વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના દરવાજાના સામે ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુ, મુશ્કેલીઓ નો થઈ જશે ઢગલો….

0
28

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સુખ-સમૃદ્ધિ ઈચ્છે છે અને તેના માટે તે ઘણા પ્રયત્નો પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક પૂજા-પાઠથી લઈને વાસ્તુના અનુસાર ઘર બનાવ્યા પછી પણ ઘરમાં લક્ષ્મી નથી આવતી. તેના માટે જવાબદાર છે તમારી ઘરની આજુબાજુની કેટલીક વસ્તુઓ. ઘરના મુખ્ય દરવાજાની સામે અમુક વસ્તુ ક્યારે ન રાખવી જોઈએ. જાણો કઈ વસ્તુ ન રાખવી.

મિત્રો જો ઘરની સામે ગંદુ પાણી હોય તો તેને તરત દૂર કરવું. તેનાથી બીમારીઓ વધે છે અને સાથે ધનનું પણ નુકસાન થાય છે. ઘરના મુખ્ય દરવાજાની સામે જો વીજળીનો થાંભલો હોય તો તેનાથી સફળતામાં બાધાઓ આવે છે. ઘરની સામે આકડા જેવા છોડ ન રાખવા જોઈએ. તેનાથી સમસ્યાઓ વધે છે. તેમજ ઘરની સામે કાંટા વાળા છોડ હોય તો તેને તરત હટાવી લેવા. આ છોડથી દુશ્મનો વધે છે. તેમજ પરિવારની વચ્ચે મતભેદ ઉભા થાય છે.

જો ઘરના ગેટ પરથી કોઈ વેલ ઉપર તરફ જતી હોય તો તે તમારા માટે શુભ નથી. વેલ ઉપરની તરફ જતી હોય તો તેનાથી ધનનું નુકસાન થાય છે. તેમજ ઘરની સામે પથ્થરો હોય તો તેનાથી તમારા કામમાં બાધાઓ આવે છે. તેમજ કરિયરમાં અસફળતા હાથ લાગે છે. ઘરની નજીક ક્યારેય કચરા પેટી ન રાખવી જોઈએ તેને અશુભ માનવામાં આવે છે. તેનાથી વાસ્તુદોષ થાય છે.

જ્યારે પણ ઘરને સજાવવાની વાત આવે છે ત્યારે મનમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓનો વિચાર મનમાં આવવા લાગે છે. આજકાલની માનસિક તાણ ભરેલી અને ભાગદોડ ભરેલી દિનચર્યા પછી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં શાંતિની પામવાની અપેક્ષા રાખે છે. તેના કારણે વાસ્તુનું મહત્વ પણ વધ્યું છે. વાસ્તુના કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે.

ઘરની આગળ થોડી ખુલ્લી જગ્યા હોવી જ જોઈએ. આ જગ્યા પર ફુલ-છોડ વાવવા જોઈએ. જેમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. વાસ્તુનુસાર દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જ જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો લાકડાનો જ બનેલો હોવો જોઈએ. મુખ્ય દરવાજા પર ઊંબરો અવશ્ય બનાવવો અને નિયમિત તેની પૂજા પણ કરવી. તેનાથી કોઈપણ પ્રકારની નકારાત્મકતા ઘરમાં પ્રવેશ નહીં કરે.

ઘરનું ફર્નીચર ધારદાર ન હોવું જોઈએ. જો તે લાકડામાંથી બનેલું હોય તો તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વસ્તુઓના ખૂણા ધારદાર હોય છે તે પણ ઘરમાં નકારાત્મકતા લાવે છે. ઘરના મંદિરની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે પૂજા કરનારનુ મુખ પૂર્વ દિશા તરફ રહે. મંદિરમાં ક્યારેય ઘરના મૃત વડિલોના ફોટા ન રાખવા.

બેડરૂમમાં પણ લાકડાના બનેલા ફર્નીચરનો જ ઉપયોગ કરવો, લોઢાનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. આ રૂમની દિવાલો પર પણ હળવા રંગનો જ ઉપયોગ કરવો અને તેના પર લવબર્ડ્સનો ફોટો લગાવવો. બાળકોના રૂમમાં પણ તેમના અભ્યાસ માટેની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી કે તેમનું મુખ અભ્યાસ સમયે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે.રૂપિયા રાખતા હો તે જગ્યાએ ક્યારેય વાદળી રંગની વસ્તુ કે બીજું કંઈપણ ના મૂકયું. કારણકે વાદળી રંગ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે. પાણીની પ્રકૃતિ વહેવાની હોય છે. એટલે ધન કે કોઈ કિંમતી વસ્તુની આસપાસ વાદળી રંગનો પદાર્થ ન રાખો.

ક્યારેય બહુમૂલ્ય વસ્તુઓને વાયવ્ય કોણની દિશામાં ન રાખો. ઉત્તર અને પશ્ચિમ દિશાના મધ્યમાં આવેલા કોણીય સ્થાનને વાયવ્ય દિશા કહે છે. આ દિશાનું મુખ્ય તત્વ વાયુ છે.ખિસ્સામાં પર્સ અને ઘરમાં તિજોરી મૂકતા પહેલા ધ્યાન રાખો કે ફાટેલા પર્સ અને તૂટેલી તિજોરીમાં ક્યારેય લક્ષ્મીનો વાસ થતો નથી. પર્સ કે તિજોરીમાં લક્ષ્મીજીનું ચિત્ર, શ્રીયંત્ર, પૂજાની સોપારી અને કુબેર યંત્ર રાખવાથી શુભ ફળ મળે છે.ઘરમાં તૂટેલું ફર્નિચર હોય તો ધન અને પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે. સાથે જ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. તૂટેલું ફર્નિચર તાત્કાલિક રિપેર કરાવવું જોઈએ.

ઘરના ધાબા પર નકામી વસ્તુઓ કે ભંગાર ન રાખવો જોઈએ કારણકે તેનાથી આર્થિક તંગી વધે છે. આ સિવાય પરિવારના સભ્યોની કમાણી અને માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. સાથે જ પ્રગતિ પણ નથી થતી.ઘરમાં ક્યારેય તૂટેલી કે નકામી વસ્તુઓ ન રાખવી. આનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે મા લક્ષ્મીનું આગમન અટકી જાય છે. ખાસ કરીને કાચની કોઈ તૂટેલી વસ્તુઓ ઘરમાં ન હોવી જોઈએ.

કાંટા અને દૂધવાળા છોડો, તમારા ઘરની બહાર કાંટવાળા છોડ ક્યારેય ન રાખવા જોઇઅે.તેનાથી તમારા દુશ્મનોની સંખ્યા વધી જાય છે.તેના સાથે જ પરિવારમાં આનાથી લડાઈ થાય છે.એટલું જ નહિ પણ તમારુ સ્વાસ્થ્ય પણ વારંવાર ખરાબ થઈ શકે છે.તે ઉપરાંત ઘરની બહાર અેવા છોડો પણ ન લગાવો,જેનાં પાંદડામાંથી દૂધ બહાર આવે છે તે પણ અશુભ હોય છે.પથ્થર નો ઢગલો, વાસ્તુ શાસ્ત્રનું માનીઅે તો ઘરની આગળ ક્યારેય પત્થરોનો ઢગલો ન થવો જોઈએ.જો તમે આમ કરવા દો તો તેની સીધી અસર તમારા પરિવારની વૃદ્ધિ પર થશે.એવું માનવામાં આવે છે કે ઘરની સામે વધુ પત્થરોનો ઢગલો થાય છે.તો તમારે દરેક કામમાં અવરોધોને સહન કરવા પડે છે.