વારંવાર શારીરિક સંબંધ બાંધવાથી સ્ત્રીના શરીરમાં વીર્ય ભેગુ થવાથી સ્ત્રીનું શરીર ફૂલી શકે છે?…

0
457

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શેર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે.

સવાલ.હું 17 વર્ષની છું. મને એક ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ છે. પરંતુ હું તેને મારા મનની વાત જણાવી શકતી નથી અને બંને એક જ વિસ્તારમાં રહીએ છીએ આથી એકબીજાના પરિવારને ઓળખીએ છીએ. આ ઉપરાંત પરીક્ષા દરમ્યાન હું ઘણી નર્વસ થઈ જાઉં છું. આની અસર મારા પરિણામ પર પણ પડે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.સૌ પ્રથમ તો તમારે અભ્યાસમાં ધ્યાન આપી સારું પરિણામ લાવવાની જરૂર છે. બીજું તમે જે યુવકના પ્રેમમાં છો એની સમક્ષ તમારે તમારી લાગણી વ્યક્ત કરવાની જરૂર છે. આ માટે તમે કોઈ કોમન મિત્રની મદદ લઈ શકો છો અથવા તમે જાતે હિંમત એકઠી કરીને તેની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો.જો કે તમારી ઉંમર જોતા હમણા તમારે ભણવામાં વધુ ધ્યાન આપવું જોઈએ અને એ યુવક સાથે મૈત્રી સંબંધ બાંધો અને આ મૈત્રીને હમણા પ્રેમનું નામ આપે નહીં. હજુ તમારી ઉંમર નાની છે અને એ યુવક તમને પ્રેમ ન કરતો હોય એવી શક્યતા નકારી કઢાય તેમ નથી. આ ઉંમરે કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાઈ જાય તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે.

સવાલ.હું 35 વર્ષની પરિણીતા છું. મારા પતિએ અમારા બાર વર્ષના પુત્રના મારી વિરુધ્ધ કાન ભંભેર્યા હોવાથી તે મને ગણકારતો નથી અને હું કડક વલણ અપનાવું તો તે દિવસો સુધી મારી સાથે બોલતો નથી મારે શું કરવું એની મને સમજ પડતી નથી.

જવાબ.તમારા પુત્રને તમારી વિરુધ્ધ ઉશ્કેરવાનું કારણ શું છે? શું તમે એ કારણ છૂપાવ્યું છે કે પછી તમારા પતિનો સ્વભાવ જ આવો છે. શિસ્તનો પ્રશ્ન છે તો તમારે તમારા પુત્રને કાબુમાં રાખવો જ પડશે. તમે જરા પણ નરમ વલણ અપનાવશો તો તમારે જીવનભર એનું પરિણામ ભોગવવું પડશે. તમારા પતિ સાથે પણ તેમના આ વર્તનની ચર્ચા કરો. તેમની સાથે વાત કર્યા વિના તમે તમારી સમસ્યાનું નિરાકરણ મળી શકે તેમ નથી.

સવાલ. અમારા લગ્નને 10 વર્ષ થયેલ છે. બે બાળકો છે. અત્યાર સુધી અમે ગર્ભનિરોધક તરીકે નિરોધનો પ્રયોગ કરતા હતા. પરંતુ છ મહિના પહેલા પત્નીએ કુંટુબનિયોજન નું ઓપરશન કરાવેલ છે. મારી પત્નીને ભય છે કે વધુ પડતા જાતીય સંબંધથી વિર્ય શરીરમાં વારંવાર જવાથી તેનું વજન વધી જશે અને તેનું શરીર બેડોળ બની જશે. શું આવું થઇ શકે છે?

