વડોદરાનો રાજવી પરિવાર 20 હજાર કરોડની સંપત્તિ ધરાવે છે,જુઓ તેમનો ઠાઠ…

0
6900

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરુછુ અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરાના રાજવી પરિવાર ગાયકવાડ પરિવાર વિશે જયારે જયારે પણ વડો ની આ નગરી ની વાત થાય ત્યારે ત્યારે તેની સાથે જોડાયેલું એક જ નામ આપણે યાદ આવે છે અને તે વડોદરા સાથે જોડાયેલું આ નામ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ.મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની છે આ નગરી વડોદરા, જેના પર આજે આપડે ગર્વ અનુભવીએ છીએ. તો ચાલો આજે વાત કરીયે એક એવા મહાનુભવ ની જેને આપણને વડોદરા શહેર નો આ ભવ્ય વારસો આપ્યો છે જે શહેર આજે આટલુ સુંદર અને રમણીય છે વાત કરીયે એ શહેર ના મહારાજા ની મહારાજા સયાજીરાવ ગાયકવાડ ની.

મરાઠી પરિવાર માં જન્મેલ સયાજીરાવ ગાયકવાડ નો જન્મ મહારાષ્ટ્ર ના કવલના ખાતે 17 માર્ચ 1863 માં થયો હતો તે સમયના શ્રીમંત કાશીરાવ ગાયકવાડ તથા શ્રીમંત ઉમાબાઈ સાહેબ ના પુત્ર હતા. સયાજીરાવ નું બાળપણ નું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું અને તેઓ બાળપણ થી જ એક આકર્ષણ નું કેન્દ્ર રહ્યા હતા.

મિત્રો 1870 માં જયારે વડોદરા ના મહારાજા ખંડેરાવ ની અચાનક મૃત્યુ થી વડોદરા નું સિંહાસન ખાલી થઈ ગયું હતુ જેથી મહારાજ ખંડેરાવ ની પત્ની મહારાણી જામનબાઈએ પોતાના અન્ય વડાઓ ને વડોદરા આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે સવ પોતાના પુત્રો ને વડોદરા ના નવા ઉત્તરાધિકારી તરીકે રજુ કરે. વડોદરા થી લગભગ 600 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર થી કાશીરાવ પોતાના 3 પુત્ર આનંદરાવ, ગોપાલરાવ અને સંપતરાવ સાથે પગપાળા ચાલી ને વડોદરા પહોંચ્યા હતા.

જયારે પોતાને રજુ કરવાનો વારો આવ્યો ત્યારે ગોપાલરાવ એ કોઈ પણ ખચકાટ વગર માત્ર એક જ વાક્ય માં ઉત્તર આપ્યો કે હું અહીં રાજ કરવા આવ્યો છું અને આ સાથે જ અંગ્રેજ સરકારે ગોપાલરાવ ને અનુગામી તરીકે નિમણુંક કર્યા હતા અને 27 મે 1875 ના રોજ મહારાણી જમણાબાઈ એ તેમને દત્તક લીધા અને તેમને નવું નામ આપ્યું સયાજીરાવ તમને જણાવી દઇએ કે 10 જુન 1875 ના દિવસે ગોપાલરાવ વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયક્વાડ બન્યા હતા.1875 માં જયારે સયાજીરાવ ગાયક્વાડ મહારાજા બન્યા ત્યારે તેમની ઉમર નાની હતી તેથી કાઉન્સિલ ઓફ રિજન્સી દ્વારા તેમને સત્તા સોંપવામાં ન આવી અને આ સમય દરમિયાન સર ટી. માધવરાવ દ્વારા સયાજીરાવ ને વહીવટી તાલીમ તથા રાજ્ય અંગે નું શિક્ષણ આપ્યું હતુ અને ત્યારબાદ ૧૮ જુલાઈ ૧૮૮૧ થી સયાજીરાવ ગાયકવાડ નો શાસન કાળ શરૂ થયો.

