સવારે વાસી મોઢે જરૂર પીવો આખાસ પ્રકારનું પાણી,થાય છે એટલાં ફાયદા કે જાણી ચોંકી જશો…….

0
745

પાણીના ફાયદા વિશે તમને બધાને ખબર જ હશે તેમ જ પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે એ પણ આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ ઘણા લોકો ને પાણી પીવાની આદત ઓછી હોય છે. જે ક્યારેક ક્યારેક મુસીબત ઊભી કરી શકે છે. તમે કદાચ સાંભળ્યું હશે કે સવારે નરણાં કોઠે પાણી પીવાથી લાભ મળે છે પરંતુ તમને એ નહીં ખબર હોય કે સવારે વાસી મોઢે જ પાણી પીએ તો શું થાય છે.તમને જણાવી દઈએ કે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય છે. રોજ સવારે જાગીને તરત જ વાસી મોઢે પાણી પીવું જોઈએ. જો સવારે ૩ ગ્લાસ પાણી પીવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે, કારણ કે જ્યારે આપણે પાણી પીએ ત્યારે વાસી મોઢામાં રહેલી લાળ પાણીમાં ભળીને પેટમાં જાય છે. જેનાથી પેટની અંદરની ગંદકી સાફ થઈ જાય છે.અને પેટની બીમારીઓ નો નાશ કરે છે.

માનવ શરીરને સ્વસ્થ અને ફિટ રાખવામાં પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા હોય છે. ભરપૂર માત્રામાં પાણી પીવાથી શરીરમાં મોજુદ હાનિકારક તેમ જ ઝેરીલા તત્વો પરસેવો તેમ જ મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. જેનાથી વિષાણુ થી બચાવ થાય છે. બીમારી નથી થતી. સવારે ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં સારી સફાઈ થાય છે. પાણી શરીરના અંગો ની રક્ષા કરે છે. તમારી કોશિકાઓ સુધી પોષક તત્વો અને ઓક્સિજન પહોંચાડે છે. પોષક તત્વો ને તોડવામાં મદદ કરે છે તેમના સિવાય પાણી તમારા શરીરનુ તાપમાન નિયંત્રણમાં પણ રાખે છે.

આપણા આયુર્વેદ માં વર્ષો પહેલા થયેલા વાગભટ્ટ ઋષિ એ પોતાની પુસ્તક માં સંસ્કૃત ભાષા માં ઘણા બધા સુત્રો લખેલા છે કે જે આપણા જીવન માં સ્વસ્થ અને નીરોગી રહેવા માટે ખુબ જ ઉપયોગી છે. આમાંના એક સૂત્ર માં ઉષાપાન વિશે લખેલું છે. જે મુજબ જો આપણે આખું જીવન સ્વસ્થ રહેવા માંગતા હોઈએ તો સવાર ના ઉઠી ને સૌથી પહેલા પાણી પીવ જોઈએ. વહેલી સવાર ના સમય ને ઉષા નો સમય કહેવામાં આવે છે એટલા માટે ત્યારે જો પાણી પીવામાં આવે તો તેને ઉષાપાન કહેવામાં આવે છે.

આ છે વૈજ્ઞાનિક કારણ :વિજ્ઞાનિક દ્રષ્ટીએ થી જોઈએ તો આપણા મોઢા માં બનતી લાળ નું આપણા શરીર માં જવું ખુબ જ જરૂરી છે, કેમકે લાળ છે એ ક્ષારીય હોય છે અને આપણા શરીર માં અમ્લતા રહેલી હોય છે. જયારે લાળ આપણા શરીર માં જાય છે ત્યારે તે અમ્લતા ને દુર કરે છે અને ક્ષારીય બનાવે છે.જેને કારણે આપના શરીર ને ઘણા બધા લાભ થાય છે. અને આખી રાત્રે આપણે સુતા હોઈએ ત્યારે આપના મોઢા માં બનેલી આ લાળ આપણા શરીર માં જતી નથી એટલા માટે સવારે ઉઠી ને સૌથી પહેલા પાણી પીવાથી આ લાળ આપણા શરીર માં જાય છે અને આપણા શરીર માંની અમ્લતા દુર કરે છે. તો ચાલો હવે જાણીએ સવારે વાંસી મોઢે પાણી પીવાથી ક્યાં ક્યાં લાભ થાય છે.

ડોક્ટર કહે છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમારા શરીરને પાણીની અત્યધિક જરૂર હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થ નીકળી જાય છે. જેનાથી લોહી સાફ થાય છે તો ચાલો જાણીએ સવારના સમયે પાણી પીવા થી થતા ફાયદાઓ વિશે..જો તમે સવારના સમયે સૂઈ ને જાગ્યા પછી ગરમ પાણીનું સેવન કરો છો તો તમારા શરીરનું તાપમાન નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. ગરમ પાણીનું સેવન કરવાથી શરીરનું આંતરિક તાપમાન ઓછું થઈ જાય છે. જેના કારણે આપણા શરીરમાં પાચન પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે જેના કારણે મોટાપા ની સમસ્યા થતી નથી.સવારના સમયે ખાલી પેટ પાણી પીવાથી તળાવ અને માનસિક સમસ્યા સારી થાય છે. જ્યારે તમે સવારે ઉઠો છો તો મગજ શાંત હોય છે. આવા સમયે પાણી પીવું મગજને ઓક્સીજન પ્રદાન કરે છે અને તાજુ બનાવી રાખે છે જેનાથી મગજ સક્રિય રહે છે.