જવાબ.જાતીય જીવનને લગતી આપણા સમાજમાં કેટલી બધી ગેરમાન્યતાઓ છે તે આ સવાલથી જોઇ શકાય છે. કહેવાતા જાહેર ખબરીયા, ખાનદાની સેકસોલોજીસ્ટોએ સદીઓથી લોકોના મનમાં ઢસાવી દીધું છે કે વિર્ય શક્તિશાળી છે. અને વારંવાર સંભોગ કરવાથી એ સ્ત્રીના શરીરમાં જમા થતું રહેવાથી સ્ત્રીનું શરીર ફૂલી જાય છે અને પુરુષ નબળો, પતળો, વૃધ્ધ થતો જાય છે. આ વાતમાં માત્ર બકવાસ સિવાય કોઇ જ સચ્ચાઇ નથી. એ વાત સાચી છે કે વીર્યમાં ફુકડોઝ નામની સુગર આવેલી હોય છે. પણ તે માત્ર વિર્યમાં રહેલા શુક્રાણુને પોષણ અને હલનચલન માટે જ પુરતી છે. એ એક સ્ત્રીના વજનમાં ફેરફાર કરી શકે એટલી શક્તિશાળી નથી હોતી. ઉલટું એક્ટિવ સેક્સ માણનાર એક વખતના જાતિય સમાગમાં આશરે દોઠસો કેલરી ઓછી વપરાય છે. આ કેલરી વિર્યને કારણે નહીં પરંતુ હલનચલન થવાથી ઓછી થાય છે. એટલે જો સ્થૂળ વ્યક્તિ નિયમિત એકટીવ જાતીય જીવન માણે તો ચોક્કસ શરીર ઉતારી શકે છે. સેક્સ એ એક એવી કસરત છે જે ક્યારેય કંટાળાદાયક નથી.

સવાલ.હું 22 વર્ષની અવિવાહિત કોલેજિયન યુવતી છું. ગુપ્તાંગ પર ઉગતા વાળની સમસ્યાથી હું પરેશાન છું. મારા લગ્નની વાત ચાલે છે. પરંતુ આ કારણે હું ઘણી પરેશાન છું. વાળ દૂર કરવાનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી.

જવાબ.અણગમતા વાળ દૂર કરવા માટે તમે કોઈ હેર રિમૂવિંગ લોશન કે લેડિઝ રેઝર વાપરી શકો છો.

સવાલ.હું 21 વર્ષનો છું. મારી સગાઈ થયે એકાદ વર્ષ થયું છે. હું અને મારી ફિયાન્સી એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. અમે જાતીય સંબંધ બાંદ્યો નથી. સેક્સ વિશે અમને જાણ છે. અમે એકાદ બે વાર પહેરેલે કપડે સેક્સ માણ્યું છે. શું આથી ગર્ભ રહેવાની શક્યતા ખરી? મારી ફિયાન્સીને તે ચરમ સીમા સુધી પહોંચી છે કે નહીં એની ખબર પડતી નથી. અમારા લગ્નને હજુ એકાદ-દોઢ વર્ષની વાર છે. લગ્ન પહેલા અમારે શારીરિક સંબંધ બાંધવો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો.

જવાબ.કપડા પહેરી સેક્સ માણવાથી ગર્ભ રહેવાની શક્યતા પાંખી છે. પરંતુ મન પર કાબુ ન રહેતા શરીર સંબંધ બંધાવાની શક્યતા છે. આથી તમે જે કરો તે સમજી વિચારીને જ કરજો. તમારે તમારી પસંદ ના પસંદની ચર્ચા કરવાની જરૂર છે. તે જે ક્રિયાઓથી ઉત્તેજિત થતી હોય એવી ક્રિયાઓ કરો એક સમયે એને અહેસાસ થશે કે બસ, આનાથી વધુ હવે કંઈ નહીં જોઈએ. આ જ ક્લાઈમેક્સ, પરાકાષ્ઠાં કે ચરમસીમા છે. સુખ અને સંતોષનો અનુભવ મનમાં થાય છે.

સવાલ.હું 13 વર્ષની છું. મને પગના દુ:ખાવાની સમસ્યા છે. આ માટે હું દર્દ નિવારક ગોળીઓ લઉં છું. પરંતુ દવાની અસર ઓસરી જતા જ દુ:ખાવો શરૂ થઈ જાય છે. ડૉક્ટરની દવાથી પણ ફાયદો થયો નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.જવાબ:નબળાઈને કારણે તમારા પગ દુ:ખતા હોવાની શક્યતા છે.કેલ્શિયમ, વિટામીન્સ તેમ જ લોહ તત્ત્વની ઉણપને કારણે આમ થઈ શકે છે. સંતુલિત આહાર લો. આહારમાં લીલા શાકભાજીનં પ્રમાણ વધારી દો. આ ઉપરાંત દૂધ અને દહીં પણ પુષ્કળ પ્રમાણમાં લો. ડૉક્ટરનીસલાહ લઈ બ્લડ ટેસ્ટ કરાવો અને તેમની સલાહ લઈ દવા લો.

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.