Breaking News

ટિમ ઈન્ડીયાનાં આ પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને આવ્યો હાર્ટઅટેક,જનક કઈ હોસ્પિટલમાં છે દાખલ……

ભારતને વર્લ્ડ કપ જીતાડનાર આ દિગ્ગજ ક્રિકેટરને આવ્યો હાર્ટ એટેક, જાણો કઈ સર્જરી કરાવવી પડી ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવને હાર્ટ એટેકે આવ્યા હોવાના અહેવાલ છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કપિલ દેવની દિલ્હીની એક હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ છે. હાલમાં તેની સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જેવા જ કપિલ દેવ વિશે આ સમાચાર આવ્યા, સોશિયલ મીડિયા પર તેના ઝડપથી સાજા થવાની પ્રાર્થના થવા લાગી છે.

ભારતને પોતાની કેપ્ટનશિપમાં પ્રથમ વર્લ્ડ કપ અપાવનાર કપિલ દેવની ગણના વિશ્વના દિગ્ગજ ઓલરાઉન્ડરમાં થાય છે.ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમમએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.ચેમ્પિયન ખેલાડી મેદાન ઉપર કોઇ કામ અલગ તરીકે કરતા નથી પણ તે સાધારણ કામને અલગ ઢંગથી કરીને નવો ઇતિહાસ બનાવે છે.

આ વાતને સાબિત કરી હતી ચંદીગઢના સ્ટાર ઓલરાઉન્ડર કપિલ દેવે. દિલથી અને મહેનતથી કામ કરવાના ઉત્સાહના કારણે આ ધુરંધરે ભારતીય ક્રિકેટનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. જે જમાનામાં હોકીનો દબદબો હતો તે સમયમાં કપિલ દેવે ભારતના રમતપ્રેમીઓને ક્રિકેટમાં રસ લેતા કર્યા હતા.કપિલ દેવે એવા દિગ્ગજ ખેલાડીઓમાં સામેલ છે જેઓ મધ્યમવર્ગ પરિવારમાંથી આવતા હોવા છતા પોતાની પ્રતિભાથી વિશ્વભરમાં ખાસ ઓળખાણ બનાવી છે. તેમણે પોતાની જીંદગીમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. મેચ ફિક્સિંગના આરોપ લાગવાથી તેમની આંખો છલકાઈ ગઈ હતી તો ક્યારેક ભારત ઉપર 200 વર્ષ રાજ કરનાર અંગ્રેજોના ઘરમાં જઇને તિરંગો ફરકાવ્યો હતો.

18 જૂન 1983. ઝિમ્બાબ્વે ક્રિકેટ યુનિયનના ચેયરમેન ડેવ અલમૈન બ્રાઉન પાસે એક ફોન આવ્યો. આ ફોન હતો બીબીસીના પત્રકારનો. તે એમનું ઈન્ટરવ્યું લેવા માંગતા હતા. એ એટલા માટે કારણ કે એમણે લાગ્યું હતું કે, ઝિમ્બાબ્વે ભારત સાથે ચાલી રહેલી મેચ જીતી રહ્યું છે. એવું એટલા માટે લાગી રહ્યું હતું કારણ કે, ભારતની 17 રન પર 5 વિકેટ પડી ગઈ હતી. ખાલી બીબીસી જ નહિ, મેચના આયોજક પણ આ સ્કોર જોઇને પરેશાન થઈ ગયા હતા કે, મેચ તો અડધો કલાકમાં જ પૂરી થઈ જશે.

ત્યારે ડેવએ જવાબ આપ્યો હતો, ધ ગેમ ઈઝ નોટ ઓવર.જી હા, ડેવના મોં માંથી નીકળેલા આ શબ્દ એકદમ સાચા સાબિત થયા. ૧૦૦ % સાચા. પછી મેચ એવી પલટી કે કોઈ નેતા શું પલટે. શરુઆતથી શરુ કરીએ. આ એ મેચની સ્ટોરી છે જેમાં કપિલ દેવની બેટમાં જાણે કે આગ લાગી ગઈ હતી.એ માણસે પોતાની બેટિંગથી આખા વિશ્વને હલાવીને મુકી દીધું હતું.સુનીલ ગાવસ્કરે એક ઈન્ટરવ્યુંમાં આને ‘બેસ્ટ વનડે ઇનીગ એવર’ જણાવી હતી. અને આ મેચ પણ કોઈ સામાન્ય મેચ ન હતી. વર્લ્ડકપની મેચ હતી. જીવન મરણ વાળી મેચ હતી.

