100 વર્ષ જૂનું ઘર 4 મિત્રો એ ભેગા થઈને ખીરીધ્યું,હવે આ જ જૂનું મકાન એક રાત નાં 1,00,000 રૂપિયા આપે છે…

0
314

મિત્રો એવું કહેવાય છે કે જો મનમાં લગન હોય તો લોકો પત્થરમાંથી પણ મોતી કાઢી શકે છે આ વાત ઇન્ટીરિયર ડિઝાઇનર ડીન શાર્પને લાગુ પડે છે ડીન જંગલમાં બનેલા અને ખંડર થઇ ગયેલા એક બંગલા પ્રત્યે આકર્ષિત થયા હતો તેમણે પોતાના ત્રણ મિત્રો સાથે મળીને આ બંગલાને ખરીદી લીધો હતો ત્યારે ઘણા લોકોએ તેને જીવનનો સૌથી ખોટો નિર્ણય ગણાવ્યો હતો જોકે ડીન અને તેના મિત્રોએ કોઇની વાત માની ન હતી તેમણે બંગલાને રિનોવેટ કર્યો હતો આજે ચાર વર્ષ પછી આ ઘરમાં રહેવા માટે લોકો એક રાતના એક લાખ રૂપિયા ભાડુ આપી રહ્યા છે.

પ્રસિદ્ધ ઇન્ટીરીયર ડીઝાઇનર ડીન શાર્પે પોતાના ચાર મિત્રો સાથે જંગલ વચ્ચે બનેલા ખંડેરને એટલી સરસ રીતે રીનોવેટ કર્યું, કે હવે અહિયાંનું દ્રશ્ય જોવા જેવું છે. હકીકતમાં વર્ષ 2010 માં શ્રીલંકાના વેલીગમામાં આવેલા એક મેન્શન ઉપર તેમની નજર પડી હતી. જંગલ વચ્ચે બનેલી તે ઇમારતની હાલત ઘણી જર્જરિત હતી.આ મેન્શન શ્રીલંકાના વેલિગમામાં છે 1912માં એક અમીર વ્યક્તિએ પોતાની પત્ની માટે બનાવ્યો હતો 2010માં તેને ડીને ખરીદી લીધો હતો હવે તેને હલાલા કાંડા નામ આપવામાં આવ્યું છે ડીને તેને રિનોવેટ કરીને વેકેશન પર આવેલા લોકોને ભાડા પર આપ્યો છે 12 લોકો અહીં એકસાથે વેકેશન મનાવી શકે છે 5 બેડરૂમ 5 બાથરૂમ સાથે એક રાતનું ભાડુ 1 લાખ રૂપિયા છે આ મેન્શનથી ડીન અને તેના મિત્રોને ઘણો નફો થઇ રહ્યો છે.

ડીન શાર્પે જણાવ્યું કે, મેં જયારે આ પ્રોપર્ટી જોઈ હતી, તો તે સમયે ત્યાંની સ્થિતિ ઘણી ખરાબ હતી. ખંડેર ઈમારતની છત ઉપર છોડ ઉગી ગયા હતા, છતમાં ચામાંચિડીયાએ ઘર બનાવી લીધા હતા. રસોડાની ટાઈલ્સ તૂટીને પડી રહી હતી. ઉધઈને કારણે આખી ઈમારતનું પ્લાસ્ટર ઉખડી રહ્યું હતું.2010માં જ્યારે ડીને બંગલો ખરીદ્યો હતો ત્યારે બંગલાની હાલત ખરાબ હતી. છત પર વૃક્ષો ઉગી ગયા હતા. રૂમમાં ચામાચિડીયા રહેતા અને લાડકાને ઉધઇ લાગી ગઈ હતી. કિચનમાં ટાઇલ્સ ઉખડી ગઇ હતી. 2010માં ચારેય મિત્રોએ ઘરને જોઈને રિનોવેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

ડીન અને તેના મિત્રોએ બંગલાનું ઇન્ટિરીયર સિંપલ રાખ્યું છે. જેમાં એક કિચન છે. સાથે ઓપન કોર્ટયાર્ડ છે. બેડરૂમને પણ ઘણો ખુલ્લા રાખવામાં આવ્યો છે. જેથી તડકો અને હવા આરામથી રૂમમાં આવી શકે. આ સાથે એક 23 મીટરનો સ્વિમિંગ પૂલ બનાવ્યો છે. ચારેય મિત્રોએ આ બંગલાને 3 કરોડ 22 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે તેમને એક રાતના ભાડા બદલ એક લાખ રૂપિયા મળી રહ્યા છે. જે મિત્રોએ બંગલો ખરીદવા પર સૌથી ખરાબ નિર્ણય નિર્ણય ગણાવ્યો હતો તે આજે આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. લોકો પણ અહીં રહેવાનું પસંદ કરે છે. તેને વેકેશન માટે બેસ્ટ સ્પોટ માને છે.

ડીન અને તેમના મિત્રોએ તેનું ઇન્ટીરીયર ઘણું જ સામાન્ય રાખ્યું છે તેમાં એક રસોડા સિવાય ઓપન કોર્ટયાર્ટ અને સુંદર બેડરૂમ છે અહિયાં 23 મીટરનો સ્વીમીંગ પુલ પણ છે. ડીને જણાવ્યું કે હલાલાને જૂની એંટીક વસ્તુથી શણગારવામાં આવ્યું છે હલાલામાં શ્રીલંકામાં મળી આવતા hexagonal wood table, પ્રાચીન ચેસના સેટ ઉપરાંત કઠપુતળીઓ પણ છે, જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમણે જણાવ્યું કે, અહિયાં થોડું બીજું નિર્માણ કરવાનું પણ હજી આયોજન છે.