સૂતાં પેહલાં દૂધમાં ઉમેરીદો વરીયાળી ત્યારબાદ જુઓ તેનાં ફાયદા, દિલ ખુશ થઈ જશે……

0
185

આમ તો વરિયાળી ખાવાનું ખાયા પછી ખાવામાં આવે છે.અથવા તો મસાલા ની જેમ ખાવાનું બનવવામાં ઉપયોગી હોય છે.પણ વરિયાળી નો ઉપયોગનો એક હજુ મહત્વ ની રીત છે. જેના વિશે ઓછા લોકો જ જાણે છે. એ રીત છે વરિયાળી ને દૂધમાં નાખી પીવાની.હા જી વરિયાળીને દૂધ સાથે નો મિલાપ સ્વાસ્થ્ય માટે કેટલાય ફાયદાઓ આપે છે.રાતે સૂતા પેહલા વરિયાળી વાળુ દૂધ પીવાથી પાચન પણ સારું થાય છે અને આ કેટલીય બીમારીઓ થી પણ બચાવે છે. આ દૂધ સ્વાદિષ્ટ પણ લાગે છે. આવો જાણીએ વરિયાળી વાળુ દૂધ પીવાના ફાયદા અને વરિયાળીના ફાયદા .આ રીતે તૈયાર કરો વરીયાળી વાળુ દૂધ :આ માટે સૌપ્રથમ તમારે એક ગ્લસા દુધમાં અડધી ચમચી વરીયાળી મિક્સ કરવાની છે ને હવે આ દુધને ઉકાળી લો પછી તેને બરોબર ગાળીને પીવો. તેનાથી વરીયાળી નું અર્ક દુધમાં ઉતરી જશે. તો આવો જાણીએ રોજ દુધમાં વરીયાળી ભેળવીને પીવાથી ફાયદા વિશે.

1)પાચન માટે ફાયદા કારક:

વરિયાળી ને દૂધ માં મિક્સ કરી ને પીવાથી પેટ ના સ્વાસ્થ્ય ને સારું રાખી શકાય છે. આપણાં ખાવાના પીવાના રીત જ આપણાં પાચન પર અસર કરે છે. આવામાં આ કમાલ નું પીણું ખૂબ જ લાભદાયી છે. આ પીણાં થી કબજિયાત થી પણ છુટકારો મળે છે.

2)યાદશક્તિ વધારવાં લાભદાયી છે :

એવું માનવામાં આવે છે કે વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો વરિયાળી ને દૂધ માં મિક્સ કરી ને પીવામાં આવે તો તેના થી મન અને મગજ ફ્રેશ થાય છે. અને સાથે જ યાદશક્તિ પણ વધે છે.

3)આંખો ની રોશની વધારવામાં મદદ રૂપ થાય છે:

જો તમે દરરોજ વરિયાળી વાળુ દૂધ પીવો છો તો તમને આંખો ને લગતી સમસ્યા થી છુટકારો મળે છે. આપણી દિનચર્યા એવી થઈ ગઈ છે કે આપણે મોટા ભાગ નો સમય સ્ક્રીન ની સામે જ બેઠા હોઈએ છીએ. એનાથી આંખો માં જલન અને પાણી નિકળવાની સમસ્યા થાય છે. આ પીણું આપણી આંખો ને ખૂબ જ ફાયદો કરાવે છે.

4) કોલેસ્ટ્રોલ ને કરી શકે છે કન્ટ્રોલ :

આ કમાલનું પીણું ખરાબ કોલેસ્ટ્રોલ માં પણ રાહત આપવામાં ખુબજ ફાયદા કારક છે.વરિયાળી વાળુ દૂધ કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ કરવામાં વધારે લાભદાયક માનવામાં આવે છે.જો તમે આ પીણું રોજ પીવો છો તો તમને કોલેસ્ટ્રોલ લેવલ માપમાં રાખવામાં સરળતા થશે. કોલેસ્ટ્રોલ ની સમસ્યામાં આપને ડાયટ પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે.

5 ) અસ્થમા માટે પણ ફાયદા કારક:

વરિયાળી વાળુ દૂધ અસ્થમા રોગો માટે બહુ લાભદાયક સાબિત થઈ શકે છે.જો અસ્થમા રોગ વાળા આ કમાલનું પીણું રોજ સેવન કરે છે.તો આનાથી એમને રાહત મળી શકે છે.શ્વાસના જોડે જોડાયેલી સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. આ આપની રેસ્પી રેટરી સિસ્ટમ માં પણ સુધારો કરી શકે છે.

6) પીરીયડ ના દર્દ થી મળશે છુટકારો:

આ એક પીણું છે જે પીરીયડ ના દર્દ માં રાહત આપે છે. પીરીયડ દરમિયાન જો આ દૂધ નું સેવન કરવામાં આવે તો પીરીયડ ને લગતી સમસ્યા ઓ થી રાહત મળે છે.અને આના થી અનિયમિત પીરીયડ થી પણ છુટકારો મળી શકે છે.

7 )ઉધરસ માં :

આજે બધા લોકો ને ઉધરસ નો પ્રોબ્લેમ થતો હોય છે તો આમાં વરીયાળી ખુબ ફાયદો કરે છે. વરીયાળી ના ૮ ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો, તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.

8)ખાટા ઓડકાર દૂર કરવા :

ઘણા લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે અને મો ખરાબ થઈ જતું હોય છે તો વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.

9 )શરીર ની બળતરા:

મિત્રો ઘણી વખત શરીર માં થતી બળતરા ને દૂર કરવા માટે વરીયાળી સાથે સરખા પ્રમાણમાં કોથમીર વાટી-ગાળીને, સાકર ભેળવીને ભોજન પછી ૫-૬ ગ્રામ ના પ્રમાણમાં લેવાથી થોડા જ દિવસોમાં રાહત મળે છે.

10 )ચામડીને ચમકાવવા :

જે વ્યક્તિ દરઓજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે, ત્વચામાં ચમક આવે છે.

11)પેટનો પરના સોજા માં :

મિત્રો મોટી ઉમર ના લોકોમાં આ વસ્તુ બધારે જોવા મળે છે તો આ માટે વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે. તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રાવ વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.

12)ઉલટી માં:

વારંવાર આવતા ઉબકા કે પછી ઉલટી ની સારવાર માં વરિયાળી ખૂબ મદદ કરે છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.

13)વજન ઓછો કરવામાં:

તેમાં મળી આવતા અમુલ્ય તત્વો શરીર ની ચયાપચન ક્રિયા ને વધારે છે. વરીયાળી ચરબી ના ચયાપચન ને વધારી દે છે અને ચરબી વધવાના ભયથી બચાવે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here