ ન હોવાથી તેમને રાજકોટ-કોઠારીયારોડ પર રહેતા સેમડા ગામના રણજીત ચના ગુજરાતી (ઉ.વ. 40 )નો સંપર્ક કરાવ્યો હતો. તેમનો સંપર્ક કરતાં તેણે મગનભાઈને બે-ત્રણ સારી ભેંસ હોવાનું જણાવ્યું હતું.

આ અંગે બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ પછી રણજીતની પત્ની મીરાએ મગનભાઈને ફોન કરી ભેંસ જોવા માટે બોલાવ્યા હતા અને તેમના વિશે બધી માહિતી મેળવી લીધી હતી.બે દિવસ પહેલા મગનભાઈને મીરાએ ભેંસ જોવા આવવાનો ફોન કર્યો હતો. આથી તેઓ બાઇક લઈને કોઠારીયા પહોંચ્યા હતા. અહીં મીરાને ફોન કરતાં તે લેવા માટે આવી હતી અને નજીકમાં વાડીના મકાનમાં લઈ ગઈ હતી. જ્યાં થોડીવારમાં જ ત્રણ લોકો ધસી આવ્યા હતા અને મગનભાઈને દોરડાથી બાંધી માર માર્યો હતો.

તેમજ બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાનું જણાવી નગ્ન કરીને વીડિયો ઉતારી લીધો હતો. તેમજ આમાંથી છૂટવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે, તેમ જણાવ્યું હતું. આથી ડરી ગયેલા મગનભાઈએ હા પાડી દીધી હતી અને પુત્રો સાથે પણ વાત કરાવી હતી. આથી મીરા સ્ટેમ્પ પેપર લાવી હતી અને દસ લાખ રૂપિયા આપવાના છે, એવા લખાણ પર અંગુઠાના નિશાન લઈ લીધા હતા.આ પછી ઘરે આવેલા મગનભાઈએ પરિવારના સભ્યોને વાત કરી હતી. આ પછી તેમણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપમાં ફસાવી માર મારી દસ લાખ રૂપિયા પડાવવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં દંપતી રણજીત અને મીરાની ધરપકડ કરી છે.

શહેરમાં વધુ એક વખત હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લૂમ્સ ભાડે અપાવવના બહાને વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. વૃદ્ધને કામરેજ લઈ ગયા બાદ મહિલા સહિતની 8 લોકોની ટોળકીએ 25 હજાર રૂપિયા પડાવ્યા હતા. બળાત્કાર કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવ્યા હતા. દોઢ લાખની માંગણી બાદ 25 હજારમાં પતાવટ કરી હતી. આ અંગે વૃદ્ધે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની વિગતો એવી છે કે, ગત 4 ડિસેમ્બરે ઘોડદોડ રોડ પર રહેતા કુંદનલાલ મગનલાલ કણીયા (ઉ.વ.79)ને કતારગામ ખાતે મિલકતનો કાટમાળ વેચવાનો છે, તેવું પૂછવાને બહાને એક વ્યક્તિએ પોતાનું નામ વિશાલ જણાવી પોતાનું મોબાઇલ નંબર આપ્યો હતો. તેમજ તેમનો મોબાઇલ નંબર લીધો હતો.

આ પછી ગત 9મી ડિસેમ્બરે કુંદલનલાનને ફોન કરી 72 મશીન ભાડે આપવાના છે, તેમ જણાવ્યું હતું. આથી કુંદનલાલે તેમાં રસ બતાવ્યો હતો અને વિશાલને સવારે મળવા બોલાવ્યો હો. અહીં બંને બાઇક પર બેસીને દેલાડપાટીયા જવા નીકળ્યા હતા. રસ્તામાં કોઈ જગ્યા ભાડે આપવાની હોવાથી તેની ચાવી આપવાનું બહાનું કાઢી ખોલવડગામ લેવા જવાનું જણાવ્યું હતું. તેમજ તે લેવા કામરેજ ટોલટેક્સથી આગળ એક એપાર્ટમેન્ટના રૂમમાં લઈ ગયા હતા. અહીં એક યુવતીએ તેમને પાણી આપ્યું હતું. આ જ સમયે બે અજાણ્યા પુરુષો અંદર આવી ગયા હતા અને કુંદનલાલને બે ફડાકા મારી યુવતી સામે જોઇ આવા ધંધા કરો છો, તેમ કહ્યું હતું. તેમજ વિશાલને તમાચા મારી બહાર કાઢી મૂક્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

આ પછી વૃદ્ધના કપડા પરાણે કઢાવી યુવતી પાસે બેસાડી અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. આ પછી અન્ય એક યુવતી આવી ગઈ હતી અને વૃદ્ધને નીચે બેસાડી દીધા હતા. આ પછી અન્ય બે શખ્સો આવ્યા હતા અને તેમણે પોલીસની ઓળખ આપી કુંદનલાલને ધમકાવ્યા હતા. તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દોઢ લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, વૃદ્ધે પૈસા ન હોવાનું કહેતા કામરેજ પોલીસ સ્ટેશન લઈ જઈને બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી.અંતે 25 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. જે પ્રમાણે કુંદનલાલે મિત્રની દુકાનેથી પૈસા અપાવ્યા હતા. આ પછી કુંદનલાલને છોડી મુકતા તેઓ ઘરે આવ્યા હતા અને તેમણે પુત્રને વાત કર્યા પછી આ અંગે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે બે મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.