Breaking News

વર્ષો પહેલાં સતયુગમાં સ્વર્ગ ની અપ્સરાનું મન ધરતીના પુરુષ પર મોહી ગયું અને ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સ્વર્ગની અપસરાઓ એટલી સૌંદર્યવાન હોય છે કે તેમની માદકતાથી ઈન્દ્રલોકના તમામ દેવતાઓ પણ મોહપાશમાં બંધાઈ જાય છે. કમનીય કાયા અને માદકતા ધરાવતી આ અપસરાઓએ અનેક લોકોના મન ડોલાવ્યા છે.

મિત્રો જેમાં ઈન્દ્રલોકના સ્વામી ઈન્દ્ર દેવતા અને મોટાં મોટાં ઋષિમુનિઓ પણ ભ્રમિત થઈ ગયા છે. ઋષિઓ પોતાનું ઘોર તપ છોડીને અપસરાની સંગ થયા હોવાના દાખલા આપણા પુરાણોમાં અનેક મળે છે. પણ આ અપસરાઓનું મન જો ધરતી પરના કોઈ પુરુષને જોઈને તો ડોલે તો શું થાય તે જાણો અહિં.જ્યારે વિશ્વામિત્ર એક નવા વિશ્વની રચના કરવા કઠોર તપ કરી રહ્યાં હતા ત્યારે ઈંદ્ર દેવતાએ તેમનું ધ્યાન ભંગ કરવા અપસરાઓને કામ સોંપ્યું હતું. આ અપસરાઓ પૈકી મેનકા તેમના પર અભિભૂત થઈ ગઈ હતી.

મિત્રો પહેલાં તો મેનકા પોતાના ઉદેશ્યમાં સફળ ન નિવડી. પણ તેણે ઘણાં પ્રયાસો કર્યા. અંતે તેણે ઋષિ વિશ્વામિત્રની તપસ્યાનો ભંગ કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. વિશ્વામિત્ર પણ મેનકા તરફ આકર્ષિત થઈ ગયાં હતા. મેનકા કેટલાંક સમય માટે સ્વર્ગને ભૂલીને ઋષિ વિશ્વામિત્રને સાચો પ્રેમ કરી બેઠી. પછી બંનેના વિવાહ થકી શકુંન્તલાનો જન્મ થયો. તો કેટલાંક સમય પછી તે સ્વર્ગમાં પાછી ચાલી ગઈ.

મિત્રો જ્યારે એક વાર ઈન્દ્રલોક નારદ મુનિ રાજા પુરુરવાના રૂપ, બુદ્ધિ અને યુદ્ધ કૌશલ્યની પ્રશંસા કરી રહ્યાં હતા. તો તે સમયે સ્વર્ગલોકની અપસરા ઉર્વશી તે સાંભળી ગઈ હતી. તે વાત સાંભળીને પુરુરવા પર એટલી મોહિત થઈ ગઈ હતી કે તેણે ધરતી પર આવીને પુરુરવાને પામવા પ્રયત્ન કર્યા હતા. તેમને પોતાના મોહપાશમાં બાંધી લીધાં હતા. પુરુ પણ તેના અપાર સૌંદર્યમાં ખોવાઈ ગયા હતા. એટલું જ નહિં જ્યારે આ જ ઉર્વશી ઈન્દ્રની સભામાં બિરાજમાન અર્જુન પર મોહિત થઈ ગઈ હતી, ત્યારે તેણે અર્જુન સાથે લગ્ન કરવા ઈચ્છ્યું હતું.

મિત્રો જો કે અર્જુને તેને ધુત્કારી દીધી હતી. અર્જુને કહ્યું હતું કે દેવી તમે અમારા પૂર્વજ સાથે વિવાહ કરીને અમારો વંશ આગળ વધાર્યો છે. તેથી એ નાતે તમે અમારા માતા છો. જો કે અર્જુનની આ વાત સાંભળીને ઉર્વશીને ક્રોધ વ્યાપી ગયો હતો. તેણે અર્જુનને એક વર્ષ નપુંસક રહેશે તેવો શ્રાપ આપી દીધો હતો. ઉવર્શી વિભાંડક ઋષિના પ્રેમમાં પણ પડી હતી. તેના પણ કિસ્સા ગ્રંથોમાંથી મળે છે.

