19 વર્ષીય યુવતી સાથે લગ્ન થતાં સુહાગરાતે યુવકે એવું કર્યું કે યુવતી થી પડી ગઈ ચીસ અને પછી જે થયું..

0
8938

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી.મિત્રો તમે જાણતા જ હશો કે લગ્ન પછી સુહાગરાત કરવામાં આવે છે અને આ સુહાગરાત માં પતિ પત્ની વચ્ચે જાતીય સબંધ ચાલુ થાય છે જેમાં એક કિસ્સો આવ્યો છે કે એક યુવતીને સુહાગરાત ની દિવસે સંભોગ કરતા યુવતીને ચીસ નીકળી ગઈ હતી.

સવાલ: હું ૧૯ વર્ષની નવપરિણીતા છું. લગ્નની એક મહિનો થયો છે. હજુ સુધી અમે સારી રીતે સમાગમ નથી કરી શક્યા. જ્યારે પણ મારા પતિ સમાગમ કરે છે ત્યારે મારાથી ચીસ પાડી જવાય છે એટલી પીડા થાય છે. શું કરું કાંઈ સમજાતું નથી. કોઈની સાથે આ અંગે વાત પણ નથી કરી શકતી.

જવાબ: યોનિ થોડી મજબૂત હોવાને કારણે શરૂઆતમાં સમાગમ વખતે થોડો દુખાવો થાય તે સ્વાભાવિક છે. પણ દુખાવો એટલો નથી હોતો કે સહન ન થાય. લાગે છે કે તમારામાં સહનશક્તિ ઓછી છે.લગ્ન પછી શરૂઆતમાં આવું થતું હોય છે. તેને વધારે ગંભીરતાથી ન લો. સામાન્ય બની જાઓ અને એન્જોય કરો. તમે કોઈ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.

સવાલ: હું ૨૬ વર્ષની યુવતી છું. નજીકના ભવિષ્યમાં જ લગ્ન થવાનાં છે. મને આ લગ્ન માટેનો કોઈ ઉત્સાહ નથી. માત્ર ઘરવાળાઓનું મન રાખવાને માટે હું આ લગ્ન કરવા માટે તૈયાર થઈ છું.આમ તો આ મારા બીજીવાર લગ્ન છે. પ્રથમ પતિ સાથે માત્ર બે મહિના હું રહી. દહેજને માટે મને ખૂબ હેરાન કરવામાં આવતી હતી. તે પછી મને છૂટાછેડા આપી દીધા.લગ્નનું નામ પડતાં જ હું કંપી ઊઠું છું. હવે જ્યાં લગ્ન થવાનાં છે તેઓ મારા ભાઈને ઓળખે છે તો પણ હું ડરું છું. શું થશે મારું.

જવાબ:તમે એકવાર જે ત્રાસ ભોગવી ચૂક્યો છો તેથી ગભરાઈ ગયાં છો. પણ એવું માનો કે દુનિયામાં સારા લોકો પણ છે. જૂની વાતોને ભૂલી જાઓ અને નવી દુનિયામાં પ્રવેશ કરો અને વળી એ લોકો તો તમારા ભાઈને ઓળખે છે એટલે તમારે નચિંત બનીને લગ્ન માટે તૈયાર થવું જોઈએ. ખુશી તમને આવકારવા રાહ જોઈ રહી છે.

સવાલ:હું ૨૭ વર્ષનો યુવક છું. શ્રીમંત માતાપિતાનું એકનું એક સંતાન હોવાને કારણે મારામાં બધી જ કૂટેવો ઘર કરી ગઈ. સિગારેટ, દારૂ અને મોડી રાતની પાર્ટીઓ પછી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવાની મને ટેવ પડી ગઈ. હવે મારા ઘરમાં જ્યારે મારા લગ્નની વાતો થાય છે ત્યારે હું મૂંઝવણમાં છું કે શું હું સારો પતિ બની શકીશ કે નહીં. હું મારી ટેવોને નિયંત્રિત કરવાની પૂરી કોશિશમાં છું.

