વિમાનમાં એરહોસ્ટેસના આરામ કરવાની રૂમ હોય છે એક દમ સ્ટાઇલિશ જોવો આ ફોટા

0
97

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઈન્ટરનેશનલ હવાઈ મુસાફરી લાંબી હોવાના કારણે એર હોસ્ટેસની અલગ-અલગ શિફ્ટ રાખવામાં આવતી હોય છે. આ દરમિયાન પ્લેન લેંડ ન થાય ત્યાં સુધી તેમને પ્લેનમાં જ આરામ કરવાનો હોય છે. તેના માટે ક્રૂ મેમ્બર્સ અને સ્ટાફ માટે અલગથી ખાસ રૂમ બનાવવામાં આવ્યા હોય છે જ્યાં તેઓ આરામ કરી શકે છે. ફ્લાઈન્સ અને પેસેન્જર એરિયા સિવાય પણ ફ્લાઈટમાં ઘણી એવી જગ્યા હોય છે.

જેનો ઉપયોગ વિમાન કંપનીઓ તેમના સ્ટાફને વિશેષ સુવિધા આપવા માટે કરે છે. આ જગ્યામાં એર હોસ્ટેસ અને કેબિન ક્રૂ મેમ્બર પણ આરામ કરી શકે છે. આ જગ્યાને ક્રૂ રેસ્ટ ડિપાર્ટમેન્ટના નામેથી પણ ઓળખવામાં આવે છે. પોતાના અલગ અલગ કર્મચારીઓ માટે અલગ અલગ સ્ટાઈલ અને સાઈઝના આ રેસ્ટ રૂમ બનાવવામાં આવે છે. વિમાનની ઉપરનો ભાગ હંમેશા ખાલી જ રહે છે. આ સિવાય મેઈન સેક્શનના ખૂણામાં પણ ખાલી જગ્યા હોય છે.

એટલું જ નહીં પરંતુ વિમાનની પાછળના ભાગમાં પણ ખાલી જગ્યા હોય છે. આ જગ્યાઓમાં રેસ્ટ રૂમ અને બેડ બનાવવામાં આવે છે. પ્લેનના આ રેસ્ટ રૂમમાં ચા-કોફી, નાસ્તા-પાણીથી લઈને આરામ કરવાની ઉત્તમ પ્રકારની સુવિધા હોય છે. તેટલું જ નહીં દરેકની પ્રાઈવસીનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો હોય છે. ઊંઘનારા લોકોને કોઈ પરેશાની ના થાય એટલા માટે અહીં બે બેડની વચ્ચે પાર્ટિશન લાગાવી દેવામાં આવે છે.

પ્લેનમાં એરહોસ્ટેસ ક્યારેય નહીં કહે આ વાતો.પ્લેનમાં મુસાફરી કરનારા લોકોને એ તો ખબર હોય છે કે વિમાનમાં બેઠા હોઈએ ત્યારે શું કરવું અને શું નહીં. શક્ય છે કે, આ નિયમો પાછળ એવી વાતો છે કે જેની પાછળનું કારણ તમે ન જાણતા હો, પરંતુ ચૂપચાપ તેને ફોલો કરો છો, કારકે સેફ્ટી માટે તેમ કરવા તમને કહેવામાં આવે છે. અમે આપને જણાવીએ એવી કેટલીક વાતો અંગે કે જેના પર પ્લેનમાં મુસાફરી દરમિયાન તમારું ભાગ્યે જ ધ્યાન ગયું હશે, કે પછી આપને કોઈ એરહોસ્ટેસે જણાવ્યું હશે. આગળ ક્લિક કરો અને જાતે જ જાણો આવી વાતો.

શું તમે એ વાતની નોંધ લીધી છે કે ટેકઓફ અને લેન્ડિંગ વખતે પ્લેનની લાઈટ્સનું અજવાળું ઓછું કરી દેવાય છે. આવું એટલા માટે કરાય છે, કારણકે દરમિયાન જો કોઈ કટોકટીની સ્થિતિમાં પ્લેનમાંથી બહાર નીકળવું પડે તો પેસેન્જર્સની આંખો બહારના અંધારા પ્રમાણે એડજસ્ટ થઈ શકે. પ્લેનમાં ઈમરજન્સી માટે જે ઓક્સિજન માસ્ક રાખવામાં આવે છે તેમાં તેના સપોર્ટ પર કેટલો સમય જીવતા રહી શકાય તે તમને ખબર છે? આપ કદાચ જાણીને ચોંકી જશો કે આ માસ્ક તમને માત્ર 15 મિનિટ જ જીવતા રાખી શકે તેમાં તેટલો જ ઓક્સિજન હોય છે.

જો પ્લેનનું એન્જિન ફેલ થઈ જાય તો પ્લેન દર 5000 ફીટ નીચે આવવા માટે 6 નોટિકલ માઈલ સુધી ઉડી શકે છે. ફિલ્મોમાં બતાવાય છે કે હવામાં ઉડતા પ્લેનનું એન્જિન ફેલ થાય તો તે બેકાબુ બનીને ગડથોલિયા ખાવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તો આવું થવાના ચાન્સ ના બરાબર હોય છે. જો તમારો પાઈલટ હાર્ડ લેન્ડિંગ કરે તો તેના પર ગુસ્સો ન કરો. તે આવું એટલા માટે કરે છે કારણકે ચોમાસા અને ખરાબ હવામાનને કારણે પાઈલટને ખાસ્સું હાર્ડ લેન્ડિંગ કરાવવું પડતું હોય છે, જેથી રનવે પર ભરાયેલા પાણીના લેયરને પંકચર કરી શકાય અને પ્લેન લપસી ન જાય.

એર ટ્રાવેલ દરમિયાન તમારો મોબાઈલ ફોન ઓફ કરવા માટે કહેવાય છે. ખરેખર તો તેનો સુરક્ષા સાથે કોઈ સંબંધ જ નથી. આવું માત્ર એટલા માટે કહેવાય છે કારણકે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન તેના સિગ્નલ્સ પાઈલટને ખૂબ પરેશાન કરતા હોય છે. જો તમારું પ્લેન આકાશમાં વીજળીની ઝપેટમાં આવી જાય તો તેની તમને કોઈ અસર નહીં થાય અને પ્લેનને પણ કોઈ નુક્સાન નહીં થાય. કારણકે, એરક્રાફ્ટ કરંટથી સેફ હોય છે. પ્લેનમાં મુસાફરી કરતી વખતે તમને જે હેડફોન આપવામાં આવે છે તે જોવામાં તો એકદમ નવા લાગે છે. પરંતુ તે ખરેખર તો નવા હોતા જ નથી. મોટાભાગના હેડફોનને તો સાફ કરીને પેક કરી દેવાય છે, જેથી તેનો ફરી ઉપયોગ થઈ શકે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે મુસાફરો થી ખચોખચ ભરેલા એરોપ્લેન મા એક એર હોસ્ટેસ ને કેવી પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે? મોટેભાગે એવું વિચારતા હોય છે કે એક ફ્લાઇટ અટેન્ડન્ટ કે કેબિન ક્રૂ ની જોબ વિમાન ના ઉપડતા પહેલા કે બાદ માત્ર પીણાં પોહ્ચાડવા અથવા તો સફાઈ ની હોય છે પરંતુ તેમનું કામ અને સ્થિતિ આનાથી વિપરીત છે.ડેરી લિન નામ ની એક ચીફ ફ્લાઇટ અટેન્ડન્ટ છે કે જેમણે પોતાની નૌકરી વિશે ની અગંત વાતો જાહેર કરી છે અને તેમને જણાવ્યું છે કે જયારે પણ કોઈ વિમાન મા મુસાફરી કરે તો તે પેસેન્જરે વિમાન મા ઉડાન વખતે શું ન કરવું જોઈએ…