મિત્રો ઈન્દ્રની સૌથી સ્વરૂપવાન અપસરાઓમાંથી એક હતી ધૃતાચી. એકવાર ભારદ્વાજ મુનિ ગંગા સ્નાન કરીને પોતાના આશ્રમ તરફ આવતા હતા. ત્યારે તેમના આકર્ષિત ધૃતાચી એ જ સમયે નદીમાંથી સ્નાન કરીને બહાર આવી. પાણીથી તરબોળ વસ્ત્રોમાંથી તેમના કમનીય લાવણ્યમય દેહને જોઈને ભારદ્વાજ ઋષિ પણ કામાશક્ત થઈ ગયાં હતા. તેમણે આંખો બંધ કરીને પોતાના પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પણ તેમછતાં તેમનો વીર્યપાત થઈ ગયો હતો. તેમણે એ વીર્યને એક માટીના પાત્રમાં રાખી લીધો પછી એમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો. ધૃતાચી ભારદ્વાજ ઋષિ સિવાય અન્ય પુરુષો સાથે પણ પ્રેમમાં પડી હતી. ધૃતાચીની અતિ સુંદર કાયાને જોઈને વેદવ્યાસ ઋષિ પણ કામાશક્ત થઈ ગયા હતા. જેનાથી શુકદેવજીનો જન્મ થયો હતો.

મિત્રો એકવાર ભગવાન શિવના વરદાનના પ્રભાવથી અતિ સ્વરૂપવાન થઈ ગયેલા શેશિરાયણ માર્ગમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે સ્વર્ગની અપસરા રંભા તેમના પર મોહિત થઈ ગઈ હતી. તેમને પામવા માટે તે ધરતી પર આવી હતી. વરસતા વરસાદમાં રસ્તામાં જલક્રીડા કરી રહી હતી. શેશિરાયણની દ્રષ્ટિ તેમના પર પડી. બંને એકબીજામાં ડૂબી ગયા. તેમના મિલન થકી કાલયવનનો જન્મ થયો હતો. જે શિવજી પાસેથી વરદાન મેળવીને અજેય થઈ ગયો હતો. શેશિરાયણે ભગવાન શિવ પાસેથી એવો પુત્ર થવા વરદાન માંગ્યું હતું કે તેને કોઈ હરાવી ન શકે.

મિત્રો સ્વર્ગમાં અન્ય એક નાયિકા અત્યંત સ્વરૂપવાન અપસરા હતી. તેનું નામ હતું મંજુઘોષા. ભગવાન શિવથી બદલાની ભાવનાથી કામદેવે તેને ધરતી પર મોકલી હતી. આ મંજુઘોષા શિવ ભક્ત મેધાવી ઋષિ પર મોહિત થઈ ગઈ હતી. કામદેવના બાણથી વિંધાયેલા મેધાવી પણ તેના તરફ આકર્ષિત થઈ ગયા હતા. બંને એક બીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં. 57 વર્ષોનો સાથ નિભાવ્યા પછી તેને પાછી સ્વર્ગલોકની યાદ આવી, તેણે પોતાના પતિ પાસે પાછા જવાની વાત કરી. પણ તેનાથી આહત થયેલા મેધાવી ઋષિએ તેને પિશાચિની બનવાનો શ્રાપ આપી દીધો.

પુરાણો પ્રમાણે દેવતાઓના રાજા ઈન્દ્ર અને તેમના દરબારમાં સુંદર અપ્સરા રહેતી હતી. અપ્સરાઓ વિશે એવું કહેવામાં આવતું હતું કે તેમનું યૌવન ક્યારે ઢળતું નથી હોતું. અર્થાત્ હંમેશા યુવાન અને સુંદર દેખાતી હતી.પોતાના રૂપ અને યૌવનથી તે સ્વર્ગ લોકની શોભા વધારતી હતી સાથે જ પોતાના નૃત્ય અને અદાઓથી દેવતાઓનું મનોરંજન પણ કરતી હતી. દેવરાજ ઈન્દ્ર તેનો કૂટનીતિક ઉપયોગ પોતાના દુશ્મનોને પરાજિત કરવા માટે પણ કરતો હતો. પુરાણોમાં અનેક એવી કથાઓ પ્રાપ્ત થાય છે જેમાં બતાવ્યું છે કે ઈન્દ્રએ પોતાનું આસન છીનવાઈ જવાના ડરને કારણે તપસ્યામાં લીન તપસ્વીઓની પાસે અપ્સરાઓને મોકલી.

અપ્સરાઓને પોતાના રૂપ અને યૌવનથી તપસ્વીઓને તપસ્યાથી હટાવીને ઘર ગૃહસ્થીમાં લગાવી દીધા. આ પ્રકારે એક કામ જ્યારે ઈન્દ્રએ અપ્સરા પાસેથી કરાવ્યું તો સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા ઉર્વશીનો જન્મ થયો
એક સમયે ભગવાન વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં આવતાર લીધો. નર અને નારાયણ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કેદારખંડમાં એ સ્થાન ઉપર તપસ્યા કરવા લાગ્ય જ્યાં આજે બદ્રીનાથ ધામ છે.

