યુવતી મોબાઈલ માં વીડિયો જોતી હતી ત્યારે પોતાનો જ અશ્લીલ વીડિયો દેખાયો,પછી જે થયુ એ જાણીને વિશ્વાસ નહીં થાય…

0
1351

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકોને કઇ રીતે સારી સારી લોભામણી વાતો કરીને પોતાની જાળમાં ફસાવવા સરળ બની ગયું છે એકાઉન્ટ ધારક મહિલાઓ કમાતા ધમાતા.

યુવાનો કે કોઇપણ ઉંમરના લોકો સાથે મીઠી મીઠી વાતો કરે છે જે બાદ શરૂ થાય છે હની ટ્રેપનો સિલસિલો આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા વાતો કરે છે બાદમાં વીડિયો કોલથી વાત કરે છે અને અનેક વાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે.

અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ જો તમારા મિત્ર કે અન્ય કોઈ પરિચિત પાસે હોય તો સાવધાન સુરતમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના બની છે અહીં એક મિત્રએ પોતાના જ મિત્રનો તેની ગર્લફ્રેન્ડ સાથેના ફોટાનો દુરુપયોગ કર્યો છે.

જેના લીધે મિત્ર અને ગર્લફ્રેન્ડ વચ્ચે ખટરાગ ઉભો થયો છે અને ઉપરથી પોલીસ સ્ટેશનના ધક્કાં ખાવાની નોબત આવી છે મિત્રએ જ મિત્રની ગર્લફ્રેન્ડને બદનામ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

જેમાં મિત્રના ઇન્સ્ટાગ્રામ આઈડીથી તેની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી અસલી હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વાયરલ કરાયાની વિચિત્ર ઘટનાએ ચકચાર મચાવી છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

અને ફરતો-ફરતો તે જ યુવતી પાસે પહોંચ્યો હતો પોતાનો જ અશ્લીલ વીડિયો જોઇને યુવતી પણ ચોંકી ઉઠી હતી અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ કરવાનો આ મામલો સાયબર પોલીસમાં પહોંચ્યો છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને આ યુવતીને આસ્થા અગ્રવાલ નામથી એપ્રિલ મહિનામાં રિક્વેસ્ટ આવી હતી તેની સાથે ચેટિંગ કર્યા બાદ આ આઈડી ઉપરથી તેને એક વીડિયો આવ્યો હતો.

આ વીડિયો ખોલીને જોતાં જ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ચોંકી ઉઠી હતી આ અશ્લીલ વીડિયો તેનો પોતાનો જ હતો એટલું જ નહીં સામેથી વધુ અશ્લીલ વીડિયોની માંગણી કરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા યુવતીને તેના બોયફ્રેન્ડની આઇડી પરથી વીડિયો કોલ આવ્યો હતો જેમાં તેની જાણ બહાર સ્ક્રિન રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને તે વાયરલ કરવામાં આવ્યું હોવાની જાણ થતાં સમગ્ર મામલો સાયબર પોલીસમાં પહોંચ્યો છે.

આ ઘટનાને પગલે સાયબર પોલીસ એક્શનમાં આવી હતી અને યુવતીના બોયફ્રેન્ડની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી પૂછપરછમાં યુવતીના બોયફ્રેન્ડે એવો કોઇ કોલ કે રેકોર્ડિંગ નહીં કર્યું હોવાની વાત કરતાં મામલો વધુ ગૂંચવાયો હતો.

જોકે યુવકે તેના સોશિયલ મીડિયાના આઈડી અને પાસવર્ડ મિત્ર નિર્મલ ઘનશ્યામ ચૌહાણને ખબર હોવાની વાત જણાવતાં પોલીસે તેની પણ અટકાયત કરી હતી આ યુવકની પૂછપરછ કરતાં તેણે જ યુવતીના બોયફ્રેન્ડ તરીકે ચેટ કરી.

તેનું રેકોર્ડિંગ કર્યા હોવાનું સામે આવ્યું હતું જ્યારે મહત્વની વાત એ હતી કે આસ્થા અગ્રવાલ તરીકે યુવતી બની ચેટ કરતી વ્યક્તિ પાસે આ વીડિયો કેવી રીતે આવ્યો હતો જે મામલે સામે આવ્યું છે.

કે તુષાર નામના શખ્સે કોઇ અજાણ્યા યુવાનને ખરાઇ કર્યા વિના આવો વીડિયો મોકલી આપ્યો હતો જે બાદ આ વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરતા અડાજણના રવિરાજ ઓમ પ્રકાશ સરગ્રાની પોલીસે ધરપકડ કરી છે