વીર સંભાજી મહારાજની આ કહાની આખી જરૂર વાંચજો, ઔરંગઝેબએ એક એક અંગ કાપી નાખ્યો છતાં મહરાજ એ પોતાનો ધર્મ ના બદલ્યો……..

0
843

મિત્રો તમે બધાએ છત્રપતિ શિવાજી નું નામ તો સાંભળ્યું જ હશે,પણ અમે એક એવા રાજા વિસે વાત કરવા જઈ રહ્યા છે જેણે ધર્મની માટે પોતાનો જીવ પ આપી દીધો.તો ચાલો જાણીએ જેણે અવું બહાદુરીનું કામ કર્યું.તેમનું નામ છે છત્રપતિ શભાજી મહારાજ.૧૪ મે ૧૬૫૭ ના દિવસે પુરંદરગઢ પર સ્‍વરાજ્‍યના બીજા છત્રપતિનો જન્‍મ થયો. સંભાજી રાજાએ નાની ઉંમરમાં કરેલા અલૌકિક કાર્યથી સંપૂર્ણ હિંદુસ્‍થાન પ્રભાવિત થયું. ૨૪ તે ૩૨ વર્ષની આયુમાં તેમણે મુગલો સાથે યુદ્ધ કર્યું અને તેમા આ યોદ્ધો એક વાર પણ પરાજીત થયો ન હોતો.

આથી જ ઔંરગઝેબને દીર્ઘકાળ સુધી મહારાષ્‍ટ્રમાં યુદ્ધ કરવુ પડ્યુ. આથી સંપૂર્ણ ઉત્તર હિંદુસ્‍થાન મુક્ત રહ્યું. આ સંભાજી મહારાજાએ કરેલું સૌથી મોટું કાર્ય છે. જો તેમણે ઔંરગઝેબ સાથે સંધિ કરી હોત અથવા તેનું આધિપત્‍ય સ્‍વીકાર્યું હોત તો ૨-૩ વર્ષમાં તે ઉત્તર હિંદુસ્‍થાનમાં પહોંચી ગયો હોત. પરંતુ સંભાજી મહારાજા સાથેનાં સંઘર્ષને લીધે ઔંરગઝેબને ૨૭ વર્ષો સુધી દક્ષિણ ભારતમાં રોકાવું પડ્યું. આથી ઉત્તરમાં બુંદેલખંડ, પંજાબ અને રાજસ્‍થાનમાં હિંદુઓની નવી સત્તાઓ સ્‍થાપિત થઈને હિંદુ સમાજને સુરક્ષા મળી.

છ. શિવાજી મહારાજજીના આ સુપુત્ર છ. સંભાજી મહારાજ ૧ ફેબ્રુઆરી ૧૬૮૯ ના દિને પત્નીના સગા ભાઈ ગણોજી શિર્કેની ગદ્દારીના કારણે પકડાઈ ગયા. ક્રૂર ઔરંગઝેબે તેને કહ્યું, ‘મુસલમાન બનીશ તો જીવતદાન મળશે’; પરંતુ સ્‍વાભિમાની સંભાજીરાજાએ પોતાના વ્‍યક્તિગત સુખના બદલે હિંદુત્‍વના ગર્વને મહત્‍વપૂર્ણ માન્‍યું.ધર્મપરિવર્તન નકારવાથી ઔરંગઝેબે રાજાની આંખો ફોડી નાંખી, જીભ કાપી નાંખી. નવવર્ષારંભ દિને હિંદુઓને અપમાનિત કરવા માટે તેના એક દિન પૂર્વ ફાગણ અમાસે સંભાજી રાજાની હત્‍યા કરી તેનું મસ્‍તક ભાલાની નોક પર લટકાવી તેને સર્વ તરફ ફેરવવામાં આવ્‍યું. ધર્મ માટે પોતાના પ્રાણ ન્‍યોછાવર કરનારા આ રાજા ઇતિહાસમાં અમર થઈ ગયા. હિંદુઓએ પોતાના રાજાની હત્‍યાના પ્રતિશોધમાં, ત્‍યાર પછી પેશવાના કાળખંડમાં મરાઠાઓએ મોગલોને પરાજિત કરી કાશી-મથુરા આદિ તીર્થક્ષેત્રો સહિત ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર હિંદુ સામ્રાજ્‍ય સ્‍થાપિત કર્યું.

ભારતીય ભૂતકાળના કેટલાય મહાનાયકો ઇતિહાસની કિતાબોમાં પાના ઓઢીને પોઢેલા છે.તેમની કોઈ ખાસ નોંધ કે દરકાર સામાન્ય રીતે લેવામાં આવતી નથી.આ ટ્રેડમિલ જેમ ભાગતા સમયમાં પાછું ફરી જોવાની ફુરસત પણ કોને હોય ?આપણી ભારતભૂમિને આક્રંતાઓ થી બચાવવા માટે કેટલાય દુધમલ જવાનોએ પોતાની જાનની આહુતિ આપી છે..જાત ખપાવી દીધી છે…એ એવા લોકો હતા જે સ્વરાજના દિવાના હતા..જેમના માટે મૌત પણ એક અવસર હતો. જેઓ ખુમારીથી જીવ્યા અને માનથી મર્યા .

