તારક મહેતાં શો માં જેઠાલાલ ની ઉંમર છે સૌથી વધુ,જાણો દરેક કલાકાર ની કેટલી છે ઉંમર.

0
190

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા: તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. તેના કલાકારો પણ ઘણા લોકપ્રિય થયા છે. મોટા ભાગના લોકો એક્ટરને તેઓ જે પાત્ર ભજવે છે તેના નામથી જાણે છે. ચાલો જાણીએ અસિત મોદીના શોના પાત્રોનું અસલી નામ શું છે અને તેમની અસલી ઉંમર શું છે.

જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે. તે 52 વર્ષનો છે. લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ કરનાર એક્ટર દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોમેડી ફિલ્મમાં કામ કરવાનું બહુ મુશ્કેલ છે.

તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ આજે બહુ લોકપ્રિય છે પણ આમ છતાં તેમને તેમનો અભ્યાસ પુરો ન કરી શકવાનો અફસોસ છે. જીવનમાં અભ્યાસ વિશે વાત કરતા દિલીપ જોશીએ કહે છે કે હું અને મારા બાળકો મિત્રો છીએ પણ હું તેમને અનુશાસનમાં જ રાખું છું. જીવનમાં આગળ વધવા માટે અનુશાસન અને અભ્યાસ બંને જરૂરી છે.

દિલીપ જોશીનો જન્મ 26 મે, 1968ના રોજ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ દરમિયાન INT (ઈન્ડિયન નેશનલ થિયેટર તરફથી) બે વખત બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે પણ એક્ટિંગ તરફના ઝુકાવને કારણે તેઓ અભ્યાસ પુરો નહોતો કરી શક્યા. 1997માં દિલીપે સીરિયલ ‘ક્યા બાત હૈ’થી ટીવી કરિયરની શરૂઆત કરી અને 1989માં ‘મેંને પ્યાર કિયા’થી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો.

દિલીપ જોશીએ બોલિવૂડની ‘હમ આપકે હૈ કોન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમરાઝ’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી લગભગ 15 ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે ફિલ્મોમાં વધુ સફળતા ન મળતા તેમણે ટીવીની વાટ પકડી લીધી. ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી. આ સીરિયલ માટે દિલીપ જોશીને 16 જેટલા અવોર્ડ મળી ચૂક્યા છે. આ સીરિયલને દર્શકોની પસંદ બનાવવામાં દિલીપ જોશીનો મોટો ફાળો છે.

બબીતા ​​જીનું અસલી નામ મુનમુન દત્તા છે. તે 33 વર્ષની છે.છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોના દિલમાં બબીતા બની છવાયેલી ટીવી એભિનેત્રી મુનમુન દત્તાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. આ વીડિયો અન્ય કોઇએ નહીં પરંતુ ખુદ મુનમુન દત્તાએ શેયર કર્યો છે. જેમાં તે જાણીતી ટીવી સિરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ના મુખ્ય કલાકાર જેઠાલાલ સાથે ઠુમકા લગાવી રહી છે.જેઠાલાલ અને બબીતા ને સાથે ટાન્સ કરતા જોઇ એમના ફેન્સને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં બબીતા ફેઇમ મુનમુન દત્તા ઘણી હોટ લાગી રહી છે. મુનમુન દત્તા ઉર્ફ બબીતાજી સ્ક્રીન પર પણ ગ્લેમરસ લુકમાં દેખાય છે, અને અસલ જીવનમાં પણ તે બોલ્ડ લુકમાં જોવા મળે છે. મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કરેલા ફોટા જોઈને કહી શકાય છે કે, તે પરફેક્ટ ફેશનિસ્તા (લેટેસ્ટ ફેશન ફોલો કરનાર) છે. તેનું એક કારણ એ પણ છે કે, તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી.

Taarak-Mehta-Ka-Ooltah-Chashmah-Sweet-Madhavi-bhabhi-aka-.jpg

માધવી ભીડેનું અસલી નામ સોનલિકા જોશી છે. તે 44 વર્ષની છે. તારક મેહતામાં માધવી ભીડેનું પાત્ર અભિનેત્રી સોનાલિકા જોશી ભજવી રહી છે. સિરિયલમાં સોનાલિકા હંમેશા સાડીમાં જ દેખાય છે. પણ અસલ જીવનમાં તે ઘણી સ્ટાઈલિશ છે.આત્મારામ તુકારામ ભીડેનું અસલી નામ મંદીર ચાંદવાડકર છે. તે પણ 44 વર્ષનો છે.સોનુનું અસલી નામ તપ્પુ સેનાની નિધિ ભાનુશાળી છે. તે 21 વર્ષની છે.

શોમાં શૈલેષ લોઢા તારક મહેતાની ભૂમિકામાં છે. તે પણ 51 વર્ષનો છે. મિત્રો, તારક મહેતા કા ઉલટા ચશ્મા ધારાવાહિક એટેલીવિઝન જગત ની સૌથી પોપ્યુલર સિરિયલમાથી એક સીરીયલ છે. આ સીરીયલ છેલ્લા બાર વર્ષથી દર્શકોના હૃદય પર રાજ કરી રહી છે.

આ સિરિયલના દરેક પાત્ર પોતાના પોતાનો રોલ ખુબ જ સારી રીતે નિભાવે છે. આ ધારાવાહિકમા અનેકવિધ સામાજિકઅને પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે મનોરંજન પણ પૂરો પાડે છે અને એક સીખ પણ આપે છે.આ વિશેષતા ને કારણે આ સિરિયલ અન્ય સિરિયલ કરતા અલગ પડે છે અને દરેક ઉંમરના લોકો આ સિરિયલને ખુબ જ પસંદ કરે છે. આ સિરિયલમા તમે જેઠાલાલ ના પાત્ર ની વાત કરો કે પછી આત્મારામ તુકારામ ભીડે એટલે કે ભીંડી માસ્તર ની વાત કરો કે પછી વાત કરો ટપ્પુ સેના ની દરેક પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી આપણને હસાવે છે.

આજે આ લેખમા આપણે જેઠાલાલ ના પરમ મિત્ર કમ ફાયરબ્રિગેડ કમ કવિરાજ એટલે કે તારક મહેતા નુ પાત્ર ભજવતા શૈલેશ લોઢા એ પણ પોતાનાઅભિનયથી લોકોના હૃદયમા એક વિશેષ સ્થાન મેળવી લીધુ છે. આ સિરિયલમા લેખક અને ગોકુલધામ સોસાયટીના સૌથી સમજદાર અને બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે તારક મહેતા ની ઓળખ છે.

આ તારક મહેતા એટલે કે શૈલેશ લોઢા પોતાના વાસ્તવિક જીવનમા કારના ખુબ જ શોખીન વ્યક્તિ છે. એક અહેવાલ મુજબતેમની પાસે ઑડી અને મર્સિડિઝ જેવી મોંઘી ગાડીઓ પણ છે. તેમની પાસે મર્સિડિઝની બેન્ઝ ઈ-૩૫૦ ડીકાર છે. જેની અંદાજિત કિંમત ૭૫.૨૯ લાખ રૂપિયા છે. આ તેમના લીમીટેડ કલેક્શનમાની એક ગાડી છે.

જો આપણે આ તારક મહેતા સિરિયલમા શૈલેશ લોઢાની ફી અંગે ની વાત કરીએ તો તે જેઠલાલ એટલે કે દિલીપ જોશી જેટલી જ ફી લે છે. એક રિપોર્ટ મુજબ આ સિરિયલના દરેક એપિસોડ માટે તે દોઢ લાખ રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે.શૈલેશનો જન્મ રાજસ્થાનના જોધપુર શહેરમા થયો હતો.શરૂઆતથી જ હોંશિયાર શૈલેશ લોઢાએ સિરોહીની શાળાથી પ્રારંભિક શિક્ષણ લીધુ હતુ.

આ પછી તેમણે વિજ્ઞાન વિષયમા બેચલર્સ અને માર્કેટિંગ મા પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.અભિનય જગતમાપ્રવેશ કરતા પહેલા તે કવિ પણ હતા. કવિ સંમેલનમા સ્ટેજ સંચાલન કરી ચૂકેલા આ કલાકારે ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જેમાથી બે પુસ્તકએ વ્યંગ્ય શૈલી પર આધારિત છે.

જેઠાલાલના પિતા બાપુ જી ઉર્ફે ચંપકનો રોલ કરનાર અમિત ભટ્ટ વાસ્તવિક જીવનમાં તેમના પુત્ર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીથી નાના છે. અમિત ભટ્ટની અસલ વય 47 વર્ષ છે.આ શોમાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહેલી સુનૈના ફોજદાર 34 વર્ષની છે. સુનૈના ફોજદાર – અંજલિ મેહતા : સુનૈના ફોજદાર સિરિયલમાં મિસિસ તારક મેહતા એટલે કે અંજલિ મેહતાનું પાત્ર ભજવી રહી છે.

આ પહેલા આ પાત્ર અભિનેત્રી નેહા મેહતા ભજવી રહી હતી, પણ લોકડાઉન પછી તેમણે ફરીથી શૂટિંગ શરુ નથી કર્યું. જોકે શો માં હંમેશા સલવાર સૂટમાં દેખાતી સુનૈના ફોજદાર અસલ જીવનમાં ઘણી મોર્ડન છે. તેમના ફોટા જોઈને તમને પણ વિશ્વાસ નહિ થાય.તનુજ માનબર્ધે અય્યરની ભૂમિકામાં છે. તનુજની અસલ વય 46 વર્ષ છે.