વડોદરામાં ખુલી સૌપ્રથમ હાઈટેક અને ઓપન જેલ,અંદરની તસવીરો જોઈ લાગશે હોટલ જેવું.

0
20

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે સમાજમાં રોજબરોજ નાની-મોટી ઘટનાઓ ઘટે છે. પણ, ઘણી વખત અમુક ઘટનાઓ એટલું મોટું સ્વરૃપ ધારણ કરી લે છે કે, વ્યક્તિ ગુનેગાર બનવા મજબૂર થઈ જાય છે. વ્યક્તિનો ઈરાદો ગુનો કરવાનો ન હોય, પણ આવેશમાં તે નધાર્યુ કરી બેસે છે.

ક્ષણવાર તેના હસતાં ખેલતા પરિવારનો માળો પિંખાઈ જાય છે. ગુનો કરનાર વ્યક્તિ (કેદી)ને સૌથી વધુ દુઃખ જેલની કાળમીંઠ દિવાલો વચ્ચે જિંદગીના અમુલ્ય દિવસો કેવી રીતે પસાર કરીશ તેનું હોય છે, પરંતુ રાજ્ય સરકારે કેદીઓની આ પીડાનો અહેસાસ કરી વડોદરા ખાતે કરોડો રૃપિયાના ખર્ચે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનાવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

પ્રથમ નજરે દેખાતુ આ દ્રશ્ય તમને કોઈ ખેતરનું લાગશે. પણ કોઈ તમને આ જેલ હોવાનું કહેશે તો તમને નવાઈ લાગશે. પરંતુ ખેતીનું કામ કરી રહેલા આ લોકો હકીકતમાં કેદીઓ છે. વડોદરામાં રાજ્યની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ તૈયાર કરાઈ છે. જેમાં કેદીઓ માટે હાઈટેક જેલ બનાવવામાં આવી છે. દંતેશ્વર વિસ્તારમાં 11.28 કરોડના ખર્ચે જેલ બનાવવામાં આવી છે. 4.12 એકરમાં બનેલી જેલમાં 12 બેરેક બનાવાયા છે. જેમાં પાકા કામના 60 કેદીઓ રાખી શકાશે. કેદીઓ મોકળાશભર્યા વાતાવરણમાં રહી શકે તે હેતુથી આ જેલ બનાવવામાં આવી છે.

જેલમાં એક ગૌ શાળા પણ બનાવાઈ છે. સરકારે 2015 માં ઓપન જેલ બનાવવાની દરખાસ્ત મંજુર કરી હતી. જેના બાદ 5 વર્ષમાં આ ઓપન જેલ તૈયાર થઈ છે. આ હાઈટેક જેલમાં મેડિટેશન હોલ, લાઈબ્રેરી, ક્લોથીંગ સ્ટોર અને લોન્ડરી સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. તો જેલ બહાર ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ તૈયાર કરાયો છે જેમાં કેદીઓ જ સેવા આપી રહ્યા છે. પોતાના માટે શાકભાજી પણ જાતે જ પકવશે કેદીઓ, જેલમાં જ વિવિધ પાકોનું વાવેતર પણ કરવામાં આવે છે. જે જેલના કેદીઓ માટે ઉપયોગમાં લેવાય છે.

ઓપન જેલમાં જે કેદીઓનો સજા દરમિયાન વ્યવહાર સારો હોય તેમને તેવા કેદીઓને રાખવામાં આવે છે. સરકારે ઓપન જેલમાં સુપ્રિટેન્ડન્ટ સહિતના સ્ટાફની નિમણૂંક પણ કરી દીધી છે. જેલમાં જ સ્ટાફ અને કેદીઓને અનાજ, શાકભાજી, દૂધ મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.કેદીઓને માનસિક શાંતિ મળશે, ઓપન જેલના સુબેદાર ચંદન સિંહ જાદવ આ વિશે જણાવે છે કે, જેલમાં તમામ પ્રકારની સુવિધા છે. રસોડું , જીમ, સહિતની સુવિધા કેદીઓ માટે બનાવાઈ છે. સાથે જ ઓપન જેલ તૈયાર કરી કેદીને રાખવાનો ઉદ્દેશ છે કે કેદીઓને માનસિક શાંતિ મળે અને તેમના આયુષ્યમાં વધારો થાય.

ગુનો કરનાર વ્યક્તિ (કેદી)ને સૌથી વધુ દુઃખ જેલની કાળમીંઠ દિવાલો વચ્ચે જિંદગીના અમુલ્ય દિવસો કેવી રીતે પસાર કરીશ તેનું હોય છે, પરંતુ રાજ્ય સરકારે કેદીઓની આ પીડાનો અહેસાસ કરી દંતેશ્વર ખાતે કરોડો રૃપિયાના ખર્ચે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઓપન જેલ બનાવી છે. જેનું થોડા સમયમાં ઓપનીંગ કરાશે, તેમ જેલના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, કેદીઓને તેમની સજાના અમુક દિવસ જેલમાં પરિવાર સાથે રહેવા મળે છે, તેવું અત્યાર સુધી આપણે હોલીવુડની ફિલ્મોમાં જોયુ છે. હોલીવુડની ફિલ્મોનું અનુકરણ વિદેશની જેલોઓ કર્યુ છે અને હવે, ભારતમાં રાજસ્થાન અને ઝારખંડ બાદ ગુજરાતની જેલો પણ તે તરફ પ્રયાણ કરી રહી છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ અત્યાધુનિક ઓપન જેલનું વડોદરાના દંતેશ્વર ખાતે નિર્માણ થયું છે.

