સ્ત્રીઓ પોતાનું દુબડું પાતળું શરીર ફિટ બોડીમાં બદલવા માંગતા હોય તો ખાસ કરીલો આ ઉપાય તરત મળશે પરિણામ.

0
32

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુબળી પાતળી છોકરીઓ તેમના વજનને લઈને ઘણી રીત ના મજાકનો સામનો કરવો પડતો હોઈ છે. જો તમારું શરીર મોટું હોઈ તો મુસીબત અને જો પાતળું હોઈ તો પણ મુસીબત. પાતળી છોકરીઓને કપડા પણ ફીટ નથી આવતા અને તેમનું ફિગર પણ આકર્ષક નથી દેખાતું.

જેમનું શરીર પાતળું હોઈ છે તે હમેશા બજારમાં મળતી દવાઓ અને પાઉડર પર ભરોસો કરી લે છે. પરંતુ તેનો તેમના શરીર પર કોઈ જ અસર નથી દેખાતો. જો તમારું શરીર પાતળું હોઈ તો નીચે આપેલા ઉપાયો કરી જુઓ.તો જુઓ દુબળી પાતળી છોકરીઓ વજન વધારવા માટે શું શું ખાઈ શકે છે. પ્રોટીન.પ્રોટીન ડાયેટ લેવાથી વજન વધે છે અને હાડકાઓમાં તાકાત પણ આવે છે.

તે માટે તમારે દૂધ, ચીઝ, મગફળી, બટર, ખજુર ખાવું જોઈએ. જો તમે ઈચ્છો તો કેળાનો મિલ્ક શેક પણ પી શકો છો.જવ.રાત્રે મુઠ્ઠી ભર જવને ભીના કરીને રાખો. સવારે તેના છોડા કાઢીને દૂધમાં તેને ઉકાળી તેની ખીર તૈયાર કરી દો. ત્યારબાદ તેમાં ખાંડ કે પછી મધ નાખીને ખાઓ. બદામ.જો તમારે તંદુરસ્થ અને સુંદર દેખાવું હોઈ તો બદામ ખાવાની આદત રાખો. તેને થી તમને તાકાત પણ મળશે અને વજન પણ વધશે.

રાત્રે બદામને પાણીમાં રાખો. સવારમાં તે બદામના છોડા કાઢીને તેને વાટી નાખો. તેના એક ચમચી બટર નાખીને દૂધમાં મેળવી પી જાઓ. મધ.મધ પાચનક્રિયાને સારી રાખે છે અને વજન પણ વધારે છે. પાતળી છોકરીઓ 1 ચમચી મધને ગરમ દૂધમાં મેળવીને પીવું જોઈએ. બટાકા.બટાકામાં સારી માત્રમાં સુગર હોઈ છે જેના કારણે ફેટ મળે છે.રોજ વ્યાયામ.રોજ વ્યાયામ કરવાથી શરીરનો ફેટ માંસપેસીમાં બદલાઈ જાય છે. રોજ વ્યાયામ કરવાથી શરીરનો સ્ટેમિના પણ વધે છે.

કેળા.જો તમારે વજન વધારવું હોય તો કેળાથી સારો બીજો કોઈ ઉપાય નથી. કેળા માત્ર પૌષ્ટિક જ નથી, પરંતુ તેમાં સારી માત્રામાં કાર્બ્સ અને કેલરી પણ છે. એક કેળામાં 105 કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ચરબી, 27 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઇબર અને 26 ટકા વિટામિન બી6 હોય છે. કેળાને ઓટમીલ, જ્યુસ કરીને અથવા દહીં સાથે ખાવાથી વજન વધારી શકાય છે.

નાળિયેર.નાળિયેરમાં અનેક પ્રકારના ગુણધર્મો જોવા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં કેલરી, ચરબી અને કાર્બ્સ સારી માત્રામાં હોય છે, જે વજન વધારવા માટે ફાયદાકારક છે. 28 ગ્રામ નાળિયેરના પલ્પમાં 99 ટકા કેલરી, 1 ગ્રામ પ્રોટીન, 9.4 ગ્રામ ચરબી, 4.3 ગ્રામ કાર્બ્સ, 2.5 ગ્રામ ફાઇબર, 17% મેંગેનીઝ અને 5% સેલેનિયમ હોય છે. તેને ફ્રૂટ સલાડ અથવા જ્યુસ કરીને પણ પીઈ શકાય છે.

કેરી.કેરી એક સ્વાદિષ્ટ અને અનેક પોષક તત્ત્વોથી ભરપુર ફળ છે. કેળાની જેમ કેરીમાં પણ કેલરીનો સારો સ્રોત છે. એક કેરીમાં (165 ગ્રામ) માં 99 કેલરી, 1.4 ગ્રામ પ્રોટીન, 0.6 ગ્રામ ચરબી, 25 ગ્રામ કાર્બ્સ, 3 ગ્રામ ફાઈબર, 67% વિટામિન સી અને 18% ફોલેટ હોય છે. આ ઉપરાંત કેરીમાં વિટામિન બી, એ અને ઇ પણ હોય છે. જે વજન વધારવા માટે ફાયદાકારક છે.

