તમે ગમે તેવા હોય તમને કોરોનાં થઈ જ શકે છે, માટે માસ્ક તો ફરજીયાત રાખવું નહીં તો આવો વારો આવશે જોઈલો…..

0
300

આજકાલ દરેક લોકો કોરોના ને ઘણો હલકા માં લઈ રહ્યાં છે કોરોના એ દરેક સેલિબ્રિટી ને પોતાની સાગપેટમાં લીધાં છે તેવામાં હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સાથે કરીને કોરોનાને આમંત્રણ આપ્યું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શુક્રવારે સવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે માહિતી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અને ફર્સ્ટ લેડી અગામી થોડા દિવસો સુધી ક્વોરન્ટીન જ રહેશે.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યાર પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટીન કર્યાં છે.

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં.

વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.કોરોના અંગે બેદરકારી ભારે પડી.એપ્રિલમાં ટ્રમ્પે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલ્સોનારોના એ નિવદેનને ખોટું ઠેરવવાનો ઈન્કાર કરી દીધો હતો જેમાં બોલ્સોનારોના કોરોનાને સામાન્ય ફ્લૂ જેવું ગણાવ્યું હતું.નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે વ્હાઈટ હાઉસ માટે માસ્ક ફેબ્રુઆરીમાં જ મંગાવી લીધા હતા.

પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પ 90 ટકા અવસરમાં માસ્ક વગર જ જોવા મળ્યા હતા.ગત સપ્તાહે વિસ્કોન્સિનની રેલી અને તેના પહેલા પણ તેમને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનના માસ્ક પહેરવા અંગે ટોણો મારતા તેમને નબળા ગણાવ્યા હતા.વ્હાઈટ હાઉસના કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના ચીફ ડોક્ટર એન્થોની ફોસી અને ટ્રમ્પ વચ્ચે ઘણી વખત માસ્ક અને વેક્સિન પર મતભેદ સાર્વજનિક રીતે સામે આવ્યા હતા.

ગુરુવારે જ ડોક્ટર ફૌસીએ કહ્યું હતું કે, હું આ વાતને કહેતા કહેતા થાકી ગયો છું કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ.બીજી ડિબેટમાં ભાગ લેવો મુશ્કેલ.બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ 15 ઓક્ટોબરે યોજાવાની છે. એટલે કે માત્ર 13 દિવસ બાકી છે. ક્વોરન્ટિન પીરિયડ 14 દિવસનો હોય છે. ત્યારપછી ટેસ્ટ પણ કરવામાં આવશે. એટલા માટે આ વાતની શક્યતા ઘણી ઓછી છે કે ટ્રમ્પ બીજી ડિબેટમાં ભાગ લઈ શકે.બે વખત માસ્કમાં જોવા મળ્યા.ટ્રમ્પ બે વખત જ સાર્વજનિક રીતે માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.

12 જુલાઈએ તેઓ વોશિંગ્ટનના વોલ્ટર રીડ મિલેટ્રી હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમણે વાદળી રંગનું માસ્ક પહેર્યું હતું.ગત સપ્તાહે ટ્રમ્પ સુપ્રીમ કોર્ટના સ્વર્ગસ્થ જસ્ટિન ગિન્સબર્ગને શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા હતા. મેલાનિયા પણ સાથે હતી. ત્યારે બન્નેએ માસ્ક પહેર્યું હતું.હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે હોપ હિક્સ, જેણે એકપણ બ્રેક લીધા વગર આટલી મહેનતથી કામ કરે છે.

તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધી ફર્સ્ટ લેડી અને હું અમારા કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે ક્વોરન્ટીન થયા છીએ.ખાનગી સેક્ટરમાં કામ કર્યા પછી આ વર્ષે હોપ હિક્સ વ્હાઈટ હાઉસ પરત આવ્યાં હતાં. અમેરિકન રાષ્ટ્રપતિએ તેમને પોતાનાં અંગત સલાહકાર બનાવ્યાં હતાં. આ પહેલાં તેઓ વ્હાઈટ હાઉસમાં કમ્યુનિકેશન મેનેજમેન્ટનું કામ કરતાં હતાં.

ટ્રમ્પના 2016માં રાષ્ટ્રપતિ કેમ્પેનમાં હોપ હિક્સ પ્રવક્તા હતાં.ટ્રમ્પે કહ્યું હતું- હું તો માસ્ક નહીં પહેરું.અમેરિકામાં જ્યારે કોરોનાના 2.77 લાખ કેસ નોંધાયા છે અને 7400થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું. હું રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળતો આવું છું. આવામાં માસ્ક પહેરવું મને યોગ્ય લાગતું નથી. માસ્ક પહેરવાના સૂચનને હું નહીં માનું.મિત્રો હજી પણ કોરોના ને હલકામ ના લેવો જોઈએ તેનાં કેટલાક ઉદાહરણ તમે તમારી સામેજ જુઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here