વધારે મીઠુ ખાવાથી તમે આપી શકો છો આ મોટી બિમારીઓ આમત્રણ,જાણીલો તેનાથી બચવાના આ ખાસ ઉપાય……

0
148

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ન્યૂ યોર્ક સ્થિત ફિલ ફેમિલી બ્રેન એન્ડ માઈન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ડોક્ટર ગિઉસેપ્પે ફર્કો આ સંશોધનનાં મુખ્ય સંશોધક છે. આ સંશોધન નેચર ન્યુરોસાયન્સ ટ્રસ્ટેડ સોર્સિસ જર્નલમાં પ્રકાશિત થયું છે. ડોક્ટર ફર્કોએ જણાવ્યું કે, હંમેશાં મીઠાંનું વધુ પ્રમાણ અને મગજની નબળી કાર્યક્ષમતા વચ્ચે સંબંધ રહ્યો છે.

અને મીઠું ખાવું એ ડિમેન્શિયાનું મુખ્ય કારણ છે.આપણાં શરીરમાં મીઠાનું વધુ પ્રમાણ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ હાઈ બ્લડપ્રેશરનું કારણ પણ બની શકે છે. જેથી હાઈ બીપીના દર્દીઓએ સાવધાની રાખવી જરૂરી છે. એટલું જ નહીં વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી કિડનીના રોગો પણ થાય છે અને કિડની ખરાબ થઈ જાય છે. કેટલીક રિસર્ચ પ્રમાણે વધુ મીઠું ખાવાથી ઈમ્યૂન સિસ્ટમ પણ નબળી થાય છે.સમગ્ર અભ્યાસ ઉંદરો પર કરવામાં આવ્યો હતો.

જેમાં જાણવા મળ્યું હતું કે વધુ મીઠું ખાવાથી ઉંદરોમાં ડિમેનશ્યિના લક્ષણો દેખાવા લાગ્યા. મીઠું એવા અણુઓને વધુ ઝડપથી પેદા કરે છે જેનાથી શરીરમાં સોજો આવે છે. ઇન્ટરલ્યુકિન-17 અણુ મગજના કોષો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવાનું ઓછું કરી દે છે. નાઇટ્રિક ઓક્સાઇડ રુધિરવાહિનીઓને પહોળી કરે છે અને લોહીના પ્રવાહમાં મદદ કરે છે.જો કે, નાઇટ્રિક ઓક્સાઇડની ઊણપ લોહીના પ્રવાહને ઘટાડી શકે છે.

જો તમે પણ વધુ પ્રમાણમાં મીઠું ખાઓ છો તો ચેતી જાઓ.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફર ઈન્ડિયાએ (એફએસએસએઆઈ) એ ભોજનમાં મીઠાનું પ્રમાણ કંટ્રોલ કરવાના બેસ્ટ ઉપાય જણાવ્યા છે. જે હાઈ બીપી અને કિડનીની બીમારીથી બચવા માટે બહુ જ કારગર છે.ઉંદર પર હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું કે, વધારે મીઠાંયુક્ત આહાર ખાવાથી આઈએલ 17 નું સ્તર વધ્યું છે અને નાઈટ્રિક ઓક્સાઈડનું સ્તર ઘટી ગયું છે.

જેનાથી મગજના લોહીનો પ્રવાહ 25 ટકા સુધી ઘટી ગયો.સંશોધક ફર્કો અને તેની ટીમનું માનવું હતું કે, સોડિયમનો વધુ પડતો ઉપયોગ મગજમાં લોહીના પ્રવાહમાં વિક્ષેપિત કરીને ડિમેન્શિયાનું જોખમ વધારે છે. પરંતુ, સંશોધન પછી જાણવા મળ્યું કે રક્ત પ્રવાહમાં કોઈ ઘટાડો થયો નથી પરંતુ ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો થવાને કારણે યાદશક્તિ નબળી પડી છે.ભોજનમાં મીઠાનું વધુ ઉપયોગ કરવા કરતાં સીઝન પ્રમાણે મળતા અન્ય વિકલ્પો શોધો.

