વાસ્તુદોષને દૂર કરવા તેમજ ઘરમાં શાંતિ જાળવવા માટે સવારે ઊઠીને કરો ગણેશજીના આ સ્વરૂપની પૂજા પછી જુઓ કમાલ…

0
173

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ માં ભગવાન ગણેશજી ને બધા દેવતાઓ માં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. જો તમે કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજા-પાઠ કરો છો તો સૌ પ્રથમ ભગવાન ગણેશજી નીપૂજા કરો છો.એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા ભગવાન ગણેશજી ની પૂજા કરવાથી તેમના આશીર્વાદ હમેશા તમારી સાથે રહે છે.કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજા કરવાથી જ થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુમાં ગણપતિની મૂર્તિ એક, બે, ત્રણ, ચાર અને પાંચ માથાવાળી જોવા મળે છે. આવી જ રીતે ગણપતિના 3 દાંત જોવા મળે છે. સામાન્ય રીતે 2 આંખો જોવા મળે છે, પરંતુ તંત્ર માર્ગ સંબંધી મૂર્તિઓ માં ત્રીજી આંખ પણ જોવા મળે છે. ભગવાન ગણેશની મૂર્તિઓ 2, 4, 8 અને 16 હાથ વાળી પણ જોવા મળે છે.14 પ્રકારની મહાવિદ્યાઓના આધારે 14 પ્રકારની ગણપતિ મૂર્તિઓનું નિર્માણ તમામ પ્રકારના વાસ્તુ દોષ ને દૂર કરે છે.સંતાન ગણપતિ,ભગવાન ગણપતિના 1008 નામો માંથી, સંતાન ગણપતિની મૂર્તિ એવા ઘરમાં સ્થાપિત થવી જોઈએ કે જેમના ઘર માં સંતાન ન હોય. તેમણે આ મૂર્તિ દરવાજા પર લગાવી જેથી સકારાત્મક સમાચાર મળે.

વિઘ્નહર્તા ગણપતિ, વિઘ્નહર્તા ભગવાન ગણપતિની મૂર્તિ એવા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ, કે જે ઘર માં વિખવાદ, વિક્ષેપ, કષ્ટ, તાણ, માનસિક વેદના વગેરે જેવા દુર્ગુણો હોય. આવા ઘરમાં પ્રવેશદ્વાર પર આ મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.વિદ્યા પ્રદિપ ગણપતિ, શિક્ષણ પ્રત્યે બાળકોમાં રસ પેદા કરવા માટે ઘરના માલિકે તેમના ઘરના પ્રવેશદ્વાર પર વિદ્યા પ્રદિપ ગણપતિ સ્થાપિત કરવા જોઈએ.વિવાહ વિનાયક, ગણપતિના આ સ્વરૂપ નું આહ્વાન એવા ઘર માં કરવામાં આવે છે. જ્યાં સંતાનોનાં લગ્ન જલ્દી નથી થતાં.

ચિંતાનાશક ગણપતિ, જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે, તેવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની મૂર્તિ ‘ચિંતામણિ ચર્વનલાસયે નમઃજેવા મંત્રોચ્ચાર કરીને સ્થાપિત કરવી જોઈએ.શ્રીમંત ગણપતિ આજે દરેક વ્યક્તિ પૈસાદાર બનવા માંગે છે, તેથી લગભગ બધા જ ઘરોમાં, ગણપતિના આ સ્વરૂપની મૂર્તિનો મંત્ર સાથે જાપ કરી ને સ્થાપિત કરવામાં આવે છે, જેથી તે ઘરોમાં દરિદ્રતા દૂર થાય, સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બને.સિદ્ધિનાયક ગણપતિ, કાર્યમાં સફળતા અને સાધનો ની પૂર્તિ માટે સિધ્ધિનાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.

સુપારી ગણપતિ,આધ્યાત્મિક જ્ઞાનાજન હેતુ સુપારી ગણપતિ ની પૂજા કરવી જોઈએ.રોગવિનાશક ગણપતિ,કોઈ જૂની બિમારી હોય, જે દવા થી સારી ન થતી હોય, તો તેવા ઘરોમાં રોગ વિનાશક ગણપતિની પૂજા કરવી જોઈએ.શત્રુહંતા ગણપતિ, શત્રુ નો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની પૂજા કરવી જોઈએ.આનંદદાયક ગણપતિ, પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ અને સુખ માટે શુભ સમયમાં ઘરમાં આનંદદાયક ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ.

