યુવક પોતાની ગર્લફ્રેંડ સાથે જોઈ રહ્યો હતો ફિલ્મ, એટલામાંજ આવી ગઈ યુવકની પત્ની, જાણો ત્યારબાદ શું થયું…..

0
169

આપણા ભારત દેશમાં પતિ પત્ની ના સબંધ ને એક પવિત્ર સબંધ તરીકે માનવામાં આવે છે.લગ્નના સાત ફેરામાં પતિ પત્ની એક બીજાને સાત વચનો આપે છે.પતિ પત્ની એક બળદ ગાડી જેવું જીવન હોય છે જો બળદ ગાડીના બે પૈડાંમાંથી એક પૈડું નીકળી જાય તો તે ગાડી કઈ કામ વગરની થઈ જાય છે આજ રીતે જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.જેમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરણિત યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે હતો અને અચાનક તેની પત્ની આવી ગઈ જાણો પછી શું થયુ.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે.જેમાં તમને જાણવી દઈએ કે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં બન્યું અહિયાં નંદાનગરમાં રહેતા એક પરણિત યુવક પોતાની સાથે કામ કરતી મહિલા અને કહેવાતી પ્રેમિકા સાથે ખજરાના ક્ષેત્રના વેલોસીટી સિનેમા હોલમાં ફિલ્મ જોવા આવ્યો હતો.તે બંને સાંડ કી આંખ નામની ફિલ્મ જોઈ રહ્યા હતા.

ત્યાં પરણિત યુવકની પત્નીને તે વાતની ખબર પડી ગઈ. તેવામાં તે તેની બહેન સાથે તે સિનેમા હોલમાં પહોચી ગઈ. હવે જેવા જ પતિ પોતાની પ્રેમિકા સાથે સિનેમા હોલ માંથી બહાર નીકળ્યા તો તેની પત્ની અને સાળીએ પકડી પાડ્યા. બંને બહેનોએ મળીને યુવકની મહિલા સાથીની જોરદાર ધોલાઈ કરી.જયારે પતિ તેને વચ્ચે બચાવવા આવ્યો તો પત્ની અને સાળીએ તેને પણ સારો એવો મેથીપાક ચખાડ્યો. ત્યાં રહેલા લોકો આ દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત રહી ગયા. ઘણા લોકો વચ્ચે પણ પડ્યા, પરંતુ ગુસ્સામાં લાલ થયેલી પત્ની અટકવાનું નામ જ લેતી ન હતી.

તેણે યુવતીની સૌથી વધુ ધોલાઈ કરી. સિનેમા હોલમાં રહેલા સિક્યોરીટી પણ બચાવ કરવા આવ્યા પરંતુ પત્ની અને સાળીના ગુસ્સા આગળ તેનું પણ ન ચાલ્યું. છેવટે પોલીસને ફોન કરી બોલાવવામાં આવ્યા. જયારે પોલીસ સ્થળ ઉપર આવી ત્યારે મામલો શાંત થયો.પોલીસ પરણિત યુવક, તેની પ્રેમિકા અને પત્ની ત્રણેને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઇ ગઈ. મહિલાએ પોતાના પતિ અને તેની સાથે કામ કરતી યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. જાણકારી મુજબ પોલીસ સ્ટેશનની અંદર પણ તેનો ઝગડો ઘણી વાર સુધી ચાલતો રહ્યો.

આ આખી ઘટના ગયા રવિવારે બપોરની છે. જયારે મહાયુદ્ધ ચાલી રહ્યું હતું તો ત્યાં હાજર રહેલા લોકો મોબાઈલ ઉપર વિડીયો બનાવવા લાગ્યા. બસ પછી તો શું થયું તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણો જ વાયરલ થઇ ગયો છે. લોકો આ ઘટના ઉપર પોતાના અલગ અલગ પ્રતિભાવ આપવા લાગ્યા, ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે મહિલાએ પોતાના પતિને મારવા જોઈએ પરંતુ તે યુવતીને ન મારવી જોઈએ.આમ તો મહિલાના પતિ જે યુવતી સાથે ફિલ્મ જોવા ગયા હતા તે તેની ખરેખર ગર્લફ્રેન્ડ હતી કે બસ એક સાથે કામ કરતી યુવતી તે વાત હજુ સ્પષ્ટ નથી.

અંતે એવી માહિતી મળી છે કે મહિલાનો ગુસ્સો જોઈને એવું લાગી રહ્યું છે કે વાત દોસ્તીથી થોડી વધુ આગળ હતી. તમે આ વાયરલ વિડીયો અહિયાં જોઈ શકો છો.આમ તો તમને શું લાગે છે મહિલાએ પોતાના પતિની ધોલાઈ કરી સારૂ કર્યું કે ખોટું શું તેણે પ્રેમિકાને છોડી પતિને વધુ મારવો જોઈતો હતો? તમારા જવાબ જરૂર આપશો. અમારી પણ લોકોને એવી સલાહ છે કે તમારા જીવનસાથીને આવી રીતે દગો ન આપો. નહિ તો પરિણામ આવા પ્રકારનું આવી શકે છે. હંમેશા લોકો પોતાના જીવનસાથીને અંધારામાં રાખીને આવા પ્રકારની કુપ્રવૃત્તિ કરે છે જે એકદમ ખોટી છે.

