19 થી લઈને 21 તારીખ સુધી આટલાં વિસ્તારમાં થવાનો છે અતિશય વરસાદ, હવામાન વિભાગે એ કરી આગાહી…..

0
283

દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે જોકે અમદાવાદ શહેરમાં બે દિવસથી વાદળો ઘેરાયા છે પરંતુ વરસાદ હાથતાળી આપી રહ્યો છે જેથી બફારો વધતા શહેરીજનો ઉકળળાટમાં અકળાયા છે આગામી 19થી 21 જૂન વચ્ચે સમગ્ર સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જોકે આજે સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડવા છતાં દિવસભર બફારાને કારણે લોકો ભારે અકળાયા હતા.વરસાદને લઈને જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમ ગુજરાતના હવામાન શાસ્ત્રી દ્વારા પણ આગાહી કરવામાં આવે છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે તમને જણાવી દયે કે અંબાલાલ પટેલની આગાહી 99.9 ટકા સાચી જ પડે છે. જેથી લોકો અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની રાહ જોતા હોય છે. ઘણા એવા પણ ખેડૂતો છે કે જે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ જ પોતાના જ પોતાના ખેતરમાં આગળની કામગીરી કરતાં હોય છે.

આગામી પાંચ દિવસ સુધી સુરત શહેર અને જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ 19થી 21 જૂ વચ્ચે સમગ્ર સુરત જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા વર્ણવામાં આવી છે. આજે સુરત શહેર અને ઉમરપાડામાં સાત સાત મીલિમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.

જોકે સુરત શહેરમાં વરસાદ પડવા છતાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાના લીધે શહેરીજનોએ ભારે બફારાનો અનુભવ કર્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વહેલી સવારે અને મોડી સાંજે કાળા ડીબાંદ વાદળો ઘેરાયા છે. પરંતુ વરસાદ થયો નથી. જેથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતાં બફારો વધ્યો છે. આમ શહેરના નાગરીકો અસહ્ય ઉકળાટથી પરસેવે રેબજેબ થયાં છે.

જોકે આજે રાજ્યના કુલ 86 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. છોટા ઉદેપુર, પંચમહાલ, અમરેલી, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં 1થી પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આગાહી મુજબ 19 તારીખથી 21 તારીખ વચ્ચે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં, દક્ષિણ ગુજરાતના પંચમહાલ, અરલ્લી, સાંબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

જોકે સીઝનના પહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હજુ પણ વાવણી લાયક પણ વરસાદ પડતો નહીં હોવાના લીધે ખેડુતોની પણ ચિંતામાં વધારો થયો છે. દર વખતે જુનના મધ્યમાં અથવા તો જુલાઇના પ્રથમ સપ્તાહથી જ વરસાદની શરુઆત થઇ જતી હતી. જ્યારે ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે છેલ્લા ત્રણેક વર્ષથી તો 15 જૂન પછી જ ચોમાસુ બેસતુ હોય તેવો અનુભવ થતો હોય છે.ઉકાઇના ઉપરવાસમાં ધીમીધારે વરસાદ પડવાને કારણે ડેમમાં ધીમે ધીમે પાણીની આવક થઇ રહી છે.

કાકરાપાર ડેમમાંથી પાણી છોડવાના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયા બાદ શુક્રવારે બપોરના બે કલાકથી તેમાં ઘટાડો થયો હતો. કારણ કે પહેલા ૩૫ હજાર કયુસેકની આસપાસ પાણીની આવક થતી હતી. તેની સામે પાણીની આવક ઘટતા ૬૬૯૩ કયુસેક પાણીની આવક થઇ રહી છે. તેટલી જ માત્રામાં ડેમમાંથી પાણી છોડવાનુ યથાવત રાખવામાં આવ્યુ છે.

ઉકાઇ ડેમની સપાટી બુધવારે બપોરના બે કલાકે 312.82 ફુટ પર પહોંચી હતી. જ્યારે ઉપરવાસમાં વરસાદ પડવાની સાથે કાકરાપારમાંથી પાણી છોડવામાં આવતા ડેમની સપાટીમાં બે દિવસમાં જ એક ફુટનો વધારો થયો છે. જેથી શુક્રવારના રોજ બપોરના બે કલાકે ઉકાઇ ડેમની સપાટી 331.82 ફુટ નોંધાઇ હતી. હાલમાં ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડયો નહીં હોવા છતાં ડેમની સપાટીમાં બે દિવસમાં વધારો એક ફુટનો વધારો થયો છે.

જેથી અત્યારથી જ જવાબદારોએ પુરતી તકેદારી રાખવી જરુરી હોવાનો પણ ગણગણાટ શરુ થયો છે.બીજી તરફ ઉત્તરાખંડમાં હિમાચલના ટોચના વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા છે. જેથી ગુજરાત સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં 19 થી 21 જૂન વચ્ચે ભારે પ્રિ-મોન્સુન એક્ટીવીટ જોવા મળશે. આમ હવે ગુજરાત માટે વરસાદ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. જે ખેડૂતો માટે ખુબ સારા સમાચાર છે.