ખાલી પેટ પાણી પીવું એ પાચન ક્રિયા માટે ફાયદાકારક છે. જ્યારે તમે વાસી મોઢે પાણી પીવો છો ત્યારે સુતા સમયે મોઢામાં બનેલી લાળ પાણી સાથે ભળી ને પેટમાં જાય છે જે પાચન ક્રિયામાં પણ ફાયદો પહોંચાડે છે.
લોકોના પેટમાં કબજિયાતની સમસ્યા તે સમયે આવે છે જ્યારે તેમના આંતરડામાં કોઇ હલનચલન થતી નથી. એટલા માટે તમે જો કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માંગો છો તો એવામાં તમારે સવારે ઊઠીને પોતાના દિવસની શરૂઆત ગરમ પાણી પીવાની સાથે કરવી જોઈએ.

સવારના સમયે ખાલી પેટે પીવામાં આવેલું પાણી શરીરમાં રહેલાં હાનિકારક તત્વોને એક જ વાર માં પેશાબ દ્વારા કાઢવાનું કામ કરે છે જેનાથી પેશાબમાં બળતરા યુરિન ઇન્ફેક્શન તેમજ અન્ય સમસ્યા સમાપ્ત થઈ જાય છે.જ્યારે વાસી મોઢે નવસેકું પાણી કરીને પીવામાં આવે ત્યારે વજન ઘટાડવામાં પણ શરીરને મદદરૂપ થાય છે. જો તમે શરૂઆતમાં એકથી વધારે ગ્લાસ પાણી ન પી શકો તો આ પ્રયોગને તમે થોડા થોડા સમયમાં વધારી શકો છો.

વાસી મોઢે પાણી પીવાથી ગેસની સમસ્યા પણ દુર થાય છે. આથી ઊઠીને બ્રશ કે કોગળા કર્યા પહેલા વાસી મોઢે પાણી પીવું એ ખૂબ જ લાભદાયી છે.આ સિવાય પણ વાસી મોઢે પાણી પીવાના ઘણા ફાયદાઓ છે. તેમજ આ પ્રયોગ કરવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે. ઉપર વાત કરી તેમ જો તમે શરૂઆતમાં ૩ થી ૪ ગ્લાસ પાણી ન પી શકો તો ધીરે-ધીરે શરૂઆત કરવી. એટલે કે એક ગ્લાસ થી શરુ કરીને ધીમે ધીમે વધારે ગ્લાસ પીવા. આવું કરવાથી તમને શરીરમાં પણ સારુ મહેસુસ થશે. આ સિવાય ત્વચા માટે પણ આ પ્રયોગ લાભદાયી સાબિત થઇ શકે છે.

સવારે નહાવાથી પહેલા તમે એક ગ્લાસ પાણી પીવાથી તમારુ હાઇબ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે  સવારે વાસી મોઢે પાણી પીવાથી તે આપણી ત્વચા ને માટે પણ સારી  છે . તે ત્વચા ના રોગો ને દૂર કરે છે . વાસી મોઢે પાણી પીવાથી શરીર સ્વસ્થ અને નિરોગી રહે છે. અને સવારે વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં થતા લાભો જાણી ને તમે પણ અચંબિત થઇ જશો.સાંજે નાસ્તો કરતા પહેલા 1ગ્લાસ પાણી પીવાથી પેટ ભરેલું રહશે અને તમારે વધારે નાસ્તો પણ. નહિ કરવો પડે. એનાથી તમારા શરીરમાં વધી રહેલા મોટાપાથી બચી શકાય છે.

સવારે નયણે કોઠે પાણી પીવા થી લાલ રક્ત કણ મા ઝપડી વધારો થાય છે જેથી લોહી ની ઉણપ નો પ્રશ્ન રેહતો નથી.
સવારે નયણે કોઠે પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે અને જેથી આપળે બીમાર ઓછા પડીએ છીએ.આ ઉપરાંત, આંતરિક ઘટકોની યોગ્ય કામગીરી માટે વધુ પ્રમાણમાં પાણી પીવું ખરેખર મહત્વપૂર્ણ છે.જો તમે ઉઠીને તરત જ પાણી પીતા હો તો તે કિડનીમાં પથરી અને મૂત્રાશયના ચેપને લાગતા અટકાવવામાં મદદ કરે છે.
વાળને પોષણ આપવા વાસી મો પાણી પીવું ફાયદા કારક છે.

સવારે વાસી મોઢે પાણી પીવાથી વાળનો તંદુરસ્ત વિકાસ થાય છે.હા, સવારે ખાલી પેટનું પાણી પીવું તમારા વાળને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે.જો તમે સવારમાં ખાલી પેટનું પાણી પીવાની આદત કરો છો, તો તેની સીધી અસર તમારા વાળની ​​સ્થિતિ પર પડે છે.જો પાણીની અપૂરતી માત્રા હોય, તો વાળના મૂળ સૂકા, રફ અને નબળા થઈ જાય છે.આ ઉપરાંત, વિટામિન્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીની જરૂર પડે છે. તેથી જો તમે તમારા વાળને ચમકવા માંગો છો, તો તમારે દિવસની શરૂઆતમાં ખાલી પેટ પાણી પીવું જ જોઇએ.આ ઉપરાંત, વાળ માટે વિટામિન્સની જરૂરિયાત પૂરી કરવા પાણી હંમેશાં ટાન્સપોટનું કામ કરે છે.પાણી 1/4 વાળ બનાવે છે પાણીનું અપૂરતું પ્રમાણ વાળની કેટલીક સમસ્યાઓ ઉતપન્ન કરે છે. નિયમિતપણે પાણીનો વપરાશ વાળની ​​ગુણવત્તામાં સુધારો કરે છે