સસરા અને પતિ એક સાથે પરિણીતા સાથે કરતા હતા સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય, પોલીસ સામે આવ્યું કઈક અલગ જ વાત….

0
7119

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમાં એક પરણિત મહિલા સસરા અને પતિ સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાનો આક્ષેપ લગાવ્યો છે તો ચાલો જાણીએ તેની પાછળનું સચોટ કારણ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના હરિયાણાના એક વિસ્તારની છે.મિત્રો તમને જણાવી દઈએ કે લગ્ન બાદ પરિણીતા પર સાસરીયાના અત્યાચારની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી રહે છે. પરંતુ હરિયાણાના દાદરી ખાતે પોલીસ ચોપડે જે ફરિયાદ નોંધાઈ છે તેના વિશે સાંભળીને જ તમે થરથરી જશો. દાદરીના બાઢડા ક્ષેત્રના એક ગામની પરિણીતાએ પોતાના સસરા અને પતિ વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને બળાત્કારની ફરિયાદ આપી છે. એટલું જ નહીં પરિણીતાનું કહેવું છે કે વિરોધ કરવા પર તેના પતિએ માર મારીને તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દાદરી સિવિલ હૉસ્પિટલ ખાતે દાખલ પરિણીતાએ જણાવ્યું કે પતિ અને સાસુ બળજબરીથી દારૂ પણ પીવડાવતા હતા. પોલીસે મહિલાની ફરિયાદ બાદ પતિ, સસરા, સાસુ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

કેસની વિગત જોઈએ તો ચંદીગઢની મહિલાની આશરે એક વર્ષ પહેલા ફેસબુક પર એક યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. આક્ષેપ છે કે લગ્ન બાદ જ સાસરી પક્ષના લોકો મહિલાને બળજબરીથી દારૂ પીવડાવતા હતા અને પરેશાન કરતા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલાના સસરાએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. સસરા અવારનવાર બળજબરી કરવા લાગતા પરિણીતાએ સસરાના અધમ કૃત્યનો વીડિયો બનાવી લીધો હતો.

પરિણીતાએ આક્ષેપ લગાવ્યો છે કે તેના સસરાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. આટલું જ નહીં પતિ અને સાસુ તેણીને દારૂ પીવડાવીને પરેશાન કરતા હતા. એટલું જ નહીં બંને અન્ય લોકો સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરતા હતા. મહિલાના કપડાં ઉતારીને વીડિયો બનાવી આ વીડિયોને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવતી હતી. મહિલાએ સસરાએ કરેલા દુષ્કર્મની વાત પતિને કરી ત્યારે પતિએ તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મહિલા પોલીસ મથકની તપાસ અધિકારી સુનીતા દેવીએ જણાવ્યું કે ચંદીગઢની મહિલાને ફેસબુક પર જિલ્લાના જ એક ગામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે મહિલાએ સસરા, પતિ અને સાસુ પર બળજબરીથી દારૂ પીવડાવવો, બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સહિતના આક્ષેપ કર્યાં છે. ફરિયાદના આધારે કેસ નોંધી લેવામાં આવ્યો છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સા ડામવા અને તાત્કાલિક મહિલાઓને બચાવ અને સલાહ માર્ગદર્શન તથા મહિલાઓ, યુવતીઓની થતી રંજાડ સામે મદદ પુરી પાડવા ૧૮૧ અભયમ હેલ્પલાઈની શરૂઆત કરવામાં આવી છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે અનેક લોકોના ઘર સંસાર તૂટતાં બચાવ્યા છે.તો અનેક મહિલાઓ અને યુવતીઓની રંજાડ કરતા શખ્શોને કાયદાકીય પાઠ પણ ભણાવ્યા છે.

ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના કિશનગઢ ગામે મહિલાના આક્ષેપ પ્રમાણે તેનો પતિ અને સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાની સાથે પતિ તેની પત્નીને વારંવાર ઘરમાં પુરી દેતો હોવાથી અને મહિલાના પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાની બહેને ૧૮૧ અભયમની મદદ લેતા અરવલ્લી અભયમ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઘરમાં કેદ રહેલી મહિલાને છોડાવી હતી. મહિલાએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ફરિયાદની વિગતો અનુસાર, ભિલોડા તાલુકાના બાવળીયા-ટોરડા ગામની જશોદાબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ કિશનગઢના પ્રભુદાસ કાળીદાસ ભેંસા સાથે લગ્ન થયા હતા. લગ્ન જીવનના થોડા સમય પછી પ્રભુદાસએ તેમની પત્ની પર વહેમ રાખી ઘરમાં પુરી દેતો હતો. તેમજ માનસિક શારીરિક ત્રાસ આપવાનો શરુ કર્યો હતો. લગ્ન જીવન દરમિયાન ૪ બાળકોનો જન્મ થતા મહિલા લગ્ન સંસાર ટકાવી રાખવા અને બાળકોના ભવિષ્યને લઈને સહન કરતી હતી.

તેનો પતિ વારંવાર મહિલાને ઘરમાં પણ પુરી દેતો હતો. મહિલાના સાસુ સસરા પણ મહિલા વિરુદ્ધ પતિની ઉશ્કેરણી કરી શારીરિક ત્રાસ આપતા હતાં. મહિલાનો પતિ આટલેથી ન અટકતા તેની પત્નીના પરિવારજનો ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતો રહેતો હતો. તેમ છતાં તેમની દીકરીનો ઘર સંસાર તૂટે નહીં એટલે સહન કરતા હતા.

છેલ્લા થોડાક દિવસોથી મહિલાને ઘરમાં પુરી રાખતા મહિલાની બહેને આખરે મુંગા મોઢે સહન કરતી બહનને માનસિક અને શારીરિક ત્રાસમાંથી છોડાવવાનો નીર્ધાર કરી ૧૮૧ અભયમની મદદ લેતા હેલ્પલાઈન પર સમગ્ર ઘટનાનું વર્ણન કરતા અરવલ્લી ૧૮૧ અભયમ ટીમને જાણ કરવામાં આવી હતી.અરવલ્લી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સિલર શિલ્પા ગામીત , કોન્સ્ટેબલ ઈલાબેન ,પાયલોટ વિક્રમભાઈ તાબડતોડ કિશનગઢ પહોંચી હતી.

ઘરમાં પુરી રાખવામાં આવેલા જશોદાબેનને મુક્ત કરાવ્યા હતા અને મહિલાને હિંમત આપતા મહિલાએ ૧૦ વર્ષથી માનસિક અને શારીરિક ત્રાસ આપતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનું જણાવતા મહિલા સાથે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચી મહિલાની ફરિયાદ નોંધાવી હતી મહિલાએ તેના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આ પછી આવી ઘણી ઘટનાઓ છે જેમાંથી બીજી એક ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ ના બાપુનગર વિસ્તાર માં બનેલી સમાજ ને લાંછનરૂપ ઘટના માં એક પરિણિતા ને મામા સસરા સાથે પ્રેમ થઈ જતા તે પોતાના પતિને છોડીને પ્રેમી મામા સસરા પાસે દોડી જતા હવસ નો જ સંબંધ રાખનાર મામા સસરા એ પોતાની પ્રેમિકા ભાણેજ વહુ ને સ્વીકારવાનો ઇન્કાર કરતા પ્રેમિકા બન્ને બાજુ થી લટકી પડી હતી.

પ્રેમી અને પતિ બન્નેએ છોડી દેતા તેણે 181 મહિલાને હેલ્પલાઇનની મદદ માંગી હતી.મામાજી સસરા સાથે લગ્ન કરવા પતિને છૂટાછેડા આપનાર પરિણિતા સાથે સંબંધ રાખવાનો મામાજી સસરાએ ઇન્કાર કરતાં હવે આ મહિલા ઘરવિહોણી બની ગઈ છે.5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરનાર આ મહિલા ને બે વર્ષથી પોતાના મામાજી સસરા સાથે પ્રેમસંબંધ હતો. બન્ને અગાઉ બે વખત ભાગી પણ ગયા હતા જોકે બન્ને વખત તેના પતિએ મહિલા ને માફ કરીને સ્વીકારી લીધી હતી.

