દારૂ નાં રવાડે પતિએ 30 હાજરમાં વેંચી પત્ની,સાથે બાળકોનો પણ કરી નાખ્યો સોદો…..

0
414

મૂળ આણંદનો અને ભાવનગરની હોટલમાં કામ કરતા વ્યક્તિએ દારૂની લતે આવી પોતાની પત્ની સાથે બે સંતાનોનો સોદો કરીને રૂપિયા 30 હજારમાં વેચી નાખી હતી,આણંદમાં પાપચારીઓનું પાપ માથે ચઢી પોકાર્યું છે. નશો નોતરે નાશ જેવી ઘટના આણંદના આગણે બની છે. દારૂની લતે ચઢેલા પતિએ પત્ની સાથે બે સંતાનોનો સોદો માત્ર 30 હજાર રુપિયામાં કર્યો હતો. મૂળ આણંદ જિલ્લાના અને ભાવનગરમાં સાથે હોટલમાં નોકરી કરતા દારૂડિયા પતિના સહકર્મીએ 30 હજારમાં પત્ની અને બાળકોનો સોંદો કર્યો હતો.

મીત્રની પત્નીના મોહમાં કામાંધ સહકર્મી હવસખોરે દારૂડિયા પતિની દારૂની લતની કમજોરીનો લાભ ઉઠાવ્યો હતો. અને તેની પત્ની અને પુત્રીને ખરીદી લીધા હતા. બાદમાં સ્ત્રીના સંતાનોને પોતે જ તેઓનો બાપ છે. તે રીતે જણાવ્યું હતું અને મજબૂર સ્ત્રીએ પણ હકારમાં માથું ધુણાવતા બંને સંતાનો માટે નરાધમ સાવકો બાપ બની ગયો હતો. આ નરાધમ હોટલમાં આ બંને પાસે કામ કરાવતો અને કામના બદલામાં આવતું મહેનતાણું હડપ કરી જતો હતો. દારૂડિયા પતિના ત્રાસથી છૂટેલી અભણ સ્ત્રી બે સંતાનોના સુખ ખાતર તમામ અત્યાચાર અને શોષણ સહન કરતી રહી.જોકે સાવકા બાપે પાપ અને અત્યાચારની સીમાઓ વટાવતા સાવકા બાપ અને પુત્રી વચ્ચેના સંબંધને કલંકિત કર્યો હતો. કોઈ દીકરી સાવકા બાપ ઉપર વિશ્વાસ ન કરે તે હદે નારાધમે પાપચાર આચર્યા હતા. દીકરી થોડી જવાન થતાં જ સાવકા બાપે તેને અડપલાં શરૂ કરી તેની માતાને હોટલમાં એકલી કામ કરવા મોકલે અને ભાઈને ઘરની બહાર ઉભો રાખતો હતો. ઘરે તે સાવકી પુત્રી સાથે બળજબરી કામલીલાના પાઠ ભણાવતો હતો. દીકરી આનાકાની કરે તો તેના માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી.

ઉત્તેજના વધે તેવી દવા ગોળી આપી જાતે પણ લેતો ક્યારેક દિવસમાં ચારથી વધુ વખત દુષ્કર્મ આચરતો હતો. સગીરા અને તેની માતાની પીડા સમજતા મહિલા સમાજસેવીકા અને સંસ્થા દ્વારા આણંદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જોકે પાપચારી સાવકો બાપ ત્યાં સુધી ફરાર થઇ ગયો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સંતાનને ભગવાનનો આશિર્વાદ માનવામાં આવે છે. જે કોઈને મળે છે તો કોઈને નથી મળતો. ઘણા લોકો લાખ પ્રયત્ન છતાં માતાપિતા નથી બની શકતા તો ઘણા પર કૂદરત મહેરબાન રહે છે. જ્યારે ઘણા પ્રયાસ છતાં માતાપિતા બનવાનું સૌભાગ્ય નસીબમાં નથી લખાતું ત્યારે માણસ માતાપિતા બનવાના એટલે કે સંતાન મેળવવાના બીજા પ્રયાસ કરે છે જેમાંથી કેટલાક કાનૂની હોય છે તો કેટલાક ગેરકાનૂની હોય છે. લોકો પોતાની બુદ્ધિ પ્રમાણે વર્તતા હોય છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સ્ત્રીને એક મજૂર પોતાનું માત્ર 2 મહિનાનું બાળક 22 હજાર રૂપિયામાં વેચતો પકડવામાં આવ્યો હતો.

મદન નામનો મજૂર તેના જ વિસ્તારમાં રહેતી સેશુની બહેન કે જેનો અત્યાર સુધીમાં ચાર વાર ગર્ભપાત થઈ ચુક્યો છે તેને પોતાનું માત્ર બે મહિનાનું બાળક વેચી દે છે. વાસ્તવમાં સેશુને જાણવા મળ્યું હતું કે મદનના ઘરે થોડા સમય પહેલાં જ બાળકનો જન્મ થયો હતો અને તેણે મદનને પોતાની બહેન વિષે વાત કરી હતી. અને છેવટે સેશુએ તેની બહેન અને મદદની એકબીજા સાથે બાળકને લેવા માટે વાત કરાવી હતી. શરૂઆતમાં તો મદન ગરીબીના કારણે જ બાળકને એમનમ જ આપી દેવા માગતો હતો. પણ પાછળથી તેણે બાળકના બદલામાં રૂપિયાની માંગ કરી. સેશુની બહેનનો પતિ પણ બાળકને ઇચ્છતો હતો અને તે પણ કોઈ પણ ભોગે બાળક લેવા માગતો હતો તેણે ક્યાંકથી ઉછીના 22 હજાર રૂપિયા લીધા અને તે મદનને ચૂકીવી દીધા.