વિજય સિદ્ધિ ગણપતિ, દુશ્મનનો નાશ કરવા માટે, પાડોશીને શાંત કરવા માટે લોકો ‘વિજય સ્થિર્યાય નમઃ મંત્ર નો જાપ કરી ને બાબા ગણપતિની પ્રતિમા ને સ્થાપિત કરે છે.ઋણમોચન ગણપતિ, કોઈપણ દેવું બાકી હોય અને તમે તેને ચૂકવી ન શકતા હોય તો ઋણમોચન ગણપતિ જી ની મૂર્તિ ને સ્થાપિત કરવી.નેતૃત્વ શક્તિ વિકાસક ગણપતિ, રાજકીય કુટુંબોમાં ઉચ્ચ પદના હોદ્દા માટે ગણપતિના આ સ્વરૂપની પૂજા કરે છે અને આ મંત્રો નું ઉચ્ચારણ કરે છે. – ‘ગણ્યાધ્યક્ષાય નમઃ, ગણનાકાય નમઃ પ્રથમ પૂજિતાય નમઃ.

ગણેશ યંત્ર અત્યંત પ્રભાવી પણ છે. આ યંત્રની સમક્ષ ગાયના ઘીથી મિશ્રિત અનાજની આહુતિ આપવાથી ઘરમાં અઢળક ધન-ધાન્ય વરસે છે. આ સિવાય જીરું, સિંધવ નમક અને મરી મિશ્રિત અષ્ટદ્રવ્યોથી રોજ એક હજાર આહુતિ આપવાથી દરિદ્ર વ્યક્તિ પણ ધનવાન બની જાય છે. પરંતુ જો તમે આ વિધિ કરી ન શકો તો રોજ ગણેશ યંત્ર સમક્ષ આસન પાથરી બેસવું, ઘીનો દીવો કરવો અને ‘ऊँ गं गणपतयै नम:’ મંત્રની 3 માળા કરવી. જીવનમાં આવતી તકલીફો દૂર થઈ જશે.

શાસ્ત્રોમાં એક વાર ભગવાન શિવ ત્રિપુરાસુરનો વધ કરવામાં અસફળ ગયા ત્યારે તેમણે ગંભીરતા પૂર્વક વિચાર કર્યો કે તે ત્રિપુરાસુરનો વધ કરવામાં અસફળ કેમ ગયા તે કાર્યમાં વિઘ્ન કેમ પડ્યો? ત્યારે મહાદેવને યાદ આવ્યું કે તે ગણેશજીની અર્ચના કર્યા વિના ત્રિપુરાસુરનો વધ કરવા ગયા હતા. પછી શિવજી એ ગણેશજીની અર્ચના કરી તેને લાડવાનો ભોગ લગાવ્યો અને બીજીવાર ત્રિપુરાસુર પર વધ કર્યો તો તેમનો મનોરથ પૂર્ણ થયો. સનાતન તેમજ હિંદુ શાસ્ત્રોમાં ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા એટલે કે બધી પરેશાનીઓને દુર કરવાવાળા કહેવામાં આવ્યા છે. પુરાણોમાં ગણેશજીની ભક્તિ શની સહિત બધા ગ્રહ દોષને દુર કરવા માટે બતાવામાં આવી છે. દર બુધવારના શુભ દિવસે ગણેશજીની ઉપાસનાથી વ્યક્તિનું સુખ-સૌભાગ્ય વધે છે અને કોઈ પણ પ્રકારની રુકાવટ હોય તે દુર થાય છે.

ગણેશજી ની પૂજા વિધિ: સવારે સ્નાન ધ્યાન વગેરેથી શુદ્ધ થઈને બધાથી પહેલા તામ્ર પત્રના ગણેશજી યંત્રને સાફ કરો માટી, મીઠું, લીંબુથી બરાબર સાફ કરો. પૂજા સ્થળ પર પૂર્વ અથવા તો ઉતર દિશા તરફ મુખ કરીને આસન પર વિરાજમાન થઇ સામે શ્રી ગણેશ યંત્રની સ્થાપના કરો. સાફ આસનમાં બેસીને પૂજાની બધી સામગ્રીને એકત્રિત કરી પુષ્પ, ધૂપ, દીપક, કપૂર, રોળી, મૌલી, ચંદન, મોદક, વગેરે ગણેશજીને સમર્પિત કરી તેની આરતી કરવામાં આવે છે. અંતમાં ગણેશજી નું સ્મરણ કરી ॐ गं गणपतये नमः નું ૧૦૮ વાર મંત્રનો જાપ કરો.