ડ્રાઈફ્રુટ.ડ્રાઈફ્રુટમાં બિલકુલ પણ પાણીની માત્ર હોતી નથી. ડ્રાઈફ્રુટમાં ખૂબ પૌષ્ટિક તત્વ હોય છે. ડ્રાઈફ્રુટનો એનર્જીની સાથે વજન વધારવામાં પણ ફાયદાકારક છે. ડ્રાઈફ્રુટમાં કુદરતી મીઠાશ હોય છે, તેથી તેનું સેવન ચરબી અથવા પ્રોટીન યુક્ત ખોરાક સાથે કરવું જોઈએ. વજનમાં વધારવા માટે જરદાળુ, અંજીર, કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને આલુ બદામ ખુબ જ ફાયદાકારક છે.

ખજૂર.ખજૂર મોટાભાગે પશ્ચિમી દેશોમાં વધારે જોવા મળે છે. ખજૂર પોષક તત્ત્વોથી ભરપૂર છે. 24 ગ્રામ ખજૂરમાં 66.5 કેલરી, 0.4 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ ચરબી, 18 ગ્રામ કાર્બ્સ, 1.6 ગ્રામ ફાઇબર, 4% પોટેશિયમ અને 3% મેગ્નેશિયમ હોય છે. આ ઉપરાંત ખજૂરમાં કોપર, મેંગેનીઝ, આયર્ન અને વિટામિન બી 6 પણ સારી માત્રામાં હોય છે. કેલરીની માત્ર વધારવા માટે, તમે તેને માખણ અથવા નાળિયેર સાથે મિક્સ કરી ખાઈ શકો છો.

કિસમિસ અને અંજીર.સુકા અંજીરના 6 દાણા અને 25 થી 30 ગ્રામ કિસમિસ લો અને તેને પાણીમાં સાંજે પલાળી રાખો. બીજા દિવસે, તેને પાણીમાંથી બહાર કાઢો અને દિવસમાં બે વાર ખાવો. આ ઉપાય સતત થોડા દિવસો કરવા પછી તમે તમારું વજન વધતા જોઈ શકશો. અંજીર અને કિસમિસનો ઉપાય વજન ઝડપથી વધારવામાં ખૂબ અસરકારક છે, પરંતુ આ ઉપાય તમને અસર કરશે જ ઉપરાંત, તમારે તમારા આહાર ચાર્ટની પણ કાળજી લેવી પડશે.

દૂધ અને કેળા.ઝડપી વજન વધારવા માટે આહાર ચાર્ટમાં દૂધનો સમાવેશ કરો. જો તમે ચરબીયુક્ત બનવા માંગતા હો, તો તમારે સવારે અને સાંજે દિવસમાં બે વાર દૂધ પીવું જોઈએ. દૂધના પીણા સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. આ સિવાય તમે ઘરે કેળા નો મિલ્ક શેક કરીને પણ પી શકો છો. દૂધ અને કેળા ઉપરાંત દૂધ સાથે કેરી ખાવાથી પણ ફાયદો થાય છે. એક ગ્લાસ દૂધ સાથે કેરી ખાઓ. આ દેશી સારવાર એક મહિનો કરો અને વજન વધવાનું શરૂ થશે. પણ આ ઉપાય તમે કેરી ની સિજન માં જ કરી શકશો.

અશ્વગંધા.જો તમે વજન વધારવા માટે આયુર્વેદિક દવા નું નામ જાણવા માંગતા હો, તો તમે અશ્વગંધા લઈ શકો છો. અશ્વગંધા ઉપરાંત, બીજી આયુર્વેદિક દવા પણ છે જે તમે લઈ શકો છો. વજન વધારવા ઉપરાંત અશ્વગંધા ઊંચાઈ વધારવામાં પણ ઉપયોગી છે. જો તમારે ચરબી મેળવવા માટે દવા લેવી હોય તો આયુર્વેદિક દવા લેવી એ એક સારો ઉપાય છે કારણ કે તે ન તો ખર્ચાળ છે, પરંતુ તેનાથી ઝડપી અને સારું પરિણામ મળે છે અને તેની આડઅસર પણ નહિવત્ છે. એક ગ્લાસ નવશેકું દૂધમાં બે ચમચી અશ્વગંધા પાવડર રાત્રે સૂતા પહેલા પીવો. દરરોજ આ રેસિપિ કરવાથી તમને થોડા દિવસોમાં ફરક લાગશે.

શતાવરી.શતાવરી વજન વધારવા માટે ઉપયોગી છે . જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને વજન વધારવામાં વધુ મુશ્કેલી પડતી હોય છે. શતાવરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. વજન વધારવાની ઘરેલુ પદ્ધતિમાં શતાવરીનો પાવડર ઉપયોગ કરવો ફાયદાકારક છે. આ ઉપાય દ્વારા શરીરની પાચક શક્તિ મજબૂત બને છે.

ચ્યવનપ્રાશ માત્ર વજનમાં જ નહીં પરંતુ એકંદર આરોગ્ય માટે ફાયદાકારક છે. નાના બાળકો ને ચ્યવનપ્રાશ ખવડાવું જોઈએ . તેનાથી તેના મગજ નો ખૂબ સારો વિકાસ થશે અને શારીરક રીતે પણ મજબૂત બનશે અને વજન વધશે. દરરોજ 2 ચમચી ચ્યવનપ્રાશ ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. કોઈ પણ ઉંમરના પુરુષો અને સ્ત્રીઓ કે બાળકો તેનું સેવન કરી શકે છે.