પોલીસને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ સીધી જ મદન કુમારની પત્ની સરિતા પાસે પહોંચી ગઈ. ત્યારે સરિતાએ જણાવ્યું કે તેણી વારંગલ પાસે આવેલા તેના ગામથી 9 મહિના પહેલાં કામ શોધવા હૈદરાબાદ આવી હતી. તેના પતિ મજૂર છે, ગર્ભાવસ્થા દરમિયાન પણ મેં ચાર મહિના સુધી લોકોના ઘરે કચરા-પોતા, વાસણના કામ કર્યા. બીજી બાજુ તેનો પતિ દારૂડિયો હતો. જેટલું કમાતો તેટલું દારૂમાં ઉડાવી દેતો. તેના પતિને મજૂરીના રોજ 500 રૂપિયા મળતા અને તે તેને ઉડાવી દેતો.સરિતા પોતાની કરૂણ સ્થિતિ જણાવતા આગળ કહે છે કે ઘરમાં એક ટાઇમ ખાવાના પણ ફાફાં પડતા. ક્યારેક ખાવાનું મળે તો ક્યારેક ભૂખ્યા સુવું પડતું. છેવટે પતિએ પૈસાની લાલચમાં તેના જ દીકરાને બાજુમાં રહેતી સેશૂની દૂરની બહેનને વેચી દેવાની વાત કહી. જોકે પત્નીનું કહેવું છે કે તેને બાળક વેચ્યાની ખબર બે-ત્રણ દિવસ પછી પડી હતી. તેણીનું કહેવું હતું કે તેણે પતિને બાળક ન વેચવા ઘણું સમજાવ્યું પણ તે ન માન્યો.

23મીમેની રાતે મદને પોતાનું બાળક સેશુની બહેન પદ્માને આપી દીધું. સવારે જ્યારે તે ગામડે જવા નીકળ્યો ત્યારે જ તેની પત્નીએ બાળક માટે બૂમાબૂમ કરી દીધી હતી. પાડોશીઓને ખબર પડતાં તેમણે પોલીસને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે બધાને પકડી પાડ્યા. જ્યારે બાળક ખરીદનાર પદ્મા સાથે વાત થઈ ત્યારે પોલીસને જાણવા મળ્યું કે મદને તેમને એવું જણાવ્યું હતું કે તેને એક સાત વર્ષનો બાળક છે હવે તેની બીજું બાળક સંભાળવાની તેવડ નથી. ત્યારે સેશુએ પોતાની બહેન વિષે જણાવ્યું કે તેને બાળક નથી થતા માટે તે તેના બાળકને ઉછેરશે. શરૂઆતમાં તો મદન એમનમ જ બાળકને આપી દેવા તૈયાર થઈ ગયો હતો. પછી તેણે 50 હજાર રૂપિયાની માંગ કરી ત્યારે તેમણે ના પાડી દીધી અને છેવટે 22 હજારમાં તે માન્યો. ત્યારે તેણે એવી પણ માંગ કરી કે તેને તેના પરિવાર સાથે તેના ગામ સુધી રીક્ષામાં મુકી જવા પડશે.બાળક ખરીદવા 20 હજાર રૂપિયાનું દેવું કર્યું.પદ્નામાએ જણાવ્યું કે દેવીનો પતિ રિક્ષા ચલાવે છે. બાળક માટે તેણે 20 હજારનું દેવું કર્યું હતું. જે તેણે દર અઠવાડિયે 2000 કરી કરીને ચૂકવવાના હતા. તેણે 23 તારીખે રાત્રે મદનને પૈસા આપી દીધા હતા. જો કે રીક્ષામાં મદનના પરિવારને ગામ સુધી પહોંચાડવાની તેમણે ના આપી હતી કારણ કે રસ્તામાં પોલીસ ખૂબ હતા. ત્યારે તેમણે પોલીસ આવે ત્યાં ઉતારી દેવાની વાત કરી હતી. અને તેઓ પોતાના ગામે જવા નીકળતા જ હતા ત્યાં પોલીસ ત્યાં આવી પહોંચી.

હવે આખોએ મામલો પોલીસમાં ગયા પછી જે થોડું ઘણું કામ પણ તેમની પાસે હતું તે પણ જતું રહ્યું હતું. તેમના પરિવારમાં પાંચ બાળકો છે. તેમને ખવડાવવા માટે પણ કંઈ બચ્યુ નથી. બીજી બાજુ બાળકને ખરીદવા માટે જે ઉછીના પૈસા લીધા હતા તે પણ ફસાઈ ગયા હતા. હાલ બાળક અને પૈસા બન્ને પોલીસ પાસે છે. આ બાળક માટે તે બન્ને જણ વચ્ચે 20 રૂપિયાના સ્ટેમ્પ પર કરાર પણ થયો હતો.જૈદીમેટલા પોલીસ સ્ટેશનના સેક્ટર પાંચના એસઆઈ મનમાધવ રાવ આ કેસ બાબતે વધારે માહિતી આપતા જણાવે છે કે મદન કુમાર સિંહ અને સરિતા બન્ને મજૂરી કામ કરે છે. અહીંના એક વિસ્તારમાં ભાડાનો રૂમ રાખીને રહેતા હતા. બે મહિના પહેલાં તેમને ત્યાં બાળક જન્મ્યુ હતું. તેની પ્રસૂતિ પણ નજીકમાં રહેતી એક અમ્માના ઘરે કરાવી હતી. અને ત્યાં જ બીજી ચાલીમાં સેશુ નામની સ્ત્રી રહેતી હતી તેણે વેંકટ અમ્માને જણાવ્યું કે વારંગલમાં રહેતી તેની બહેનને વારંવાર ગર્ભભાત થઈ જતા.