વાસ્તુ શાસ્ત્ર મુજબ તિજોરીને રાખો આ દિશામાં ક્યારેય ખાલી નહિ થાય, જાણો આ દિશા વિશે…

0
2160

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રનું આપના જીવનમાં ઘણું મહત્વ છે તેજ રીતે આ લેખમાં જણાવવા જઈ રહ્યો છુ કે વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને આ દિશા મૂકશો તો તમારી તિજોરી ક્યારેય ખાલી નહિ થાય.તેમા કોઈ શક નથી કે આપણી સંસ્કૃતિમા વાસ્તુ શાસ્ત્રમા ખુબજ ખાસ મહત્વ હોય છે મિત્રો આજ કારણ છે કે મનુષ્ય જ્યારે કોઈ ખાસ કરે છે ત્યારે તે વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમા રાખીને જ કરે છે જેવીકે કોઇપણ શુભ કામ કર્તા પહેલા સારો સમય સારો દિવસ વગેરે જેવા ઘણુ બધુ જાણીને જ કોઈ કામ ચાલ્યુ કરે છે મિત્રો જો અમે સીધા શ્બ્દોમા કહીએ તો આપણા ભારત દેશમા કોઇપણ શુભ કામ વાસ્તુ શાસ્ત્ર સિવાય પુરુ જ નથી થતુ મિત્રો તમને જણાવી દઈએ કે કોઇપણ કામને જો વાસ્તુ શાસ્ત્ર મુજબ કરવામા આવે તો ભવિષ્યમા તેના લીધે કોઈ મુશ્કેલીઓ આવતી નથી.મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તિજોરીને આ દિશામાં મૂકશો તો તમારી તિજોરી ક્યારેય ખાલી થશે નહિ તો ચાલો જાણીએ કે દિશામાં તિજોરી મૂકવી જોઈએ.

ઘર હોય કે કાર્યક્ષેત્ર, તિજોરીને કઈ દિશામાં રાખવી જોઈએ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી અને પૈસા મૂકવાનું કબાટ હંમેશાં પશ્ચિમ દીવાલ સાથે જોડાયેલુ હોવું જોઈએ. એટલે તિજોરી અને કબાટનું મુખ પૂર્વ દિશા તરફ ખુલશે અને ધનલાભ થશે. આ સિવાય તિજોરીની સામે ક્યારેય પણ વોશરૂમ અથવા ગંદકી હોવી જોઈએ નહીં. તેના કારણે બચતમાં સમસ્યા ઊભી થાય છે.

તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં.વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ખાલી રાખવી જોઈએ નહીં. તેમાં થોડું ધન રાખવું જરૂરી છે. તિજોરીની ઉપર કોઈ પ્રકારનો સામાન અથવા બોજ રાખવો જોઈએ નહીં. તિજોરીના કોઈપણ ખૂણામાં ક્યાંય પણ જાળું હોવું જોઈએ નહીં

તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં.વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીને ક્યારેય પણ કોઈ ધાતુ ઉપર રાખવી જોઈએ નહીં. તિજોરીને ક્યારેય ગંદા હાથથી સ્પર્શ કરવો જોઈએ નહીં અને જ્યારે પણ તિજોરીમાંથી પૈસા નીકાળવા અથવા મૂકવાની જરૂર હોય ત્યારે હાથ-પગ સ્વચ્છ હોય તે જરૂરી છે. તે દરમિયાન પગમાં જૂતા હોવા જોઈએ નહીં.

વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર કે પૂર્વ દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ – પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. તિજોરી એ રીતે ગોઠવો કે જ્યારે તમે તિજોરી ઉત્તર કે પૂર્વ દિશામાં ખુલે. આનાથી ધનમાં વધારો થાય છે. તિજોરીનો રંગ આછો ક્રિમ હોવો જોઈએ. તિજોરી પર કોઈપણ બ્રિફકેસ ન હોવી જોઈએ.

પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય હોય છે તેથી આ દિશામાં તિજોરી મુકવી શુભ કહેવાય છે. જો તિજોરી દક્ષિણ પૂર્વ મતલબ અગ્નિકોણમાં મુકવામાં આવે તો ધનનો ખર્ચ વધુ થાય છે. ઘણીવાર કર્જ લેવાનો વારો આવે છે.તિજોરીકક્ષનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો જોઈએ. અનિયમિત આકારનો તિજોરીકક્ષ લાભકારી નથી.તિજોરીકક્ષની છતની ઉંચાઈ ઘરના અન્ય કક્ષની ઉંચાઈથી ઓછી ન હોવી જોઈએ.

તિજોરીકક્ષને એક જ દરવાજો હોવો જોઈએ અને તે મજબૂત હોવો જોઈએ.ઉત્તર કે પૂર્વ દિશામાં દરવાજો અને બારીઓ હોવા શુભ છે. તિજોરીકક્ષ અલગ હોય તો તેને ઉંબરો હોવો જોઈએ. તિજોરીકક્ષની દિવાલો અને ફર્શનો રંગ પીળો હોવો શુભ છે. પીળો રંગ ધન-સંપતિમાં વધારો કરનારો મનાય છે.તિજોરીકક્ષમાં તિજોરીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. એ ધ્યાન રાખવુ કે નૈઋત્યકોણ (દક્ષિણ-પશ્ચિમ) કે વાયવ્યકોણથી (ઉત્તર-પશ્ચિમ) એક ફૂટ જેટલા અંતર પર તિજોરી રહે. કક્ષના કોઈ પણ ખૂણામાં તિજોરી ન રાખવી જોઈએ.

તિજોરીનો પાછળનો ભાગ દક્ષિણ દિશા તરફ રહે અને આગળનો ભાગ ઉત્તર દિશા તરફ રહે તે રીતે રાખવી. તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખૂલવો જોઈએ. એ રીતે શક્ય ન હોય તો પૂર્વ દિશા તરફ દરવાજો ખૂલે તે રીતે પણ રાખી શકાય. તિજોરી દિવાલને સ્પર્શે નહી તે રીતે દિવાલથી એક ઈંચ દૂર રાખવી. તિજોરીને સપાટ જમીન પર રાખવી અને તે ઢળેલી ન હોવી જોઈએ. તિજોરીને ચાર પાયા હોવા જરૂરી છે. પાયા વાંકાચૂકા કે ભાંગેલા-તૂટેલા ન હોવા જોઈએ. સ્થિર તિજોરી ધનને પણ સ્થિર રાખે છે.

લાકડામાથી બનેલી તિજોરી શુભ છે.સોના-ચાંદીના આભૂષણો અને અન્ય મૂલ્યવાન રત્નો તિજોરીમાં દક્ષિણ કે પશ્ચિમ બાજુએ રાખવા. તિજોરીમાં ઈશ્વરની મૂર્તિ ન રાખવી જોઈએ.તિજોરી બીમની નીચે ન હોય તેનુ ધ્યાન રાખવુ.તિજોરીકક્ષ અસ્તવ્યસ્ત કે મલિન ન હોવો જોઈએ. તેને અત્યંત સ્વચ્છ રાખવો જોઈએ. તિજોરીની સામે તિજોરીનુ પ્રતિબિંબ પાડતો અરીસો હોવો શુભ છે. તે ધનપ્રાપ્તિની તકોને બમણી કરી આપે છે.તિજોરીનો ઉપયોગ અન્ય કોઈ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે ન કરવો જોઈએ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here