તમે ભલે ગમે તેટલી વાર ટ્રેનમાં બેઠા હશો પરંતુ તમે નહિ જ જાણતાં હોય કે ટ્રેનમાં આ વસ્તુઓ શુ કામની હોય છે.

0
85

મિત્રો આજના અમારા આ લેખમાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ટ્રેનની છત ઉપર આવેલ કાણાં વાળી જાળીનું કારણ, તેમાં આવેલ પંખા કેવા હોય તેમજ ટ્રેનમાં બહાર આવેલી પેટી શું કામ કરે? આવી ટ્રેન વિશેની વિશેષ જાણકારી આજે આપણે આ લેખમાં જાણીશું.

ટ્રેનમાં છત પર આવેલ જાળીનું કારણ , ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે છત પર ગોળ કાણાં વાળી જાળી જોઈ હશે. આ જાળીને એક વિશેષ કારણ થી રાખવામાં આવી છે.આ ગોળ કાણાં વાળી જાળીને રુફ વેન્ટીલેટર કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ગરમ હવા હંમેશા ઉપરની તરફ જાય છે.

ટ્રેનમાં જયારે ભીડ વધી જાય છે ત્યારે તેમાં ગરમ હવા વધવા લાગે છે. અને આ ગરમ હવા ઉપરની તરફ જવા લાગે છે. જો આ ગરમ હવાનો નિકાલ ના થાય તો ટ્રેન અસંતુલિત થઈ જાય અને દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે. આથી આ હવાને બહાર કાઢવા આ જાળી રાખવામાં આવી હોય છે.આ જાળી ને ટ્રેનના બહારના ઉપરના ભાગથી ઢાંકવામાં આવે છે, જેથી હવા સરળતાથી બહાર નીકળે અને ચોમાસામાં બહારથી પાણી અંદર ટ્રેનમાં ના આવી જાય.

ટ્રેનમાં આવેલા પંખા અને બલ્બ વિશેની માહિતી,ટ્રેનમાં આવેલા પંખા અને બલ્બ અલગ પ્રકારના હોય છે. આ પંખા અને લાઈટ આપણા ઘરમાં ચાલી શકે નહીં.પહેલાના સમયમાં લોકો ટ્રેનમાં પંખા અને લાઈટ ચોરી કરીને લઈ જતા હતા. આ ચોરીને અટકાવવા માટે રેલવે એ અલગ પ્રકારના પંખા અને લાઈટ લગાવ્યા.સામાન્ય રીતે ઘરમાં 220 વોલ્ટનો એસી કરંટ આવે છે અથવા લાઈટ જાય ત્યારે લોકો 5,12 કે 24 વોલ્ટ નો ડીસી કરંટ વાપરે છે. આથી ઘરમાં બધા જ ઇલેકટ્રોનિક સાધન 220 વોલ્ટ એસી કરંટથી ચાલી શકે તેવા હોય છે.

રેલવે એ આ પંખા અને લાઈટ 110 વોલ્ટ ડીસી કરંટથી ચાલે તેવા બનાવ્યા હોય છે. આથી આ પંખા અને લાઈટ ઘરે ચાલી શકે નહીં. આથી કોઈ આ પંખા અને લાઇટની ચોરી કરે તો પણ તેને કોઈ ઉપયોગમાં આવે નહિ. આમ રેલવેના પંખા અને લાઈટની ચોરી અટકી ગઈ.ટ્રેનમાં નીચે આવેલી પેટી શુ કામમાં આવે છે,ટ્રેનમાં બહાર નીચની તરફ 2-3 પેટી જેવું કંઈક આવેલું હોય છે. આ પેટી મુકવાનું કારણ જાણીએ ટ્રેનમાં આવેલા પંખા અને લાઈટ જે 110 વોલ્ટ ડીસી કરંટથી ચાલે છે, એ વીજ પ્રવાહ આ ટ્રેનની નીચે આવેલ પેટી માંથી પહોંચાડવામાં આવે છે.