પરંતુ આ મહિલા મામા સસરાના પ્રેમ માં અંધ બની હતી અને તેના 4 વર્ષના બાળકની કસ્ટડી લઇને પોતાના પતિને છૂટાછેડા આપી દીધા હતા અને પતિનું ઘર છોડીને સીધા જ પોતાના મન ના માણીગર એવા મામા સસરા એવા પ્રેમી નાં ઘરે દોડી ગઇ હતી જ્યાં પ્રેમી મામા સસરા એ આ મહિલા ને સ્વીકારવાની ના પાડી દીધી હતી અને તેના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા.જેના ભરોસે પતિને છૂટાછેડા આપ્યા હતા તે વ્યક્તિએ પણ તેને દગો આપ્યો હોવાનો અહેસાસ થતા આ મહિલા ની હાલત અત્યંત કફોડી બનતા તેણે 181 હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી.

જોકે મામા સસરાએ બે દીકરી હોવાથી ભાણેજ વહુને સ્વીકારવાની ના પાડી હતી તેઓ તો માત્ર સેક્સ માટે ટાઈમ પાસ કરતા હોવાનું બહાર આવ્યુ હતુ.ભાણેજ વહુ સાથે અનૈતિક સંબંધ રાખનાર મામા સસરા સાથે 181 હેલ્પલાઇનના કાઉન્સિલરે વાત કરતા તેણે પોતાને બે દીકરીઓ હોવાથી લગ્ન કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે પતિને સમજાવવા પ્રયત્નો કરતા તેણે પણ પત્નીને રાખવા ઇન્કાર કરી દીધો છે. આમ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પવિત્ર સબંધો ની મર્યાદા, પરિવાર , સમાજ ની પરંપરા નું ભાન ભૂલનાર ના આ રીતે ઘર તૂટતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

બીજી એક ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.વાસના લોલુપ પતિ અને દહેજ ભૂખ્યા સાસુ સસરાના ત્રાસથી કંટાળી મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં રવિવારે ફરિયાદ નોંધાવી છે. સાસુ સસરા અવારનવાર દહેજની માંગણી કરતા તો પતિ શારીરિક સંબંધો બાંધવાની વાત કરતો હતો. પતિ એ હદે વાસના લોલુપ હતો કે, sબાળકના જન્મના ચોથા દિવસે શારીરિક સંબંધો બાંધવા માંગતો હતો.

કૃષ્ણનગરમાં રહેતી ચૈતાલીએ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2016માં ચૈતાલીના લગ્ન વિકાસ સાથે થયા હતા. લગ્ન બાદ અવારનવાર પતિ શારીરિક સંબંધો બાંધવાની વાત કરતો હતો. વિકાસ સતત વાસના ભૂખ્યો હોય તેવું વર્તન કરતો હતો.ચૈતાલી માસિક ધર્મમાં હોય ત્યારે પણ તે શારીરિક સંબંધો બાંધવાનો આગ્રહ રાખતો હતો.ચૈતાલી ગર્ભવતી થયાના છ માસ બાદ પણ વિકાસે શારીરિક સુખ માણવાની વાત કરી હતી. ચૈતાલીએ ગર્ભમાં ઉછરતા બાળક માટે જોખમ હોવાનું કહી ના પાડતા પતિ ઉશ્કેરાયો અને પત્નીને મારમારી હતી. સિઝેરિયન ઓપરેશનથી બાળકના જન્મના ચોથા દિવસે વિકાસે શારીરિક સંબંધો બાંધવાની વાત કરી પત્નીએ ના પાડતા અપશબ્દો બોલી મારમારી હતી.

બીજી તરફ સાસુ સસરા સતત દહેજની માંગણી કરતા હતા. સસરા કહેતા અમારી મોટી વહુ અમારા માટે સોનાનો હાર લાવી છે. તું પણ તારા પિતાના ઘરેથી સોનાનો હાર લઈ આવ. દહેજ ભૂખ્યા સાસુ સસરા અને વાસના ભૂખ્યા પતિથી ચૈતાલી ત્રાસી ગઈ હતી.પતિ ચૈતાલી પર અવાર નવાર શક રાખતો અને ઝઘડા કરતો હતો. આ બાબતે ચૈતાલીએ સાસુ સસરાને પતિને સમજાવવા વાત કરી હતી. જોકે તેઓએ કોઈ ધ્યાન આપ્યું ન હતું. બીજી તરફ સાસુ સસરા ચૈતાલીના બાળકને ઉત્તરપ્રદેશ લઈ ગયા હતા. જ્યારે પતિ ચૈતાલીને છોડી બીજે રહેવા જતો રહ્યો હતો.