વધેલી રોટલી માથી બનાવો “પાતરા” તમારા જ ઘરે

0
2292

મિત્રો આજે આપણે દિવસ માં કેટલીય જમ્યા બાદ રોટલી આપડે કચરા માં ફેકી દેતા હોઈએ છીએ અને તેનો ખુબ મોટા પાયે બગાડ થાય છે, મિત્રો આજે તે બગાડ ને અટકાવવા માટે આજે એક રેસીપી ની શોધ કરી છે, તે છે વધેલી રોટલી માંથી પાત્રા કઈ રીતે બનાવી શકાય ચાલો જાણીયે

ઘણી વખત આપણે વધેલી રોટલી ઑ ફેકી દેતા હોઈએ  છીયે તો કેટલીક વાર રોટલી  વઘારી ને ખાતા હોઈએ છીયે , પરંતુ આજે અમે એક નવીજ રેસીપી લઈને આવિયા  છીયે  જે  તમને દરેક લોકો ને ભાવશે ,તો ચાલો જોઇયે કેવી રીતે વધેલી રોટલી માઠી બનાવાય છે  પાતરા

સામગ્રી

 • ૬/૭ – વધેલી રોટલી
 • 1 કપ – બેસન
 • ૧ ચમચો – બારીક કાપેલી મેથી ની ભાજી
 • 1 નાની ચમચી – લાલ મરચું પાઉડર
 • 1 નાની ચમચી – ધાણા જીરૂ પાઉડર
 • અડધી ચમચી – હળદર
 • સ્વાદાનુસાર – મીઠુ
 • સ્વાદાનુસાર – ગરમ મસાલો
 • સ્વાદાનુસાર – લીંબુ અને ખાંડ
 • 2 ચમચા – તેલ
 • 1 ચમચી – રાઈ
 • 2 ચપટી – હીંગ
 • 1 ચમચી – તલ
 • 2 ચમચી – લીલા મરચા

બનાવાની રીત

સૌ પ્રથમ એક વાસણ માં મેથી અને બેસન લો  હવે  ઉપર બતાવેલ મસાલા અને  ચમચી તેલ નું મોયણ નાખો

સ્વાદ અનુસાર  મુઠું , ખાંડ,અને લીંબુ નો રસ નાખી , પાણી નાખી પેસ્ટ તૈયાર કરો હવે રોટલી ઉપર પેસ્ટ લગાવી ને બીડું વાળો આજ રીતે બધી રોટલી ના બિદા બનાવી ને વરાળ થી બાફી લો

હવે બફાય જાય તો ગેસ બંધ કરી દો બિડા ને ઠંડા થવા દો ઠંડા થઈ જાય પછી ચપ્પુ ની મદદ  થી કાપી લો , હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાય નાખી છટકાવો પછી  હિંગ નાખી થોડી હળદર અને મીઠું નાખો , લીલા મરચાં કાપી ને નાખો  થોડા ચડી જાય ટાયરે તલ નાખી કાપેલા પાતરા નાખી મિક્સ કરીને ચઢવા દો , ગરમ ગરમ સર્વ કરો

લેખન અને સંપાદન : હું-ગુજરાતી ટિમ 

તમે આ લેખ હું ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ હું ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here