જો ઝિમ્બાબ્વે સામે એ મેચ હારી જતે તો સેમીફાઈનલનું સપનું ભૂલી જવું પડે એમ હતું. અને ભારત પોતાનો પહેલો વર્લ્ડકપ જીતતા ચુકી જતે.આ 1983 ના વર્લ્ડકપની 20 મી મેચ હતી. ટનબ્રિજ વેલ્સના મેદાન પર. મેદાન ખચાખચ ભરેલું હતું. ભયાનક ઉત્સાહ.ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવાં માટે ઉતરી. મેદાન પર લીટલ માસ્ટર સુનીલ ગાવસ્કર અને એ જમાનાના સહેવાગ કહેવાતા શ્રીકાંથ ઉતર્યા હતા. પણ બંને જ ઠુસ્સ થઈ ગયા. ખાતું પણ નહિ ખોલી શકયા. ત્યારબાદ આવ્યા મોહિંદર અમરનાથ અને સંદીપ પાટિલની પણ આવી સ્થિતિ રહી.અમરનાથે ગાવસ્કર કરતા પાંચ ગણા વધારે રન કર્યા, એટલે કે 5 રન કર્યા. પાટિલે પણ 1 રન બનાવ્યો.

ટીમનો સ્કોર 9 રન પર 4 વિકેટ થઈ ગયો હતો. પછી ક્રીઝ પર રહેલા યશપાલ શર્માનો સાથ આપવા માટે આવ્યા એ વ્યક્તિ જે એ દિવસે ન જાણે શું ખાઈને આવ્યા હતા. અમે વાત કરી રહ્યા છીએ એ સમયની ટીમના કેપ્ટન કપિલ દેવની. 24 વર્ષના એ છોકરાની જેને અમુક મહિના પહેલા જ, એક થી એક હેવીવેટ ખેલાડીઓ ભરેલી ટીમની કમાન સોંપી દેવામાં આવી હતી.

જો કે કપિલના આવ્યા પછી પણ તું જા હું આવ્યો એ પૂરું ન થયું. ઝિમ્બાબ્વેના બોલર પીટર રોસન અને કેવિન કર્રને ભારતના ટોપ ઓર્ડરના ખિલાડીઓને ઉખાડી ફેંક્યા હતા. યશપાલ શર્મા કપિલના આવ્યાના થોડા સમયમાં જ 9 રન બનાવીને જતા રહ્યા. ટીમનો સ્કોર થઈ ગયો 17 રન પર 5 વિકેટ. કપિલને સમજ પડી ગઈ કે હવે એમણે જ ગદા ઉઠાવવી પડશે.

અત્યારે નહિ તો ક્યારે નહિ વાળી સ્થિતિ ઉભી થઈ ગઈ હતી. એટલે તે તંબુ નાખીને બેસી ગયા.યશપાલના ગયા પછી મેદાનમાં આવ્યા રોજર બિન્ની. એમણે થોડા સમય સુધી કપિલનો સાથ આપ્યો અને 22 રન બનાવ્યા. એમણે 50 રનની પાર્ટનરશીપ કરી પણ એ પણ પાછા ચાલ્યા ગયા. ભારતનો સ્કોર 77 રન પર 6 વિકેટ થઈ ગયો.ત્યારબાદ આવ્યા રવિ શાસ્ત્રી અને એ પણ 1 રન કરીને આઉટ થઈ ગયા. સ્કોર 78 રન પર 8 વિકેટ થઈ ગયો. કપિલ દેવે 72 બોલમાં સદી ફટકારી હતી.પછી ભારતને એક જીવનદાન મળ્યું. એટલે કોઈ કેચ છુટ્યો ન હતો પણ ભારતીય બેટ્સમેનના નાકમાં દમ કરવાં વાળા રોસન અને કર્રનને ઝિમ્બાબ્વેના કેપ્ટન ડંકન ફ્લેચરે રેસ્ટ આપ્યો.

એનો ફાયદો ક્રીઝ પર આવેલા મદનલાલ અને કપિલદેવે ઘણો ઉઠાવ્યો. ટીમનો સ્કોર 140 સુધી પહોંચી ગયો. પણ પછી મદનલાલ 17 રન બનાવીને આઉટ થઈ ગયા. સ્કોર હતો 140 પર 8 વિકેટ. પછી મેદાન પર એન્ટ્રી કરી સૈયદ કિરમાનીએ. એમણે કપિલ દેવને પાસે બોલાવીને કહ્યું, ‘તું પોતાની નેચરલ ગેમ રમ, ટેન્શન ના લે.આ મેચ 60 ઓવરની હતી.

