ટિકટોક પર દેશી ભાષા થી લાખો લોકોની પસંદ બનનાર આ વ્યક્તિ હવે મજબુર છે આવું કામ કરવા, જુઓ તસવીરો…..

0
104

ટિકટોકબંધ થતાંની સાથેજ ઘણાં લોકોની હાલત લધડી ગઈ છે આજે અમે તમને એક એવાજ ટિકટોક સ્ટાર વિશે જણાવીશું જે ગુજરાતી પ્લેટફોર્મ પર ખુબજ પ્રખ્યાત હતાં પોતાની દેશી ભાષા ને કારણે લાખો લોકો તેમનાં ફેન હતાં આવો જાણીએ તેમના વિશે.કોરોના મહામારીમાં ધંધા વ્યવસાય તૂટી પડતા લોકો આર્થિક સંકટમાં મુકાયા છે ત્યારે કાર્યક્રમો બંધ હોવાના કારણે કલાકારો પણ બેકાર બન્યા છે. જેમાં આણંદનો કલાકાર અને ટિકટોક સ્ટાર બેકાર બનતા મરચું હળદર વેચવા મજબૂર બન્યો છે.

હળદર લો. એ મરચું લો.ના સાદની સાથે સુરીલા અવાજમાં ગીતો સાંભળી લોકો ઘરની બહાર નીકળી આવે છે. જી હા મરચું હળદરની સાથે મફતમાં ગુજરાતી ગીતો સાંભળવાની મજા અમે આપને બતાવીશું ટિકટોક સ્ટાર જે મરચું હળદર વેચવા સાથે ગીતો ગાઈ લોકોનું મનોરંજન કરે છે. આણંદ જિલ્લાના મહેળાવ ગામનાં યુવક જયેશ વાઘેલાનો કંઠ સુરીલો હતો.

એક વર્ષ પૂર્વે તેણે ટિકટોક પર કોમેડી વિડિઓ બનાવી અપલોડ કરવાના શરૂ કર્યા અને માત્ર છ માસમાં જયેશ વાઘેલાના ત્રણ લાખ ફોલિઅર્સ થઈ ગયા અને ૮ મિલિયન લાઇકો તે સાથે જ જયેશ વાઘેલાના લોકો ફેન થઈ ગયા અને સમગ્ર ગુજરાતમાં ટિકટોકએ તેને જાણીતો બનાવી દીધો.આ અંગે જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના મિત્રો સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ ગયા હતા.

ત્યારે રાત્રે સમય પસાર કરવા તેમના મિત્રો ટીકટોક જાેતા હતા અને ત્યારે તેઓને પણ ટીકટોકમાં રસ પડ્યો અને તેઓએ પોતાના મોબાઈલમાં ટીકટોક ડાઉનલોડ કરી તેમાં વીડીયો અપલોડ કર્યા હતા. અને ત્યારબાદ માત્ર છ માસમાં તેના ત્રણ લાખ ફોલોઅર્સ અને આઠ મીલીયનથી લાઈકો મળી હતી.

તે પોતાના વિસ્તારમાં ટીકટોક સ્ટાર બની ગયો હતો. તેણે બનાવેલા એક વીડીયોમાં જાણીતા કલાકારો કીંજલ દવે અને મમતા સોનીએ જયેશ વાઘેલાના અવાજને પોતાના ટીકટોક વિડિયોમાં લીધો હતો. તેણે કોરોના દરમિયાન કોરોના પર એક વીડીયો બનાવ્યો હતો.જે યુટ્યુબ પર ખુબ જ ફેમશ થયો હતો.

અને લાખો લોકોએ આ વિડિયો જાેયો હતો.ટિકટોક પર સ્ટાર બની ગયા બાદ જયેશને લોકો પોતાના કાર્યક્રમમાં બોલાવતા અને ટિકટોક પર પોતાની જાહેરાત કરાવતા જેને લઈને જયેશ વાઘેલાની આવક થઈ રહી હતી.

કોરોના મહામારી અને લોકડાઉનના કાર્યક્રમો બંધ થઈ જતા તેમજ ટિકટોક પર પ્રતિબંધ મૂકતાં જ્યેસની આવક બંધ થઈ ગઈ અને જયેશ બેકાર બની ગયો, આ બેકારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા હાલમાં તે મરચું હળદર જીરું જેવા મસાલા વેચી રહ્યો છે.

જયેશને લોકો ટિકટોકસ્ટાર તરીકે ઓળખે છે એટલે જ્યાં મરચું હળદર વેચવા જાય ત્યારે લોકો તેની પાસે ગીતો ગવડાવી મનોરંજન મેળવે છે.જયેશનું કોરોના પર બનાવેલું ગીત ખુબજ ફેમસ થયું હતું.જયેશએ એક વર્ષમાં ટિકટોક પર એક હજારથીવધુ વિડિઓ બનાવી અપલોડ કરેલા છે.

તેમાં સૌથી વધુ કોમેડી વિડિઓ છે, આ ઉપરાંત તેણે પોતાના ગીતો યુ ટ્યૂબ પર મુકેલા છે. જયેશ જેવા અનેક કલાકારો સરકાર પાસે કાર્યક્રમો માટે છૂટછાટ અને સહાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે સરકાર કલાકારો માટે શું સહાય કરશે તેના પર કલાકારોની નજર મંડાઈ છે. નહિ તો ટેલેન્ટ ધરાવતા કલાકારોની ટેલેન્ટ વેડફાઈ જશે તેવી લાગણી જાેવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here