શૂરવીરતાના પર્યાય જેવું જો કોઈ એક નામ હોય તો એ છે ..છત્રપતિ સંભાજી મહારાજ.સઈબાઈ અને છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી નો જન્મ આજની તારીખે ૧૪ મી મે ના ૧૬૫૭માં થયો હતો..મહજ બે વર્ષની ઉંમરે માથેથી માતાનું છત્ર ગુમાવી બેઠેલા સંભાજીનો ઉછેર દાદી જીજાબાઈએ કર્યો..બહુ ઓછા રાજાઓ છે જેમણે શસ્ત્ર અને શાસ્ત્રની એક સાથે ઉપાસના કરી હોય ..સંભાજી એમાંથી એક હતા. ૧૩ વર્ષની ઉમર સુધી તેઓ ૧૩ ભાષા શીખી ગયેલા અને બુદ્ધભૂષણ અને નાક્ષિકા જેવા ગ્રંથની રચના કરેલી.શિવાજીને જ્યારે આગ્રામાં કેદ કરવામાં આવ્યા હતા અને ઔરંગઝેબના નાક નીચેથી ચપળપૂર્વક છટકી ગયા ત્યારે સંભાજી પણ એમની સાથે જ હતા..૧૬૮૦ માં શિવાજી મહારાજના મૃત્યુ બાદ ૨૩ વર્ષના સંભાજીએ ગાદી સંભાળી.

સત્તામાં આવ્યા બાદ સંભાજીએ બુરહાનપુર પર હુમલો કરી મુઘલો ના કિલ્લામાં ક્યારેય ન પુરાય એવુ ગાબડું પાડ્યું હતું.બદલો લેવા અને સંભાજીને પકડવા ઔરંગઝેબ ખૂબ મથ્યો પણ ફાવ્યો નહીં.ઔરંગઝેબ સાથે તકરારબાદ તેનો પુત્ર અકબર સંભાજીના શરણે ગયો હતો..ત્યારે સંભાજીએ અકબરની બેન ઝીનતને એક પત્ર લખ્યો..કહેવાય છે કે ઔરંગઝેબે એ પત્ર ભરી સભામાં વંચાવ્યો હતો જેમાં લખ્યું હતું..”બાદશાહ સલામત જે વિચારી દખ્ખણ આવ્યા હતા એ હેતુ પૂરો થયો હવે એમણે પાછા ફરી જવું જોઈએ.

એક વાર હું અને મારા પિતા એમની કેદમાંથી છટકીને બતાવી દીધું છે..પણ જો બાદશાહ હજુ પણ જીદ પર રહ્યા તો તેઓ અમારા પંજામાંથી છટકી દિલ્હી પાછા નહીં જઈ શકે ..અને જો એમની આ જ ઈચ્છા હોય તો એમણે દખ્ખણમાં જ પોતાની કબર માટે જમીન શોધી લેવી જોઈએ..”આ પત્રથી ઔરંગઝેબ ધૂંઆપૂઆ થઈ ગયો.સંભાજીનો ઔરંગઝેબને આ છુટ્ટો તમાચો હતો..જેની ગુંજ આખી સભાએ સાંભળી હતી..ઔરંગઝેબ કોઈપણ ભોગે સંભાજીને પકડવા માંગતો હતો..પણ દરેક વખતે એને ઊંધા મોએ પછડાટ મળતી હતી.

ઔરંગઝેબ અને સંભાજી વચ્ચે નવ વર્ષ તકરાર ચાલી સંભાજીને બાન પકડવા શક્ય તમામ ઉપાયો કર્યા બાદ ઔરંગઝેબ વારંવાર મળતી નિષ્ફળતાથી થાક્યો હતો…બીજી બાજુ સંભાજી ૯ વર્ષમાં ૧૨૦ જેટલા યુદ્ધો લડ્યા જેમાં એક પણ હાર્યા નહીં..મુઘલોની સેના મરાઠાઓ કરતા અનેકઘણી મોટી હતી છતાં ઔરંગઝેબની ઊંઘ હરામ થઈ ગઈ હતી..એટલે હવે એણે સીધા યુદ્ધ કરવાને બદલે..ઘરના ભેદીનો સહારો લેવાનું વિચાર્યું.