દરેક ટ્રેનના કોચમાં દરવાજાના પગથીયાની એક બાજુ ગમે ત્યાં સાઈડ ફીલિંગ અને બીજી બાજુ લિફ્ટ હિયર એવું લખેલું હોય છે.લિફ્ટ હિયરનો અર્થ થાય છે અહીંથી ઉઠાવો, એટલે કે અહીંથી ઉચકો.જયારે કોચને રીપેરીંગ કામ માટે લઈ જવામાં આવે છે, ત્યારે ડબ્બાને ક્રેનની મદદથી તેને ક્યાંથી ઊંચકવો તેની યોગ્ય જગ્યા બતાવવા માટે લિફ્ટ હિયર એવું લખવામાં આવે છે.

મેઈન્ટેનન્સ વખતે ક્રેનની મદદથી ડબ્બાને ઊંચો કરવામાં આવે છે. જો તેણે કોઈપણ જગ્યાએથી ઊંચો કરવામાં આવે તો અંદરથી બીજા ભાગ તૂટી જવાની શક્યતા રહે છે, આથી ડબ્બાને ક્યાંથી ઊંચો કરવો એ બતાવવા માટે તે જગ્યાએ અંગ્રેજીમાં લિફ્ટ હિયર એમ લખી દેવામાં આવે છે.લિફ્ટ હિયર લખેલી જગ્યા પર ક્રેન મૂકી કોચને ઊંચો કરી નીચે રહેલી બોગીને સમારકામ માટે લઈ જવામાં આવે છે.

ટ્રેનના ડબ્બામાં દરવાજાની બીજી તરફ સાઈડ ફીલિંગ એવું લખેલું હોય છે. ટ્રેનની ટાંકીમાં પાણી ભરવા માટેની જગ્યા બતાવવા આવું લખવામાં આવે છે.રેલવેના અમુક મોટા સ્ટેશનો પર ટ્રેનના ડબ્બામાં પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. તેના માટે પ્લેટફોર્મ પર 4 ઇંચના મોટા પાઇપમાંથી પાણીની બીજી પાઇપો દ્વારા ટ્રેનના ડબ્બામાં પાણી ભરવામાં આવે છે.

ટ્રેનના દરેક ડબ્બામાં 4 સંડાસ આપવામાં આવે છે. એક દરવાજા પાસે 2 સંડાસ હોય છે. સંડાસમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ટ્રેનની નીચે 500 લીટર કેપેસિટીની 4 ટાંકી હોય છે.આ પાણીની ટાંકીને ભરવા માટે રેલવેનો અલગ સ્ટાફ રાખવામાં આવે છે, જે સાઈડ ફીલિંગ લખેલા સ્થાનેથી પાઇપ નાખી ટાંકી ભરે છે. બધી ટાંકીને ભરાતા 20 મિનિટ જેટલો સમય લાગે છે.ટ્રેનના કોચને નંબર કેવી રીતે આપવામાં આવે છે, ટ્રેનના દરેક ડબ્બાને 5 આંકડાના નંબર આપવામાં આવે છે.પાંચ અંકમાંથી પહેલા બે અંક ટ્રેનનો કોચ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો છે તે વર્ષ દર્શાવે છે.

પાંચમાંથી છેલ્લા ત્રણ અંક કોચનો પ્રકાર દર્શાવે છે.જો પાછળના ત્રણ અંક 1 થી 200 ની અંદર હોય તો કોચનો પ્રકાર એસી કોચ થાય છે.ઉદાહરણ તરીકે ટ્રેનના ડબ્બાનો નંબર 04052 છે તો ડબ્બો વર્ષ 2004 માં બન્યો છે. અને છેલ્લા ત્રણ અંક 052 એટલે કે ડબ્બો એસી છે એવું દર્શાવે છે.જો કોચના પાછળના ત્રણ અંક 200 થી 400 ની અંદર હોય તો તે કોચનો પ્રકાર સ્લીપર થાય છે.જો કોચના પાછળના ત્રણ અંક 400 થી 600 હોય તો તે જનરલ કોચ છે તેમ દર્શાવે છે.

