ઠંડીમાં તમારા હાથની ચામડી ફાટી જાય છે, તો કરો આ સરળ ઉપાય

0
226

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળો આવતાની સાથે જ ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે હાથ વિશે વાત કરો છો, તો પછી તે વારંવાર ધોયા પછી સૂકાવાનું શરૂ થઇ જાય છે. આવી સ્થિતિમાં, હાથ ડ્રાય, અને કાળા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેટલીક ઘરેલું વસ્તુઓ અપનાવી શકાય છે. તો ચાલો તમને આ સમસ્યાથી બચવા માટે કેટલાક કુદરતી ઉપાય જણાવીએ.

હર્બલ હેન્ડવોશ.રસાયણોથી ભરેલા હેન્ડવોશનો વારંવાર ઉપયોગ કરવાથી હાથ ડ્રાય થઇ જાય છે. આ સ્થિતિમાં, કુદરતી વસ્તુઓથી તૈયાર હેન્ડવોશનો ઉપયોગ કરો. આ ત્વચામાં ભેજ જાળવી રાખશે અને ચેપનું જોખમ નહીં રહે.હેન્ડક્રીમ લગાવવાનું ભૂલશો નહીં.કામના કારણે વારંવાર હાથ ધોવા પડે છે. આ સ્થિતિમાં, આપણે હાથની ત્વચામાં ભેજ રાખવા માટે હેન્ડ ક્રીમનો ઉપયોગ કરીએ છીએ. આ માટે તમે કોલ્ડ ક્રીમ, વેસેલિન વગેરે પણ લગાવી શકો છો.

મસાજ કરો.હાથ પર તેલની માલિશ કરવાથી ત્વચા ઉંડે સુધી પોષણ મળે છે. ઉપરાંત, વધુ સારી રીતે લોહી પરિભ્રમણને લીધે, ડ્રાય ત્વચામાં તેજ આવશે અને સુંદર લાગશે. આ ઉપરાંત હાથ સ્વચ્છ, ચમકીલા અને સુંદર હોવા જોઈએ. આ માટે, તમે નાળિયેર, બદામ, ઓલિવ અથવા કોઈપણ કુદરતી તેલ પસંદ કરી શકો છો.એલોવેરા જેલ.સુતા પહેલા એલોવેરાના જેલથી તમારા હાથની માલિશ કરો. આ ત્વચાની ડ્રાયનેસને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત, હાથ સ્વચ્છ અને સુંદર દેખાશે.

આ ઊપરાંત શિયાળાની ઋતુ એટલે ત્વચા અને વાળની ખાસ કાળજી લેવાનો સમય. કારણ કે શિયાળામાં વાળમાં ખોડો થવો, ત્વચા ફાટવી જેવી તકલીફો વધારે સતાવે છે.ઠંડીમાં ત્વચા ડ્રાય થઈ જાય છે અને બેજાન દેખાય છે. પરંતુ દરેકને થતી આ સમસ્યાઓનો તમે સરળતાથી દૂર કરી શકો છો. હવે મનમાં વિચાર આવતો હોય કે કેવી રીતે તો ચાલો જણાવી દઈએ તમને તેનો રસ્તો.

આઈબ્રો ડેંડ્રફ.ખોડો ફક્ત વાળની સમસ્યા નથી. શિયાળામાં ખોડો આઈબ્રોમાં પણ થઈ શકે છે. તેનાથી બચવા અને તેને દૂર કરવા માટે રાત્રે સૂતી વખતે આઈબ્રો પર પણ ફેસવોશ જરૂરથી લગાવો. જેનાથી અહીંની ડેડ સ્કીન નીકળી જાય. આ ઉપરાંત આઈબ્રો મેકઅપ શિયાળામાં ન કરવો.નાકની રુક્ષ ત્વચા.ઠંડા વાતાવરણમાં જાઓ એટલે સૌથી પહેલા નાક ઠંડુ થઈ જાય છે. શિયાળામાં નાકની આસપાસની ત્વચા ડ્રાય રહે છે અને ત્યાંથી સફેદ પોપડી ઉખડે છે. તેના માટે નાક પર મોઈશ્ચુરાઈઝર લગાવવું.

હાથની ફાટેલી ત્વચા.શિયાળામાં સૌથી વધારે પ્રભાવ હાથ પર પડે છે. હાથમાં ઓઈલ ગ્લેંડ ઓછા હોય છે. આ ઉપરાંત વારંવાર હાથ ધોવાથી હાથમાંથી નમી પણ જતી રહે છે. તેથી હાથ પર ગ્લિસરીનયુક્ત ક્રીમ લગાવવી. શિયાળામાં સવારે એકવાર લોશન લગાડી લો એટલે બસ ન કરી દેવું. હાથ પર થોડા થોડા સમયે ક્રીમ લગાડતા રહેવું.

ફાટેલી એડી.હાથની જેમ પગની ત્વચા અને ખાસ કરીને એડી વધારે ફાટે છે. પગમાં પણ વધારે ઓઈલ ગ્લેડ હોતા નથી. તેથી તે ઝડપથી ડ્રાય થઈ જાય છે. પગમાંથી પણ સફેદ ડ્રાય સ્કીનની પોપડી ઉખડતી જોવા મળે છે. જો કે આ સમસ્યાનું એક કારણ ગરમ પાણીથી નહાવું પણ હોય શકે છે.

હંમેશા હુંફાળા પાણીથી નહાવાનો આગ્રહ રાખો. નહાયા પછી પગ પર પણ બોડી બટર લગાવો તેથી ત્વચા કોમળ રહે. પગમાં હંમેશા મોજા પહેરી રાખવા જેથી ફાટેલી એડીમાં ધૂળ ન જાય.ઓઈલી સ્કીન.શિયાળામાં ત્વચાની સીબમમાંથી કુદરતી રીતે તેલ નીકળે છે. તેથી થોડું મોઈશ્ચુરાઈઝર લગાવો તો પણ ત્વચા વધારે તૈલીય દેખાવા લાગે છે. તેથી ત્વચાનું પીએસ બેલેન્સ જાળવી રાખા હાઈડ્રેટિંગ ફોર્મૂલાવાળુ મોઈશ્ચુરાઈઝર લગાવો.

ફાટેલા હોઠ.શિયાળામાં સૌથી વધારે સતાવતી હોય તેવી સમસ્યા હોય તો તે છે હોઠ ફાટવાની. ડ્રાય અને ફાટેલા હોઠ દરેક વ્યક્તિને પરેશાન કરે છે. જો કે હોઠ ફાટવાનું એક કારણ હોઠને ચાવવાની આદત હોય છે તેથી સૌથી પહેલા આ આદત બદલો.હોઠની ડ્રાયનેસ દૂર કરવા માટે મોઈશ્ચુરાઈઝિંગ તેલમાં ખાંડાના 4,5 દાણા ઉમેરી તેને હોઠ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો જેથી ડેડ સ્કીન નીકળી જાય અને ત્યારબાદ હોઠ પર લીપ બામ લગાવો. શિયાળામાં હોઠ પર વારંવાર જીભ પણ ન ફેરવવી અને હોઠની ત્વચા ફાટી હોય તો તેને હાથથી ખેંચીને કાઢવી નહીં.

આ ઉપરાંત સૂકી ત્વચા જ્યારે તડકાના સંપર્કમાં આવે ત્યારે સૂર્યનાં કિરણોને વધુ ઑબ્ઝોર્બ કરે છે અને એને લીધે ત્વચા કાળી પડવા માંડે છે.’જો આવી ત્વચાનું ધ્યાન રાખવામાં ન આવે તો એ વધુ સૂકી બનીને ખરવા માંડે છે, ફાટી જાય છે અને એમાં ખંજવાળ આવે છે. જોકે ક્લેન્ઝર, મૉઇસ્ચરાઇઝર અને સનસ્ક્રીનના ઉપયોગથી સ્કિનને પ્રોટેક્ટ કરી શકાય. અહીં ડૉ. કેતન આપી રહ્યા છે શિયાળામાં સ્કિનને સાચવવાની કેટલીક જરૂરી ટિપ્સ.

ક્લેન્ઝરનો ઉપયોગ.દિવસની શરૂઆત થાય ત્યારે અને રાતે સૂતી વખતે એમ દિવસમાં બે વાર સ્કિનને માઇલ્ડ ક્લેન્ઝરથી વૉશ કરવી જેથી દિવસભરની ચહેરા પર લાગેલી ધૂળ અને પ્રદૂષણને સાફ કરી શકાય. નૉર્મલથી ઑઇલી સ્કિન ધરાવતા લોકોએ સ્કિન વધુ ડ્રાય ન થઈ જાય એવા ન્યુટ્રલ ક્લેન્ઝરનો ઉપયોગ કરવો જોઈએ. હાર્ષ ક્લેન્ઝર સ્કિન વધુ ડ્રાય બનાવી શકે છે. સ્કિન ડ્રાય થતાં ખંજવાળ પણ આવે છે.જેમની સ્કિન સૂકી હોય તેમણે નાહતી વખતે ત્વચા પર ઓટમીલ લગાવવો. એ માટે અડધો કપ ઓટમીલ લઈ એને પાણી સાથે મિક્સ કરો. ઓટમીલ પૂરી રીતે ઓગળી જાય અને પાણી દૂધ જેવું સફેદ થઈ જાય ત્યારે એને સાબુને બદલે વપરાશમાં લેવું.

મૉઇસ્ચરાઇઝરનો ઉપયોગ.એવું કોઈ એક મૉઇસ્ચરાઇઝર નથી જે બધી જ સ્કિન-ટાઇપને સૂટ થાય. દરેક સીઝનમાં દરેક સ્કિન-ટાઇપની જરૂરિયાત જુદી હોય છે. ડ્રાય સ્કિન માટે ઠંડીમાં ગ્લિસરીન સૌથી બેસ્ટ ગણાય છે. ડેડ સ્કિન હોય તો એના પર માઇલ્ડ એક્સફોલિયેટર વાપરવું. રાતના સમયે ચહેરા પર ક્રીમ-બેઝ્ડ નાઇટ ક્રીમ લગાવવાથી પણ વધુ ફાયદો થશે. મૉઇસ્ચરાઇઝર લગાવવાનો બેસ્ટ સમય સવારે નાહ્યા બાદ અને રાતે સૂતાં પહેલાં છે.

સનસ્ક્રીનનો ઉપયોગ.સન પ્રોટેક્શનનો ઉપયોગ ફક્ત ઉનાળામાં જ કરવો એવું નથી, કારણ કે તડકો તો શિયાળામાં પણ લાગે જ છે. શિયાળામાં કેટલાક દિવસો સાવ તડકા વિનાના હોય છે. આવામાં સનસ્ક્રીન ન લગાવવામાં આવે તો ચાલે એવું માનતા હો તો એ ખોટું છે. સૂર્યનાં અલ્ટ્રા વાયલેટ કિરણોથી પ્રોટેક્શન મેળવવા માટે સનસ્ક્રીન લગાવવું જરૂરી છે. શિયાળામાં સ્કિનને મૉઇસ્ચરની જરૂર પડે છે જે માટે જેલ કે વૉટર-બેઝ્ડ નહીં પણ ઑઇલ-બેઝ્ડ સનસ્ક્રીન લગાવવું જોઈએ.

ઇન્ટર્નલ વેલનેસ.શરીરને હેલ્ધી ખોરાક અને વેલનેસની જરૂર ફક્ત શિયાળામાં જ નહીં, આખા વર્ષ દરમ્યાન હોય છે. હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક, ખૂબ પાણી અને ફ્રૂટ્સ શરીર માટે જરૂરી છે. આ બધા સાથે હળવી એક્સરસાઇઝ પણ દરેક સીઝનમાં શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે અને જો શરીર સ્વસ્થ હશે તો સ્કિન પણ દમકતી રહેશે. એ સિવાય બદામ અને અખરોટમાં ઓમેગા ફૅટી ઍસિડ છે જે સ્કિનને સૉફ્ટ રાખે છે. આ સીઝનમાં ટ્રાવેલિંગ કરતી વખતે ઠંડી હવાનો મારો ચહેરા પર ન લાગે એ માટે ચહેરાને કવર કરી રાખવો. ઍરકન્ડિશન્ડ ઑફિસમાં કામ કરવાનું હોય તો ઑફિસની અંદર પણ મૉઇસ્ચરાઇઝર લગાવી રાખવું, કારણ કે ઍરકન્ડિશનરથી સ્કિન વધુ ડ્રાય બને છે.