તમે મીઠાની જગ્યાએ લેમન પાઉડર, આમચૂર પાઉડર, અજમો, કાળા મરી, ઓરેગાનોના પાનનો ઉપયોગ કરી શકો છો.એફએસએસએઆઈ એ પોતાના ટ્વિટમાં લખ્યું છે, ભોજન બનાવતી વખતે વચ્ચે મીઠું નાખવા કરતા એકદમ છેલ્લે મીઠું નાખો, આ રીતે તમે ભોજન પકાવતી વખતે ઓછું મીઠું વાપરશો.સંશોધકોએ આઠ અઠવાડિયાં કેટલાક ઉંદરોને સામાન્ય આહાર આપ્યો અને કેટલાકએ સોડિયમયુક્ત આહાર ચારથી 36 અઠવાડિયા સુધી આહાર આપવામાં આવ્યો.

ત્યારબાદ, વૈજ્ઞાનિકોએ પરીક્ષણમાં જાણ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હતું, જેનાથી મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધી ગઈ હતી.વૈજ્ઞનિકોએ વર્તણૂકીય, સેરેબ્રોવેસ્ક્યુલર અને મોલેક્યુલર સ્તરે પરીક્ષણો કર્યાં. તેમાં જાણવા મળ્યું કે, વધુ મીઠું લેતા ઉંદરોમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ ઓછું હોય છે, જે મગજમાં ટાઉ પ્રોટીનની માત્રામાં વધારો કરે છે. ટાઉનું વધુ પડતું સ્તર અલ્ઝાઇમર થવાનું કારણ માનવામાં આવે છે.

ઘણાં લોકો લંચ-ડિનરમાં પાપડ, અથાણું, સોસ, ચટણી અથવા મીઠું સાથે રાખવાનું ભૂલતા નથી. આ બધાંમાં મીઠું તેજ પ્રમાણમાં હોય છે. જેનાથી સ્વાદમાં તો વધારો થાય છે પરંતુ બ્લડપ્રેશર માટે તે ખતરનાક છે. જેથી આ વસ્તુઓનું બને એટલું ઓછું સેવન કરો.ઘણાં લોકો શાક સિવાય પણ બધાંમાં ઉપરથી મીઠું નાખીને ખાતા હોય છે. ભારત, ડોસા, પૂરી અથવા સલાડને મીઠું નાખ્યા વિના પર ખાઈ શકાય છે. આ બધાંમાં મીઠું નાખવાની તેની નેચરલ મીઠાસ ઓછી થઈ જાય છે.

મીઠું ન ખાવું જોઇએ એવું સતત કહેવાતું રહ્યું છે. વધારે પડતા મીઠાનો ઉપયોગ કરવાથી કેટલાક રોગ થાય છે, એવું આપણને કહેવાતું રહ્યું છે, પરંતુ વિજ્ઞાાનીઓએ હાલમાં કરેલા સંશોધનમાં જણાયું છે કે, મીઠું જેટલું કહેવાયું છે એટલું ખરાબ નથી. ઊલટાનું મીઠું ઓછું ખાવાથી પણ નુકસાન થઇ શકે છે.લગભગ ચાર કે તેથી વધુ દાયકાથી એવું આપણા મગજમાં ઠસાવાતું રહે છે કે વધુ મીઠું આપણા મોતને નોંતરે છે.

તબીબો કહેતા રહ્યા છે કે ધૂમ્રપાન કે કસરત ન કરવાથી જેટલું નુકસાન આપણા સ્વાસ્થ્યને થાય એટલું નુકસાન મીઠું વધુ ખાવાથી થાય છે. એ કારણથી જ સરકારો એ પણ દરરોજ એક ચમચી જેટલું જ મીઠું ખાવાની સલાહ આપી છે.વધુ મીઠું ખાવાથી લોહીનું દબાણ એટલે કે બ્લડપ્રેશર ઊંચું રહે છે.ઊંચા લોહીના દબાણને કારણે હૃદયને પણ નુકસાન થાય છે. એ કારણથી મીઠા વિના જીવતા શીખવું જોઇએ.

