સ્ત્રીઓ માટે ખાસ/ જો શરીરમાં દેખાઈ આવે આવા ખાસ સંકેતો તો સમજી જજો તમારાં ગર્ભાશયમાં ગાંઠ છે……

0
278

હું તમને “સ્ત્રીઓમાં આ નિશાની કે સંકેતો જુઓ, ગર્ભાશયમાં ગાંઠ છે તે સમજો” વિશે તે જણાવવા જઈ રહ્યો છું, ચાલો આ વિશે જાણીએ.મિત્રો, સ્ત્રીઓ એક ઉંમર પછી ગર્ભાશયની બીમારીઓનું વધુ જોખમ બને છે, આ પ્રકારના રોગોને ફાઇબ્રોઇડ કહેવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં ગર્ભાશયની ગાંઠ પણ કહેવામાં આવે છે. મહિલા વિશેષજ્ઞો ના જણાવ્યા મુજબ, ગાંઠનું કદ મગફળીથી લઇને તરબૂચ સુધીની હોઇ શકે છે. જો તમને આવા લક્ષણો દેખાય છે, તો તમારે જલ્દી સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.મિત્રો, જો તમને નાભિની નીચે પેટમાં હંમેશા અથવા સતત દુખાવો રહે છે અને કેટલીક વખત તેનો દુ: ખાવો અસહ્ય બની જાય છે.આ પ્રકારનો દુખાવો ફાઇબ્રોઇડ સૂચવી શકે છે. જો થાક અને ઈજાના દુખાવા સિવાય પીઠમાં નીચલા ભાગમાં દુખાવો થાય છે, તો પછી આ હાવભાવ ફાઈબ્રોઇડ નો છે.

મિત્રો, લાંબા સમય સુધી કબજિયાત ચાલુ રહે એ પણ ફાઈબ્રોઇડનું સંકેત હોઈ શકે છે. જો કોઈ સ્ત્રીને લાંબા સમય સુધી પીરીયડ રહે છે, તો તે પણ ફાઇબ્રોઇડ હોઈ શકે છે, જોકે આંતરસ્ત્રાવીય પરિવર્તન એક કારણ હોઈ શકે છે, પરંતુ આ લક્ષણને અવગણશો નહીં. જો તમને આ પ્રકારના કોઈપણ ચિહ્નો દેખાય છે, તો પછી કોઈ સારા ડોક્ટર દ્વારા તેની સારવાર કરાવો.ગર્ભાશયમાં ફાઈબ્રોઈડનાં કેસ પ્રતિવર્ષ લગભગ દસ લાખ જેટલા નોંધવામાં આવે છે. પુખ્ત ઉંમરની સ્ત્રીઓમાં માસિકસ્ત્રાવ આવવાની શરૂઆત થયા પછીની ૧૯ થી ૬૦ વર્ષની ઉંમરની સ્ત્રીઓને યુટરાઈન ફાઈબ્રોઈડ થતાં જોવા મળે છે. એક તારણ મુજબ બાળકને જન્મ આપવાની ક્ષમતા ધરાવતી ૨૦ થી ૫૦ પ્રતિશત મહિલાઓમાં ગર્ભાશયનાં ફાઈબ્રોઈડનો રોગ થતો જોવા મળે છે. બીજા એક તારણનાં જણાવ્યાનુસાર ૩૦ થી ૭૭ ટકા સ્ત્રીઓ બાળકને જન્મ આપવાની ક્ષમતા ધરાવતી હોય તેવી ઉંમર દરમ્યાન યુટરાઈન ફાઈબ્રોઈડથી પીડાતી હોય છે. પરંતુ આમાંની માત્ર ત્રીજા ભાગની સ્ત્રીઓમાં જ ફાઈબ્રોઈડ હોવા વિશે પ્રાથમિક પરીક્ષણ દરમ્યાન જાણી શકાય છે. કેમકે ફાઈબ્રોઈડની સાઈઝ એટલી મોટી નથી હોતી કે તે ચેક-અપ દરમ્યાન ખ્યાલ આવે. મોટા કદના ન હોવાથી ફાઈબ્રોઈડ ગર્ભધારણમાં પણ નડતાં ન હોવાથી તે વિશે જાણ થતી હોતી નથી. જો કોઈ કારણસર અલ્ટ્રાસાઉન્ડ-સોનોગ્રાફી કરાવવામાં આવે ત્યારે જ ફાઈબ્રોઈડ વિશે જાણી શકાતું હોય છે.

