16 ગર્લફ્રેંડઓ ને પાલવવા માટે યુવકે ચોરી અનેક મોંઘીદાટ ગાડીઓ,પરંતુ થયું એવું કે જાણી ચોંકી જશો……

0
193

મિત્રો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને જે વ્યક્તિ એકવાર જો પ્રેમમા પડી જાય છે તો પછી તેને સારા ખરાબનો પણ વિચાર આવતો નથી તમને જણાવી દઇએ કે આવા લોકો તેમના જીવન મા ઘણીવાર એવી ભુલો કરી દે છે કે પછી પાછળ થી તેમની પાસે પછતાવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી અને આ ભુલને કારણે માત્ર તેઓ જ નહી પરંતુ તેમના પરિવારના સભ્યો પણ મુશ્કેલીમા મુકાઇ જાય છે મિત્રો આવો જ એક કીસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે જ્યા બન્યુ છે એવુ કે એક પ્રેમીએ તેની 16 પ્રેમિકા ને ખુશ કરવા માટે મર્સિડીઝ અને BMW જેવી 50 કારો ની ચોરી કરી હતી.

મિત્રો આ સમગ્ર ઘટના મા બન્યુ છે એવુ કે હરિયાણા મા એક યુવક તેની એક, બે નહી પરંતુ 16 પ્રેમિકાને ખુશ કરવા માટે ચોર બની ગયો હતો અને ચોર બન્યા પછી તેણે 50 કારો ની ચોરી કરી હતી અને તેમા મર્સિડીઝ,BMW જેવી મોંઘી મોંઘી કારો નો સમાવેશ થાય છે જાણવા મળ્યું છે કે આ ચોર દર વખત તેની પ્રેમિકાને મળવા માટે અલગ અલગ ગાડીઓ લઈને જતો હતો અને તેણે આ ગાડીઓ ની ચોરી અલગ અલગ વેશ બદલીને કરી હતી.

મિત્રો હરિયાણાની પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી છે જેની 16 ગર્લફ્રેન્ડ છે. આ ચોર પોતાની ગર્લફ્રેન્ડ્સના શોખ પૂરા કરવા માટે મોંઘી કારો ચોરતો હતો અને દેશના અલગ-અલગ રાજ્યોથી 50થી વધુ મોંઘી કારો ચોરી કરનારો આ ચાલાક ચોર હિસારનો નિવાસી હોવાનું સામે આવ્યું છે. ફરીદાબાદ માં ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર 30 પોલીસે તેની ધરપકડ કરી છે તેમજ લક્ઝરી કારો ના આ ચોરની ઓળખ જવાહર નગર હિસાર નિવાસી ઍલ્વિન ઉર્ફે રાકેશ ઉર્ફે સુજલ ઉર્ફે જૉનના રૂપમાં થઈ છે.

મિત્રો મળતી જાણકારી મુજબ આ આરોપી ઍલ્વિન પોલીસને પણ વેશ બદલીને અનેકવાર ગેરમાર્ગે દોરી છે. તેણે દર વખતે ચોરીની ઘટન વેશ બદલીને કરી છે. પકડાઈ જતાં તે દર વખતે પોતાનું સરનામું પણ ખોટું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે હિસારમાં પણ અનેક મોંઘી ગાડીઓ ચોરી છે. હિસારમાં તેણે પોલીસને પોતાના અલગ-અલગ 15થી 20 સરનામા લખાવ્યા છે.

મિત્રો પોલીસના જણાવ્યા મુજબ રોબિન હવે હિસારમાં નથી રહેતો અને તે બહારના રાજ્યોમાં રહે છે તેમજ આ આરોપી માત્ર લક્ઝરી કારો પર જ હાથ સાફ કરતો હતો અને તેના લક્ઝરી કારો ચોરવાના શોખને કારણે તેને હિસાર છોડીને એનસીઆર એરિયા સહિત દેશના અન્ય રાજ્યોથી લક્ઝરી કારો ચોરી કરી હતી અને પોલીસનો દાવો છે કે આરોપીની 16 ગર્લફ્રેન્ડ છે. તેમના અને પોતાના શોખ પૂરા કરવા માટે તે કારોની ચોરી કરતો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે આ આરોપીની લગભગ આ પહેલા પણ દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી જો કે હાલમાં તે જેલથી છૂટ્યો અને ફરીથી કારો ચોરવા લાગ્યો હતો અને તેણે ફરીથી સેક્ટર-28 ફરીદાબાદમાં ઘરની બહાર ઊભેલી ફોર્ચ્યૂનર કાર ચોરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલો ઉકેલી દીધો છે તેમજ ગાજિયાબાદ જોધપુર-રાજસ્થાનથી ફોર્ચ્યૂનર અને ગુરુગ્રામથી જીપની ચોરીનો ગુનો પણ તેણે કબૂલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ત્યાંની પોલીસને જાણ કરી દીધી છે.

મિત્રો લાગે છે કે આપણા દેશમા ગુનાઓ રોકવાનુ નામ નથી લેતા ત્યારે તમિલનાડુના કોયંબતૂરમાં પોલીસે નકલી નોટો છાપનાર ગેંગનો ભાંડો ફોડ્યો હતો પોલીસે આ મામલે ચાર લોકો ની ધરપકડ કરી હતી. જેમાંથી એક યુવક આઇએએસ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો તેમજ પોલીસે જણાવ્યું હતું કે ગેંગ પાસેથી 14 લાખ રૂપિયાના મૂલ્યની નકલી નોટો જપ્ત કરી હતી. શનિવારે સાંજે કેટલાક દુકાનદારોએ બે વ્યક્તિઓ નકલી નોટો ચલાવવની કોશિશ કરતા ઝડપાયા હતા. જેથી નકલી નોટો છાપવા અંગે જાણવા મળ્યું હતું. દુકાનદારોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.

મિત્રો પોલીસના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન બંનેએ એક મહિનાથી નકલી નોટો ચલાવવાની વાત કબૂલી હતી અને તેમાંથી એક આઇએએસ પરીક્ષાનું કોચિંગ લઇ રહ્યો હતો. પરંતુ જ્યારે આ પરીક્ષામાં સફળતા હાથ ન લાગી ત્યારે ગુનાની દુનિયાનો રસ્તો પકડ્યો હતો પોલીસે બંને પાસેથી મળેલી જાણકારીના આધારે આ રવિવારે ગેંગનો સાગરીત ધનરાજને પણ પકડ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે તે ભાડાના મકાનમાં નકલી નોટો છાપી રહ્યા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે ત્રણ લોકોની મદદથી તેઓ આ નકલી નોટો જારમાં ચલાવી રહ્યા હતા જેમા એક વ્યક્તિ પણ આ રેકેટમાં પકડાયા હતા અને ઉલ્લેખનીય છે કે દેશના યુવાનો પોતાના ઉજળા ભવિષ્ય માટે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે IAS, IPSની તૈયારીઓ કરતા હોય છે પરંતુ આવી પરીક્ષાઓમાં મહેનતી યુવકોને સફળતા મળતી હોય અને બાકીનાને નિષ્ફળતા હાથ લાગે છે છતાં ગુનાનો રસ્તો અપવનાવતા નથી.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો હતો જ્યા ચોકબજારમાં સોનીની દુકાનમાંથી સોનુ-ચાંદી ચોરી કરતી વખતે પોતે સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયા હોવાનું જાણી ગયેલા ભૂતપૂર્વ કર્મી કેમેરા-એલસીડી પણ ચોરી ગયો હતો પરંતુ હાર્ડડિસ્કમાં તેના વિઝ્યુઅલ કેદ થઈ જતા પકડાયો ગયો હતો જેમા બન્યુ છે એવુ કે ચોકબજાર ખાતે આવેલી પાયલ ટચ નામની એક સોનીની દુકાનમાંથી રૂ 1.12લાખની ચોરી થઈ હતી. આ ચોરી દુકાનમાં જ કામ કરી ગયેલા એક ભૂતપૂર્વ કર્મચારીએ કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે ઓળખ છુપાવવા માટે તેણે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ કમ્પ્યૂટર ની હાર્ડડિસ્કમાં તે દેખાયો હતો જેના આધારે અઠવા લાઇન્સ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા અને હાલમા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને તેણે પોલીસ સમક્ષ એવું કહ્યું હતું પ્રેમિકાના મોજશોખ કરવા માટે તેણે આ ચોરી કરી હતી. પોલીસને શંકા છે પ્રેમમાં પાગલ એવા યુવાને પ્રેમિકા માટે અન્ય કેટલા ગુના પણ આચર્યા હોઈ શકે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અઠવા લાઇન્સ પોલીસના જણાવ્યા અનુસાર ગોરધનભાઈ ચોકબજારમાં ગોપીપુરા અંબાજી રોડ પર પાયલ ટચ નામની દુકાન ચલાવે છે અને થોડાક દિવસ પહેલા તેઓ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે વહેલા દુકાન બંધ કરીને જતા રહ્યા હતા ત્યારે તેમની આ દુકાનમાં અગાઉ હર્ષદ નામનો યુવાન નોકરી કરતો હતો અને તેણે આ દરમિયાન તેણે દુકાનની એક ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી.

જેના આધારે તેણે ગુરુવારે રાત્રે દુકાન ખોલી સોનાના ટુકડા અને ચાંદીની ઢોળકી તથા એલસીડી અને સીસી ટીવી કેમેરાની ચોરી કરી હતી. હેડ કોન્સ્ટેબલ અખ્તર ભટ્ટી અને દેવેન્દ્ર સંભાજીએ બાતમીના આધારે તેને વરાછા ખાતેથી ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે તેની પાસેથી તમામ મુદ્દામાલ કબજે લીધો હતો. જેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા તેમજ પ્રેમમાં ભાન ભૂલેલા આ યુવાને અન્ય કેટલા ગુના કર્યા છે તે જાણવા પોલીસ તેની પૂછપરછ કરી હતી.