તમે પણ બટરને લાંબા સમય સુધી ટકાવવા માગો છો તો કરો આ કામ

0
127

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે દરેક લોકો તેમના કામમાં વ્યસ્ત હોય છે. કેવી રીતે જલદી કામ પતાવવું એવા ઉપાય શોધતા હોય છે. એવામાં પણ નોકરી કરતી મહિલાઓ રસોડામાં ફટાફટ કામ કરવા માટે ઉતાવળ કરતી હોય છે. રસોડાની નાની-નાની વાતો ઘણીવાર ખૂબ જ મોટી સાબિત થતી હોય છે. આજે અમે ફરી એક વખત તમારા માટે આવી જ નાની-નાની ટિપ્સ લઈને આવ્યાં છીએ.

જેનાથી ચોક્કસ તમને ઘણા મોટા-મોટા ફાયદા થશે. કારણ કે ઘણી વાર આપણને આ નાની-નાની વાતોની ખબર નથી હોતું તો તેના લીધે આપણું ઘણું મોટું નુકસાન થતું હોય છે. ફૂડ આઈટેમ્સની લાઈફ વધારવા માટે તેમને જાળવવાની સાચી રીત જાણવી જરૂરી છે. ઘણા એવા ફળો હોય છે જેમને એકબીજાની સાથે રાખવાથી તે ખરાબ થઈ જાય છે. શાકભાજી અને સૉસને લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની પણ ટિપ્સ છે.

તો આવો આવી કેટલીક કિચન ટિપ્સ પર નજર કરીએ.ફ્રુટ્સ.જો તમે એક સાથે તમામ ફ્રુટ્સ રાખશો તો તે જલ્દી પાકી જશે અને ખરાબ થઈ જશે. અક્સપર્ટ જણાવે છે કે કેટલાક ફ્રુટ્સ ઈથીલિન ગેલ રિલીઝ કરે છે જે અન્ય ફળોને જલ્દી ખરાબ કરે છે. તેથી કેળાં, સફરજન, ટામેટાં, નાશપતીને એકબીજાથી દૂર રાખો.

બટર.ફ્રીજમાં બટર રાખવાના ફાયદા છે, પરંતુ તેને તીવ્ર સુગંધ ધરાવતી ફૂડ આઈટેમ્સથી દૂર રાખો. બટર જલ્દી અન્ય ફૂડ આઈટેમ્સની સુંગંધ આવરી લે છે. જો બટરનો લાંબા સમય સુધી ઉપયોગ કરવા માગો છો તો તેને ફ્રીઝરમાં રાખો.બટાટાં-ડુંગળી.બટાટાં-ડુંગળી ક્યારેય એક સાથે ન રાખવા જોઈએ. તેમ કરવાથી બટાટાં જલ્દી અંકુરિત થઈ જાય છે. બટાટાંને ઠંડી અને હવાવાળી જગ્યાએ રાખવા જોઈએ.

શાકભાજી.તમે માર્કેટમાંથી જે થેલીમાં શાકભાજી ખરીદીને લાવ્યા છો તેની સાથે જ ફ્રીજમાં તેને સ્ટોર ન કરો. તેનાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે. શાકભાજી ધોઈને સૂકવ્યા બાદ તેને પેપર ટૉવેલ્સમાં બાંધીને સ્ટોર કરો. તેનાથી તે લાંબા સમય સુધી તાજી રહે છે.ટામેટાં.જો તમે અત્યાર સુધી ટામેટાં ફ્રીજમાં રાખતા હો તો હવે આવી ભૂલ કરતા ચેતી જજો. તેનાથી ટામેટાં પાકવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે અને ફ્લેવર જતી રહે છે. ટામેટાંને કોઈ સ્ટેન્ડ પર હવાદાર અને ઠંડી જગ્યાએ સ્ટોર કરવા જોઈએ.

લેફ્ટ ઓવર.વધેલા ભોજનને એક મોટાં કન્ટેનરમાં સ્ટોર કરવાના બદલે નાનાં કન્ટેનરમાં સ્ટોર કરો. મોટાં કન્ટેનરમાં ફ્રીજમાં સ્ટોર કરવાથી તેને ઠંડું પડવામાં વાર લાગે છે. નાનું કન્ટેનર ઝડપથી ઠંડું પડી જાય છે તેથી કન્ટેનરની આઈટેમ્સ જલ્દી ખરાબ થતી નથી.મ્સ્ટર્ડ્સ, ડિપ્સ, કેચપ અને સૉસિસ.આ તમામ વસ્તુઓને સ્ટોર કરતાં પહેલાં તેનું ઢાંકણું બરાબર રીતે બંધ કરો. નહિ તો તે જલ્દી ખરાબ થઈ જાય છે. તેમની બોટલ ફ્રીજમાં રાખતા પહેલાં લિડને સાફ કરી ઢાંકણ ટાઈટ બંધ કરો.

આ ઉપરાંત તમને ખબર હશે કે લીલા વટાણાનું શાક કરીએ કે પછી તેને પાણીમાં પલાળીએ એટલે તે સંકોચાય જાય છે, પરંતુ તમે ઈચ્છતા હોવ કે આવું ન થાય તો એના માટે પાણીમાં એક ચમચી ખાંડ નાખીને વટાણાને બાફી લેવા અને ગ્રેવી બનાવતા સમયે આ જ પાણીનો ઉપયોગ કરવો. પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ એમાં નાખી દો.

પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે.અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.કારેલાને ચીરી મીઠુ લગાડવાથી તેની કડવાશ ઓછી થઈ જશે. અથવા કારેલાને બનાવતા પહેલા કાપીને મીઠાના પાણીમાં પલાળી દો. કારેલાની કડવાશ નીકળી જશે.૧ મહિનામાં ૧ વખત મિક્સરમાં મીઠું નાખીને હલાવવાથી મિક્સરની બ્લેડ ઝડપી ચાલશે.

