ઉદયપુર શહેરની શાન માનવામા આવે છે આ સિટી પેલેસ, જાણો આ સિટી પેલેસ ની ભવ્યતા વિશે….

0
489

રાજસ્થાન એ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે, જ્યાં દર વર્ષે ભારત સહિત દુનિયામાંથી ઘણા પ્રવાસીઓ આવે છે.રાજસ્થાનમાં ફરવા માટે ઘણી બધી જગ્યા છે. અને એજ જગ્યાઓમાંથી સૌથી પ્રસિદ્ધ જગ્યા ઉદયપુરનો કિલ્લો એટલે કે ‘સીટી પેલેસ’છે. સિટી પેલેસ આશરે 400 વર્ષ જૂનો છે અને આ પેલેસમાં તમને અદભુત કલાકારી જોવા મળશે. જે લોકો ઉદયપુર આવે છે એ આ પેલેશ જરૂર જોવે છે. સિટી પેલેસ એક મહેલ સંકુલ છે, જેમાં મેવાડ સામ્રાજ્યની છાપ જોવા મળે છે. સિટી પેલેશ અંદર ઘણા બધા મહેલ બનેલા છે.

દરેક મહેલનું નિર્માણ મહારાણા ઉદય સિંહ દ્વિતીય એ કર્યું હતું અને એના પછી અનુગામીઓએ આ મહેલને આગળ વધારવાનું કામ કર્યું. એવું કહેવામાં આવે છે કે આ કિલ્લાને બનાવવા માટે 22 રાજાઓ એ પોતાનું યોગદાન આપ્યું છે અને તે પછી આ એટલો સુંદર મહેલ બની શક્યો. આ મહેલના ઘણા ભાગો પ્રવાસીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા છે અને લોકો આ મહેલમાં આવીને મહેલની સુંદરતા ને ખુબજ નજીકથી જોઈ શકે છે. આ મહેલની પાસે જ પિચોલા તળાવ છે. જે એક કૃત્રિમ તળાવ છે.

સિટી પેલેસ (ઉદયપુર નો કિલ્લો) માં જઇને શુ શુ જોવો.મહેલનું સંગ્રહાલય.સિટી પેલેસની અંદર જ એક સંગ્રહાલય બનાવામાં આવ્યું છે અને આ સંગ્રહાલયનો પ્રવેશ દ્વાર ખુબજ સુંદર છે. મ્યુઝિયમની અંદર, તમને શસ્ત્રો, રાજાઓના સામાન અને યુદ્ધના ચિત્રો જોવ મળશે. આ મ્યુઝિયમમાં રાખેલી દરેક વસ્તુ તમને ઇતિહાસની નજીક લઈ જશે.

ક્રોનિંગ હોલ.ક્રોનિંગ હોલ ખૂબ મોટો અને સુંદર છે. આ હોલમાં માર્બલ પત્થરો લગાવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આ જગ્યા પર જ રાજા ઓની તાજ પોષ કરવામાં આવે છે. જેના કારણે તેને ક્રોનિંગ હોલ કહેવામાં આવે છે. આ હોલમાં તમને ખૂબ સુંદર ઝૂમર અને વિશાળ ચિત્રો જોવા મળશે. આ હોલમાંથી નીકળતા જ તમને સીટી પેલેશમાં શીશ મહેલની જેવો જ બનેલો એક રૂમ દેખાશે. જેમાં તમને ખૂબ સુંદર ચિત્રો જોવા મળશે. આ રૂમની દિવાલોથી ધાબા સુધી કાચ લગાવામાં આવ્યા છે.

OLYMPUS DIGITAL CAMERA

રંગ ભવન.સીટી પેલેસ (ઉદયપુર કિલ્લો)માં બનેલો રંગ ભવનમાં તમને ભગવાન કૃષ્ણ, મીરાબાઇ અને શિવના મંદિર જોવા મળશો. એવું કહેવાય છે કે આ સ્થાને રાજાઓ તેમના ખજાનાઓ રાખતા હતા.ફતેહપ્રકાશ પેલેસ.ફતેહ પ્રકાશ પેલેસને એક હોટેલમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે. આ હોટલ માં ઘરેણાંઓથી સજાવેલું એક કાર્પેટ લગાવેલું છે અને ખુબ જ કિંમતી વસ્તુઓ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આ જગ્યામાં રાખવામાં આવેલી વસ્તુઓને મહારાણા સજ્જન સિંહ એ ઇસ.1877 માં લંડનથી ખરીદવામાં આવી હતી.

મોર ચોક.સીટી પેલેસની અંદર બનેલા મોર ચોક મહેલમાં મોરના આકાર વાળું એક ઓરડો છે. જેમાં ત્રણ મોર બનાવવામાં આવી છે. સીટી પેલેસ બનવાને 200 વર્ષ પછી આ કક્ષને આ પેલેસની અંદર મહારાણા સજ્જન સિંહ દ્વારા બનાવમાં આવ્યો હતો.

ઉપર બતાવેલી વસ્તુઓ ઉપરાંત આ મહેલમાં ઉપર જણાવેલ વસ્તુઓ ઉપરાંત, આ મહેલની અંદર તમને અમર વિલાસ, ભીમા વિલાસ, લક્ષ્મી વિલાસ ચોક, કૃષ્ણ વિલાસ અને એક મોટું મહેલ પણ જોવા મળશે. આ બધા નાના નાના મહેલોને મહારાણા ઉદય સિંહ દ્વિતીયના ઉત્તરાધિકારીઓએ બનાવ્યો છે. આ બધી વસ્તુઓ ઉપરાંત આ પેલેસમાં મેવાડ સાઉન્ડ એન્ડ લાઇટ શો પણ દરરોજ થાય છે.

ઉદયપુરના કિલ્લામાં એન્ટ્રી ફી.બાળકો માટે રૂ.15, વડીલો માટે 30 રૂપિયા, કેમેરા લઈ જવાનો ચાર્જિસ 200 રૂપિયા આ ઉપરાંત, જો તમે મેવાડ સાઉન્ડ અને લાઇટ શો અથવા બોટિંગનો આનંદ માગો છો, તો તમારે તેના માટે અલગ ટિકિટ લેવી પડશે. આ પેલેસ સવારના 9.30 વાગ્યે ખુલે છે અને 5.30 વાગ્યે બંધ થાય છે. આ સાત દિવસ માટે ખુલ્લું રહે છે.

કેવી રીતે પહોંચવુ ઉદયપુર નો કિલ્લો.માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દ્વારા ઉદયપુર પહોંચી શકાય છે. દિલ્હીથી ઉદયપુર સાડા સાત સો કિલોમીટર છે. દિલ્હી, અમદાવાદ અને મુંબઈથી ઉદયપુર માટે ડાયરેકટ ટ્રેનો ઉપલબ્ધ છે. હવાઈ માર્ગ દિલ્લી, મુંબઇ ઉપરાંત કેટલાક શહેરોમાંથી ઉદયપુરના ડાબોક એરપોર્ટથી દરરોજ ઘણી ફ્લાઇટ્સ જાય છે.ક્યાં રોકાવું.ઉદયપુરમાં ઘણી બધી હોટેલો છે અને તમારા બજેટ મુજબ તમને આ શહેરમાં હોટેલ મળી જશે.