મિત્રો બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મદદની લાલચમાં પતિએ પત્નિને મિત્ર સાથે સેક્સ સંબંધ બંધાવ્યા, પછી આવ્યો એવો વળાંક કે જાણીને લાગી જશે આંચકો, મહુવા તાલુકાનાં એક ગામમાં પ્રેમિકાના વિરહમાં ઝઝૂમતા પતિ માટે તેની પત્નીએ ચોંકાવનારુ પગલું ભર્યું હતું. પત્નીએ પતિની પરણિત પ્રેમિકાને તેના જ ઘરેથી પોતાની સાથે ઘરે લઇ આવતાં ચકચાક મચી ગઇ હતી. ભાગેડુ પ્રેમિકાના પતિએ મહુવા પોલીસમાં ફરિયાદ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, લગ્નેતર સંબંધોમાં પતિ પત્નીના ઝઘડા આજના સમયમાં સામાન્ય બાબત છે. પરંતુ એક વ્યક્તિની પત્નીએ પોતાના પતિ માટે તેની પ્રેમિકાને ભગાડીને ઘરે લઇ આવી હતી. એટલું જ નહી પ્રેમિકાના સંતાનોને પણ સાથે લેતી આવી હતી.મહુવા તાલુકામાં બનેલો આ પ્રણય ત્રિકોણનો ઉકેલ લાવવો પોલીસ માટે માથાનો દુખાવો બન્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હિતેશ (નામ બદલ્યુ છે) અને જીગર (નામ બદલ્યુ છે) બંન્ને સારા મિત્રો હતા. હિતેશ ખેતીનું કામ કરતો હતો જ્યારે જીગર શાકભાજીનો વેપાર કરતો હતો. ત્રણ સંતાનના પિતા એવા હિતેશની આર્થિક હાલત નબળી હોવાથી જીગર અવારનવાર હિતેશને મદદ કરતો હતો. બે વર્ષ અગાઉ લાલચમાં આવેલા હિતેશે પોતાની પત્ની શીલાને (નામ બદલ્યુ છે) જીગર સાથે સંબંધ બાંધી આર્થિક રીતે લાભ લેવા મનાવી લીધી હતી. પતિની મરજીથી જ આ સંબંધો ચાલતા હોવાથી શીલાએ જીગરને પ્રેમ જાળમાં ફસાવી લીધો હતો.

બીજી તરફ જીગરની પત્ની રૂપા (નામ બદલ્યુ છે)ને આ સંબંધની જાણ થતાં શરૂઆતના આનાકાની બાદ એણે એના પતિનો પ્રેમ સંબંધ સ્વીકારી લીધો હતો. સમય જતાં હિતેશની આર્થિક સ્થિતિ સારી થતાં એણે તેની પત્ની શીલાને જીગર સાથે સંબંધ તોડી નાખવા દબાણ કર્યું હતું. પરંતુ સમય જતાં જીગર અને શીલા પ્રેમ કરવા લાગ્યા હતા.

આ મામલે હિતેશ શીલાને માર પણ મારવા લાગ્યો હતો. હિતેશ શીલાને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આમ મળવાનું ઓછું થતાં જીગર શીલાને મળવા માટે તડપવા લાગ્યો હતો. પતિ પ્રેમિકા વિના રહી શકતો ન હોવાના કારણે રૂપા શીલાના ઘરે પહોંચી હતી અને એ શીલાને સમજાવીને ઘરે લાવી હતી. રૂપાએ શીલાને કહ્યુ કે, તારા અને તારા બાળકોનું ભરણપોષણ મારો પતિ જ કરે છે તો તું મારા ઘરે રહેવા આવી જા.

પત્ની અને પ્રેમિકાને એક જ ઘરમાં જોઇને પતિ જીગર ખુશ થઇ ગયો હતો. બીજી તરફ પત્ની ભાગી જતાં હિતેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આખરે મહિલા હેલ્પ લાઇન 181ના કાઉન્સિલની મદદથી બંન્ને મહિલાનું કાઉન્સિલિંગ કરાવી બાળકોનાં ભવિષ્ય માટે સંસાર ન તોડવા રાજી કરી લીધી હતી. અંતે સમાધાન થતાં પોલીસ બંન્ને દંપતિને પોતપોતાના ઘરે મોકલી દીધી હતી. જોકે, આ ઘટના સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી.

પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.