મહારાજા બન્યા બાદ તેમનું સવ પ્રથમ કાર્ય શિક્ષણ નું હતું અને બરોડા રાજ્યમાં મુક્ત અને ફરજિયાત શિક્ષણનો પ્રારંભ કરનાર તે પ્રથમ ભારતીય શાસક છે અને તેમને 1881 માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી નો પાયો નાખ્યો હતો અને તેમના પ્રથમ કાર્યોમાં શિક્ષણ ની સાથે સાથે દલિતોનું ઉન્નતિકરણ, અને અદાલતી, કૃષિ અને સામાજિક સુધારણાઓનો સમાવેશ થાય છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના મહાન કાર્યો માનુ એક છે લક્ષ્મી વિલાસ પેલેસ. ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરકાર વાડ તરિકે ઓળખાતી એક ઇમારત ની રચના કરી. જેને પૂર્ણ થતા લગભગ ૧૨ વર્ષ નો સમય લાગ્યો હતો તે આર્કિટેક્ટ મેજર ચાર્લ્સ માન્ટ દ્વારા ઇન્ડો-સરસેનિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું મહેલના નિર્માણમાં સ્થાનિક અને વિદેશી બંને સામગ્રી નો ઉપયોગ થયો છે તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ ને યુનેસ્કો દ્વારા વર્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું અને તે લક્ષ્મી વિલાસ પેલેસ તરીકે ઓળખાયું.

મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના હુકુમ અનુસાર 1890 માં લક્ષ્મી વિલાસ પૅલેસ નું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ અને પ્રખ્યાત મેજર ચાર્લ્સ મંત ને પૅલેસ ના આર્કિટેક્ટ તરીકે જવાબદારી આપવામાં આવી હતી. ઇન્ડો સૅરેનિક રિવાઈવલ આર્કિટેક્ચરલ ડિઝાઇન માં બાંધકામ કરવામાં આવ્યું સાથેજ 20મીં સદીએ પણ વીજળી અને લિફ્ટ ની સુવિધાઓ મહેલ માં હતી અને અંદાજે 180000 GBP એટલે કે બ્રિટિશ પાઉન્ડ ના ખર્ચે આજે આપણું આ સુંદર મહેલ આપણા સમક્ષ ઉભું છે.

આ રાજમહેલ ના બાંધકામ માં યુરોપિયન અને ફ્રેન્ચ આર્કિટેક્ચર ની ઝલક જોવા મળે છે તેમજ દેશ-વિદેશ ની કાલા-કૃતિઓ, સાથે રાજા રવિ વર્મા ના સુંદર ચિત્રો પણ મહેલ ની શોભા વધારે છે તેમજ આ મહેલ ના ભવ્ય કક્ષ દેશ વિદેશ ની સંસ્કૃતિ અને પરંપરા ના સંગમ થી બનેલા છે. મહેલ માં ગાયકવાડ સામ્રાજ્ય ની અમૂલ્ય તલવારો, ભાલા, ઢાલ, બંદુક, તોપ, રક્ષા કવચ અને મહારાજા નો આલીશાન સિંહાસન પણ છે.

જે આજ પણ ત્યાં જોવા મળે છે. મહેલ માં આવેલા દરવાજા અને બારીઓ પર સુંદર નક્કાશીકામ વાળા પરદા, ઝાલર અને આકર્ષક ગાલીચા પણ છે અને એવું આ આપણું મહેલ અસીમ સૌંદર્ય થી ઓતપ્રોત ભરેલું છે મિત્રો જો આપણે લક્ષ્મી વિલાસ પૅલેસ ની સુંદરતા ની વાત કરીયે તો, સુંદર બાગ-બગીચા, ફૂવ્વારા અને હરિયાળી થી સુસજ્જ એવું મહેલ નું પરિસર છે. ભારતીયે, મુસ્લિમ, મુઘલ, ગુજરાતી અને મારવાર પધ્ધતિ ની ડિઝાઇન માં બનેલું છે આ ભવ્ય રાજમહેલ.

અંદાજે 700 એકર માં ફેલાયેલું પરિસર, નક્કાશીકામ થી સજાવેલ બારી અને દરવાજા, ઓરનેટ ડિઝાઇન ના આધારસ્થંભ, વિવિધ દેશો થી મંગાવામાં આવેલી સુંદર મૂર્તિઓ અને કલાકૃતિઓ,ધાતુ માં બનાવેલ ભવ્ય ફૂલદાનીઓ અને ઇટાલિયન માર્બલ ના અદ્ભૂત શિલ્પ. મહેલ નો સૌથી આકર્ષક ભાગ એટલે દરબાર હોલ, અતિ-ભવ્ય સુંદર અને આપણા મહારાજા ની અનગિનત રાજકીય સભાઓનો સાક્ષી છે.

વેનેટીયન મોસાઇક ફ્લોર, મોસાઇક ઓરનેટ ડિઝાઇન ની દીવાલો, બેલ્જિયમ ગ્લાસ અને રંગે-બિરંગી માર્બલ માં બનેલી બારીઓ. આ સાથેજ મહારાણી દરબાર સભા માં હાજર રહી શકે તે માટે દરબાર હોલ માં બાલ્કની નું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. મહેલ ના બીજા બધા કક્ષ માં બખ્તર, શસ્ત્ર, તલવારો, બંદૂકો, ઢાલ, અને સેના ને લાગતી બીજી બધી જરૂરી વસ્તુઓ થી સજાવેલું સુંદર ઇન્ટિરિયર છે અને રાજા રવિ વર્મા દ્વારા બનાવેલ સુંદર ચિત્રો રાજમહેલ ની દીવાલો ની શોભા વધારે છે.

લક્ષ્મીવિલાસ પૅલેસ વિસ્તારમાં મહારાજ દ્વારા સ્થાપિત મોતીબાગ મહેલ છે. ક્લબ હોઉસ છે જ્યાં વિવિધ દેશો ના મેહમાનો નું મનોરંજન કરવામાં આવતું હતુ અને ભવ્ય સ્વિમિંગ પૂલ, વ્યાયામ શાળા, અને બરોડા ગોલ્ફ ક્લબ પણ છે. સાથેજ છે મોતી બાગ ક્રિકેટ ગ્રાઉન્ડ, બરોડા ક્રિકેટ એસોસિયેશનની કચેરીઓ, ટીક માળ ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, માટીની ટેનિસ કોર્ટ અને સંગ્રામસિંહ ગાયકવાડ સ્પોર્ટ્સ એકેડેમી.

મહારાજ ફતેહસિંહ સંગ્રહાલય અને રાજા રવિ વેરમાં ચિત્ર સંગ્રહાલય છે જ્યાં વસે છે ગાયકવાડ ઘરાણાં નો ભવ્ય ઇતિહાસ. આપણું વહાલું મહેલ લંડન ના બકિંગઘમ પૅલેસ કરતા પણ મોટું અને દુનિયા નું સૌથી ભવ્ય ખાનગી નિવાસ છે. મહેલ ના એક ભાગ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના વંશજ રહે છે અને મહેલ નો બીજો ભાગ અત્યારના સમય માં સામાન્ય જનતા માટે મહેલ ની સુંદરતા નિહાળવા ખુલ્લો છે.

મિત્રો 1885 માં સયાજીરાવ એ વડોદરા માં માટે એક બીજી અદભુત રચના કરી હતી જેમા એક એવો ડેમ જે 20 મી સદી માં 10000 વસ્તી ધરાવતા વડોદરા શહેર ને પાણી પૂરું પાડવાનો હતો પરંતુ તેને એટલો મોટો બનાવામાં આયો કે તે 30000લોકો ને પાણી પૂરું પડી શકે જેનું નામ છે આજવા સરોવર.1879 માં સયાજીરાવ દ્વારા વડોદરા ને એક બીજી અવનવી ભેટ આપવામાં આવી એ હતો સયાજીબાગ 113 એકર ની જગ્યા ધરાવતો આ બાગ જે આજે કમાટીબાગ તરીકે ઓળખાય છે.

મિત્રો કેહવા માટે તો જેટલું કહીયે એ ઓછું પડે એટલા કામો સયાજીરાવે વડોદરા માટે કર્યા છે . તેમને વડોદરા ને વરસ માં બહુ અમૂલ્ય વારસો આપ્યો છે તેમ કહીયે તો પણ કઈ ખોટું નથી. તેઓ એક રાજકુંવર હોવા છતા અવારનવાર દિલ્લી ના દરબારો માં હાજરી આપતા અને બ્રિટિશ સરકાર સાથે મૌખિક તથા લેખિક વિવાદો કરતા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડે સમાજસેવા ના પણ ઘણા કાર્યો કર્યા.

તેમણે પોતાના લોકોમાંથી પ્રતિભાને ઓળખી તેમને તાલીમ આપી હતી અને તેમના એક હતા ડો.બાબાસાહેબ આંબેડકર. મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આપવામાં આવેલી શિષ્યવૃત્તિની મદદથી, ડો બાબાસાહેબ આંબેડકરે કોલમ્બિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો અને મહારાજા સયાજીરાવ સંગીત અને કલા ના ખાસ શોખીન હતા. તેઓ પાસે ઉત્તમ પ્રકાર ના હીરા જવેરાત પણ હતા. જેમાં સ્ટાર ઓફ ધ સાઉથ હીરા, અકબર શાહ હીરા અને પ્રિન્સેસ યુજીની હીરાનો સમાવેશ થાય છે.

જે જમાનામાં અંગ્રેજોએ હિંદના ગૃહઉદ્યોગોને તોડયા અને મેઈડ-ઈન-ઈંગ્લેંડ ની વસ્તુઓની આયાતો કરીને હિંદની પ્રજાને નિર્ધન કરી તે જમાનામાં સયાજીરાવે વડોદરા અને નવસારી જેવા શહેરો ઉપરાંત ગામડાઓમાં ઈંટ, ખાંડ અને દીવાસળી જેવા ઉદ્યોગો સ્થાપીને રાજ્યને પગભર બનાવવાનાં પ્રયાસો કર્યા હતા. ઓખામાં તેમણે સિમેન્ટનું કારખાનું અને પેટલાદ અને બીલીમોરામાં દીવાસળી બનાવવાના કારખાના સ્થાપ્યા હતા હતા.

૧૮૮૪માં એમણે ગણદેવીમાં ઈંટનું અને ૧૮૯૦ માં ખાંડનું કારખાનું સ્થાપ્યું હતું અને ૧૮૯૦માં સયાજીરાવે સ્ટેટ એન્ટરપ્રાઇઝ નાં ભાગરૂપે વડોદરામાં સુતરાઉ કાપડની મીલ સ્થાપી હતી. તેનાં ઉદ્ઘાટન વખતે એમણે કહ્યું હતું કે વડોદરા રાજ્યનાં વેપારીઓ અને શાહૂકારો અમદાવાદનાં શેઠીયાઓની જેમ આધુનિક મીલ ઉદ્યોગ શરૂ નથી કરતા અને તે કારણથી માત્ર દાખલો બેસાડવા માટે જ મેં રાજ્યની માલીકીની આ મીલ સ્થાપી છે.

જે દિવસે મારી પ્રજામાંથી કોઇ સાહસિક તૈયાર થશે તે દિવસે હું તેને ઘણાં સસ્તા દરે આ મીલ વેચી દઇશ અને ત્યાર બાદ 1905માં સ્વદેશી આંદોલન વખતે હરગોવિંદદાસ દ્વારકાદાસ કોટાવાળા નામનાં ખડાયતા વણીકે આ મીલ ખરીદી લીધી અને તેને ‘મહારાજા મીલ’ નામ આપીને ખાનગી એન્ટરપ્રાઇઝ શરૂ કર્યું હતુ અને તે જ પ્રમાણે મહારાજાએ આપેલા પ્રોત્સાહનને લીધે જ 1907 માં બેંક ઓફ બરોડા ની સ્થાપના થઈ હતી.

સયાજીરાવે ખેતી, વેપાર, ઉદ્યોગ અને બેંકીંગ જેવા ક્ષેત્રોનું સંકલન કરીને વડોદરા રાજ્યને એવું તો સમૃધ્ધ બનાવ્યું હતું કે વડોદરા રાજ્ય તે સમયનાં રજવાડાઓ (પ્રીન્સલી સ્ટેટસ) માટે ‘રોલ મોડેલ ગણાતું હતુ અને જૂનાં ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા અને આધુનિક ટેકનોલોજીને અનુરૂપ નવા ઉદ્યોગો શરૂ કરવાનાં આશયથી સયાજીરાવ અને બરોડા સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ ટી.કે. ગજ્જરે 1890 માં કલા ભવનની ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સ્થાપના કરી હતી.

આજના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રખ્યાત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનાં મૂળિયાં આ રીતે 1890 માં નંખાયા હતા.કલાભવનમાં મુખત્યત્વે સુથાર, લુહાર, કડીયા, વણકર, દરજી, રંગરેજ અને ઘાંચી જેવા કારીગરો ઉપરાંત ખેડૂતો દાખલ થયા હતા અને તેથી બરોડા કોલેજમાં ફીલોસોફી, ઈંગ્લીશ લીટરેચર, પોલીટીક્સ ઈકોનોમીક્સ, સંસ્કૃત, ગુજરાતી અને મરાઠી જેવા વિષયો ભણતા સવર્ણ હિંદુઓ નવી ફુટેલી ફાંકડી મૂછ માં હસતા હતા કે કલાભવન તો મજૂરીયા કોલેજ છે માત્ર હાથપગ જ હલાવવાનાં બ્રેઇનનો ઉપયોગ જ નહી.