જવાબ:તમે જે પરિસ્થિતિમાં ઉછર્યાં છો તેમાં મોટાભાગે યુવક સ્વચ્છંદી બની જાય છે. હવે તમને તમારી ભૂલ સમજાઈ છે ત્યારે સુધરવાનો દ્રઢ નિશ્ચય કરી લો કે તમે ભૂતકાળને ભૂલીને નવું ભવિષ્ય બનાવશો.સવાલ: હું ૪૦ વર્ષની પરિણિતા સ્ત્રી છું. મારા બંને બાળકો ૧૫ વર્ષનો દીકરો અને ૧૬ વર્ષની દીકરીના સ્વભાવથી દુ:ખી છું. બંને તુંડમિજાજી થતાં જાય છે અને નાનાંમોટાનો બિલકુલ ખ્યાલ નથી રાખતાં. કોઈ વાતમાં રોકટોક કરવાથી કહે છે તમને અમારી જાસૂસી કરવાની ટેવ પડી ગઈ છે. અમે બાળકો નથી રહ્યાં. અમને પણ ખરાખોટની ખબર પડે છે.

જવાબ:તમારાં બાળકો હજુ ટીનએજર છે. આ ઉંમરમાં હોર્મોનલ ચેન્જિસને કારણે બાળકો તુંડમિજાજી થઈ જતાં હોય છે. આ ઉંમર જ એવી છે. આ ઉંમરમાં તેઓ વિચારે છે કે તેઓ હવે સમજદાર થઈ ગયા છે.વારંવાર વાલીઓની દરમિયાનગીરી તેમને પસંદ નથી હોતી. તેથી તમે કોશિશ કરો કે નાની નાની બાબતો પર ટોકવાં ન પડે. ખૂબ જરૂરી હોય ત્યારે જ સલાહ આપો. તેમની સાથે મિત્રવત્ વ્યવહાર કરો કોઈ સત્તાધીશ કે અધિકારીની જેમ વાતો ન કરો. તેમને સ્પેસ આપો. થોડા સમય પછી તમે તેમનાં વ્યવહારમાં પરિવર્તન જોશો.

સવાલ:૪૧ વર્ષની પરિણીતા છું. છેલ્લા થોડા સમયથી મારા પતિને વેપારમાં નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે તેઓ ખૂબ જ પરેશાન રહે છે. ખાવાપીવામાં પણ ધ્યાન આપતા નથી. તેમનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે. સાસુ તેમને લઇને જ્યોતિષીઓ અને પંડાપૂજારીઓ પાસે જાય છે. હજારો રૂપિયા વીંટીઓ અને પૂજાપાઠમાં બરબાદ કરી નાખ્યા છે. હું શું કરું? મારી વાત સાંભળવા કોઇ તૈયાર જ નથી.

જવાબ:પતિને સમજાવો કે વેપારમાં નફોનુકસાન થતું જ રહે છે અને તેમાં પણ આજકાલ કોમ્પિટિશન બહુ જ છે. ધીરજ રાખો તો બધું કામ થઇ જશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને જ્યોતિષીઓનાં ચક્કરમાં પડીને પૈસા અને સમયની બરબાદી કરો નહીં.સવાલ:હું ૨૪ વર્ષનો યુવક છું. એક છોકરીને ખૂબ જ પ્રેમ કરું છું. પરંતુ આજદિન સુધી તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મૂકી શક્યો નથી. ખરેખર, તો તે દૂરના સંબંધે મારી બહેન પણ થાય છે. તેથી મને ડર લાગે છે કે ક્યાંક તેણે મારા પ્રસ્તાવને નામંજૂર કર્યો અથવા પછી બધાંને બતાવી વાત કહી દીધી, તો મારી બદનામી થશે. હું શું કરું.

જવાબ:તમે ખાનગીમાં આ છોકરી સામે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકો. જો તેને ગમશે નહીં. તો તે ના પાડશે પણ બીજા કોઇને તે કહેવાની હિંમત કરશે નહીં.સવાલ:વહુને જ્યારે તેની સાસરીમાં લોકો ત્રાસ આપે છે, ત્યારે તેની મદદ કાનૂન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ. શું કરીએ?

જવાબ: તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઇ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.સવાલ:હું ૨૨ વર્ષનો સ્માર્ટ યુવક છું. મારા ચહેરા પર ખીલના ઊંડા ડાઘ છે. જે મારી પર્સનાલિટીને બગાડે છે. તેથી મારી ઇચ્છા છે કે કોસ્મેટિક સર્જરીની મદદથી હું તેને દૂર કરાવી લઉં. શું આ યોગ્ય રહેશે? આની કોઇ સાઇડ ઇફેક્ટ તો થશે નહીં ને.

