સવાલ.હું 34 વરસની છું નોકરી કરું છું મારે એક પુત્રી છે મારા પતિ પણ સારા છે પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી મારે અમારી પાડોશમાં રહેતા એક છોકરા સાથે પ્રેમ છે તેની ઉંમર ૩૨ વર્ષની છે હવે એણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે.
તે મારી સાથે વાત પણ કરતો નથી તેનું કહેવું છે કે તેના પરિવારના સભ્યો તેને માટે છોકરી શોધે છે તે જોબ કરતો નહોતો ત્યાં સુધી તેણે મારી સાથે સંબંધ રાખ્યો હતો મને કોઇએ કહ્યું કે તેના બીજી સ્ત્રી સાથે અફેર છે હું તેને ભૂલી શકતી નથી મારે શું કરવું?એક મહિલા (અમદાવાદ)
જવાબ.તમારે માત્ર એ પુરુષને ભૂલી તમારા સંસારમાં મન પરોવવાનું છે લગ્નેતર સંબંધનો આવો જ અંત આવે છે તમે કહો છો તમારા પતિ સારા છે તો પછી પર પુરુષ પ્રત્યે આકર્ષણ થવાનું કારણ શું?તમારા પતિને વફાદાર રહેવાનું શરૂ કરો.
શું તમે એ પુરુષને આર્થિક મદદ કરતા હતા?આ પ્રશ્નનો ઉત્તર હા હોય તો એ પુરુષ પોતાના સ્વાર્થ માટે તમારી લાગણીઓ સાથે રમત રમતો હતો તમારે એને ભૂલવો જ પડશે અને આ કામ મુશ્કેલ નથી તમારી પુત્રી અને પરિવારના ભવિષ્ય માટે તમારી પાસે આ જ એક વિકલ્પ છે.
સવાલ.હું 34 વરસની છું મારા લગ્ન થયે પાંચ વર્ષ થયા છે મારા પતિનો સ્વભાવ ઘણો શંકાશીલ છે તેઓ મને કોઇ સાથે વાત કરવા દેતા નથી તેમજ ઘરમાં પુરુષ કામવાળો પણ રાખતા નથી નાની નાની શંકાને કારણે મારા પર હાથ ઉગામે છે.
તેમના સિવાય કોઇ સાથે મારે સંબંધ નથી હું તેમને સમજાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ તેઓ સમજતા નથી હવે હું કંટાળી ગઇ છું શું કરવું એ મને સમજ પડતી નથી પિયરમાં પણ મને સહારો નથી યોગ્ય સલાહ આપશો.એક મહિલા (નડિયાદ)
જવાબ.શક્ય હોય તો તમારા પતિના પરિવારને વિશ્વાસમાં લો તમારે તમારી જિંદગીની તેમજ ભવિષ્યની ચિંતા કરવાની છે તમારા પતિ માને નહીં તો તમારી પાસે બે વિકલ્પ છે એક તેમને છોડી દેવાનો અને બીજો કાનુની મદદ લેવાનો પતિને છોડીને એકલા રહેવું હોય તો સૌ પ્રથમ તમારે પગભર બનવું પડશે શું તમે નોકરી કરી એકલા રહી શકો છો?આ માટે તમારામાં આત્મવિશ્વાસ છે?આ બધો વિચાર કરીને જ આગળ વધજો.
સવાલ.હું 48 વર્ષની છે બે સંતાન છે અને લગ્નજીવનમાં કોઈ તકલીફ નથી ક્યારેક સમાગમ વખતે જોઈએ એટલું ઇરેક્શન નથી હોતું ક્યારેક આપમેળે જ કલ્પના માત્રથી કે પત્નીના સ્પર્શથી ખૂબ ઉત્તેજના આવી જાય છે.
તો ક્યારેક સમાગમ વખતે પણ પૂરતું કડકપણું નથી મારી વાઇફને એનો ખાસ ફરક વર્તાતો નથી પણ શું આ કોઈ ગંભીર સ્થિતિનાં લક્ષણ છે?પત્નીનું કહેવું છે કે હવે આપણે જુવાન નથી
રહ્યાં એટલે આવું થાય આને ઉંમર સાથે લેવાદેવા છે કે કોઈ સમસ્યા છે?૧૦ વર્ષ પહેલાં આવું ભાગ્યે જ થતું હતું મારી ફ્રીક્વન્સી ઘટાડી દેવી જોઈએ જેથી દર વખતે પૂરતી ઉત્તેજના આવે?એક પુરુષ(મહેમદાવાદ)
જવાબ.આવું થવું સ્વાભાવિક છે ઉત્તેજના એ કુદરતી બાબત છે ક્યારેક વધારે હોય તો ક્યારેક ઓછી આપણે રોજ ખાઈએ છીએ પણ ક્યારેક આપણને કકડીને ભૂખ લાગી હોય છે તો ક્યારેક ઓછી રોજ એકસરખી ભૂખ લાગતી હોય એવું ક્યારેય જોયું છે.
એવું જ ઉત્તેજનાનું છે એમાં થોડીઘણી વધઘટ થવી સ્વાભાવિક છે જ્યારે પાચનશક્તિ સતેજ હોય ત્યારે કકડીને ભૂખ લાગે એમ જ્યારે કામેચ્છા પ્રબળ હોય ત્યારે આસાનીથી વધુ ઉત્તેજના આવે.
હા યુવાનીમાં જ્યારે હૉર્મોન્સનો ઉછાળો સારો એવો હોય ત્યારે આસાનીથી ઉત્તેજના આવી જાય મિડલ-એજ તરફ આગળ વધતાં જુવાની જેટલા હૉર્મોન્સ પેદા ન થતા હોવાથી ઉત્તેજનાની પૅટર્નમાં થોડોક બદલાવ આવી શકે છે.
ફરીથી આવી અસમંજસ ન થાય એ માટે પહેલાં તો હંમેશાં કામેચ્છા જાગે ત્યારે જ એમાં પળોટાવું રોજિંદી ઘરેડ મુજબ અથવા નિશ્ચિત દિવસોએ સમાગમ કરવાનો જ છે એવું નક્કી કરવાને બદલે મૂડ જાગે ત્યારે જ સંભોગ કરવો.
એ પછી મોટા ભાગે પ્રૉપર ફોરપ્લેમાં રાચવામાં આવે તો ઉત્તેજનામાં કોઈ તકલીફ નથી થતી ઉતાવળમાં ઝટપટ સમાગમ પૂરો કરવાની ઉતાવળ હોય એમ તરત જ પેનિટ્રેશન કરવામાં આવે ત્યારે ક્યારેક ઓછી ઉત્તેજના હોય એવું બની શકે.
અને એવું ન કરવું હોય તો તમે કોઈ મિશન પર હો તમને કોઈ ગઢ સર કરવાની સૂચના આપવામાં નથી આવી આનંદ મનથી માણો અને શાંતિથી માણો ચોક્કસ તમને એનો ફાયદો જોવા મળશે.
સવાલ.હું 22 વરસની છું મારી જ ઉંમરના એક છોકરા સાથે મને પ્રેમ છે અમે એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ પરંતુ હમણા તે મારી સાથે લગ્ન કરી શકે તેમ નથી તેના પર તેના પરિવારની જવાબદારી છે.
મારા મમ્મી-પપ્પાને આ વાતની ખબર નથી તેઓ મારે માટે છોકરો શોધે છે હું મારા પ્રેમીને છોડવા માગતી નથી અમે લગ્ન કરીએ તો અમારે બંનેના પરિવાર સાથે સંબંધ તોડી નાખવો પડશે શું કરવું તે જ સમજાતું નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.એક યુવતી (મુંબઇ)
જવાબ.માતા-પિતાની મરજી વિના લગ્ન કરવા એ યોગ્ય નથી યુવા પરિણીત જોડીને ખાસ કરીને છોકરીને પરિવારના પીઢ સભ્યના ટેકાની જરૂર છે નવું ઘર માંડવા માટે તેને સલાહની જરૂર પડે છે આગળ જતા સંતાન થયા પૂર્વે અને પછી પણ કોઇ અનુભવીના માર્ગદર્શનની જરૂર પડે છે.
આમ તમે ભાગીને લગ્ન કરશો તો તમારે આ બધાનો ભોગ આપવો પડશે આ ઉપરાંત તમારા લગ્નની અસર તમારા પ્રેમીના પરિવાર પર પડવાને કારણે તમારો પ્રેમી અપરાધ બોજથી પીડાશે શક્ય છે.
આ બાબતે તે તમને દોષી માને અને આની અસર તમારા લગ્નજીવન પર પડે તમે પણ તમારી જાતને દોષી માનો એ પણ સંભવ છે આથી જે સંબંધને આગળ વધવા માટે કોઇ માર્ગ જ નથી એ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા માતા-પિતાની મરજીને માન આપવામાં જ સૌની ભલાઇ છે.