47 વર્ષનાં આ વ્યક્તિ 18 લાખ રૂપિયામાં આખા ઘરની અંદર માછલીઓ ભરી દીધી,જુઓ ફોટા……

0
89

ટીવી જોવું કોને ના ગમે? મોટાભાગના લોકોના જીવનમાં ટીવીનું એક અલગ જ મહત્ત્વ છે પણ ઇંગ્લેન્ડમાં એક વ્યક્તિને ટીવી કે કોઈ પણ OTT પ્લેટફોર્મ ગમતા નથી 47 વર્ષીય જેક હેટકોટના ઘરે ટીવી નથી ટીવી જગ્યાએ મનોરંજન માટે તેણે પોતાના વિશાળ ઘરને માછલીઘરમાં ફેરવી દીધું છે જેકના ઘરે 400 માછલીઓ છે લોકો સોફા પર બેસીને જેમ ટીવી જોતા જોય તેમ જેક સોફામાં બેસીને માછલીઓને જોયા રાખે છે.

માછલીઘર એટલે કે પ્રાણીઓને કુદરતી અવસ્થામાં રાખવાની જગ્યા છે જેની એક બાજુ પારદર્શક હોય છે અને જેમાં પાણીમાં થતી વનસ્પતિ કે પ્રાણીઓ રાખવામાં આવે છે. માછલી રાખનારા માછલીઘરનો ઉપયોગ માછલી, જળચર, ઉભચર, તેમજ દરિયાઇ સસ્તન પ્રાણીઓ, કાચબા અને દરિયાઇ વનસ્પતિ રાખવામાં આવે છે.400 માછલીઓ સાથે રહે છે.જેક 10 વર્ષનો હતો ત્યારે તે એક એક્વેરિયમમાં ગયો હતો ત્યાં તેણે ગોલ્ડ ફિશ જોઈ હતી એ દિવસથી લઈને અત્યાર સુધી તેને માછલીઓ ઘણી ગમે છે તે આખો દિવસ માછલીઓને જોવામાં પસાર કરે છે તે ટીવી જોવાને બદલે 400 માછલીઓ આમ-તેમ ફરતી હોય તે જોવાનું પસંદ કરે છે.

એક્વેરિસ્ટ પાસે માછલીઓ હોય છે અથવા તે એક્વેરિયમની સંભાળ લેતો હોય છે, જે મોટેભાગે કાચ અથવા વધુ મજબૂત પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ઘન આકારના માછલીઘરને ફીશ ટેન્ક્સ અથવા ફક્ત ટેન્ક્સ કહેવામાં આવે છે, જ્યારે ગોળ વાટકા જેવા આકારના માછલીઘર ફીશ બોઉલ્સ તરીકે પણ ઓળખાય છે.તેનું કદ નાના કાચના વાટકાથી લઇને જાહેરમાં મુકાતા મોટા માછલીઘર જેટલા હોય છે.ખાસ બનેલા સાધનો પાણીની યોગ્ય ગુણવત્તા તેમજ માછલીઘરમાં રહેતા પ્રાણીઓ માટે જરૂરી બીજા લક્ષણો ધરાવતા હોય છે.

માછલીઘરમાં 18 હજાર લીટર પાણી છે.પોતાના આ અનોખા શોખ વિશે જેકે કહ્યું હું કલાકો સુધી માછલીઓને ફરતી જોઈ શકું છું તેમને જોવાથી મને એકદમ રિલેક્સ ફીલ થાય છે ઘરને માછલીઘરમાં ફેરવવા માટે જેકે 20 હજાર યુરો એટલે કે 18 લાખ રૂપિયા ખર્ચ્યા છે આ માછલીઘર 7 ફૂટ ઊંડું છે અને તેની સાફ-સફાઈ પણ જેક જાતે કરે છે 14X12 ફૂટની ટેંકમાં કુલ 18 હજાર લીટર પાણી છે જેકે કહ્યું મારા મિત્રો ઘરે આવે ત્યારે અમે સોફા પર ગોઠવાઈને કલાકો સુધી ફિશને જોયા કરીએ છે માછલીઓ બીજા પ્રાણીઓ જેવી હોતી નથી કારણકે તેઓ ક્યારેય એક જગ્યાએ રહેતી નથી તે હંમેશાં ફર્યા કરે છે.