જવાબ:હાલમાં કોસ્મેટિક સર્જરી ઘણી એડવાન્સ બની ગઇ છે. તેની મદદથી ચહેરાના ડાઘાને દૂર કરી શકાય છે અને મનગમતી સુંદરતા મેળવી શકાય છે. તે માટે જરૂરી છે કે કોઇ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લો. આ પ્રક્રિયાથી કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.સવાલ:હું૨૩ વર્ષની યુવતી છું. એક વર્ષથી મારા લગ્નની વાત ચાલી રહી છે. અત્યાર સુધીમાં ઘણા યુવકોએ મને રિજેક્ટ કરી છે. હું હવે કંટાળી ગઇ છું. મને થાય છે કે ક્યાંક હું ડિપ્રેશનનો શિકાર બની ના જાઉં. આને લીધે હંમેશાં તાણમાં રહું છું. શું કરું.

જવાબ:તમારા ઘરના લોકોએ જ્યાં પણ તમારા લગ્નની વાત ચલાવે ત્યાં અગાઉથી બધી જ વાત નક્કી કરી લેવી જોઇએ. સૌપ્રથમ ફોટો બતાવી જુઓ. જો યુવક તરફથી થોડું પણ પોઝિટિવ લાગે ત્યારે છોકરી દેખાડવાની પ્રક્રિયા શરૂ કરવી જોઇએ.સવાલ:મારે બે દીકરીઓ છે અને હાલમાં હું સગર્ભા છું. મારા પતિને આશા છે કે આ વખતે કદાચ દીકરો આવે, પરંતુ તેમને ખબર નથી આ બાળક મારા પ્રેમીનું છે, જેને હું મારા લગ્ન અગાઉ પ્રેમ કરતી હતી અને આજે પણ કરું છું. મારા પતિને અમારા સંબંધોની ખબર નથી. ક્યારેક હું અપરાધભાવ અનુભવું છું. મન કરે છે કે પતિને બધું જ જણાવી દઉં. એક સીધીસાદી વ્યક્તિને દગો આપી રહી છું.

જવાબ:જાણી જોઇને તમે ખાડામાં પડયા છો, તેનાથી તમને અપરાધભાવ તો થવાનો જ છે. અનૈતિક સંબંધો ઉપરાંત તમે પારકા પુરુષનો ગર્ભધારણ કર્યો છે. તમે તમારી દીકરીઓ માટે આદર્શ માતા કઇ રીતે બની શકો કે જ્યારે તમે પોતે જ રખડી રહ્યાં છો? હજુ પણ થોડી શરમ બાકી હોય તો પ્રેમી સાથેના સંબંધ તોડી નાખો. પતિને કાંઇ જ જણાવશો નહીં. એમ કરવાથી દામ્પત્યજીવન બરબાદ થઇ જશે.સવાલ:હું ૨૧ વરસનો છું. હું શરમાળ છું. લોકોને સાથે હું હળી મળી શકતો નથી. આ સ્વભાવ દૂર કરવાના મેં ઘણા પ્રયત્ન કર્યાં છે પણ મને એમા સફળતા મળી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:તમે જેટલા વધુ મિત્રો બનાવશો એ તમારા લાભમાં છે. તમારું મિત્ર વર્તુળ વધારો અને તેમની સાથે વાત કરી તમારી શરમ દૂર કરો. મન મક્કમ બનાવશો તો જ તમારી આ તકલીફ દૂર થશે. સામે ચાલીને લોકો સાથે વાત કરો. શરૂઆતમાં પરિવારજનો તેમ જ નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે વાતચીત કરી સંકોચ દૂર કરો. આ માટે કોઈ દવા નથી. તમારે જ પ્રયત્નો કરવાના છે. મિત્રો સાથે હરવા-ફરવા જાવ, સામાજિક મેળાવડામાં ભાગ લો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

