ટિકટોકનાં ગયાં પછી પણ વલસાડનાં આ યુવકનું ચમકયું નશીબ,આ સૌથી મોટા ડાન્સ શો માં મળી સીધી એન્ટ્રી…..

0
103

ટીકટોકમાં ઘણા એવા લોકો હતાં જે ગમે તેટલી સારી વિડિઓ બનાવે પરંતુ તેમાં લાઇકો આવતી નથી.પરંતુ ટિકટોક કંઈક અલગ કરી બતાવનારને જ સફળતાની ટોચ પર પહોંચાડતું હતું.ટિકટોકને બેન થઈ ગયું છે કારણ કે ટિકટોકના કારણે વિવાદસ્પદ ઊભું થાય છે.ટિકટોકના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકો પોતાની આવડત પ્રમાણે વિડિઓ બનાવીને ખૂબ જ મશહૂર બની ગયા છે.ટિકટોક પર અમુક લોકો એવા છે જેમનામાં ટેલેન્ટ છે પરંતુ મોબાઈલ હોતો નથી અને બીજાના ફોનમાં વિડિઓ ઉતારીને પોતાનું ટેલેન્ટ રજૂ કરતા હોય છે.

આજે અમે તમને આ લેખમાં જણાવીશું ટિકટોક પર પોતાના ડાન્સથી ધૂમ મચાવનાર અરમાન રાઠોડ રાતોરાત ટિકટોકના સ્ટાર બની ગયા હતાં.તેમના ડાન્સના વિડિઓ દરેકના મોબાઈલમાં તમને જોવા મળશે.અરમાન રાઠોડ એટલો સુંદર ડાન્સ કરે છે કે લોકો તેમના વીડિયોમાં લાઇક્સનો વરસાદ કરી દેતા હતાં.એમ સામાન્ય ગામનો આ યુવક પોતાના અવનવા ડાન્સથી લોકોના દિલમાં રાજ કરી ગયો. ટિકટોકમાં ઋત્વિક રોશનની જેમ ડાન્સ કરતા યુવકનો વિડીયો વાઈરલ ખૂબ થયો હતો.જે વલસાડની ઝુંપડપટ્ટીમાં એક નાનકડા ઘરમાં રહે છે.આ યુવકનું નામ છે અરમાન રાઠોડ.ઋત્વિક રોશનના સોંગ ‘દેખા તુમકો જબસે’ પર તેનો ડાન્સ ખુબ જ વાઈરલ થયો હતો.

અરમાનનો આ ડાન્સ જોઈને ઋત્વિક રોશને પણ તેને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.આ વિડીયો વાઈરલ થયા બાદ ટિકટોક પર તેના ફેન્સની સંખ્યા દિવસને દિવસે વધી ગઈ.સોશિયલ મીડિયા એપ ટિકટોક પર વાયરલ થનાર યુવાનનું સાચું નામ સંજય રાઠોડ છે જે હવે ટીકટોક પર અરમાન રાઠોડના નામે જાણીતો બન્યો છે.જોકે હાલમાં તો ટિકટોકબંધ થઈ ગયું છે.વલસાડ રાખોડિયા તળાવની પાળ પર આવેલા નાનકડા ઝુપડા જેવા ઘરમાં રહે છે.અરમાનને પોતાના ટિકટોકના ફેન્સ મળવા માટે તેમના ગામમાં આવતાં હતાં અને તેમની મળીને ટિકટોક પર વિડિઓ અપલોડ કરતા હતાં.

અરમાનના ડાન્સના સ્ટેપ્સ એકદમ હ્રિતિક રોશન જેવા જ જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે અરમાન બધા સ્ટાર્સના ગીત પર ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.અરમાનના પિતા વોચમેન હતા અને હાલ ઘરે જ છે.જ્યારે તેની માતા અન્યના ઘરે કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. હાલ તો અરમાનનો પરિવાર પણ તેને સપોર્ટ કરી તેની કારકિર્દી બને તેવા અરમાન જોઈ રહ્યો છે.અરમાન રાઠોડના ટિકટોક એકાઉન્ટ પર 20 લાખથી વધારે ફોલોઅર્સ અને 4 કરોડથી વધારે લાઈક્સ છે.

અમર છુટક મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.તેનું સપનું છે કે તે પણ એક સારો ડાન્સસ બને અને જીવનમાં આગળ વધે.અરમાન પહેલાથી જ એક સામાન્ય જીવન જીવતા હતા પરંતુ આ સિવાય તેને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો તે યૂટ્યૂબ પર વિડિઓ જોઈને ડાન્સ કરવાનો પ્રયત્ન કરતો હતો ધીરે ધીરે તે ડાન્સના તમામ ટેપ્સમાં સફળ રહ્યો હતો.

અરમાનને તેના મિત્રોએ ફોર્સ કર્યો અને તે ટીકટોક પર ડાન્સ વીડિયો બનાવવાની શરૂઆત કરી અને માત્ર 20 દિવસમાં તેના વીડિયોના 5 કરોડથી વધુ વ્યુ મળી ગયા હતા.જેના કારણે તે હિટ થઇ ગયો હતો અને હવે તેને અનેક રિયાલીટી શોમાં તેને ઇનવિટેશન મળી રહ્યા હતાં.અરમાનને તેની જિંદગીમાં અનેક ચઢાવ ઉતાર જોયા છે.ગરીબ પરિવારનો દીકરો માતા ઘર કામ કરી ઘર ચલાવી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવે છે.

ત્યારે લોકડાઉનમાં નિરાધાર બનેલ પરિવારના આ દીકરાને બૉલીવુડ સ્ટાર ઋત્વિક રોશનથી લઈ ડાન્સના ગુરુઓએ તેના વખાણ કરી કહ્યું કે, લોકડાઉન ના હોત તો અરમાનને મળવા જાત.જોકે હવે આ સપનું સાકાર થઈ ગયું છે. હાલ ની વાત કરીએ તો ગુજરાતના વલસાડના વતની અરમાન રાઠોડના નસીબ ખુલી ગયા હોય એમ લાગી રહ્યું છે. 29 વર્ષીય અરમાન વલસાડમાં ગાડીઓ ધોવાનું કામ કરતો હતો.તેણે લોકડાઉનમાં તેના મિત્રો સાથે ટિક ટોક ઉપર પોતાના ડાન્સના વીડિયો મુકવાનું શરુ કર્યું અને જોતજોતામાં તેના વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગયા.

તે છેલ્લા 15 વર્ષથી ડાન્સમાં કરિયર બનાવવાની ઈચ્છા રાખતો હતો.એવામાં જૂન મહિનામાં પ્રખ્યાત ડાન્સર ટેરેન્સે તેણે તેના ટેરેન્સ લુઇસ પ્રોફેશનલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટના 1 વર્ષના ડીપ્લોમા કોર્સ માટે 3 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી હતી.હવે તેને વધુ એક તક મળી છે જેમાં તેને TV શો India’s best dancerમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળવા જઈ રહી છે. હવે તે આ શોમાં ટોપ 11 ડાન્સરમાં આવવા માટે પ્રયત્ન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here