શું ફાઈબ્રોઈડ નવા જમાનાનો રોગ છે?
ફાઈબ્રોઈડ કેમ થયા ? અમારા દાદી-નાની કે મમ્મીને યુટરસમાં ફાઈબ્રોઈડ થયાનું સાંભળવા મળતું ન હતું. આજ તો ત્રણ પુખ્ત ઉંમરની સ્ત્રી ઉભી હોય તો તેમાંથી એકને તો ફાઈબ્રોઈડ હોય છે જ, તો વળી કોઈને હિસ્ટરેકટોમી કરીને ગર્ભાશય કઢાવવું પડ્યું હોય છે. ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ કેમ થવા લાગ્યા છે ? આ જાતના અનેક પ્રશ્નો-આતુરતાથી પુછાતા હોય છે.

આ બાબત એ સમજવું જરૂરી છે કે અગાઉ જણાવ્યું તેમ ચાઈલ્ડબેરિંગ એજની સ્ત્રીઓમાં ૩૦ થી ૭૭ ટકા સ્ત્રીઓમાં ફાઈબ્રોઈડ થવાની સંભાવના હોવા છતાં તેને કારણે માસિક કે ગર્ભધારણ જેવી પ્રક્રિયામાં બાધા ન થવાથી તે વિશે જાણી શકાતું નથી. સોનોગ્રાફી પરીક્ષણ થતાં જ આ વિશે જાણ થાય છે. ઉંમર વધવાની સાથે મેનોપોઝ પસાર કરી ચૂકેલી સ્ત્રીઓમાં ગાંઠની સાઈઝ પણ નાની થઈ જતી હોય છે આથી ખ્યાલ ન આવવાનો અર્થ એ નથી કે ફાઈબ્રોઈડ થતાં જ ન હતા. થવા છતાં જાણી ન શકાયું હોય, ફાઈબ્રોઈડથી તકલીફ ન થઇ હોય અને રજોનિવૃત્તિ બાદ નાના પણ થઇ ગયા હોઈ શકે.

ફાઈબ્રોઈડ કેમ થાય છે ?

ફાઈબ્રોઈડને લિઓમાયોમાસ, યુટરાઈન માયોમાસ પણ કહે છે. ગર્ભાશયની રચનામાં વપરાતા સ્મૂધ મસલ્સ સેલ્સ અને ફાઈબ્રસ કનેક્ટિવ ટિશ્યુઝથી સખત એક સરખી બનતી ગાંઠને ફાઈબ્રોઈડ કહે છે.આધુનિક વિજ્ઞાન ફાઈબ્રોઈડ થવાના કારણો વિશે કશું ચોક્કસ કહી શકતા નથી. ઈસ્ટ્રોજન હોર્મોન્સની અસર હેઠળ માંસના કોષો વધુ પ્રમાણમાં વૃદ્ધિ પામી અને ઝડપથી વધવાથી ગાંઠ બનતી જણાવે છે.

મેનોપોઝ નજીક પહોંચતી સ્ત્રીઓમાં ઈસ્ટ્રોજન હોર્મોન્સની અસર વધુ હોવાથી ફાઈબ્રોઈડ થવાની સંભાવના વધુ રહે છે. વિવિધ પરીક્ષણો, અભ્યાસ-તારણોથી એવું જણાયું છે કે બે જીવિત સંતાનોને જન્મ આપેલી માતાઓમાં ફાઈબ્રોઈડની સંભાવના ઘટી જાય છે. વધુ વજન ધરાવતી તથા આફ્રિકન-અમેરિકન કૂળની સ્ત્રીઓમાં ફાઈબ્રોઈડ થતાં વધુ જોવા મળે છે. બી એમ આઇનો રેશિઓ વધુ હોય અને ઓબેસિટી ધરાવતી મહિલામાં ફાઈબ્રોઈડની સંભાવના વધુ છે તેવું પણ એક તારણ છે.

ફાઈબ્રોઈડને કારણે થતી તકલીફ :માસિકસ્ત્રાવ વધુ માત્રામાં વધુ દિવસો સુધી આવવો.બે માસિક વચ્ચેના ગાળામાં રક્તસ્ત્રાવપેઢુમાં દુખાવ વારંવાર પેશાબ કરવા જવું પડેપેટમાં ભાર અનુભવાવો ,જયારે ફાઈબ્રોઈડ એવા સ્થાને હોય જેથી ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન અને વિકાસમાં અડચણ થતી હોય ત્યારે ફાઈબ્રોઈડ વ્યંધ્યત્વનું કારણ બનતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here