સવાલ:હું ૪૪ વર્ષનો છું. મને કોઈ જાતનું વ્યસન નથી. મારી તકલીફ એ છે કે મને શીધ્રપતન થઈ જવાથી મારી સેક્સ લાઈફ પર અસર પડી છે. લગ્નની શરૂઆતમાં ચાર-પાંચ વર્ષ કોઈ તકલીફ નહોતી પરંતુ એ પછી આ સમસ્યા ઉદ્ભવી છે જેનોે કારણે મારી પત્ની કંટાળી ગઈ છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ:શીધ્રસ્ખલન માટે ચાર કારણ જવાબદાર છે. તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયની આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટમાં કોઈ ઈન્ફેક્શન અને ડાયાબિટીસની શરૂઆત, આમાંનું યોગ્ય કારણ શોધી ઉપચાર કરાવવાની જરૂર છે. પત્નીને તમે ઓરલ સેક્સથી સંતોષ આપી શકો છો.

મહત્ત્વની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં. પત્નીને સંતોષ મળે નહીં તો તે ચિડચિડી બની જાય એ સ્વાભાવિક છે. આથી તેને ઓરલ સેક્સથી સંતોષ આપો જેથી તેની ફરિયાદ પણ દૂર થાય.સવાલ:દિવસમાં બે કે ત્રણ વાર હસ્તમૈથુન કરવાથી સંતાન પ્રાપ્તિમાં કોઈ મુશ્કેલી આવે ખરે? શરીરની તંદુરસ્તી પર કોઈ અસર પડે કે સેક્સની ઈચ્છા ઓછી થાય? સેક્સની દવા લેવાથી કોઈ નુકસાન થાય.

જવાબ:હસ્તમૈથુન એ શરીરનો આવેગ દૂર કરવાનો એક કુદરતી માર્ગ છે. તેનાથી શરીરને, સેક્સ લાઈફ કે સંતાન પ્રાપ્તિમાં કોઈ તકલીફ થતી નથી. પરંતુ દરેક વસ્તુનો અતિરેક ટાળવો જરૂરી છે. સેક્સની દવાની વાત છે તો આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવાની સલાહ છે. આ દવા લેનારને કોઈ ફાયદો થતો નથી. ફાયદો માત્ર દવા વેચનારને જ થાય છે. આથી આવી દવા લેવાનો વિચાર પડતો મૂકો.

સવાલ: અમારા લગ્નને બે વર્ષ થયાં છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા બંનેના રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસે સંબંધ બાંધવાથી ગર્ભ રહે છે.જવાબ:સંભોગ દરમિયાન તમે જેવી કે તેલ જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે આનાથી શુક્રજંતુઓની ગતિ મંદ થઈ જાય છે. સામાન્ય રીતે માસિક પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં એકાંતરે સંબંધ બાંધવાથી ગર્ભ રહેવાની શક્યતા છે.

મતલબ પહેલો મહિનો આવી જાય એનું એક અઠવાડિયું છોેડી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવો. આ ઉપરાંત પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવી અડધો કલાક એ સ્થિતિમાં રાખીને સૂઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ ઉપાય અજમાવાથી ગર્ભ રહેવાની કોઈ ગેરન્ટી નથી. તમે બીજીવાર કોઈ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમનું માર્ગદર્શન લો.

સવાલ:હું પરિણીત છું. મારી ઉંમર ૩૫ વર્ષ છે. મારી છાતી પર ઘણી ચરબી છે. આથી સ્ત્રીના સ્તન હોય એવું જ લાગે છે. મારી કમર પર પણ ચરબીના સ્તર છે જેથી મારું શરીર સ્ત્રી જેવું લાગે છે. મારી આ સમસ્યા દૂર કરવા કોઈ ઉપાય દેખાડો.જવાબ:તમારા હોર્મોન્સમાં કોઈ અસમતુલા નથી એની તપાસ કરાવો. કોઈ પણ સારી હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટમાં આ તપાસ થઈ શકે છે.

પરંતુ તમને આ સમસ્યા હોય નહીં તોે તેલવાળા, તળેલા અને ચરબીવાળા પદાર્થોનો ત્યાગ કરો તેમ જ ચાલવાનું રાખો. કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ વ્યાયામ કરો. આમ શરીર પરથી ચરબી ઘટી જશે તો સમસ્યા પણ ઘટશે. આ ઉપરાંત થાઈરોઈડ કે કોઈ બીજા હોર્મોન્સને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. શરીરની સ્થૂળતા દૂર કરે એવો આહાર લો.