સંભાજીના સંબંધી શિરકે પરિવારના ગનોજી શિરકે ઔરંગઝેબ સાથે ભળી ગયા..અને સંભાજી વિશે ગુપ્ત માહિતી મુઘલોને મળતી થઈ.એક દિવસ સંઘમેશ્વરના રસ્તે ઔરંગઝેબની સેનાને સંભાજી અને એમના સલાહકાર કવિ કલશને પકડીને બંધી બનાવવામાં સફળતા મળી.એમણે પકડીને બહાદુરગઢ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને અપમાનિત કરી ..નગરમાં સવારી કાઢવામાં આવી.. જેના પર નિર્દયતાથી પથ્થર વરસાવવામાં આવ્યા..

ત્યારબાદ ઔરંગઝેબે સંભાજી સામે પ્રસ્તાવ મુક્યો ..બધા જ કિલ્લા મુઘલોને સોંપી ધર્મ પરિવર્તન કરી દેવાનો પ્રસ્તાવ.આ પ્રસ્તાવ માની લીધા બાદ જાન બક્ષવાનું આશ્વાસન આપ્યું..પણ આ તો શિવાજી રાજેનો પુત્ર હતો..જાન જાયે પર ધર્મ ન જાયે નો દ્રઢ સંકલ્પ કરી ચુક્યો હતો..સંભાજીએ આ પ્રસ્તાવ માનવાનો સાફ ઇનકાર કરી દીધો..ઘૂંઘવાયેલા ઔરંગઝેબે ત્યારબાદ સંભાજી પર ક્રુરતા ભર્યા અત્યાચારોની પરાકાષ્ટા કરી. એમના શરીર પર ભાલા ભોંકવામાં આવ્યા..જીભ કાપી લેવામાં આવી.

યુરોપિયન ઇતિહાસકાર ડેનિસ કિનકૈડ લખે છે કે “ફરી એક વાર સંભાજીને પૂછવામાં આવે છે ..હવે પ્રસ્તાવ મંજુર છે કે નહીં ?..કાગળ અને કલમ આપવામાં આવી..જેના પર સંભાજી એ લખ્યું.. ઔરંગઝેબ તારી દીકરીને મારી સાથે પરણાવવાનું કહીશ ને તો પણ ધર્મ પરિવર્તન નહીં જ કરું ” લાલઘૂમ ઔરંગઝેબે સંભાજીના હાથ અને પગના નખ ખેંચી લીધા…આંગળીઓ કાપી નખાઈ.. હાથ કાપી લેવામાં આવ્યા..અને આવી રીતે બર્બરતાની હદ વટાવી ઔરંગઝેબે સંભાજીની હત્યા કરી..મૃત્યુ સમયે તેમની ઉંમર માત્ર 32 વર્ષ હતી..

એમની લાશના ટુકડા કરી તુલપુરની નદીમાં ફેંકી દેવામાં આવ્યા .ત્યાંના કેટલાક લોકોએ એ નદીમાંથી બહાર કાઢી..અલગ અલગ ટૂકડાઓ ભેગા કરી અને સીવીને એમના અંતિમ સંસ્કાર કરવામાં….કેટલાક લોકો એમ પણ માને છે કે મુઘલોએ એમની લાશના ટુકડાઓ કૂતરાઓને ખવડાવી દીધા હતા.ઔરંગઝેબે વિચાર્યું હતું કે સંભાજીના મૃત્યુ બાદ મરાઠા સામ્રાજ્ય પડી ભાંગશે પણ થયું બિલકુલ વિપરીત. સંભાજી બાદ તેના ભાઈ રાજા રામ જી – ૧ ગા દી એ આવ્યા.સંભા જી ના લગ્ન જીવુ બાઈ સાથે થયા હતા તેના બે સંતાનો ભવાની બાઈ અને સા હુ હતા

સંભાજીના જીવતા જે મરાઠા સરદાર વિખરાયેલા રહ્યા એ એમના મૌત બાદ એક થઈ ગયા..ઔરંગઝેબનું દખ્ખણ પર રાજ કરવાનું સપનું એના મૃત્યુ સુધી પૂરું ન થયું અને સંભાજી એ કહ્યું હતું એમ ઔરંગઝેબે દખ્ખણની ધરતી પર જ દફન થવું પડ્યું.મહારાષ્ટ્રમાં એક લોકવાયકા મશહૂર છે કે સંભાજીની હત્યા કરતા પહેલા ઔરંગઝેબે કહ્યું હતું કે મારા ચાર પુત્રોમાંથી એક પણ તારા જેવો હોત તો આખા હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતનો ઝંડો લહેરાતો હોત.મહારાષ્ટ્રમાં સંભાજીને છાવા તરીકે ઓખવામાં આવે છે જેનો અર્થ થાય સિંહનું બચ્ચું..देश धरम पर मिटने वाला, शेर शिवा का छावा था। महा पराक्रमी परम प्रतापी, एक ही शंभू राजा था।।’