તે સમયનાં કલાભવનનાં વિદ્યાર્થીઓ શેક્સપીયર, કાલીદાસ વર્ડઝવર્થ અને ગોવર્ધનરામ ત્રિપાઠીમાં શું સમજે તેમને અંગ્રેજી આવડે નહી પણ મહારાજાએ આવા વિદ્યાર્થીઓ માટે સયાજી જ્ઞાાન મંજૂષા સીરીઝ શરૂ કરી અને સંખ્યાબંધ અંગ્રેજી પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી અને મરાઠીમાં કરાવ્યું હતુ અને ગુજરાતીનો અનુવાદ કરવા તેમણે મણીલાલ નભુભાઇ દ્વિવેદી તથા મણીશંકર રત્નજી ભટ્ટ કવિ ‘કાન્ત જેવા પ્રખર વિદ્વાનોને નીમ્યાં વળી તાલીમ માટે અદ્યતન વર્કશોપ્સ સ્થાપ્યા હતા.

અને આ રીતે કલાભવનમાં કારીગર વિદ્યાર્થીઓ સીવીલ, મીકેનીકલ, કેમીકલ અને ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીનો અભ્યાસ કરવા પણ અમદાવાદ, મુંબઇ, જમશેદપુર, કાનપુર, લાહોર, કલકત્તા અને હૈદરાબાદ જેવા શહેરોમાં એવી તો માંગ હતી કે કલાભવનમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓને તરત મીલો અને કારખાનાઓમાં સારા પગારે નોકરી મળવા લાગી હતી અને તે જોઇને આર્ટસ કોલેજમાં ભણેલા ગ્રેજ્યુએટો ડઘાઇ જતા હતા.

સયાજીરાવે આ રીતે વર્ણવ્યવસ્થા સામે કુઠારઘાત કરીને સમાજ પરિવર્તન કર્યું હતું. સયાજીરાવ ગાયકવાડે સાચે જ જાદૂ કર્યો હતો અને આજે 21 મી સદીમાં હવે ભણતરનો ઝોક વધારે ને વધારે પ્રોફેશનલ બનતો જાય છે, પણ તેનાં પાયામાં ખરેખર તો મહારાજાનો આ નવાચારી (ઈનોવેટીવ) દ્રષ્ટિકોણ અને સંકલ્પ હતો આજે જેમનાં નામ ઉપરથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં મશહૂર એવોર્ડ એનાયત કરવામાં આવે છે તે દાદાસાહેબ ફાળકે.

1993-95 કલાભવનમાં ભણ્યા હતા અને તેમનો આ ફોટોગ્રાફીનો શોખ જોઇને સયાજીરાવ ગાયકવાડ અને પ્રિન્સીપાલ ટી.કે. ગજ્જરે એમને માટે જર્મનીથી ખાસ મુવી કેમેરા આયાત કર્યો હતો તેમજ દાદા સાહેબ ફાળકે કલાભવન માં ફોટોગ્રાફી અને મુવી કેમેરા શીખ્યા હતા અને ત્યારબાદ તેમણે 1911 માં મુંબઇની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પાયો નાંખ્યો હતો પણ તેનાં પાયામાં આર્થિક રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા.

મિત્રો મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો હતો અને તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે અને આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ અન્ય શાસકો મન એક પ્રતિષ્ઠિત શાસક હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે 63 વરસના લાંબા અને મહત્વશીલ શાસન કાળ પછી સયાજીરાવ ગાયકવાડ નું 6 ફેબ્રુઆરી, 1939 ના રોજ મૃત્યુ થયું હતુ અને તેમના પૌત્ર અને વારસદાર પ્રતાપસિંહરાવ ગાયકવાડ વડોદરા ના આગામી મહારાજા બન્યા હતા.આજે સયાજીરાવના જન્મને 157 વર્ષ પુરાં થયાં છે અને તેમ છતાં તેઓ તદ્દન ભૂલાઇ વીસરાઇ ગયા છે અને આવાં કારણોસર આપણે તેને યાદ કરીને અંજલિ અર્પીએ છીએ આશા છે કે આ નાનકડો લેખ વાચકોને કામમાં આવશે વળી ખાસ કરીને આજનાં નવયુવાનોને જરૂર પ્રેરણા મળશે.