40 ગીર ગાયોનું સેવા કરી આ એન્જિનિયર ખેડૂત કમાઈ રહ્યો છે ઢગલો રૂપિયા…..

0
310

મિકેનિકલ એન્જિનિયરે ફેબ્રિકેશનનો ચાલતો ધંધો બંધ કરીને અચાનક જ વિચાર આવતાં પશુ સંવર્ધનની રાહ પકડી છે પાટણના 35 વર્ષીય એન્જિનિયરે બોરતવાડા ગામ ખાતે પોતાના બાપ-દાદાની માલિકીના ખેતરમાં ગૌશાળા સ્થાપી છે, જેમાં ગીર ઓલાદની 44 ગાયનું સંવર્ધન કરી વર્ષે 8 લાખથી વધુની કમાણી કરે છે. એટલું જ નહીં, પશુપાલનની આડપેદાશ એવાં ગોબર અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરી પોતાની 30 વીઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણિક ખાતરનો ખર્ચ પણ બચાવે છે.એન્જિનિયર યુવક ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે, જેની વડોદરા-સુરત-મુંબઈ જેવાં મોટાં શહેરોમાં પણ ભારે માગ રહે છે. ચાર ગાયથી શરૂઆત કરનાર યુવક પાસે હાલ નાની-મોટી 44 ગાય છે, પરંતુ 100 ગાયનું સંવર્ધન કરવાની તેની ઈચ્છા છે. પશુપાલનમાં મેળવેલી મહારથને પગલે રાજ્ય સરકારે તેને શ્રેષ્ઠ પશુપાલકનો અવૉર્ડ આપીને સન્માન પણ કર્યું છે.

પાટણ શહેરમાં રહેતા ખેડૂત યુવાન પોતે મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરી નોકરી નહીં પણ ગિર ગાયની પ્રજાતી બચાવવાની નેમ સાથે ત્રણ વર્ષ અગાઉ 4 ગીર ગાય લાવી ગૌ સંવર્ધન કેન્દ્ર શરૂ કર્યું હતું આજે તેવો પાસે 40થી પણ વધુ ગાયો છે તેના સંવર્ધન થકી તેવો વાર્ષિક 7થી 8 લાખની આવક મેળવી રહ્યા છે તો સાથે ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવી બાયપ્રોડ્ક્ટમાંથી પણ વધારાની આવક મેળવે છે.ચાર ગાયથી શરૂઆત કરી.પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયર એવા 35 વર્ષીય હરેશ પટેલે પિતા અને ભાઈની સલાહથી પાટણ તાલુકાના બોરતવાડા ખાતે આવેલી તેમની ખેતીની જમીનમાં ગૌશાળા શરૂ કરી છે. ત્યાં તે ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે. તેમણે માત્ર ચાર ગાય લાવી પશુપાલનની શરૂઆત કરી હતી. આજે તેની પાસે નાની-મોટી મળી 44 ગાય છે.

પાટણ શહેરમાં રહેતા અને મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કરેલા 35 વર્ષના યુવાન હરેશભાઈ પટેલે ગિરગાયના સંવર્ધનની નેમ સાથે હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે તેમની ખેતીની જમીનમાં ત્રણ વર્ષ પહેલા ચાર ગીર ગાય લાવી ગૌ શાળા શરૂ કરી હતી આજે સંવર્ધન થકી તેમની પાસે 40થી વધુ ગાયો છે એક ગાય રોજનું 14 લીટર દૂધ આપે છે સવાર અને સાંજનું કુલ 60 લીટર જેટલું દૂધ મેળવે છે જે વાર્ષિક 12 હજાર લીટર દૂધ થાય છે અને તે દૂધ તેવો વેચતા નથી પણ તે દૂધમાંથી શુદ્ધ ઘી બનાવી તેનું વેચાણ કરે છે જેના થકી તેવો આજે વાર્ષિક 7થી 8 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

