વડોદરા કોરોનાં હોસ્પિટલમાં લાગી ભયંકર આગ,આટલાં જીવ મુકાયા જોખમમાં,જાણો વિગતે……

0
156

એક અગત્ય ના સમાચાર હાલમાં મળી રહ્યાં છે આ મુજબ વડોદરા માં ભયંકર આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.વડોદરાની એસએસજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી આગી છે. બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ અનુમાન લગાવવામા આવી રહ્યું છે. આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કોરોના સંક્રમિત દર્દીઓના સગા ચિંતામાં મુકાયા છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરાયો છે.વડોદરાની SSG હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આગ.કોરોનાદર્દીઓ ફસાયા હોવાની માહિતી .હોસ્પિટલમાં વીજ પુરવઠો બંધ કરાયો.શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન.આગ લાગતા હોસ્પિટલમાં અફરા તફરીનો માહોલ.બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે.દર્દીઓને બહાર લાવવાની કામગીરી હાથ ધરી.વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને એનએફઆઈઆરના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.જી. મહુરકર દાદાનું વહેલી સવારે નિધન થયું.

જેથી વેસ્ટ રેલવે મજદૂર સંઘમાં શોકની લાગણી છવાઈ છે. તેઓ સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા હતા. મહુરકર દાદાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જે દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા. જે.જી માહુરકર દાદાના નિધન પર કોંગ્રેસના ખજાનચી અને સાંસદ અહમદ પટેલે શોકાંજલિ પાઠવી હતી.


તેમજ તેઓની કામગીરીને યાદ કરી હતી. પશ્ચિમ રેલ્વેના કર્મચારી પરિવારોએ સંવેદનશીલ વ્યક્તિ – નેતા ગુમાવ્યા હોવાનું તેઓએ કહ્યું.વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી છે. વડોદરાની SSG હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી જવા પામી છે. હાલમાં આ આગમાં કોરોનાના દર્દી ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ, જામનગર બાદ વડોદરામાં ત્રીજી આગની ઘટના બની છે. હાલમાં આગ લાગતાની સાથે જ હોસ્પિટલનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અને દર્દીઓને નજીકની બીજી હોસ્પિટલમાં ખડસેડવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ આગ લાગી હતી જેમા કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.


અને બાદમાં જામનગરની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી.અમદાવાદ અને જામનગરની ઘટના બાદ તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા હતા. પરંતુ વારંવાર બનતી આવી જોખમી ઘટનાઓ બાદ તંત્ર ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી પોતાની જવાબદારીથી ભાગવાનો પ્રયત્ન કરે છે.આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડ પણ હોસ્પિટલે દોડી આવ્યું હતું. ત્યાર બાદ ફાયર બ્રિગેડે વોર્ડમાં ફસાયેલા કોરોના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જાણ થતા OSD ડો. વિનોદ રાવ અને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દોડી ગયા હતા. હજુ બે દિવસ પહેલા જ આગ અંગેની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here