અનાજ ની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી. તાજા બ્રેડને ભીના ચાકુથી કાપવાથી બ્રેડ જલ્દીથી કપાઈ જશે. બ્રેડની કિનારીને પણ ભીની છરીથી કાપી શકાશે. લસણને થોડુ ગરમ કરવાથી તેની છાલ સહેલાઈથી ઉતરી જશે.રોટલી શેક્યા બાદ તવી પર લીંબુની છાલ ઘસશો તો તવી એકદમ ચોખ્ખી બની જશે.ફ્રીઝમાં જામેલા (કડક) લીંબુમાં જો રસ ન નીકળે તો તેને થોડા સમય માટે ગરમ પાણીમાં પલાળી રાખવા. આમ કરવાથી લીંબુમાં રસ વધારે નીકળશે.

ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે છે અને પરવળ તૂટતાં નથી. જુના બટાટા બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાટા સફેદ રહેશે. બટાકા ઉકાળતી વખતે પાણીમાં થોડુ મીઠુ મિક્સ કરી દો. આમ કરવાથી બટાકા ફાટશે પણ નહીં અને સહેલાઈથી છોલાઇ પણ જશે. ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય, તો સૌ પ્રથમ એનો રસ કરીને એને આઇસ ટ્રેમાં ભરી ફ્રીઝમાં મૂકી દો.

જામી ગયેલા રસના ચોસલાને પ્લાસ્ટિક બેગમાં ભરી ફ્રીઝમાં રાખી મૂકો. ગ્રેવી, સોસ અને સૂપ બનાવવામાં આનો ઉપયોગ કરો.બટાકા અને ડુંગળીને એક જ ટોપલીમાં એક સાથે ન રાખો. આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે. એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને કેક ના મિક્ષર માં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી કેક નો રંગ સારો થઈ જશે. એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો.

દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે. નુડલ્સને બોઈલ કર્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડવાથી નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહિ. દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે તેમાં થોડી ખાંડ મિક્સ કરી નાખો. ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે. દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો. જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે.

ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાઅય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો.ગરમીમાં કીડીઓના કારણ પરેશાની હોય છે. તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો. ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે. શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે તો તેના પર બ્લીચ નાખી બ્રશથી સાફ કરી લેવું. બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલાં તેમાં છાપાંના (ન્યૂઝપેપર) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો, તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં. સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે. ખીર બનાવતી વખતે દૂધ પતલુ કે ઓછુ થઇ જાય તો તેમાં થોડા ચોખા વાટીને ભેળવી દો.

આનાથી સ્વાદ પણ સરસ આવશે. આંબળાનો મુરબ્બો બનાવતી વખતે 500 ગ્રામ તૈયાર મુરબ્બામાં 2 ચમચી ગ્લિસરીન નાખવાથી મુરબ્બામાં ખાંડ નહિ જામે. મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે. કાબુલી ચણા બોઈલ કરતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.કાપેલા સફરજનમાં લીબુના થોડા ટીપા નાખવાથી તેનો ઉપરનો ભાગ કાળો નહિ પડે.

આલુ પરોઠાં બનાવતી વખતે બટાકાંમાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાંનો સ્વાદ બદલાઇ જશે. લોટના ડબ્બામાં તમાલપત્ર રાખવાથી ભેજ લાગશે નહીં અને લોટ લાંબો સમય સુધી તાજો રહેશે. રસોઈ કરતા શરીરના કોઈ ભાગમાં ઈજા થાય તો તેની ઉપર બરફને ઘસવો, બટેટા પીસીને લગાવવા, ધી/નારિયેળ તેલ લગાવવું કે કેળાને મેશ કરીને લગાવવું.ઘરે બનાવેલ માખણમાંથી ઘી બનાવ્યા પછી પાછળ વધેલા મિશ્રણને ફેંકી ન દેતાં એને ઠંડા પાણીમાં થોડીક વાર રહેવા દઈ પાંચથી છ કલાક ફ્રીઝમાં મૂકી રાખો.

પાણી ઉપર અને વાસણમાં આજુબાજુ ઘી જામી જશે. જે તમે અલગ તારવી શકો છો. પૂરી, પરોઠાં કે અન્ય લોટ બાંધવામાં એનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ રસાવાળુ શાક ઘટ્ટ બનાવવું હોય તો ઘીમાં શેકેલી ડબલરોટી નો ભુક્કો તેમાં મિક્સ કરી દો. તેનાથી શાક ઘટ્ટ તો થશે જ સાથે ટેસ્ટી પણ બનશે. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે.લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે.

પૌષ્ટિક રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ દળાવતી વખતે તેમા 1:5ના પ્રમાણમાં સોયાબીનના દાણા ઉમેરો. લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે તેની દાંડીને તોડીને એરટાઈટ ડબ્બામાં રાખો.ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી.કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળો નહી થાય.

શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી.બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ ભારતીય શાસ્ત્ર પ્રમાણે ખુબ લાભદાયક છે. અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટો ફાયદો આ પણ છે કે સવારે-સવારે ઉઠીને વાસણ ધોવાનું ટેન્શન તમને નહી રહેશે.દાળ-ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાખવું. મેથીની શાકની કડવાશ હટાવવા માટે તેને કાપો. મીઠુ નાખીને થોડીવાર માટે જુદી રાખી મુકો અને દબાવીને તેનુ વધારાનુ પાણી કાઢી નાખો, આમ કરવાથી કડવાશ દૂર થઇ જશે.