વિમાન ના દરવાજા ખુલે અથવા તો બંધ થાય એ સમય સિવાય નો પગાર મળતો નથી. તો કોઈપણ કામ કે જયારે એર હોસ્ટેસ વિમાન મા રહીને કરે છે તેમજ લોકો ને આવકારો આપે છે તેના માટે પગાર નથી મળતો. તેમને જેટલા દિવસ કામ કર્યું હોય તેટલા જ દિવસ નો પગાર આપવામાં આવે છે. કોઈપણ આલીશાન હોટેલ કે પછી સામાન્ય જગ્યાએ રહેવાનું તે એરલાઇન પર આધાર રાખે છે, જેથી તેઓ કેટલું કમાય છે તે પૂછવાનો સવાલ જ નથી ઉઠતો.

કોઈપણ એરહોસ્ટેસ જો નાના અંતર ના વિમાનો માટે કામ કરતી હોય તો તેને પોતાના પગાર સિવાય બીજે પણ ઓછા મા ઓછી ચાર થી પાંચ કલાક ની નૌકરી કરવી પડે છે. તેમાય જો વિમાન મોડું પડ્યું હોય તો તો તેમના માટે વધુ તકલીફ ઉભી થાય છે કેમકે આરામ કરવા નો સમય રેહતો નથી. તેમજ બીજા ઉડાન ભરવા માટે તૈયાર થતા વિમાન મા જવાનું હોય છે.

એક ફ્લાઇટ અટેન્ડન્ટ વિમાન મા પ્રાથમિક ધોરણે મુસાફરો ની સુરક્ષા માટે હાજર હોય છે અને સર્વિંગ કે બીજા કામ તો ત્યારબાદ ની જવાબદારી છે. તેમની સવ થી મહત્વ ની જવાબદારી છે કે વિમાન ઉપાડ્યા પહેલા તેમજ પછી બધા સુરક્ષિત નિયમો નુ પાલન મુસાફરો દ્વારા કરવામાં આવે તે જોવાનું છે. કેમકે કોઇપણ વિમાન મા હાજર બધા કર્મચારીઓ મા ફ્લાઇટ અટેન્ડન્ટ ને સુરક્ષા થી લગતી બધી જ પ્રક્રિયાઓ તેમજ આપાતકાલીન સ્થતિ મા કે વિમાન મા સર્જાતી દુર્ઘટના સમયે કેવી રીતે વિમાન મા રહેવું તેની બધી જ જાણકારી તેમને જ હોય છે.

ફ્લાઈટ અટેન્ડન્ટ ડેરી ના જણાવ્યા પ્રમાણે વિમાન મા આપવામા આવતું પાણી બહુ જ ખરાબ હોય છે કારણ કે જે ટેન્કર મા પાણી લાવવામા આવે છે તેને ક્યારેય સાફ કરવામા આવતું નથી. આ જ પાણી થી ત્યાં વિમાન મા ચા કે કોફી બનાવવા મા પણ આવે છે. જેથી વિમાન મા ક્યારેય પણ ચા કે કોફી ન પીવી જોઈએ કે જ્યાં સુધી સીલ પેક બોટલ ના પાણી લઈ ને તમારી નજર સામે તે બનાવવા મા ન આવે.

વિમાન મા રહેલ બાથરૂમ નો પણ જરૂર ના પડે ત્યાં સુધી ઉપયોગ ના કરવો જોઈએ. વધુ જરૂર ના જણાતી હોય ત્યાં સુધી ફ્લાઈટ અટેન્ડન્ટ પણ તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. એક ફલાઈટ અટેન્ડન્ટ પાસે મુસાફર જો સતત રિંગ કે બેલ વગાડ્યા વિના સામે થી પીણાં કે પછી શરાબ કે બીયર લેવા જાય તો તે વધુ ખુશ થાય છે. તે લોકો માત્ર તમને સર્વિસ આપવા કે પછી કમ્ફર્ટ આપવા માટે હોય છે, તેમની પાસે એક નૌકર ની જેમ કામ ના કરાવવું જોઈએ.