જો કોચના છેલ્લા ત્રણ અંક 600 થી 700 ની અંદર હોય તો તે કોચનો પ્રકાર ચેર કાર પ્રકારનો થાય છે.જો કોચના નંબરના છેલ્લા ત્રણ અંક 700 થી 800 ની અંદર હોય તો ડબ્બાનો પ્રકાર સીટીંગ કમ લગેજ થાય છે. તેમાં પાછળ વિકલાંગોને બેસવા માટેની જગ્યા અને આગળ સામાન મુકવાની જગ્યા હોય છે.જો કોચના છેલ્લા ત્રણ અંક 800 થી વધુ હોય, તો તે કોચ રસોઈ બનાવવા માટેની વ્યવસ્થાવાળો હોઈ શકે અથવા પત્રોના પરિવહન માટેનો ડબ્બો હોઈ શકે છે.હવે તમે જયારે પણ ટ્રેનમાં મુસાફરી કરો ત્યારે તમારા ટ્રેનના ડબ્બાને જરૂર ચકાશજો.

ટ્રેન આજે દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગઈ છે. ટ્રેન એક લાંબી મુસાફરી માટે નું હવે સાધન બની ગઈ છે. ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરે જ છે. તમે બધા એ પણ ટ્રેન નો સફર કર્યો હશે અને જ્યારે પણ રેલ્વે ફાટક થી નીકળતા હશો તો ટ્રેન ને જતી પણ તમે જોઈ હશે.

પરંતુ, શું તમે એ જાણો છો કે ટ્રેન ના છેલ્લા ડબ્બા પર આખરે એક ‘X’ નું નિશાન કેમ હોય છે? શું તમે એના વિશે જાણો છો? એની પાછળ નો હેતુ શું છે.આ એક્સ નું નિશાન એ બતાવે છે કે ટ્રેન ખતમ થઈ ગઈ છે. આના પછી હવે કોઈ ડબ્બા નથી જોળાયેલા. ટ્રેન ના છેલ્લા ડબ્બા પર આ નિશાન લાલ અથવા સફેદ રંગ નું હોય છે.

આજકાલ ના આધુનિક ટ્રેન માં આ નિશાન નથી હોતું અને ઇલેક્ટ્રિક લાઈટ હોય છે. પહેલા આ દિપક તેલ ના હતા. આ લાઇટ્સ દરેક 5 સેકંડ માં ચમકે છે. જે નિયમ બનાવ્યા છે એમાં સાફ રીતે લખ્યું છે. કે દરેક ટ્રેન ના છેલ્લા ડબ્બા પર આ નિશાન હોવું જરૂરી છે. જો એવું નહીં હોય તો એ રેલ્વે ના નિયમ નું ભંગ કર્યું ગણાશે.

આ નિશાનો ઉપરાંત ટ્રેન ના છેલ્લા ડબ્બા પર ‘LV’ પણ લખ્યું હોય છે. એ અંગ્રેજી ભાષા માં લખ્યું હોય છે. એનો રંગ પણ લાલ અથવા સફેદ હોય છે. આ બોર્ડ નો મતલબ એ હોય છે કે ટ્રેન નો હજુ અંત નથી આવ્યો. જો કોઈ ટ્રેન જતી રહી હોય અને કોઈ સ્ટાફ ‘LV’ બોર્ડ ના દેખાડે. તો એનો મતલબ એ છે કે ટ્રેન હજુ ખતમ નથી થઈ અથવા કોઈ આપતકાલીન કાર્ય કરવામાં આવ્યું છે.

તમે કદાચ આ તરફ પહેલા ધ્યાન નહિ આપ્યું હોય પણ ટ્રેનમાં અલગ અલગ 11 પ્રકારના હોર્ન વગાડવામાં આવે છે અને દરેક હોર્નનો અર્થ પણ અલગ અલગ થાય છે.એક શોર્ટ હોર્ન, જો ટ્રેનનો ડ્રાઇવર એક શોર્ટ હોર્ન વગાડે તો તેનો અર્થ એ થાય છે કે ટ્રેન યાર્ડમાં આવી ચુકી છે અને તેની સાફસફાઈનો સમય થઇ ગયો છે.બે શોર્ટ હોર્ન, જો ટ્રેનનો ડ્રાઇવર બે શોર્ટ હોર્ન વગાડે તો તેનો અર્થ એ થાય કે ટ્રેન આગળ ચાલવા માટે તૈયાર છે અને ડ્રાઇવર ગાર્ડને સિગ્નલ માટે પૂછી રહ્યા છે.