માત્ર ૬૦ કેદીઓની ક્ષમતા ધરાવતી આ ઓપન જેલમાં ત્રણ માળની બિલ્ડીંગમાં ૧૨ બેરેકો બનાવાઈ છે, પરંતુ તેમાં કેદીઓને પરિવાર સાથે રહેવાનો મોકો મળશે કે કેમ? તેને લઈ સસ્પેન્સ છે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં એક બેરેકમાં ૨૦ થી ૨૫ કેદીઓને રાખવામાં આવે છે. જ્યારે ઓપન જેલમાં બેરેકની અંદર પાંચ કેદીઓને જ રખાશે. જેમાં બેડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે કેદીએ પોતાની સજા દરમિયાન જેલમાં ગુનો ન કર્યાે હોય? ફર્લાે કે પેરોલ રજા પરથી સમયસર હાજર થઈ ગયો હોય.

ત્રીજા ભાગની સજા પૂરી કરી હોવા ઉપરાંત તેની વર્તૂણંક અને ગુનાઈત ભૂતકાળને ધ્યાનમાં લઈ તેને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ઓપન જેલમાં સિફ્ટ કરાશેે. ઓપન જેલની ખાસ વિશેષતા એ છે કે, વડોદરા મધ્યસ્થ જેલમાં જે રીતે ચાર દિવાલોનું સામ્રાજ્ય છે, તેવું ત્યાં નથી. અહીં કુદીઓ આખો દિવસ મુક્ત રીતે હરીફરી શકશે. આ જેલમાં સુપ્રીટેડેન્ટ તથા અન્ય સ્ટાફની અલગથી નિમણૂંક કરાશેે, તેમ વડોદરા સેન્ટ્રલ જેલના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ વી.આર.પટેલે ઉમેર્યું હતું.

રાજસ્થાન અને ઝારખંડ બાદ ગુજરાતમાં ઓપન જેલ બનાવવા નિર્ણય લેવાયો, રાજસ્થાન અને ઝારખંડમાં ઘણાં વર્ષથી ઓપન એર જેલ કાર્યરત છે. આ બંને જેલમાં કેદીઓ તેમના પરિવાર સાથે રહી શકે તે માટે ખાસ અલગથી કુટીરો ઊભી કરાઈ છે. ખાસ ઝારખંડની ઓપન જેલમાં કુટીરોને શણગારીને સુશોભિત કરવામાં આવી છે. આ બંને જેલના નિર્માણ બાદ વડોદરા સેન્ટ્રલ જેલના તત્કાલીન અધિકારીઓ તેને જોવા ગયા હતા. ત્યારબાદ તત્કાલીન ડીજીપી અને જેલોના વડા પી.સી.ઠાકુરે રાજ્ય સરકારના ગૃહ વિભાગને પત્ર લખી વડોદરાના દંતેશ્વર ખાતે ઓપન એર જેલ બનાવવા રજૂઆત કરી હતી.

ઓપન જેલમાં કઈ કઈ સુવિધાઓ છે.મેડિટેશન સેન્ટર, ઓપન થિયેટર, હોસ્પિટલ, ઈન્ડોર – આઉટ ડોર સ્ટેડિયમ, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, બાર્બર શોપ, ખેતી બાદ કેદીઓ ડેરી ઉદ્યોગનું પણ કામ કરશે, ઓપન જેલની અંદર શાકભાજી સહિતની ખેતી કરવામાં આવે છે. આ ખેતી જેલના જ ૧૨ જેટલા કેદી કરે છે. હવે, જેલમાં ગૌશાળા માટે ૬ મોટા શેડ બનાવાયા છે. જેથી કેદીઓ ડેરી ઉદ્યોગનું લગતું પણ કામ કરી શકે, તેવું જેલ તંત્રનું આયોજન છે.

ઓપન જેલમાં કયા કેદીઓને રહેવા નહીં મળે,સિનિયર જેલર એમ.એન.રાઠવાએ જણાવ્યું હતું કે, ટાડા, નાર્કાેટિક્ટસ, કોમી તોફાનમાં સંડોવાયેલા, વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા, વિદેશી નાગરિક, રેપ અને પોક્સો એક્ટમાં પકડાયેલા કેદીઓને ઓપન જેલમાં નહીં રાખવાનો નિર્ણય લેવાયો છે.પેટ્રોલપંપ બાદ હવે સીએનજી સ્ટેશન પણ કેદીઓ ચલાવશે । દંતેશ્વર ઓપન જેલ ખાતે હાલ કેદીઓ જ પેટ્રોલપંપ ચલાવે છે. ટુંક સમયમાં અહીં સીએનજી સ્ટેશન પણ બનાવવાની તજવીજ શરૃ કરાઈ છે. આ ઓપન જેલ બનાવવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ કેદીઓને સુધારી પુનઃ સમાજમાં મોકલવાનો છે, તેમ સિનિયર જેલર એમ.એન.રાઠવાએ કહ્યું હતું.