ઉતરાયણના દિવસે કરો આ વસ્તુઓનું દાન થશે જીવનમાં ઘણા ફાયદા

0
373

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સૂર્ય જ્યારે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. રાશિ 12 હોવાથી વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ આવે છે. પરંતુ જ્યારે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. આ દિવસને ઉત્તરાયણ પણ કહેવાય છે. તેનું કારણ છે કે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે.

આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આ કારણથી જ મકરસંક્રાંતિના દિવસની શુભ શરૂઆત દાન-પુષ્ણ કરીને કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાનું ખાસ મહત્વ છે. જાણો કયા કયા અનાજનું દાન સંક્રાંતિના દિવસે કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે.

ઘઉં અને ચણા.આ બંને અનાજ દ્રઢતાનું સૂચક છે. આ બંને અનાજનું દાન કરવાથી ઘરમાં સ્થિરતા આવે છે. ઘઉં સૂર્ય સંબંધિત અનાજ છે અને ચણા બૃહસ્પતિ સંબંધિત છે. સંક્રાંતિના દિવસે આ અનાજનું દાન કરવાથી ભૂમિ, સંતાન સંબંધિત લાભ થાય છે. વ્યાપાર તેમજ નોકરીમાં સ્થિરતા આવે છે.જવ અને તલ.બંને વસ્તુઓ ખુશહાલીનું કારક છે. જવ શુક્ર સંબંધિત છે અને તલ શનિ સંબંધિત છે. આ બંનેમાંથી કોઈપણ વસ્તુનુ દાન કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે. જે જાતકને તેની મહેનતનું ફળ ન મળતું હોય તેમણે સંક્રાંતિના દિવસે તલ અથવા જવનું દાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાંથી નીરસતા દૂર થાય છે.

ચોખા અને મગ.ચોખા અને મગ સંબંધ અને ધનના સૂચક છે. ચોખા ચંદ્ર અને મગ બુધ સંબંધિત છે. સંક્રાંતિના દિવસે તેનુ દાન કરવાથી વ્યક્તિ ક્યારેય રસ્તો નથી ભટકતો, તેના સંબંધો ખરાબ નથી થતાં. આ ઉપરાંત ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લો થાય છે.કાંગ.આ અનાજનું દાન કરવાથી સંબંધોમાં આવેલી કડવાશ દૂર થાય છે. બિમારીઓ દૂર થાય છે અને દાંપત્યજીવનમાં પ્રેમ વધે છે. કારણ કે કાંગ શુક્ર સંબંધિત અનાજ છે. કાંગનું દાન સંક્રાંતના દિવસે કરવાથી ઘરમાંથી કંકાશ દૂર થાય છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી જોવામાં આવે તો મકરસંક્રાંતિનું ખાસ મહત્વ છે. પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવના પુત્ર શનિના ઘરે જાય છે. આ દિવસે પિતા અને પુત્રનો અનોખો સંબંધ જોવા મળે છે. મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળના લાડુ બનાવવામાં આવે છે. આ દિવસે તલ અને તલની વસ્તુ ખાવાથી કષ્ટકારી ગ્રહોથી છુટકારો મળે છે. આદિવાસ ગંગાસ્નાન કરવુ પણ શુભ માનવામાં આવે છે.

મકરસંક્રાંતિના દિવસે ગરીબોને દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.મકરસંક્રાંતિ મહા ઉપાય.કોડીમાં લક્ષ્મીજીનું પ્રતિક છે તેમને ખૂબ જ પ્રિય વસ્તુમાંથી એક વસ્તુ છે. શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે તેની પૂજા કરવામાં આવે છે. પીળા રંગના કપડામાં કોડીઓ રાખીને તિજોરીમાં રાખવામાં આવે છે આ ઉપાય કરવાથી વ્યક્તિ પર મા લક્ષ્મીજીની કૃપા હંમેશા બની રહે છે. વ્યક્તિને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવો પડતો નથી.

મકરસંક્રાંતિ એકમાત્ર એવો તહેવાર છે જે સૂર્યની ગતિ પર આધારિત પંચાંગના આધારે ગણીને ઊજવવામાં આવે છે. ૨૨ ડિસેમ્બર પછી સૂર્ય પૂર્વથી ઉત્તર દિશામાં ગતિમાન થાય છે. ૧૪ જાન્યુઆરીના દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી ઋતુઓમાં પરિવર્તન આરંભાય છે. શિયાળાની શરદ ઋતુ ક્ષીણ થવા લાગે છે અને હવામાનમાં ઠંડક ઓછી થતાં વસંત ઋતુ ધીમાં પગલે આગમન કરે છે. દિવસો લાંબા થવા લાગે છે અને રાત્રિઓ ટૂંકી થવાનો આરંભ થઈ જાય છે.