ત્રણ શોર્ટ હોર્ન, સામાન્ય રીતે આ પ્રકારના હોર્ન બહુ ઓછા વગાડવામાં આવે છે. અસલમાં આ પ્રકારના હોર્ન ઇમરજન્સી જેવી પરિસ્તિથીમાં વગાડવામાં આવે છે. અને તેનો અર્થ એવો થાય છે કે લોકોપાયલોટનો કંટ્રોલ ટ્રેનના એન્જીન સાથે તૂટી ગયો છે અને ગાર્ડને તાત્કાલિક વેક્યુમ બ્રેક લગાવવા માટેનો સંકેત હોય છે કે ટ્રેનને જલ્દીથી રોકે.ચાર શોર્ટ હોર્ન, ચાર શોર્ટ હોર્ન વગાડવાનો અર્થ એ છે કે ટ્રેનમાં કોઈ ટેક્નિકલ ફોલ્ટ સર્જાયો છે અને ટ્રેન આગળ વધવાની સ્થિતિમાં નથી.

એક લોન્ગ હોર્ન અને એક શોર્ટ હોર્ન, આ પ્રકારના હોર્નનો મતલબ એ છે કે ટ્રેનનું એન્જીન શરુ કાર્ય પહેલા ટ્રેન ડ્રાઇવર બ્રેક પાઇપ સિસ્ટમ સેટ કરવા માટે ગાર્ડને સંકેત આપી રહ્યો છે.બે લોન્ગ અને બે શોર્ટ હોર્ન, આ પ્રકારના હોર્નનો અર્થ એ થાય છે કે ટ્રેન ડ્રાઇવર એન્જીનનું નિયંત્રણ લેવા માટે ગાર્ડને સંકેત આપી રહ્યો છે.સતત અથવા લાબું વાગતું હોર્ન, આ પ્રકારનું હોર્ન પ્લેટફોર્મ પર ઉભેલા યાત્રિકોને સાવચેત કરવા માટે વગાડવામાં આવે છે કે જે તે ટ્રેન અનેક સ્ટેશનો પરથી નોનસ્ટોપ પસાર થઇ રહી છે અને જે તે સ્ટેશન પર ઉભી નહિ રહે.

બે વખત અટકી અટકીને વાગતું હોર્ન, આ પ્રકારનું હોર્ન કોઈ ક્રોસિંગ પોઇન્ટ આવે ત્યારે વગાડવામાં આવે છે જેથી જેથી જો કોઈ ક્રોસિંગ પોઇન્ટ આસપાસ હોય તો દૂર ખસી જાય.બે લોન્ગ અને એક શોર્ટ હોર્ન, આ પ્રકારનું હોર્ન ત્યારે વગાડવામાં આવે છે જયારે ટ્રેન પોતાનો ટ્રેક બદલી બીજા ટ્રેક પર જઈ રહી હોય.

બે શોર્ટ હોર્ન અને એક લોન્ગ હોર્ન, આ પ્રકારનું હોર્ન ફક્ત બે જ પરિસ્તિથીમાં વગાડવામાં આવે છે. એક ત્યારે જયારે કોઈ યાત્રિકે ચેન પુલિંગ કર્યું હોય અને બીજું જયારે ગાર્ડે વેક્યુમ પ્રેશર બ્રેક લગાવી હતો.છ વખત શોર્ટ હોર્ન, આ પ્રકારનું હોર્ન ત્યારે વગાડવામાં આવે છે જયારે ટ્રેન ડ્રાઇવરને કોઈ ભય કે ખતરાનો આભાસ થયો હોય.