ત્યારે એટલા ઓવરની જ વનડે મેચ રમાતી હતી. કલર ડ્રેસ પણ ન હતા. પણ કપિલ હવે પોતાની બેટથી ઝિમ્બાબ્વેના બોલરોને બધા રંગ દેખાડવાના હતા. કિરમાનીનું એ કહેવું હતું કે, કપિલની બેટમાં કરંટ આવી ગયો હતો. પહેલા જે કપિલ સિંગલ-ડબલ લઈને રમતો હતો, એણે જે મારવાની શરુ કર્યું કે ન પૂછો વાત.એક તરફ કિરમાની કપિલને સ્ટ્રાઈક આપી રહ્યા હતા અને બીજી તરફ કપિલ બોલ ઉડાવી રહ્યા હતા.

તે બોલરોને નવમી વિકેટ માટે હંફાવી રહ્યા હતા. બંને વચ્ચે 126 રનની પાર્ટનરશીપ થઇ. પેવેલિયનમાં બલવિન્દર સિંહ સિંધુ પેડ બાંધીને પોતાની બેટીંગની રાહ જોઈ રહ્યા હતા. કિરમાનીએ પોતાની આ ઈનીંગમાં 24 રન બનાવ્યા. ત્યાં 60 ઓવર પૂરી થવા સુધીમાં કપિલ 138 બોલમાં 175 રન બનાવી ચુક્યા હતા. 16 ચોગ્ગા અને 6 છગ્ગા મારી એમણે બોલરોને ધોઈ નાખ્યા હતા.

કપિલ અદ્દભુત, અદ્વિતીય, અકલ્પનીય પાળી રમી ચુક્યા હતા. એ પાળી જે ઇતિહાસના પાનામાં મોટા મોટા અક્ષરોમાં લખાવાની હતી. તે પાળી જે ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપની નજીક લઈ જવાની હતી. તે પાળી જે દુનિયા કે કહીએ કે ભારતીયોને વિશ્વાસ અપાવી રહી હતી કે એમને એ કેપ્ટન મળી ગયો છે, જે વર્લ્ડકપનું સપનું પૂરું કરવાં જઈ રહ્યો છે.

કપિલની આ પાળીનો જલવો એવો હતો કે જ્યારે કપિલ આ પાળી રમીને પાછા પેવેલીયનમાં આવ્યા તો ત્યાં મહાન સુનીલ ગાવસ્કરે પોતે એમના હાથથી પાણીનો ગ્લાસ ભરીને એમને પીવડાવ્યું. તે કપિલની પાસે જઈને એમને મળ્યા અને શાબાશી આપી.કપિલને કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60 ઓવરમાં 266 રન હતો.એના જવાબમાં ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. એમાં ત્રણ વિકેટ મદનલાલે લીધી. એમના સિવાય રોજર બિન્ની અને અમરનાથે પણ શાનદાર બોલિંગ કરી. અને તેઓ સેમીફાઈનલમાં પહોંચ્યા અને પછી વર્લ્ડકપ જીત્યા.પણ કોઈ જોઈ ન શક્યું આ મેચ.આ કપિલની પહેલી અને એકમાત્ર સદી હતી.

પણ એમની આ શામદાર પાળીને કોઈ ટીવી પર લાઈવ જોઈ નહિ શક્યું. ટીવી પર લાઈવ ટેલીકાસ્ટ તો છોડો, લોકો આને રેડિયો પર પણ સાંભળવા માટે તરસતા હતા. કારણ કે એ દિવસે બીબીસી હડતાલ પર હતું.કેમેરા વાળા મેદાન આવ્યા ન હતા. આ મેચનું ન તો કોઈ વિડીયો રેકોર્ડીંગ છે અને ન તો ઓડિયો. એટલે 2011 વર્લ્ડકપનો ધોનીનો વિનિંગ છગ્ગો તમે યુટ્યુબ પર જોઈ શકો છો, પણ આ મેચ નહિ જોઈ શકો. ફક્ત યાદ કરી શકો છો, ખુશ થઈ શકો છો અને ગર્વ કરી શકો છો.

About Hu Gujarati TEAM

Check Also

પતિ હોય તો આવો, પત્નીની સાથે અન્ય લોકો જબરજસ્તી કરતાં પતિ અવાજ ઉઠાવ્યો તો માથામાં તિર માર્યું,છતાં પણ બચાવી લીધી પત્નીને.

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *