ઉંમર વધતા દાંત તૂટવા લાગ્યા છે તો આજે જ અપનાવો આમળાનો આ ઘરેલુ ઉપાય, પછી જુઓ તેના ફાયદા…..

0
244

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે સામાન્ય રીતે 55 વર્ષની ઉંમર થતા-થતા લોકોનાં દાંત પડવાનું શરૂ થઈ જાય છે આ એક રીતેદર્શાવે છે કે આપની ઉંમર વધારે થઈ ગઈ છે અને એવામાં આપને ખાતી કે બોલતી વખતે મુશ્કેલી પણ થશે.મોટાભાગનાં લોકો આ ઉંમરે પહોંચી નકલી દાંત લગાવડાઈ લે છે અને પછી આરામથી મનગમતી વસ્તુઓ ખાય છે આપને જણાવી દઇએ કે જો આપ સારી રીતે દાંતોની સંભાળ રાખો અને હેલ્ધી વસ્તુઓ ખાઓ તો આપનાં દાંત આજીવન ટકી રહી શકે છે.

આ આર્ટિકલમાં અમે આપને દાંતોને મજબૂત રાખવા માટે એક ખાસ પ્રકારનો ઘરગથ્થુ ઉપચાર જણાવી રહ્યાં છીએ આવો જાણીએ તેને કેવી રીતે બનાવશો અને કેવી રીતે ઉપયોગ કરશો.સામગ્રી.બે ચમચી સુકું આંબળા પાવડર ત્રણ ચમચી દૂધ.બનાવવાની વિધિ.આંબળાનાં પાવડર અને દૂધને એક વાટકામાં નાંખો અને સારી રીતે મેળવી તેનું પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટથી 10 મિનિટ બ્રશ કરો અને પછી 10 મિનિટ સુધી એમ જ છોડી દો તે પછી હુંફાળા પાણીથી કોગળા કરી મોઢું ધોઈ લો આ પેસ્ટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રે સૂતા પહેલા કરો.

તેનાં ફાયદા.આ ઘરગથ્થુ ઉપાય દાંતોની મજબૂતાઈ માટે બહુ અસરકારક છે જો આપ તેનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છો અને સાથે હેલ્ધી વસ્તુઓનું સેવન પણ કરી રહ્યાં છો તો જાણી કો તેનાંથી ઉંમરવધતા પણ આપનાં દાંત નહીં તૂટે.દરરોજ ઓછામાં ઓછા બે વાર બ્રશ કરો અને જીભની સફાઈ કરો આંબળા પાવડરમાં વિટામિન સી અને એંટી ઑક્સીડંટનું પ્રમાણ બહુ વધારે હોય છે કે જે પેઢા અને દાંતોને સ્વસ્થ તથા મજબૂત બનાવી રાખે છે.

આ ઉપરાંત મિલ્કમાં કૅલ્શિયમ બહુ વધારે હોય છે કે જે દાંતના મૂળિયા મજબૂત બનાવે છે અને તેમને ટૂટતા રોકે છે આ ઉપરાંત પોતાનાં ડાયેટમાં કૅલ્શિયમ અને વિટામિનથી ભરપૂર વસ્તુઓનું પણ સેવન વધારી દો.તો હવે મિત્રો આપણે જાણીશું ખરતા વાળ ને રોકવા માટે ના આમળા ના ફાયદા વિશે.

આમળા પ્રકૃતિની આપેલી એક એવી ભેટ છે જેનાથી આપણા શરીરમાં ઉછરી રહેલી ઘણી બધી બિમારીઓનો નાશ થઈ શકે છે આમળામાં આર્યન અને વિટામીનથી ભરપૂર હોય છે દરેક માણસને દરરોજ ૫૦ મિલીગ્રામ વિટામીન સી ની જરૂર હોય છે તો એવામાં જો તમે આમળાનો ઉપયોગ કરો કે પછી તેના રસનો ઉપયોગ કરશો તો તમારા શરીરમાં વિટામીન સી ની પૂર્તિ થશે પણ શું તમે જાણો છો કે આમળાનો રસ આપણા વાળ ચામડી અને વજનને ઓછો કરવા માટે કરી શકાય છે.

આમળામાં વિટામીન સી ની ઉપરાંત એંટીઓક્સીડેંટ પણ હોય છે જેનાથી વાળનું અકાળે સફેદ થવું પણ અટકી જાય છે તેનાથી બે મોઢાવાળા થતા વાળ પણ અટકી જાય છે આવો જાણીએ કે તમે આમળાને કેવી રીતે વાળમાં ઉપયોગ કરી શકો છો.આમળાનું તેલ.આમળાના તેલને દરરોજ લગાવવાથી ખોડો દૂર થાય છે ઘરે આમળાનું તેલ બનાવવા માટે આમળાનો પાઉડર મેથીનો પાઉડર અને નારીયેલના તેલને મિક્સ કરો તેને ૧૫ થી ૩૦ મિનિટ માટે માથા પર લગાવી રાખો તમારા માથાને ગરમ રૂમાલથી બાંધીને રાખો એના પછી માથાને શેમ્પુથી ધોઈ લો.

આમળાનો હેરપેક.ખરતા વાળ રોકવા માટે ઘરે આવી રીતે બનાવો આમળાનો હેરપેક ઈંડુ આમળાનો પાઉડર, શિકાકાઈનો પાઉડર અને અરીઠાનો જાડો પેસ્ટ તૈયાર કરો પછી તેને માથા પર 30 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ ધોઇ લો.આમળાનો જ્યુસ.આમળાના જ્યુસને પીવાથી શરીરને સંપૂર્ણ ફાયદો થાય છે તેનાથી દાંત મજબૂત થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે જ્યુસ વધારે પડતો ખાટો હોય છે એટલા માટે તમે એમાં મધ પણ ભેળવી શકો છો.મસાજ.માથામાં આમળાના તેલની માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ ઝડપી થઈ જાય છે તેનાથી મનને શાંતિ પણ મળે છે.ખોરાકમાં ખાઓ આમળા.તમારા ખોરાકમાં આમળાનુ સેવન જ્યુસ અથાણું છુંદા કે પછી બીજી અન્ય કોઇ રીતે તેનો જરૂર ઉપયોગ કરો તેને રોજ ખાવા જોઈએ.