ગણેશજીને પ્રસન્ન કરવા માટેની ટિપ્સ,ગણેશજીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો છે કે દરરોજ સવારે સ્નાન કરીને ગણેશજીની પૂજા કરીને પાંચ દુર્વા એટલે કે લીલો ઘાસ લેવો. દુર્વા ગણેશના કપાળ પર મૂકવા જોઈએ. દુર્વાને પગથિયામાં રાખશો નહીં.દુર્વા ચઢાવતી વખતે ‘ઇદમ દુર્વાદલમ્ ૐ ગણ ગણપતયે નમહ મંત્રનો જાપ કરો.ગણેશજીને શમી ખૂબપ્રિય છે. જો શમીના થોડા પાન નિયમિતપણે ગણેશને અર્પણ કરવામાં આવે તો ઘરમાં ધન અને ખુશી વધે છેભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે પવિત્ર ચોખા અર્પણ કરો.

પવિત્ર ચોખાને એક એવું કહેવામાં આવે છે જે તૂટેલું નથી. પૂજામાં બાફેલા તૈયાર કરેલા ભાતનો ઉપયોગ ન કરો.ગણેશજીને સુકા ચોખા ચઢાવો નહીં.ત્યારબાદ ચોખા ભીના કરો, ‘ઇદમ્ અક્ષતમ ઓમ ગણપતયે નમહ’ મંત્રનો ઉચ્ચાર કરતી વખતે ગણેશને ત્રણ વાર ચોખા ચઢાવો.શાસ્ત્રો અનુસાર શમી એકમાત્ર છોડ છે જેની પૂજાથી ગણેશ અને શનિ બંને પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે રાવણને દૂર કરવા માટે શમીની ઉપાસના પણ કરી હતી.

બુધવારે અહી બતાવેલા નાના નાના ઉપાયો કરવાથી વ્યક્તિને લાભ પ્રાપ્ત થાય છે.બગડેલા કામને સુધારવા માટે બુધવારે ગણેશ મંત્રનો જપ કરો.त्रयीमयाया खिलबुद्धिदात्रे बुद्धिप्रदीपाय सुराधिपाय। नित्याय सत्याय च नित्यबुद्धि नित्यं निरीहाय नमोस्तु नित्यम्।એટલે કે ભગવાન ગણેશ તમે બધી બુદ્ધિને આપવા વાળા, બુદ્ધિને જાગવા વાળા દેવતાઓના પણ ઈશ્વર છો, તમેજ નિત્ય અને બોધ સ્વરૂપ છો. તમને હુ સદા નમન કરું છું. ઓછા માં ઓછુ ૨૧ વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ.

ગ્રહ દોષ અને શત્રુઓથી બચાવ માટે, गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।नीलग्रीवो लम्बोदरो विकटोविघ्रराजक: ।।धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम्।અહી ભગવાન ગણેશજીના ૧૨ નામનું સ્મરણ કરવામાં આવ્યું છે. આ નામોનું જાપ જો બેસીને કરવામાં આવે તો તે ખુબ જ ઉતમ છે. જયારે પૂરી પૂજા વિધિ થઇ જાય તો ઓછામાં ઓછુ ૧૧ વાર આ નામોનો જાપ કરવો શુભ હોય છે. બુધવારના દિવસે સફેદ રંગ ના ગણેશજી ની સ્થાપના કરવા થી બધીજ પ્રકારની તંત્ર વિધિનો નાશ થાય છે.

ધન પ્રાપ્તિ માટે બુધવારના દિવસે ગણેશજીને ગોળ અને ઘીનો ભોગ લગાવો તેને થોડી વાર પછી ગાયને ખવડાવી દો. આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાનું નિવારણ થાય છે. પરિવારમાં કંકાસ થતો હોય તો બુધવારે ધરો થી ગણેશજીની પ્રતીકાત્મક મૂર્તિ બનાવો. તેને પોતાના ઘરના દેવાલયમાં સ્થાપિત કરો અને રોજ તેની વિધિ વિધાનથી પૂજા કરો.ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની પ્રતિમા લાગવાથી ઘરમાં સુખ સમૃધી બની રહે છે. કોઈ નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશ નથી કરી શકતી.