હરેશભાઈ પટેલ ગીર ગાયોની સાથે તેમની 30 વિઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી પણ કરી રહ્યા છે જેમાં તેવો પશુઓ માટે ઘાસચારો તેમજ શાકભાજી અને ઘઉંનું વાવેતર કરે છે જે જમીનમાં તેવો ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે જેના થકી પણ તેવો ખેતીમાંથી પણ સારું એવું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે બોરતવાડા ગામે આવેલા 30 વિઘા જમીનમાં ખેતી સાથે ગૌ સંવર્ધનની નવી પહેલમાં હરેશભાઇના મોટા ભાઈ પંકજભાઇ પણ તેવોને મદદરૂપ થઇ રહ્યા છે અને તેઓ પણ ગાયના ગોબરનો સદ્ઉપયોગ કરી કેમિકલમુકત ધૂપ, અગરબત્તીઓ ગૌમૂત્રઅર્ક ગોનાઇલ હર્બલસાબુ હેન્ડવોશ શેમ્પુ, દંતમંજન હેર ઓઇલ પંચગવ્ય નસ્યામૃત જેવી પ્રોડક્ટ બનાવી રહ્યા છે હરેશભાઈ સાથે સાથ તેમના મોટા ભાઈ પણ આ માંથી વાર્ષિક સારી આવક મેળવી રહ્યા છે.

ગાય આધારિત ખેતી શરૂ કરી.હરેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે, જેમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે. ખેતીમાં ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. ગૌ અમૃત્તમ બેક્ટેરિયા, ડિકમ્પોઝર અને્ ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, ગાય માટે ઘાસચારા પણ ત્યાં વાવવામાં આવે છે.હરેશ ભાઈની સાથે તેમના ભાઈ તેમના ખભેથી ખભે મિલાવી ગૌ ગાયોની માવજત કરતા સેલેસ ઠાકોરને પણ આ ગીરગાયની પ્રજાતીની સેવામાં ખૂબજ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે રોજ વહેલી સવારે નિત્ય ક્રમ મુજબ તેવો ગાયોની નિયાર ઘાસચારો તેમજ ગાયોને સ્નાન કરવાનું કાર્ય કરે છે તેમના પરિવારનું પણ સારી રીતે ગુજરાન ચલાવી રહ્યા છે સાથે તેમને મજૂર માટે બહાર ભટકવું પણ પડતું નથી આમ અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો તે કહેવતને સાર્થક કરી બતાવી છે પાટણ ના આ યુવા અને મિકેનિકલ એનજીનયર.

અત્યારે ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા બેરોજગારો નોકરીઓ મેળવવા માટે અથાત પ્રયત્નો કરી રહ્યા છે. પણ આ યુવા ખેડૂતે સાર્થક કરી બતાવ્યું કે, ઉચ્ચ અભ્યાસ બાદ નોકરી કરીને જ મોટી આવક મેળવી શકાય તેવું નથી હોતું. જો તમારો આત્મવિશ્વાસ અડગ હોય તો તમે કોઈ પણ વ્યવસાય કરીને પણ મોટી આવક મેળવી શકો છો. આજના યુવા બેરોજગાર યુવાનો માટે હરેશભાઈ પ્રેરણાદાઇ બની રહે તે ઉત્તમ છે.

100 ગીર ગાયો પાળવાનો લક્ષ્યાંક.માત્ર આવકના સાધન તરીકે જ નહીં, પણ ઉચ્ચ ઓલાદની ગાયોનાં સંવર્ધન માટે પણ હરેશ પટેલ પ્રયત્નશીલ છે. તેઓ સમયાંતરે તેમની ગૌશાળામાં રહેલા ખૂંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રીડિંગ માટે બીજદાન પણ કરાવે છે. રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયથી અન્ય ગાયોની ખરીદી કરી આગામી સમયમાં 100 જેટલી ગાયોના સંવર્ધનનો હરેશભાઈનો લક્ષ્ય છે.શ્રેષ્ઠ પશુપાલકનો અવૉર્ડ પણ મળ્યો છે.આ વર્ષે જ દાહોદ ખાતે યોજાયેલા શ્રેષ્ઠ પશુપાલક અવૉર્ડ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે અવૉર્ડ અને રૂ.15000ની પ્રોત્સાહક રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.