આપણી આ માન્યતા સાવ ખોટી છે, એમ કહેતાં મસૂરી ખાતે સેન્ટ લ્યૂકના મીડ અમેરિકા ગાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતેના એક અગ્રણી ર્કાિડયોવસ્ક્યુલર રિસર્ચ સાયન્ટિસ્ટે મીઠું અંગે નવેસરથી વિચારવાનો સમય પાકી ગયાનું કહ્યું હતું.અત્યારે સરકારની નિર્દેશિકા પ્રમાણે દરરોજ ૨.૪ ગ્રામ મીઠું ખાવું જોઇએ.મતલબ કે એક ચમચી કરતાં થોડું ઓછું મીઠું ખાવું જોઇએ. એમાં વળી જો તમારું લોહીનું દબાણ વધુ હોય કે એ વધવાનું જોખમ હોય એવા બ્લડ ગ્રૂપમાં તમે આવતા હોય તો તમારે એક તૃતીયાંશ ચમચી જેટલું જ મીઠું ખાવું જોઇએ.

જો મીઠું શરીરમાં ઓછા પ્રમાણમાં હોય તો તે તમામ પ્રાણીઓ કે આપણામાં પણ કુદરતી ગર્ભનિરોધક તરીકે કામ કરે છે. ઉપરાંત ઓછા મીઠાવાળો ખોરાક લેતા હો તો તેનાથી કામેચ્છા ઘટતી હોય છે. ગર્ભ રહી જવાની તકો ઘટે છે અને નવજાત શિશુનું વજન પણ ઓછું રહે છે.મેડિકલ સાહિત્યમાંના પુરાવા એવું સૂચન કરે છે કે સામાન્ય બ્લડપ્રેશર ધરાવતા ૮૦ ટકા લોકોમાં લોહીનું દબાણ તેઓ મીઠું વધારે પ્રમાણમાં લે તો પણ ઊંચું રહે એવા કોઇ સંકેત મળતા નથી.

જેમનામાં લોહીનું ઊંચુ દબાણ રહેતું હોય તેઓમાંથી પણ ત્રીજા ભાગના લોકો મીઠા પ્રતિ સંવેદનશીલ હોતા નથી. એ તો ઠીક જેઓ લોહીના ઊંચા દબાણથી પીડાતા હોય એમાં પણ ૫૫ ટકા લોકો ઉપર તો મીઠાની કોઇ અસર થતી જ નથી.સો વર્ષ પહેલાં ફ્રાન્સના વિજ્ઞાાનીઓ અમ્બાર્ડ અને બુચાર્ડે માત્ર ૬ દર્દીઓ ઉપર અભ્યાસ કરીને મીઠું અને લોહીના દબાણ વચ્ચેનો સબંધ પુરવાર કર્યો હતો. પરંતુ એ સબંધ આજે ખોટો હોવાનું પુરવાર થાય છે.

કોરિયનો મીઠાનો વધુ વપરાશ કરે છે, છતાં હાઇપર ટેન્શન સહિતના રોગોનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું સરેરાશ કોરિયન દરરોજ સરેરાશ ૪ ગ્રામ મીઠું આરોગે છે.તેઓની ટ્ટેઓક્ગુક ખૂબ જ મીઠાવાળી ડિશ છે, તો ગ્રીલ્ડ માંસ પણ જાણે મીઠાના સાગરમાં બનાવાતી હોય એમ લાગે છે. તેઓ કિમચી પણ દરેક ભોજન વખતે આરોગતા હોય છે, જે મીઠામાં આથેલું હોય છે.આમ છતાં હાઇપરટેન્શન, કોરોનરી હાર્ટ ડિસિસ અને ર્કાિડયોવસ્કયુલર રોગને કારણે થતાં મૃત્યુનો દર વિશ્વમાં કોરિયનોમાં સૌથી ઓછો છે.

જો મીઠાનો વધુ ઉપયોગ કોરિયનોમાં આ રોગનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઊંચું હોવું જોઇએ. એ ઉપરાંત ભૂમધ્ય વિસ્તારના લોકોના આહારમાં પણ મીઠું ઓછું હોતું નથી. છતાં તેમના આહાર હાર્ટ હેલ્થી ગણાય છે.મીઠું ઓછું ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધે છે.નવા અભ્યાસથી એવું જણાયું છે કે ઓછું મીઠું ખાવાથી ઇન્સ્યુલીનનું ઉત્પાદન ઓછું થાય છે અને તેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે એવું અગ્રણી ર્કાિડયોવસ્ક્યુલર રિસર્ચ સાયન્ટિસ્ટો કહે છે.