દક્ષિણાયનથી કિરણો દૂષિત થાય એવી માન્યતા છે કે ૨૨ જૂનના દિવસે સૂર્ય દક્ષિણાયન આરંભ કરે એ સમયે તે પૂર્વથી દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે. આ દિવસોમાં સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. આ સમયે સૂર્યમાંથી પૃથ્વી પર આવતાં કિરણોને દૂષિત માનવામાં આવ્યાં છે. એટલે ૨૨ જૂનથી ૧૪ જાન્યુઆરી વચ્ચેના સમયમાં જાતજાતના ઉત્સવો અને વ્રત-ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેથી આ દૂષિત કિરણોના પ્રકોપથી મનુષ્યોનો બચાવ થતો રહે.

ઉત્તરાયણથી કિરણો સ્વચ્છ બને ઉત્તરાયણના દિવસથી સૂર્યનાં કિરણો સ્વચ્છ બની જાય છે, તે આરોગ્ય આપનારાં બને છે અને મનમાં શાંતિ પ્રગટાવનારાં બને છે. સાધુ-સંત અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા જ્ઞાની પુરુષો આ દિવસથી આધ્યાત્મિક ક્રિયાઓમાં નિરાંતે જોડાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું: ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવતા ઉત્તર દિશામાં ગતિમાન થાય ત્યારે પૃથ્વી તેજપ્રકાશ મેળવવા લાગે છે. આ પ્રકાશમાં દેહત્યાગ કરનાર જન્મજન્માંતરના ચક્રવ્યૂહથી મુક્ત બને છે. મહાભારત કાળમાં જેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું એવા ભીષ્મ પિતામહે પણ મકરસંક્રાંતિના દિવસે જ દેહત્યાગ કર્યો હતો.

જપ, તપ, દાન, સ્નાનનો અનોખો મહિમા આ પવિત્ર દિવસોમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ જેવાં ધર્મકાર્યોનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. શાસ્ત્રોક્ત માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન સો ગણું થઈને પાછું મળે છે. આ દિવસે શુદ્ધ ઘી અને કામળાનું દાન કરનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેનો શ્લોક આ પ્રમાણે છેઃ માઘે માસે મહાદેવઃ યો દાસ્યતિ ધૃતકમ્બલમ, સ ભુક્તવા સકલાન ભોગાન અન્તે મોક્ષં પ્રાપ્યતિ

જે લોકો ગંગા કિનારે વસતા હોય અથવા આ દિવસોમાં ગંગાકિનારે જવાનું સામર્થ્ય ધરાવતા હોય તેમણે મકરસંક્રાંતિના દિવસે ગંગાસ્નાન કરવું જોઈએ અને ગંગાતટે દાન કરવું જોઈએ. ગંગાતટે કરેલું દાન મહાદાન કહેવાય છે. જે મનોકામના સાથે દાન કરવામાં આવે તે પૂર્ણ થઈ જાય છે. આવું જ મહત્ત્વ પ્રયાગના સ્નાનનું પણ છે. જો તમે ગંગાકિનારે અથવા પ્રયાગ જવાનું સામર્થ્ય નથી ધરાવતા તો તમે ઘરે જ સ્નાનના પાણીમાં થોડાક તલ અને ગંગાજળ નાંખીને મનમાં ગંગાસ્નાનનો સંકલ્પ લઈને સ્નાન કરવું જોઈએ.

સૂર્યપૂજા-વિધિ સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ધ્ય આપવું શ્રેયસ્કર છે. અર્ધ્ય આપવા માટે તાંબાના કળશમાં શુદ્ધ જળ ભરો. એમાં લાલ ચંદન, ચોખાના ૨૧ દાણા, તલના ૨૧ દાણા તથા લાલ ફૂલ નાંખવું. પછી જળાશય પાસે અથવા તમારા ઘરના પ્રાંગણમાં સૂર્યદેવ સમક્ષ મોં રાખીને ઊભા રહો. મુખેથી ઓમ ધૃણિ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં તાંબાના કળશમાંથી સૂર્યદેવને અર્ધ્ય આપો. અર્ધ્ય આપતી વખતે તમારી મનોવાંછિત કામના સંકલ્પ રૂપે મનમાં દૃઢ કરવી.

મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરીના દિવસે જ ઊજવવામાં આવે છે. આ વર્ષે ૨૦૨૦માં આપણા પંચાંગ અનુસાર સંક્રાંતિનો સમય ૧૪ જાન્યુઆરીની મધરાત પછી ૨-૨૨ મિનિટે આરંભાય છે. એટલે કે ટેક્નિકલી સૌર કેલેન્ડર મુજબ ૧૫ જાન્યુઆરીની વહેલી સવારે આરંભાશે. એનો પુણ્ય કાળ ૭-૧૯ કલાકે પ્રારંભ થાય છે અને તે બપોરના ૧૨-૩૧ સુધી ચાલવાનો છે. જોકે એમાં મહાપુણ્યકાળ સવારના ૭-૧૯ વાગ્યાથી ૯-૦૩ વાગ્યા સુધી જ રહે છે.