તેમની તપસ્યાથી ઈન્દ્ર પરેશાન થવા લાગ્યા. ઈન્દ્રને લાગવા લાગ્યું કે નર અને નારાયણ ઈન્દ્રલોક ઉપર અધિકાર ન કરી લે. એટલા માટે ઈન્દ્રએ અપ્સરાઓને નર અને નારાયણની પાસે તપસ્યા ભંગ કરવા માટે મોકલી.પરંતુ નર અને નારાયણ તેમની તરફ આકર્ષિત ન થયા પણ નારાયણે ઈન્દ્રની અપ્સરાઓથી પણ સુંદર અપ્સરા પોતાની સાથળમાંથી ઉત્પન્ન કરી. આ અપ્સરાનું નામ ઉર્વશી રાખવામાં આવ્યું. નારાયણે આ અપ્સરાને ઈન્દ્રને ભેટ કરી દીધી.

ઉર્વશી સ્વર્ગની સૌથી સુંદર અપ્સરા હતી એટલા માટે બધા દેવ તેમના રૂપ ઉપર મોહિત હતા. તેમ છતાં પણ ઉર્વશીનું હૃદય પૃથ્વી ઉપર રહેનાન મનુષ્ય ઉપર આફરિન થઈ ગયું હતું.આ મનુષ્યનું નામ હતું અર્જુન. વાત એ સમયની છે જ્યારે અર્જુન મહાભારત યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ઈન્દ્રલોક પાસેથી દિવ્યાસ્ત્ર લેવા ગયો હતો.ઈન્દ્રલોકમાં ભ્રમણ કરતા-કરતા એકવાર અર્જુન અને ઉર્વશીની નજર મળી અને ઉર્વશી અર્જુનને દિલ દઈ બેઠી. પરંતુ અર્જુને તેની સાથે વિવાહ કરવાની ના પાડી દીધી. તેનાથી ઉર્વશી નારાજ થઈ ગઈ અને અર્જુનને નપુંસક થવાનો શ્રાપ આપી દીધો.

એકવાર ઈન્દ્રની સભાવમાં ઉર્વશી નૃત્યુ કરી રહી હતી. તે સભામાં પૃથ્વી ઉપર એક રાજા પુરુરવા પણ આવ્યા હતા. નૃત્યુ કરતી વખતે જ્યારે ઉર્વશીની દ્રષ્ટિ પુરુરવા ઉપર પડી તો તે મોહિત થઈ ગઈ. તેનાથી ઉર્વશીના નૃત્યનો તાલ બગડી ગયો.તેનાથી ઈન્દ્રે ઉર્વશીને પૃથ્વી લોકમાં જવાનો શ્રાપ આપ્યો. ઈન્દ્રએ ઉર્વશીને કહ્યું કે જ્યારે તમે પુરુરવાને નગ્ન અવસ્થામાં જોઈ લઈશ ત્યારે આ શ્રાપ સમાપ્ત થઈ જશે અને ત્યારબાદ પાછા તારું સ્વર્ગલોકમાં આગમન થઈ શકશે.

પૃથ્વી ઉપર આવીને ઉર્વશીએ પુરુરવા સાથે લગ્ન કર્યા અને તેમના નવ સંતાન થયા. ઘણો સમય વીતી ગયા પછી ગંધર્વોના મનમાં ઉર્વશીને સ્વર્ગમાં પાછી લાવવા માટે ઈચ્છા થઈ.ગંધર્વોના વિશ્વાવસુ નામના ગંધર્વએ ઉર્વશીની મેચ ચોરી કરવા મોકલી. જે સમયે વિશ્વાવસુ મેષ ચોરી રહ્યા હતા, તે જ સમયે પુરુરવા નગ્નાવસ્થામાં હતા. અવાજ સાંભળીને પુરુરવા એ અવસ્થામાં જ વિશ્વાવસુની પાછળ દોડ્યા.

આ તકનો લાભ ઉઠાવીને ગંધર્વોએ એ સમયે જ પ્રકાશ કરી દીધો જેનાથી ઉર્વશીને પુરુરવાને નગ્ન જોઈ લીધા. ત્યારબાદ ઉર્વશી પાછી સ્વર્ગમાં ચાલી ગઈ.અર્જુન પુરુરવાના વંશનો હતો એટલા માટે તેને ઉર્વશીને માતાના રૂપમાં સ્થાન આપ્યું. આ કારણ હતું અર્જુને રૂપવતી અપ્સરાના પ્રેમના પ્રસ્તાવનો ઈન્કાર કર્યો.

About Hu Gujarati TEAM

Check Also

હાલમા આટલી બોલ્ડ દેખાઇ છે તારક મહેતા શોની જુની સોનુ એટલે નિધી,બિકનીમા કરાવ્યો ફોટોશુટ તસ્વીરો જોઇને તમે પણ……

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …